





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ એ આ આયતની તિલાવત કરી, {તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે} [આલિ ઇમરાન: ૭] આપ ﷺ એ કહ્યું: «જ્યારે તમે જુઓ કે લોકો મુતશાબહ આયત (એવી આયત જેની સ્પષ્ટતા અલ્લાહને જ ખબર હોય) પાછળ પડ્યા હોય તો સમજી લો કે આ તે જ લોકો છે, જેમનું વર્ણન ઉપરોક્ત આયતમાં કરવામાં આવ્યું છે, તમે લોકો તેમનાથી બચો».
મુત્તફકુન્ અલયહિઆપ ﷺ એ આયત તિલાવત કરી: {તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે},ખરેખર અલ્લાહ તઆલા વર્ણન કરી રહ્યો છે કે તે જ છે, જેણે પોતાના નબી પર કુરઆન ઉતાર્યું, જેમાં સ્પષ્ટ ઈશારો કરતી આયતો, સ્પષ્ટ આદેશો વર્ણન છે, અને વિવાદ વખતે નિર્ણાયક કિતાબ છે, કિતાબમાં બીજી આયતો પણ છે, જેમનો અર્થ અલગ અલગ હોય શકે છે, જેના અર્થને લઈને કેટલાક લોકો શંકાસ્પદ બની ગયા છે, તેઓ સમજે છે કે આ આયત બીજી આયતની વિરુદ્ધ છે, તો અલ્લાહ તઆલાએ આ પ્રકારના લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તે વર્ણન કર્યું છે, અને જે લોકોના દિલ સત્ય વાત તરફ ઝુકેલા હોય છે, તેઓ નિર્ણય અલ્લાહ પર છોડી દે છે, અને જે લોકો તે આયતના અર્થઘટન કરતા હોય છે, વધારે પડતા લોકોના દિલોમાં શંકાઓ ઉભી કરે છે અને લોકોને ગુમરાહ કરે છે, અને પોતાની મનેચ્છા પ્રમાણે આયતનું અર્થઘટન કરવા બેસે છે, અને જે લોકો ઠોસ ઇલ્મ ધરાવે છે તેઓ જાણે છે કે આ શંકાસ્પદ છે, તેઓ મૂળ તરફ ફેરવે છે અને અલ્લાહ તઆલા પવિત્ર છે, કુરઆનમાં કોઈ વિરોધી વાતો નથી, તે તેને યાદ કરે છે અને જ્ઞાની વ્યક્તિ સિવાય કોઈની સામે વર્ણન નથી કરતો, પછી આપ ﷺ એ આયશા રઝી અલ્લાહુ અન્હાને કહ્યું: જે લોકો અલ્લાહની મુશતબહ આયતમાં અર્થઘટન કરે છે, તેમના જ વિશે આ આયત અલ્લાહએ ઉતારી છે, (આ તે લોકો ના હૃદયોમાં રોગ છે) તેમનાથી બચો અને તેમની વાત ન સાંભળશો.
