





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે, જ્યારે સૂર્ય પશ્ચિમ દિશા માંથી નીકળશે તો દરેક લોકો જોશે અને દરેક લોકો તરત જ ઈમાન લઈ આવશે, અને આ જ તે સમય હશે જ્યારે: {કોઇ એવા વ્યક્તિનું ઈમાન લાભ નહીં પહોંચાડી શકે, જે પહેલાથી ઈમાન નથી ધરાવતો, અથવા તો તેણે પોતાના ઈમાન લાવ્યા પછી કોઇ સત્કાર્ય ન કર્યું હોય} [ સૂરે અન્આમ: ૧૫૮] કયામત આવી જશે, હજુ તો બે વ્યક્તિએ પોતાનો કપડાંનો સોદો પૂરો પણ નહીં કર્યો હોય અને તેઓએ કપડું પણ નહીં લપેટયું હોય કે (એટલા માંજ કયામત કાયમ થઈ જશે) અને કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાની ઊંટણીનું દૂધ લઈને આવી રહ્યો હતો અને તે તે દૂધને પી પણ નહીં શકે, એવી જ રીતે કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાનો હોઝ તૈયાર કરી રહ્યો હશે અને તે તેમાંથી પાણીનો વપરાશ પણ નહીં કરી શકે અને કયામત એવી સ્થિતિમાં કાયમ થઈ જશે કે એક વ્યક્તિએ ખાવા માટે એક લુકમો ઉઠાવ્યો હશે પરંતુ તે તેને ખાઈ નહીં શકે».
મુત્તફકુન્ અલયહિઆપ ﷺ એ જણાવ્યું કે કયામતની મોટી નિશાનીઓ માંથી એક એ પણ કે સૂર્ય પૂર્વ દિશા માંથી નિકળવાને બદલે પશ્ચિમ માંથી નીકળશે, દરેક લોકો તેને જોઇ લે શે અને દરેલ લોકો ઈમાન લઈ આવશે, તે સમયે કાફિરનું ઈમાન લાવવું કંઈ ફાયદો નહીં પહોંચાડી શકે, ન તો કોઈ નેક અમલ ફાયદો પહોંચાડશે અને ન તો કોઈનું તૌબા કરવું ફાયદો પહોંચાડશે. ફરી નબી ﷺ એ આ હદીષમાં જણાવ્યું છે કે કયામત અચાનક કાયમ થઈ જશે, કયામત આવી જશે અહીં સુધી કે લોકો પોતાના રોજિંદા જીવનના કાર્યોમાં વ્યસ્ત હશે; હજુ તો કપડાંની લે-વેચ કરનાર વેપારી કપડું ફેલાવી બેઠા હશે, તેણે તે કપડું વેચ્યું પણ નહીં હોય અને હજુ સમેટ્યું પણ નહીં હોય કે અચાનક કયામત કાયમ થઈ જશે, એવી જ રીતે એક વ્યક્તિ પોતાની ઊંટણીનું દૂધ લઈને આવશે હજુ તે તેને પી પણ નહીં શકે કે અચાનક કયામત કાયમ થઈ જશે, એક વ્યક્તિ પોતાનો હોઝ સાફ કરી રહ્યો હશે હજુ તેણે તેમાં પાણી ભર્યું જ હશે કે અચાનક કયામત કાયમ થઈ જશે, એવી જ રીતે ખાવા માટે માનવીએ એક લુકમો પોતાના મોઢા તરફ ઉઠાવ્યો હશે પરંતુ તે લુકમો ખાઈ નહીં શકે, અને અચાનક કયામત કાયમ થઈ જશે.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે, એક પોકારવાવાળો ફરિશ્તો અવાજ આપશે, હે જન્નતવાળાઓ ! દરેક જન્નતીઓ નજર ઉઠાવી ઉપર જો શે, અવાજ કરનાર ફરિશ્તો પૂછશે, શું તમે આને ઓળખો છો? તે સૌ કહેશે: હા, આ તો મૌત છે, અને દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખી ચુક્યો હશે, એક પોકારવાવાળો ફરિશ્તો અવાજ આપશે, હે જહન્નની લોકો ! દરેક જહન્નમી નજર ઉંચી કરી કરીને જોશે, અવાજ આપનાર ફરિશ્તો પૂછશે, શું તમે આને ઓળખો છો? તે સૌ કહેશે: હા, આ તો મૌત છે, અને દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખી ચુક્યો હશે, પછી તેને ઝબેહ કરી દેવામાં આવશે, પછી તે પોકારવાવાળો કહેશે, હે જન્નતીઓ ! તમારે