





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આ કુરઆનની હિફાજત (દેખરેખ) કરો, કસમ છે, તે હસ્તીની, જેના હાથમાં મુહમ્મદની જાન છે, આ કુરઆન લોકોના દિલો માંથી નીકળવા બાબતે તે ઊંટ કરતાં પણ વધુ જડપી છે જેણે દોરડા વડે બાંધી દેવામાં આવ્યું હોય».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ જણાવી રહ્યા કે કુરઆનની હિફાજત તેને પાબંદી સાથે તિલાવત કરીને કરો જેથી જો તમે યાદ કર્યું હોય તો તે તમારા હૃદય માંથી નીકળી ન જાય અને ભૂલી ન જવાય, કારણકે નબી ﷺ એ કસમ ખાઈ તાકીદ કરી કે કુરઆન દિલો માંથી એવી રીતે જતું રહેશે જેવું કે એક બાંધેલુ ઊંટ દોરી તોડીને ભાગતું હોય છે, અર્થાત્ તે દોરી જે તેના આગળના બન્ને પગની વચ્ચે બાંધવામાં આવે છે, જો માનવી તેની દેખરેખ કરે તો તે બાંધેલું જ રહે છે અને જો તે તેને છોડી દે તો ઊંટ જતું રહે અને ગાયબ થઈ જાય.
ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે કુરઆન શીખે અને શીખવાડે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનોમાં સૌથી મહાન અને દરજ્જા રીતે સૌથી ઉચ્ચ દરજ્જો તે વ્યક્તિનો છે, જે કુરઆન શીખે અર્થાત્ તેની તિલાવત કરે, યાદ કરે અને તેના અર્થ તેમજ સમજૂતી પઢે, અને તે વ્યક્તિનો પણ જે શીખવાડે, જે તેની પાસે કુરઆનનું ઇલ્મ છે, તેના પર અમલ કરવાની સાથે સાથે તે તે ઇલ્મને લોકોને શીખવાડે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ તે વાતથી રોક્યા છે કે ઘરોમાં નમાઝ પઢવામાં ન આવતી હોય, તે ઘર કબ્રસ્તાન જેવા બની જાય છે, જ્યાં નમાઝ પઢવામાં નથી આવતી. નબી ﷺ એ જણાવ્યું કે શૈતાન તે ઘર માંથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહની તિલાવત કરવામાં આવતી હોય છે.
અબુ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ જણાવ્યું કે રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢીને સુઈ જવાથી, અલ્લાહ તેને દરેક બુરાઈ અને તકલીફથી બચાવી લે છે, એક બીજા મંતવ્ય પ્રમાણે: આ બંને આયતો રાત્રે કિયામ કરવા પર પૂરતી થઈ જાય છે અર્થાત્ સંપૂર્ણ રાત નમાઝ પઢવા પર, એવી જ રીતે બીજા એક મંતવ્ય પ્રમાણે: દરેક પ્રકારનાઝિક્ર કરવા પર પૂરતી થઈ જાય છે, એક બીજા મંતવ્ય પ્રમાણે: રાતની નમાઝમાં કમ સે કમ આ બંને આયતોને પઢી લેવી પૂરતી થઈ જાય છે, અન્ય આલિમોના મંતવ્યો પણ વર્ણન કરવામાં આવ્યા છે, શક્ય છે કે અહીંયા વર્ણવેલ દરેક મંતવ્યો સાચા હોય અને દરેક મંતવ્ય હદીષમાં આવી જતાં હોય.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ અલ્લાહની કિતાબ માંથી એક શબ્દ પઢશે તો તેના માટે એક નેકી લખવામાં આવશે અને એક નેકીનો સવાબ દસ નેકી બરાબર લખવામાં આવે છે, અને હું એમ નથી કહેતો કે (અલિફ, લામ, મિમ) ત્રણેય એક જ શબ્દ છે, પરંતુ (અલિફ) એક શબ્દ, (લામ) એક શબ્દ અને (મિમ) એક શબ્દ (અર્થાત્ ત્રણેય અલગ અલગ શબ્દ ગણવામાં આવે) છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી ﷺ જણાવી રહ્યા છે કે જે મુસલમાન અલ્લાહની કિતાબ માંથી એક શબ્દ પણ પઢે છે, તો તેના બદલામાં તેને એક નેકી આપવામાં આવે છે, અને તે નેકીનો બદલો દસ નેકી સુધી વધારીને આપવામાં આવે છે. ફરી નબી ﷺ એ આ વાતને સ્પષ્ટ કરતાં કર્યું: હું નથી કહેતો કે અલિફ લામ મિમ ત્રણેય એક છે, પરંતુ અલિફ એક શબ્દ, લામ એક શબ્દ અને મિમ એક શબ્દ, આમ ફક્ત અલિફ લામ મિમ કહેવા પર ત્રીસ નેકિઓ લખવામાં આવે છે.