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવીને બેઠો, તેણે કહ્યું: અલ્લાહના રસુલ! મારા બે ગુલામ છે, જેઓ મારી સામે જુઠ્ઠું બોલે છે, મારા માલમાં ખિયાનત કરે છે અને મારી અવજ્ઞા કરે છે, હું તેમને ગાળો આપું છું અને મારું છું. મારો અને તેમનો નિકાલ શું? કહ્યું: «તેઓએ તમારી સાથે ખિયાનત કરી છે અને તમારી અવજ્ઞા કરી છે તમારી સામે જુઠ્ઠું બોલે છે, તે દરેકનો તેને અલ્લાહ સામે હિસાબ આપવો પડશે, અને તમે તેને જે સજાઓ આપી છે, તેને પણ ગણવામાં આવશે, હવે જો તમારી સજા તેમના ગુનાહ બરાબર થશે તો તમે અને તેઓ બરાબર બરાબર છૂટી જશો, ન તો તમારો હક તેમના પર બાકી રહેશે અને તેમનો હક તમારા પર, અને જો તમારી સજા તેમના ગુનાહથી ઓછી થઈ તો તમારો ઉપકાર અને એહેસાન રહેશે અને જો તમારી સજા તેમના ગુનાહોથી વધારે હશે તો તમારી સાથે તેમની યાદીનો હિસાબ કરવામાં આવશે» આ સાંભળી તે વ્યક્તિ રડતો પાછો ફર્યો અને નબી ﷺ એ કહ્યું: «શું તમે કુરઆનની આયતો નથી પઢતા: {અને અમે કયામતના દિવસે ન્યાયી ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર કંઇ પણ જુલમ કરવામાં નહીં આવે}, આયત સુધી» તે વ્યક્તિએ કહ્યું: અલ્લાહની કસમ ! હે અલ્લાહના રસૂલ ! હું મારી અને તેમની વચ્ચે આના કરતાં વધારે સારો ઉપાય નથી જોતો કે અમે એકબીજાથી અલગ થઈ જઈએ, અલ્લાહના રસૂલ ગવાહ રહેજો, મેં તે સૌને આઝાદ કર્યા.
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેએક વ્યક્તિ આપ ﷺ પાસે આવીને પોતાના ગુલામો સાથે તેના વ્યવહાર વિશે ફરિયાદ કરી, તેઓ તેની વાતને જુઠલાવે છે, તેઓ તેની અમાનતમાં ધોખો આપે છે, અને વ્યવહારમાં પણ ધોખો આપે છે, અને તેની અવજ્ઞા કરે છે, તેમને અદબ શીખવાડવા માટે તે તેને ગાળો આપે છે અને તેમને મારે છે, કયામતના દિવસે અમારી સ્થિતિ કેવી હશે? આપ ﷺ એ જવાબ આપ્યો, તે તેમને જૂઠ, ખિયાનત, ધોખો અને અવજ્ઞા પ્રમાણે સજા આપી દીધી, જો સજાનું પ્રમાણ બરાબર હશે અર્થાત્ ગુનાહ જેટલી સજા હશે તો તમારા પર કંઈ નથી, અને જો તમારી સજા તેમના ગુનાહથી ઓછી હશે તો તેમના પર તારી કૃપા અને રહેમ હશે, તેના પર તને બદલો મળશે, અને જો તારી સજા તેમના ગુનાહથી વધારે હશે, તો જેટલી સજા વધારે હશે, તે પ્રમાણે તને બદલો આપવામાં આવશે, તે વ્યક્તિ એક તરફ થઇ ગયો, અને જોરથી રડવા લાગ્યો, આપ ﷺ એ કુરઆન મજીદની આ આયત તિલાવત કરી: {અને અમે કયામતના દિવસે ન્યાયી ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર કંઇ પણ જુલમ કરવામાં નહીં આવે અને જો એક કણ બરાબર પણ કર્મ કર્યું હશે, અમે તેને હાજર કરીશું અને અમે હિસાબ કરવા માટે પૂરતા છે} [અલ્ અંબિયા: ૪૭], કયામતના દિવસે કણ બરાબર પણ જુલમ કરવામાં નહીં આવે, ઇન્સાફ સાથે લોકોની વચ્ચે નિર્ણય કરવામાં આવશે, તે વ્યક્તિએ કહ્યું : અલ્લાહની કસમ ! હે અલ્લાહના રસૂલ ! હું મારી અને તેમની વચ્ચે આના કરતાં વધારે સારો ઉપાય નથી જોતો કે અમે એકબીજાથી અલગ થઈ જઈએ, અલ્લાહના રસૂલ ગવાહ રહેજો, મેં તે સૌને આઝાદ કર્યા. હિસાબ અને અઝાબના ભયથી તેણે આ પ્રમાણે કર્યું.