હવે હંમેશા અહીં જ રહેવાનું છે, હવે તમને ક્યારેય મૌત નહીં આવે, અને હે જહન્નમીઓ ! તમારે પણ હમેંશા આમાં જ રહેવાનું છે, હવે તમને ક્યારેય મૌત નહિ આવે, પછી આપ ﷺ એ આ આયત તિલાવત કરી: {તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો , જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે, અને આ બેદરકાર લોકો અર્થાત દુનિયદાર લોકો અને ઈમાન નથી લાવતા} [મરયમ: ૩૯]».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ સ્પષ્ટપણે જણાવ્યું કે કયામતના દિવસે મોતને એલ કબરચિતરા ઘેટાંના રૂપમાં લાવવમાં આવશે, ફરી એક પોકારવાવાળો કહેશે: હે જન્નતી લોકો ! આ અવાજ સાંભળી તેઓ પોતાનું ગળું અને અથુ ઊંચું કરી જોવા લાગશે, તે તેમને કહેશે: શું તમે આને ઓળખો છો? તેઓ કહેશે: હા, આ મોત છે, દરેકે તેને જોઈ હશે અને તેને ઓળખી લેશે, પોકારવાવાળો કહેશે: હે જહન્નમીઓ ! આ અવાજ સાંભળી તેઓ પોતાનું ગળું અને માં ઊંચું કરી જોવા લાગશે, તે તેમને કહેશે: શું તમે આને ઓળખો છો? તેઓ કહેશે: હા, આ મોત છે, દરેકે તેને જોઈ હશે અને તેને ઓળખી લેશે, પછી તે ઘેટાને ઝબેહ કરી દેવામાં આવશે, અને પોકરવાવાળો કહેશે: હે જન્નતીઓ ! હવે તમારું હમેંશાનું ઠેકાણું આ જ છે, તમને ક્યારેય મોત નહીં આવે, અને હે જહન્નમીઓ ! તમારા માટે પણ હમેંશાનું ઠેકાણું આજ છે, તમને પામ ક્યારેય મોત નહીં આવે. તેનું કારણ એ છે તેના દ્વારા મોમિનની નેઅમતોમાં વધારો થતો રહે અને કાફિરોને અઝાબ અને સજા મળતી રહે. ફરી આપ ﷺ એ આ આયત તિલાવત કરી: {તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો , જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે અને ઈમાન નથી લાવતા} કયામતના દિવસે તે જન્નતીઓ અને જહન્નનીઓને અલગ કરી દેવામાં આવશે, અને દરેકને પોતાના હમેંશાના ઠેકાણાં સુધી પહોંચાડી દેવામાં આવશે, તે દિવસે દુરાચારી વ્યક્તિ પસ્તાવો અને અફસોસ કરશે કે તેણે નેકીઓ ન કરી અને આળસ કરવા વાળો પણ અફસોસ કરશે તેણે સત્કાર્યોમાં આગળ વધુ ભાગ ન લીધો.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અહલે કિતાબ પોતે તૌરાતને ઇબ્રાની ભાષામાં પઢે છે અને મુસલમાનો માટે અરબી ભાષામાં તેની તફસીર (સમજૂતી) વર્ણન કરે છે, તેના પર અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: «અહલે કિતાબની વાતોની ન તો પુષ્ટિ કરો અને ન તો તેને જુઠલાવો પરંતુ આમ કહો: [અમે અલ્લાહ પર અને જે કંઈ પણ તેણે ઉતાર્યું છે તેના પર ઈમાન લાવ્યા} [અલ્ બકરહ: ૧૩૬] આયત સુધી».