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે: નબી ﷺ દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર (અલ્લાહના વખાણ) કરતા હતા.
Al-Bukhari as Mu‘allaq/hanging, with a decisive formઆયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે કે અલ્લાહના રસૂલ ﷺ અલ્લાહનો ઝિક્ર બાબતે ખૂબ જ ઉત્સુક હતા, દરેક સમયે, દરેક જગ્યાએ અને દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર કરતા હતા.
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે, જ્યારે બંદો કહે છે: {الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ}, અર્થ: દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રશંસા કરી, જ્યારે બંદો કહે છે: {الرَّحْمَنِ الرَّحِيمِ}, અર્થ: (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારા વખાણ કર્યા , જ્યારે બંદો કહે છે: {مَالِكِ يَوْمِ الدِّينِ}, અર્થ: બદલાના દિવસ (કયામત) નો માલિક છે, કહે છે તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રતિષ્ઠતા વર્ણન કરી અને એક વખત કહે છે કે મારા બંદાએ તેના કાર્યો મારા હવાલે કરી દીધા, અને જ્યારે બંદો કહે છે: {إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ}, અર્થ: અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ, તો અલ્લાહ તઆલા કહે છે: આ ભાગ મારી અને મારા બંદા વચ્ચે છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે, પછી જ્યારે બંદો કહે છે: {اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ، صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ}, અર્થ: અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે. તો અલ્લાહ કહે છે: આ મારા બંદા માટે છે, જે તેણે માગ્યું».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલા હદીષે કુદ્સીમાં કહે છે: નમાઝમાં સૂરે ફાતિહાને અડધી અડધી અલ્લાહ અને બંદા વચ્ચે વહેંચી દીધી છે, અડધી મારા માટે અને અડધી તેના માટે. પહેલો અડધો ભાગ: અલ્લાહ તઆલાની પ્રશંસા, તેના વખાણ અને તેની મહાનતાનું વર્ણન, તેના પર અલ્લાહ તઆલા ભવ્ય બદલો આપે છે. બીજો અડધો ભાગ: બંદાની વિનમ્રતા અને દુઆ, તેના વડે અલ્લાહ પાસે દુઆ કરે છે અને તે તેની માંગણી પ્રમાણે આપે છે. જ્યારે નમાઝ પઢનાર કહે છે: (الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ), અર્થ: દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે. તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રશંસા કરી, જ્યારે બંદો કહે છે: {الرَّحْمَنِ الرَّحِيمِ}, અર્થ: (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). તો અલ્લાહ તઆલા કહે કહે છે: મારા બંદાએ મારા વખાણ કર્યા, અને મારા માટે મારા સર્જન પર કરવામાં આવેલ એહસાનને કબૂલ કરે છે, ફરી જ્યારે બંદો કહે છે: {مَالِكِ يَوْمِ الدِّينِ}, અર્થ: બદલાના દિવસ (કયામત) નો માલિક છે. તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રતિષ્ઠતા વર્ણન કરી, આ એક મહાન સન્માન છે. ફરી જ્યારે બંદો કહે છે:{إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ}, અર્થ: અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ. તો અલ્લાહ તઆલા કહે છે: આ ભાગ મારી અને મારા બંદા વચ્ચે છે. પહેલો અડધો ભાગ આ આયત પર પૂર્ણ થાય છે, (إياك نعبد) અને એ બંદો અલ્લાહના સાચા ઇલાહ હોવાને કબૂલ કરે છે, ઈબાદત વડે તેની પાસે દુઆ કરે છે, પહેલો અડધો ભાગ અહીંયા પૂર્ણ થયો જે અલ્લાહ માટે છે. આયતનો બીજો ભાગ બંદા માટે છે, (إياك نستعين) અલ્લાહ પાસે મદદ માંગવામાં આવી રહી છે, અને તેની મદદ કરવાનનું વચન આપવામાં આવી રહ્યું છે. અને જ્યારે બંદો કહે છે: {اهدنا الصراط المستقيم * صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين}, તો અલ્લાહ તઆલા કહે છે: આ મારા બંદાની વિનમ્રતા અને દુઆ છે, અને મારા બંદાએ મારી પાસે સવાલ કર્યો અને મેં તેની દુઆનો જવાબ આપ્યો.