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: મુશરિક લોકો માંથી કેટલાક લોકોએ કતલ જેવો સંગીન ગુનોહ કર્યો હતો, અને ખૂબ વધારે કતલ કર્યો હતો, વ્યભિચાર જેવો ગુનાહ કર્યો હતા અને ખૂબ કર્યા હતા, તેઓ નબી ﷺ પાસે આવ્યા અને જણાવ્યું: તમે જે કંઈ પણ કહો છો અને જે માર્ગ તરફ બોલાવો છો ખરેખર સારી વાત છે, પરંતુ અમને એ જણાવો કે અત્યાર સુધી અમે જે ગુનાહ કર્યા છે, તે ઇસ્લામ લાવ્યા પછી માફ થશે કે નહીં, તેના પર આ આયત ઉતરી, {અને અલ્લાહ સાથે બીજા કોઈ ઇલાહને પોકારતા નથી અને ન તો અલ્લાહએ હરામ કરેલ કોઈ પ્રાણને નાહક કતલ કરે છે, અને ન તેઓ અશ્લીલતાનું કાર્ય કરે છે} [ફુરકાન: ૬૮[, અને આ આયત પણ ઉતરી {તમે લોકોને કહી દો, કે હે મારા બંદાઓ ! જે લોકોએ પોતાના પર અતિરેક કર્યો છે, તમે અલ્લાહની કૃપાથી નિરાશ ન થઇ જાઓ} [સૂરે ઝૂમર: ૫૩].
મુત્તફકુન્ અલયહિકેટલાક મુશરિક લોકો નબી ﷺ પાસે આવ્યા, અને કહ્યું કે અમે કતલ તેમજ વ્યભિચાર જેવા મોટા ગુનાહ ઘણા કર્યા છે, તે લોકોએ નબી ﷺ ને કહ્યું: તમે જે માર્ગ તરફ બોલાવી રહ્યા છો અને જે શિક્ષા તમે આપી રહ્યા છો તે શ્રેષ્ઠ શિક્ષા છે, પરંતુ અમારી પરિસ્થિતિ તો એ છે કે અમે તો શિર્ક અને કબીરહ ગુનાહમાં સપડાયેલા છે, શુ તેનો કોઈ કફ્ફારો છે? તો આ બંને આયતો ઉતરી, અલ્લાહ તઆલા લોકોની તૌબા કબૂલ કરે છે પછી ભલેને તેમના ગુનાહ ઘણા અને મોટા મોટા પણ કેમ ન હોય, જો આ પ્રમાણે ન હોત તો તેઓ કુફ્ર અને વિદ્રોહ કરતા રહેતા અને તે દીનમાં દાખલ પણ ન થાત.
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી ﷺ એ ફતહના દિવસે લોકો સામે પ્રવચન આપ્યું, અને કહ્યું: « (હે લોકો ! અલ્લાહ તઆલાએ તમારા પરથી અજ્ઞાનતાના સમયનું અહમ અને ઘમંડ અને ખાનદાની તકબ્બુર દૂર કરી દીધું, હવે બે પ્રકારના લોકો જ રહ્યા: એક અલ્લાહની નજરમાં સદાચારી, પરહેજગાર, પ્રતિષ્ઠિત, અને બીજા અલ્લાહની નજરમાં વિદ્રોહી, દુરાચારી અને કમજોર, દરેકે દરેક આદમના સંતાન છો, અને આદમને અલ્લાહ તઆલાએ માટી વડે પેદા કર્યા, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રી વડે પેદા કર્યા, પછી અમે તમારા જુથ અને ખાનદાન બનાવ્ય, જેથી તમે એક બીજાને ઓળખી શકો, ખરેખર તમારા માંથી અલ્લાહની નઝરમાં સૌથી પ્રતિષ્ઠિત તે છે, જે સૌથી વધારે અલ્લાહથી ડરવાવાળો હોય, નિઃશંક અલ્લાહ તઆલા ખૂબ જ જાણવવાળો અને ખબર રાખનાર છે} [અલ્ હુજુરાત: ૧૩]».