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ એહલે કિતાબની કિતાબોમાં જે કંઈ છે, તેમની વાતોમાં આવી ધોખામાં પડી જવાથી સચેત કર્યા છે, નબી ﷺ ના સમયે યહૂદીઓ ઇબ્રાની ભાષામાં તૌરાત પઢતા હતા, જે તેમની મૂળ ભાષા હતી, અને તેની તફસીર (સમજૂતી) અરબી ભાષામાં કરતા હતા, તો નબી ﷺ એ કહ્યું: તેમની વાતોની ન તો પુષ્ટિ કરો અને ન તો તેને જુઠલાવો, કારણકે આ તે બાબતો માંથી જે સાચું હોવું અથવા જૂઠું હોવું ખબર નથી; એટલા માટે આદેશ આપવામાં આવ્યો કે તમે કહો કે અલ્લાહ એ કુરઆનમાં જે કંઈ ઉતાર્યું છે તેના પર ઈમાન લાવ્યા, અને તેમના પર જે કિતાબ ઉતારવામાં આવી છે તેના પર ઈમાન લાવ્યા, પરંતુ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી કે આપણે તે કિતાબો માંથી જે વાતો વર્ણન કરવામાં આવે છે તેની સત્યતા અથવા તેના જૂઠ હોવા પર ઇલ્મ પ્રપાત કરી શકીએ, જો આપણી શરીઅતમાં તે વિષે કોઈ પુષ્ટિ વર્ણન કરવામાં ન આવી હોય, એટલા માટે આપણે રુકી જવું જોઈએ, તરત જ તેમની વાતોની પુષ્ટિ ન કરવી જોઈએ, જેથી આપણો સમાવેશ તે લોકોમાં ન થઈ જાય જેઓ એ કિતાબમાં ફેરફાર કરી દીધો, અને ન તો જુઠલાવવું પણ જોઈએ, બની શકે છે તે વાત સાચી પણ હોય, અને આપણને જેનો આદેશ આપવામાં આવ્યો છે અને જેના પર ઈમાન લાવવાનું કહ્યું છે, તેનો ઇન્કાર કરનારા બની જઈશું, આપ ﷺ એ આપણને આ શબ્દો કહેવાનો આદેશ આપ્યો છે: {હે મુસલમાનો ! તમે સૌ (કિતાબવાળાઓને) કહી દો કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને તે વસ્તુ પર, જે અમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને તેના પર, જે ઈબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકુબ અને તેમની સંતાનો પર અવતરિત કરવામાં આવ્યું, અને તે હિદાયત પર પણ, જે કંઇ મૂસા, ઇસા અને બીજા પયગંબરો પર તેમના પાલનહાર તરફથી આપવામાં આવી હતી. અમે તે પયગંબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા અમે તો અલ્લાહના આજ્ઞાકારી છે} [અલ્ બકરહ: ૧૩૬].
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ કુરઆન મજીદમાં સુરતનો અંત નક્કી નહતા કરી શકતા જ્યાં સુધી {બિસ્મિલ્લાહિર્ રહમાનીર્ રહીમ} ન ઉતરી જાય.
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે કુરઆન મજીદની સૂરતો આપ ﷺ પર ઉતરતી હતી, પરંતુ આપ ﷺ તેની શરૂઆત અને તેનો અંત નક્કી નહતા કરી શકતા, અહીં સુધી કે "બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" ઉતરી ન જાય, જ્યારે બિસ્મિલ્લાહિર્... ઉતરતું તો આપ ﷺ ને ખ્યાલ આવી જતો કે હા, હવે પાછળની સૂરત પૂર્ણ થઈ છે, અને હવે નવી સુરતની શરૂઆત થશે.
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે દુનિયામાં સારી રીતે રુકી રુકીને પઢતા હતા, તમારી છેલ્લી મંજિલ તે રહેશે, જ્યાં તમે કુરઆન મજીદની છેલ્લી આયત પઢીને રૂકશો».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ કુરઆનની તિલાવત કરનારને, તેના પર અમલ કરવાવાળાને, તેને હિફઝ અને તિલાવત કરવામાં કાયમ રહેનારને જ્યારે તે જન્નતમાં દાખલ થશે તો તેના માટે જણાવ્યું કે તેને કહેવામાં આવશે કે કુરઆન પઢતો રહે, અને જન્નતના દરજ્જા પર ચઢતો રહે, અને કુરઆન સારી રીતે રુકી રુકીને પઢજે જે પ્રમાણે દુનિયામાં તું તિલાવત કરતો હતો, ઉત્તમ અને સારી રીતે, શાંતિપૂર્વક અને જ્યાં તારી છેલ્લી આયત હશે તે જ તારી છેલ્લી મંજિલ હશે.
