





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક દિવસે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિમ્બર પર હતા અને અમે પણ તેમની આજુબાજુ બેઠા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું તમારા વિષે તે વાતથી ભયભીત થાઉં છે કે દુનિયાની સમૃદ્ધિ અને શણગારના દ્વાર ખોલી દેવામાં આવશે» તો એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું ભલાઈ બુરાઈ લાવશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચૂપ થઈ ગયા, તો તે વ્યક્તિને કહેવામાં આવ્યું: તને શું થયું? તે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે વાત કરી પરંતુ તેઓ તમારી સાથે વાત નથી કરી રહ્યા? તો અમે જોયું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વહી ઉતરી રહી હતી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પસીનો સાફ કર્યો, ફરી કહ્યું: «સવાલ કરનાર વ્યક્તિ ક્યાં છે?» અને આપે તે સવાલની પ્રસંશા કરી, અને કહ્યું: «ભલાઈ બુરાઈને નથી લાવતી; કારણકે વસંત ઋતુમાં કેટલીક ઘાસ એવી ઉગે છે, જે હાનિકારક અથવા તકલીફ આપનારી સાબિત થાય છે, જો કે લીલોતરી ચરવાવાળો તે જાનવર બચી જાય છે, જે ખૂબ ચરે છે, જ્યારે તેની આંતરડું ભરાઈ જાય છે, તો સૂર્ય તરફ મોઢું કરી સંડાસ તેમજ પેશાબ કરી લે છે, અને પછી તે જાનવર પાછું આવી ચરવા લાગે છે, એ જ પ્રમાણે ખરેખર આ માલ સુંદર અને મીઠો છે, બસ તે મુસલમાનનો માલ કેટલો સુંદર છે, જે પોતાના માલ માંથી ગરીબો, અનાથો અને મુસાફિરોને આપે છે, - અથવા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આમ કહ્યું - બસ જે વ્યક્તિ તે માલમાંથી હકથી વધારે લે છે, તો તે એવો છે, જે ખાય છે તો ખરો પણ તેનું પેટ ભરાતું નથી, અને તે જ માલ કયામતના દિવસે તેની વિરુદ્ધ ગવાહી આપશે».
મુત્તફકુન્ અલયહિએક દિવસ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિમ્બર પર બેઠા હતા અને પોતાના સાથીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, તો કહ્યું: મારા પછી હું જે બાબતે તમારા પ્રત્યે ભયભીત છું, તે એ કે તમારા માટે જમીનની બરકતો અને દુનિયાની સુંદરતા અને તેનો સામાનના દરેક પ્રકારો જેમકે કપડાં, ખેતી, અને અન્ય વસ્તુઓ ખોલી નાખવામાં આવશે, જેના પર લોકો તે વસ્તુઓને ખતમ થઈ જવા પર પણ ગર્વ કરશે. એક વ્યક્તિરએ કહ્યું: શું દુનિયાની સુંદરતા અલ્લાહ તરફથી નેઅમત નહીં હોય, શું આ નેઅમત લઅનત અને અઝાબ બની જશે?! લોકોએ સવાલને જોઈ તેની ખામીઓ કાઢી, વર્ણન કરવામાં આવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચૂપ થઈ ગયા, અને લોકોને લાગ્યું તે ગુસ્સે થઈ ગયા છે. રિવાયત કરનાર જણાવે છે કે ફરી અમે જાણ્યું કે તે સમયે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વહી ઉતરી રહી હતી, ફરી તેમણે પોતાના કપાળ પરથી પસીનો સાફ કર્યો, અને કહ્યું: સવાલ કરનાર ક્યાં છે? સવાલ કરનારે કહ્યું: હું. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહના વખાણ કર્યા અને કહ્યું: વાસ્તવમાં ભલાઈ ભલાઈ ને જ લઈને આવે છે, પરંતુ આ ફૂલ જેમાં ફક્ત ભલાઈ નથી હોતી પરંતુ તેની સાથે સાથે ફિતના, ઝઘડા, મુકાબલો કરવો, અને ખૂબ જ વ્યસ્તતા પણ હોય છે, ફરી ઉદાહરણ આપતા કહ્યું: ખરેખર વસંત ઋતુમાં ઊગતી દરેક હરિયાળી એક પ્રકારનો પાક છે, જે જાનવરોને આકર્ષિત કરે છે, બસ જે જાનવર તેને વધુ પ્રમાણમાં ખાઈ તો તે નષ્ટ થઈ જાય છે અથવા મૃત્યુની નજીક પહોંચી જાય છે, સિવાય તે જાનવર, જે શાકભાજી ખાઈ છે, અને પેટની બંને પુખ ભરાઈ જાય ત્યાં