સઇદ બિન મુસય્યિબ રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ તેમના પિતાથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે અબૂ તાલિબના મૃત્યુનો સમય નજીક આવ્યો, તો નબી ﷺ તેમની પાસે આવ્યા, તે સમયે તેમની પાસે અબૂ જહલ અને અબ્દુલ્લાહ બિન અબી ઉમય્યહ હાજર હતા, નબી ﷺએ કહ્યું: «હે કાકા ! તમે એક વાક્ય લા ઇલાહ ઇલ્લલ્લાહ કહી દો, જેથી હું અલ્લાહ સામે આ વાક્ય દ્વારા તમારા પ્રત્યે ગવાહી આપી શકું», અબૂ જહલ અને અબ્દુલ્લાહ બિન ઉમય્યહએ કહ્યું: અબૂ તાલિબ શું તમે પોતાના પૂર્વજ અબ્દુલ મુત્તલિબના દીનથી ફરી જશો? નબી ﷺ સતત આ વાક્ય તેમને કહેતા ગયા, તે બંને પણ પોતાની વાત વારંવાર કહેતા રહ્યા, છેવટે અબૂ તાલિબાનો અંતિમ નિર્ણય એ હતો કે તેઓ પોતાના પૂર્વજ અબ્દુલ મુત્તલિબના દીન પર જ છે, તેમણે લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવાથી ઇન્કાર કરી દીધો, ફરી નબી ﷺએ કહ્યું «જ્યાં સુધી મને રોકવામાં નહીં આવે ત્યાં સુધી હું તમારા માટે ઇસ્તિગફાર કરતો રહીશ», તો અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી:{પયગંબર અને બીજા મોમિનો માટે યોગ્ય નથી કે તેઓ મુશરિકો માટે માફીની દુઆ કરે} [અત્ તૌબા: ૧૧૩], અને અલ્લાહ તઆલાએ અબૂ તાલિબા વિશે નબી ﷺને જણાવ્યું: {(હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે} [અલ્ કસસ: ૫૬].
મુત્તફકુન્ અલયહિનબી ﷺ પોતાના કાકા અબૂ તાલિબ પાસે આવ્યા, જ્યારે તેમના મૃત્યુનો સમય નજીક હતો, તો નબી ﷺએ કહ્યું: હે કાકા ! "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કહો, આ શબ્દ દ્વારા હું અલ્લાહ પાસે તમારા માટે ગવાહી આપીશ, તો અબૂ જહલ અને અબ્દુલ્લાહ બિન અબી ઉમય્યહ બન્નેએ કહ્યું: હે અબુ તાલીબ ! શું તમે અબ્દુલ મુત્તલિબનો દીન છોડી દેશો?! અને તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા, બરાબર તેઓ આ વાક્ય તેમને કહેતા રહ્યા અહીં સુધી કે અબુ તાલિબના છેલ્લા શબ્દો તે હતા કે તેઓ અબ્દુલ્ મુત્તલિબના દીન પર છે, જે શિર્ક અને મૂર્તિ પૂજાની ઈબાદત પર આધારિત હતો, તો નબી ﷺએ કહ્યું: હું તમારા માટે અલ્લાહ પાસે મગફિરત (માફી)ની દુઆ કરતો રહીશ,જ્યાં સુધી મને મારો પાલનહાર નહીં રોકે, તો અલ્લાહએ આ આયત ઉતારી: {પયગંબર અને બીજા મોમિનો માટે યોગ્ય નથી કે તેઓ મુશરિકો માટે માફીની દુઆ કરે, ભલેને તેમના નજીકના સંબંધી કેમ ન હોય ? જ્યારે કે એ સ્પષ્ટ આદેશ આવી ગયો છે કે મુશરિક લોકો જહન્નમી છે} [અત્ તૌબા: ૧૧૩], અને અબુ તાલિબ વિશે આ આયત ઉતરી: {હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે, હિદાયતવાળાઓને તે ખૂબ સારી રીતે જાણે છે}. [અલ્ કસસ: ૫૬], જેને તમે ઇચ્છતા હોવ તેને હિદાયતના માર્ગે લાવી નથી શકતા, તમારું કામ તો ફક્ત પહોંચાડી દેવાનું છે, અલ્લાહ જેને ઈચ્છે હિદાયત આપે છે.
અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન પઢે છે, સિટ્રોન (એક પ્રકારનું નારંગી જેવું ફળ) જેવુ છે, જેની સુગંધ પણ સારી હોય છે અને સ્વાદ પણ, અને તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન નથી પઢતો, ખજૂર જેવુ છે, જેનો સ્વાદ તો સારો છે, પણ તેમાં સુગંધ નથી હોતી, અને તે મુનાફિકનું ઉદાહરણ, જે કુરઆન પઢે છે, તકમરિયાં (તુલસીના પાંદળા) જેવુ છે, જેમાં સુગંધ તો હોય છે પરંતુ સ્વાદ નથી હોતો, અને તે મુનાફિકનું ઉદાહરણ, જે કુરઆન નથી પઢતો, બાવળના ઝાડ જેવુ છે, જેમાં ન તો સુગંધ હોય છે ન તો સ્વાદ».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ કુરઆન પઢનાર અને તેનાથી ફાયદો ઉઠાવનાર લોકોના પ્રકાર વર્ણન કર્યા: પહેલો પ્રકાર: તે મોમિન જે કુરઆન પઢે છે અને તેના દ્વારા ફાયદો પણ ઉઠાવે છે, તેનું ઉદાહરણ સિટ્રોન (એક પ્રકારનું ફળ) જેવુ છે, જે સુગંધ સ્વાદ અને રંગમાં સારું હોય છે, અને તેના ઘણા ફાયદા પણ હોય છે, તો તે જે કુરઆન પઢે છે તેના પર અમલ પણ કરે છે, અને તેના દ્વારા અલ્લાહના બંદાઓને ફાયદો પણ પહોંચાડે છે. બીજો પ્રકાર: તે મોમિન જે કુરઆન પઢે છે, તેનું ઉદાહરણ ખજૂર જેવુ છે, જેનો સ્વાદ તો મીઠો છે, પરંતુ તેમાં કોઈ સુગંધ હોતી નથી, તો તેનું દિલ ઈમાનથી ભરેલું છે, જેમકે ખજૂરમાં અંદર સુધી મીઠાસ હોય છે, પરંતુ તેની બહાર કોઈ સુગંધ નથી હોતી જે લોકો સૂંઘી શકે, અને તે મોમિનના કુરઆન પઢવામાં એવો ફાયદો નથી જોવા મળતો, જેના દ્વારા લોકો તેને સાંભળી ફાયદો ઉઠાવે. ત્રીજો પ્રકાર: તે મુનાફિક જે કુરઆન પઢે છે, તેનું ઉદાહરણ તકમરિયાં (તુલસીના પાંદળા) જેવુ છે, જેમાં સુગંધ તો સારી હોય છે, પરંતુ તેનો સ્વાદ કડવો હોય છે, તે એવી રીતે કે તેણે પોતાના દિલની ઈમાન વડે ઇસ્લાહ કરી અને ન તો તેણે કુરઆનના આદેશો પર અમલ કર્યો, અને લોકો સમક્ષ જાહેર કરતો રહ્યો કે તે મોમિન છે, તો તેની સુગંધ તો કુરઆન પઢવાની માફક સારી છે, પરંતુ તેનો સ્વાદ તેના કુફ્રની માફક કડવો છે. ચોથો પ્રકાર: તે મુનાફિક જે કુરઆન નથી પઢતો, તેનું ઉદાહરણ બાવળના ઝાડ જેવુ છે, જેમાં ન તો સારી સુગંધ હોય, અને તેનો સ્વાદ પણ કડવો હોય છે, તેમાં સુગંધ ન હોવાનું ઉદાહરણ તેના કુરઆન ન પઢવાની માફક છે, અને તેના કડવા સ્વાદનું ઉદાહરણ તેના કુફ્ર જેવું છે, તો તેની આંતરિક સ્થિતિ ઈમાનથી ખાલી હોય છે, અને તેનું જાહેર જેમાં કોઈ ફાયદો નથી, પરંતુ તે નુકસાનકારક છે.