અબૂ અબ્દુર્ રહમાન અસ્ સુલ્લમી રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ કહે છે કે: અમને તે સહાબાઓએ રિવાયત કરી જે અમને પઢાવતા હતા સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ દસ આયતો શીખતાં હતા, અને આગળની દસ આયતો ત્યાં સુધી નહતા શીખતાં જ્યાં સુધી અમે પહેલી દસ આયતો વિશે ઇલ્મ અને અમલ કરવાને પ્રાપ્ત ન કરી લઈએ, આ પ્રમાણે અમે ઇલ્મ અને અમલ પ્રાપ્ત કર્યું.
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેસહાબા આપ ﷺ પાસેથી કુરઆન મજીદની દસ આયતો પઢતા અને શીખતાં હતા અને સહાબા ત્યાં સુધી બીજી દસ આયતો આપ ﷺ પાસેથી નહતા શીખતાં જ્યાં સુધી પહેલી દસ આયતો વિશે ઇલ્મ પ્રાપ્ત ન કરી લે અને તેના મુજબ અમલ ન કરી લે, એટલા માટે ઇલ્મ શીખો પરંતુ તેની સાથે અમલ પણ કરતા રહો.
ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મહાન છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: «હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [સૂરે બકરહ: ૨૫૫], આપ ﷺ એ મારી છાતી પર એક હાથ માર્યો (શાબાશી આપવા માટે) અને કહ્યું: «અલ્લાહની કાસમ ! હે અબુ મુનઝિર ! તમને ઇલ્મ મુબારક».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ એ ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુને કુરઆન મજીદની સૌથી મહાન અને મોટી આયત વિશે સવાલ કર્યો તો તેઓ જવાબ આપવામાં થોડુંક અચકાય રહ્યા હતા, પછી જવાબ આપ્યો કે આયતુલ્ કુરસી: {الله لا إله إلا هو الحي القيوم}، જવાબ સાંભળી આપ ﷺ એ તેમની પુષ્ટિ કરી અને તેમની છાતી પર શાબાશી આપવા માટે હાથ માર્યો, તેમના ઇલ્મ અને હિકમત તરફ ઈશારો કરતા, અને તેમના માટે તે ઇલ્મથી ખુશ થવા અને તેમના માટે સરળતાની દુઆ કરી.
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: આપ ﷺ દરરોજ રાત્રે જ્યારે પથારી પર આરામ કરવા માટે આવતા તો પોતાની બન્ને હથેળીઓને ભેગી કરતા અને {قُلْ هُوَ اللهُ أَحَدٌ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}, પઢી ફૂંક મારતા અને ફરી જ્યાં સુધી શરીર સુધી પોતાની હથેળી જઈ શકતી હોય ત્યાં સુધી તેને ફેરવી દેતા, પહેલા માથા પર પછી ચહેરા પર અને પછી શરીર પર ફેરાવતા હતા, અને આપ ﷺ આ પ્રમાણે ત્રણ વખત કરતા હતા.
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺની આદતો માંથી એક આદત હતી કે જ્યારે પણ આપ ﷺ રાત્રે પથારી પર સૂવા માટે જતા આપ પોતાની બન્ને હથેળીઓ ઉઠાવતા અને આ દુઆ પઢતા- જેવું કે દુઆ કરવાવાળો હાથ કરે છે, અને સામાન્ય થૂંક સાથે ફૂંક હથેળીઓ પર મારતા, અને ત્રણેય સૂરતો પઢતા: {قل هو الله أحد}, {قل أعوذ برب الفلق},{قل أعوذ برب الناس}, પોતાની હથેળી જ્યાં સુધી પહોંચતી હોય ત્યાં સુધી શરીર પર ફેરવી દેતા, માથાના અને ચહેરાના ભાગથી શરૂ કરતાં અને શરીરના આગળના ભાગમાં ફેરવતા, આ પ્રમાણે ત્રણ વખત કરતા હતા.
અદી બિન હાતિમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «યહૂદી, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો, અને નસ્રાની, જેઓ ગુમરાહ છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે યહૂદી કોમ તે છે, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો; કારણકે તેમણે સત્ય જાણી તેના પર અમલ ન કર્યો, અને નસ્રાનીઓ પથભ્રષ્ટ કોમ છે; કારણકે તેમણે ઇલમ વગર અમલ કર્યો.