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી ﷺ એ લોકો સામે ફતહે મક્કાના દિવસે પ્રવચન આપ્યું, અને કહ્યું: હે લોકો ! અલ્લાહ તઆલા તમારા પર અજ્ઞાનતાના સમયનું અહંકાર અને વિદ્રોહ બન્ને નષ્ટ કરી દીધું છે, અને એવી જ રીતે પોતાના પૂર્વજોના નામ પર જે ફખર હતું એ પણ નષ્ટ કરી દીધું છે, અને ખરેખર લોકો બે પ્રકારના છે: એક તો મોમિન, સદાચારી, આજ્ઞાકરી, અલ્લાહની ઈબાદત કરનાર, આ વ્યક્તિ અલ્લાહ પાસે પ્રતિષ્ઠિત ગણવામાં આવશે, ભલેને લોકોમાં તેનું નામ, સન્માન હોય કે ન હોય. અને બીજા કાફિર, વિદ્રોહી, દુરાચારી અને આ વ્યક્તિ અલ્લાહ પાસે અપમાનિત થશે, અને અલ્લાહ પાસે તેનું કોઈ મૂલ્ય નહીં હોય ભલેને લોકોમાં તેનું માન, સન્માન, હોદ્દો અને સત્તા કેમ ન હોય. દરેક લોકો આદમના સંતાન છે, અલ્લાહ તઆલાએ આદમને માટી વડે પેદા કર્યા, તો કોઈ વ્યક્તિ માટે યોગ્ય નથી કે તેનું મૂળ માટી હોય અને તે ઘમંડ કરે, અને પોતાના પર ઇતરાવે, આ વાતની પુષ્ટિ કરતા અલ્લાહ તઆલા કહે છે: {હે લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રી વડે પેદા કર્યા, પછી અમે તમારા જુથ અને ખાનદાન બનાવ્ય, જેથી તમે એક બીજાને ઓળખી શકો, ખરેખર તમારા માંથી અલ્લાહની નઝરમાં સૌથી પ્રતિષ્ઠિત તે છે , જે સૌથી વધારે અલ્લાહથી ડરવાવાળો હોય, નિઃશંક અલ્લાહ તઆલા ખૂબ જ જાણવવાળો અને ખબર રાખનાર છે} [અલ્ હુજુરાત : ૧૩])
ઝુબૈર બિન અવ્વામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે આયત ઉતરી: {ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} (તે દિવસે તમને નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે) [અત્ તકાષુર: ૮], તો ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુ એ સવાલ કર્યો કે કંઈ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે હે અલ્લાહના રસૂલ ! અહીંયા તો બસ બે કાળી વસ્તુ પાણી અને ખજૂર જ ઉપ્લબ્ધ છે? તો નબી ﷺ એ કહ્યું: «નજીકમાં જ નેઅમતોની પ્રાપ્તિ થશે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેજ્યારે આ આયત ઉતરી: {તમને આપેલ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે} અર્થાત્ જે નેઅમતો અલ્લાહએ તમને આપી છે તેના શુકર વિશે સવાલ કરવામાં આવશે, ઝુબૈર બિન અવ્વામ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કંઈ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે? અહીંયા તો બસ બે જ નેઆમતો અમારી પાસે છે, અને તે બે નેઅમતો પૂછપરછ કરવાનો અધિકાર નથી ધરાવતી, અને તે બંને નેઅમતો પાણી અને ખજૂર! નબી ﷺ એ કહ્યું: અત્યારે તમે જે કંઈ સ્થિતિમાં છો તે સ્થિતિ વિશે તમારી પૂછપરછ કરવામાં આવશે, તે બંને નેઅમત અલ્લાહ દ્વારા મળેલ બે ભવ્ય નેઅમતો છે.