





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક ગામડિયો આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને કોઈ એવો અમલ જણાવો જેને હું કરતો રહું તો જન્નતમાં દાખલ થઈ જઉં, નબી ﷺએ કહ્યું: «અલ્લાહની ઈબાદત કરો અને તેની સાથે કોઈને ભાગીદાર ન કરો, ફર્ઝ નમાઝ પઢતા રહો, ફર્ઝ ઝકાત આપતા રહો, રમઝાન મહિનાના રોઝા રાખો», તેણે કહ્યું: અલ્લાહની કસમ ! ન તો હું આ અમલ કરતા કંઈ વધારે કરીશ, જ્યારે તે પાછો જવા લાગ્યો, તો આપ ﷺએ કહ્યું: «જો કોઈ જન્નતી વ્યક્તિને જોવા ઇચ્છતા હોય તો આ વ્યક્તિને જોઈ લે».
મુત્તફકુન્ અલયહિએક ગામડિયો નબી ﷺ પાસે જન્નતમાં લઇ જનાર અમલ વિશે સવાલ કરવા આવ્યો, નબી ﷺએ તેને જવાબ આપ્યો જેનાથી જન્નતમાં જવા અને જહન્નમથી છુટકારો થઈ શકે છે, તે ઇસ્લામના અરકાન પર અમલ કરવા પર શક્ય છે, તેમાંથી એક અલ્લાહની ઈબાદત કરવી અને તેની સાથે કોઈને શરીક ન કરવું. અલ્લાહએ બંદાઓ પર જરૂરી કરેલ દિવસ અને રાતમાં પાંચ વખત ની નમાઝ પઢવી. અલ્લાહએ જરૂરી કરેલ માલ માંથી ઝકાત આપવી, અને તેને તેના હકદારો સુધી પહોંચાડવી. અને રમઝાન મહિનામાં તેના સમયે રોઝા રાખવા. તે વ્યક્તિએ કહ્યું કે અલ્લાહની કસમ ! જે ફર્ઝ અમલ મેં સાંભળ્યા તેનાથી ન તો હું વધારે કરીશ અને ન તો તેમાંથી કંઈ પણ ઓછું કરીશ. જ્યારે તે પાછો ફરવા લાગ્યો તો નબી ﷺએ કહ્યું: જે વ્યક્તિ કોઈ જન્નતી વ્યક્તિને જોવા ઇચ્છતો હોય તો તે આ ગામડિયા વ્યક્તિને જોઈ લે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય», પૂછવામાં આવ્યું કોનું અપમાન? હે અલ્લાહના રસૂલ! નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ પોતાના માતાપિતા માંથી એક અથવા બંનેને વૃદ્ધાવસ્થામાં પામે અને તેમની (સેવા કરી) પોતાને જન્નતના હકદાર ન બનાવી શકે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અપમાન અને બદનામીની દુઆ કરી, જ્યાં સુધી કે તેની નાક માટી ન બની જાય, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું: તો સવાલ કરવામાં આવ્યો કે હે અલ્લાહના પયગંબર! આ અપમાનની દુઆ કોના માટે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:તે વ્યક્તિ માટે જે પોતાના માતાપિતાને વૃદ્ધા વસ્થામાં પામે અથવા બન્ને માંથી કોઈ એકને પણ, અને તેમની સેવા કરી પોતાને જન્નતનો દાવેદાર ન બનાવી શકે અને આ એટલા માટે કે તેમના પર ઉપકાર ન કર્યો હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) મક્કાના રસ્તે સફર કરી રહ્યા હતા, રસ્તામાં એક પહાડ પાસેથી પસાર થયા, જેનું નામ જુમદાન હતું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ચાલતા રહો, આ જુમદાન પર્વત છે, મુફર્રદુન આગળ વધી ગયા», સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ! મુફર્રદુન કોને કહે છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સૌથી વધારે અલ્લાહને યાદ કરવાવાળા પુરુષો અને સૌથી વધારે યાદ કરવાવાળી સ્ત્રીઓ».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તે લોકોનું મહત્વ વર્ણન કરી રહ્યા છે જેઓ અલ્લાહને સૌથી વધારે યાદ કરતા હોય છે, તેઓ જન્નતમાં ઊંચા દરજ્જા પ્રાપ્ત કરવામાં એકલા અને સૌથી આગળ હશે, અને તે લોકોની સરખામણી જુમદાન નામના પર્વત સાથે કરી છે, જે અન્ય પર્વતો કરતા અલગ છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે, જાહેરમાં ગુનાહ કરવાનો એક પ્રકાર એ પણ છે કે કોઈ વ્યક્તિ રાત્રે ગુનોહ કરે અને એવી સ્થિતિમાં સવાર કરે કે અલ્લાહએ તેના ગુનાહ પર પડદો કરી રાખ્યો હોય, અને તે કોઈને કહે કે હે ફલાણા ! મેં કાલે રાત્રે આ ગુનોહ કર્યો છે, જ્યારે કે તેના ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાખ્યો હતો, પરંતુ સવારે તે પોતે તે પડદાને ખોલી નાખે છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે ગુનાહ કરનાર મુસલમાન અલ્લાહની માફી અને તેની મગફિરતને પાત્ર છે, સિવાય જે લોકો અહમ અને ઘમંડ કરતા ગુનાહ કરતા હોય, તે માફીને પાત્ર નથી, એવી રીતે કે રાત્રે ગુનોહ કરે, અને પછી તે એ સ્થિતિમાં સવાર કરે છે કે અલ્લાહએ તેના ગુનાહ પર પડદો કરી દીધો છે, તો પણ તે પોતાના ગુનાહ બીજા વ્યક્તિને કહે છે કે મેં ગઈકાલ રાત્રે આ ગુનોહ કર્યો છે, જો કે તેના ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાત પસાર કરાવી, અને સવારે તેણે પોતે જ તે ગુનાહને જાહેર કરી દે છે!!
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના મૃત્યુના ત્રણ દિવસ પહેલા કહેતા સાંભળ્યા: «તમારા માંથી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે પરંતુ તેને એ સ્થિતિમાં મૃત્યુ આવે કે તે અલ્લાહથી સારું અનુમાન રાખતો હોય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુસલમાનોને ઊભારી રહ્યા છે, તે અલ્લાહથી સારું અનુમાન રાખતા અલ્લાહની કૃપા અને માફીની ઉમ્મીદ હોય તે સ્થિતિમાં મૃત્યુ પામે, જેથી અલ્લાહ તેના પર રહેમ કરશે, તેના ગુનાહોને માફ કરી દેશે, કારણકે અલ્લાહથી ભય રાખવો તે અમલ કરવા માટે અનિવાર્ય છે, અને સ્થિતિ કાર્યોની નથી, પરંતુ અહીં અલ્લાહથી ઉમ્મીદ (આશા) જરૂરી છે.
ઈબ્ને મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઇસ્રા અને મેઅરાજની રાત્રે હું ઇબ્રાહિમ અલૈહિસ્ સલામને મળ્યો, તેમણે મને કહ્યું: હે મુહમ્મદ ! તમારી ઉમ્મતને મારા તરફથી સલામ કહેજો, અને તેમને જાણ કરી દેજો કે જન્નતની માટી ખૂબ જ ફળદ્રુપ છે, તેનું પાણી ખૂબ જ મીઠું છે, તે સપાટ મેદાન છે અને તેની વાવણી, સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે મેં ઇસ્રા અને મેઅરાજની રાત્રે ઈબ્રાહીમ ખલીલુલ્લાહ સાથે મુલાકાત કરી, તેમણે કહ્યું, હે મુહમ્મદ ! મારા તરફથી તમારી કોમને સલામ પહોંચાડશો અને કહેજો કે જન્નતની માટી ખૂબ જ ફળદ્રુપ છે, તેનું પાણી ખૂબ જ મીઠું છે, સહેજ પણ ખારાશ નથી, અને જન્નત એક વિશાળ સપાટ મેદાન છે, આ પવિત્ર શબ્દો દ્વારા ત્યાં વાવણી કરવામાં આવે, અને બાકી રહેવાવાળી નેકીઓ છે : સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર , જ્યારે પણ કોઈ મુસ્લિમ આ શબ્દો કહેશે અને દોહરાવશે તો તેના માટે એક છોડનું રોપાણ કરવામાં આવશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારા કેટલાક સગા સંબંધીઓ છે, જ્યારે હું તેમની સાથે સબંધ જોડું છું, તો તેઓ મારી સાથે સંબંધ તોડે છે, અને હું તેમની સાથે સારો વ્યવહાર કરું છું, તો તેઓ મારી સાથે દુર્વ્યવહાર કરે છે, હું તેમની સાથે નમ્રતા ભર્યો વ્યવહાર કરું છું, તો તેઓ મારી સાથે અજ્ઞાનતા ભર્યો વ્યહવહાર કરે છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો તેમે આ પ્રમાણે સબંધ જાણવી રાખો છો, જે પ્રમાણે તમે જણાવ્યું, તો તમે તેમને ગરમ રાખ ખવડાવી રહ્યા છો, અને જ્યાં સુધી તમે આ પ્રકારનો જ વ્યવહાર કરતા રહેશો, તો અલ્લાહ તરફથી તમને સતત એક મદદગાર સોંપવામાં આવશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેએક વ્યક્તિએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી ફરિયાદ કરી કે તેના કેટલાક સગા સંબંધીઓ છે, જેની સાથે તે સારો વ્યયવહાર કરે છે, તો પણ તેઓ તેની સાથે તેના વિરુદ્ધ દુર્વ્યવહાર કરે છે; બસ જ્યારે તે તેમની સાથે સંબંધ જોડે છે, તો તેઓ સંબંધ તોડે છે, તેમજ તે તેમની સાથે સારો વ્યવહાર અને ઈમાનદારી પૂર્વક રહે છે, તો તેઓ તેની સાથે અન્યાય અને અત્યાચાર કરે છે, અને તે તેમની સાથે દરગુજર અને માફીવાળો વ્યવહાર કરે છે, તો તેઓ તેની સાથે અજ્ઞાનતા ભર્યો વ્યવહાર અને તેને અપશબ્દો બોલતા હોય છે, તો શું આ પ્રકારના વ્યવહાર સાથે મારે તેમની સાથે સંબંધ જાણવી રાખવો જોઈએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને કહ્યું: જો આમ જ છે, જે પ્રમાણે તમે વર્ણન કર્યું, તો તેઓ પોતાને અપમાનિત કરી રહ્યા છે અને ધિકકારી રહ્યા છે, અને તમે તેમને ગરમ રાખ ખવડાવી રહ્યા છો, તમારી ભલાઈ અને તેમના પોતાના ખરાબ કાર્યોના કારણે, અને તમારી સાથે અલ્લાહ તરફથી એક મદદગાર રહેશે, જે તેમના વિરુદ્ધ તમારી મદદ કરતો રહેશે, અને તમને નુકસાન પહોંચવાથી બચાવશે, જ્યાં સુધી તમે તેમની સાથે સારો વ્યવહાર કરતાં રહેશો, અને તેઓ તમારી સાથે અન્યાય અને અત્યાચાર કરતાં રહેશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે લોકો પણ અલ્લાહને યાદ કર્યા વગર કોઈ મજલિસ માંથી ઉભા થાય, તો તેઓની આ સભા દુર્ગંધી મરેલા ગધેડાની લાશ જેવી હોઈ છે, અને તે મજલિસ તેમના માટે (કયામતમાં દિવસે) અફસોસનું કારણ બનશે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે મજલિસના લોકો અલ્લાહનો ઝિક્ર કર્યા વગર ઊભા થશે, તો તેઓ એ સ્થિતિમાં ઊભા થશે કે તેઓ દુર્ગંધ અને ગધેડાના શબની આસપાસ એકઠા થયા હતા, અને આ તે કારણે કે તેઓ પોતાની મજલિસમાં અલ્લાહનો ઝિક્ર કરતાં ન હતાં, તેથી તેમને કયામતના દિવસે અફસોસ અને પસ્તાવો અને નુકસાન જ થશે.
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિનું ઉદાહરણ, જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે», અને મુસ્લિમની રિવાયતના શબ્દો: «તે ઘરનું ઉદાહરણ જેમાં અલ્લાહનો ઝિક્ર કરવામાં આવતો હોય અને તે ઘરનું ઉદાહરણ જેમાં અલ્લાહનો ઝિક્ર કરવામાં ન આવતો હોય, તે જીવિત અને મૃતક સમાન છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહનો ઝિક્ર કરનાર અને અલ્લાહની યાદથી ગાફેલ રહેનાર વચ્ચેનો તફાવત જણાવ્યો છે, અને તેમના ફાયદા માટે સારા દેખાવના સંદર્ભમાં જીવંત અને મૃત વ્યક્તિ વચ્ચેના તફાવત જેવો છે, બસ જે વ્યક્તિ પોતાના પાલનહારને યાદ કરે છે, તેનું ઉદાહરણ એક જીવંત વ્યક્તિ જેવુ છે, જેનું જાહેર જીવનના પ્રકાશથી પ્રકાશિત હોય છે અને તેની અંદર જ્ઞાન પણ હોય છે, અને તેમાં તેના માટે ફાયદો જ છે, અને તે વ્યક્તિનું ઉદાહરણ જે અલ્લાહને યાદ નથી કરતો મૃત વ્યક્તિ જેવુ છે, જેનું જાહેર પણ નકામું છે, અને તેની અંદર પણ કઈ નથી અને તેમાં કોઈ ફાયદો નથી. એવી જ રીતે તે ઘરને પણ જીવંત કહેવામાં આવે છે, જેમાં તેને રહેવાવાળા લોકો અલ્લાહને યાદ કરે છે, અને જો તેઓ આમ ન કરે, તો તે ઘર પણ મૃત વ્યક્તિ જેવુ છે; કારણકે તે ઘરવાળા અલ્લાહને યાદ કરવામાં અસફળ છે, અને આ શબ્દો જીવંત અને મૃત ઘર બાબતે વર્ણન કરવામાં આવ્યા છે, તે ઘરમાં રહેવવાળા લોકો માટે છે.