સુધી ખાઈ છે, ફરી તે સુર્ય તરફ જાય છે, ફરી તે પેશાબ અને સંડાસ કરે છે, અને જે કઈ પણ તેના પેટમાં હોય છે, તેને કાઢી નાખે છે, ફરી પાછું આવી ખાવા લાગે છે. ખરેખર આ માલ હરિયાળીની માફક સુંદર અને મીઠો છે, જે વધુ પ્રમાણમાં હોય તે મારી નાખે છે અથવા મૃત્યુની નજીક લઈ જાય છે; સિવાય કે તે જે જરૂરત પ્રમાણે લે અને તેને હલાલ માર્ગ દ્વારા પ્રાપ્ત કરે, જે તેના માટે પૂરતો હોય, ત્યારે તેને કોઈ નુકસાન નહીં પહોંચે, બસ તે મુસાલમન કેટલો સારો છે, જે પોતાના માલ માંથી ગરીબો, અનાથો અને મુસાફરોને પણ સદકો આપે છે, અને જે વ્યક્તિ પોતાના અધિકાર પૂરતો જ માલ લે છે તો તેમાં તેના બરકત આપી દેવામાં આવે છે, અને જે વ્યક્તિ હકથી વધુ લે છે તો તેનું ઉદાહરણ એવું છે જે ખાઈ છે પરંતુ સંતુષ્ટ પામતો નથી અમે તે જ માલ કયામતના દિવસે તેના વિરુદ્ધ સાક્ષી આપશે.
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કયામતના દિવસે, જે વ્યક્તિને સૌથી નાનો અઝાબ આપવામાં આવશે તે એ કે તેને આગના ચપ્પલ પહેરાવવામાં આવશે, જેનાથી તેનું દિમાગ ઉકળવા લાગશે, જે રીતે એક દેગચી ઊકળે છે, તે એવું સમજશે કે સૌથી મોટો અઝાબ તેને આપવામાં આવી રહ્યો છે, વાસ્તવમાં તે સૌથી નાનો અઝાબ હશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કયામતના દિવસે જેને સૌથી નાનો અઝાબ આપવામાં આવશે તેને બે ચપ્પલ પહેરાવવામાં આવશે, જેના ગરમીના કારણે તેનું દિમાગ ઉકળવા લાગશે, જેવી રીતે એક તાંબાનું વાસણ ઊકળે છે, તેને લાગશે કે સૌથી મોટો અઝાબ ફક્ત તેને જ આપવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં તે સૌથી કઠિન અઝાબ હશે, જે શારીરિક અને આંતરિક બંને છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને અને ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને સલામ કરશે અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે». અને બુખારીની રિવાયત આ પ્રમાણે છે: «યુવાન વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિને સવાર વ્યક્તિ બેઠેલા વ્યક્તિને અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺએ લોકોને સલામ કરવાના અદબ તરફ માર્ગદર્શન આપ્યું કે "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ", તો યુવાન વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિને, સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને, ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે.
નવ્વાસ બિન સિમ્આન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નેકી અને બુરાઈ વિષે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નેકી સારા અખ્લાક (નૈતિકતા) નું નામ છે, અને બુરાઈ તે છે જે તમારા દિલમાં ખટકે, અને તમને પસંદ ન હોય, કે લોકો તેના વિષે જાણે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નેકી અને બુરાઈ વિષે સવાલ કરવામાં આવ્યો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: સૌથી મોટી નેકી અલ્લાહનો તકવો, લોકો સાથે સારા અખ્લાક, સહનશીલતા, ક્રોધનો અભાવ, હસતાં મોઢે લોકો સાથે મુલાકાત કરવી, સારી વાતચીત કરવી, સંબંધ જોડવા, અનુસરણ કરવું, દયા અપનાવવી, ઈમાનદારી અને સદ્ વ્યવહારનું નામ છે. અને બુરાઈ જે શંકાઓ તમારા મનમાં આવે, અને તેના પ્રત્યે મન સાફ ન હોય, અને દિલમાં તેના ગુનાહ અને અપરાધ હોવાની શંકા અને ભય હોય, અને તે લોકોને જણાવવા ન ઈચ્છતો હોય, કારણકે તે સૌથી પ્રતિષ્ઠિત અને સંપૂર્ણ લોકો માટે ખરાબ હોય, એટલા માટે મન પોતાની ફિતરત પ્રમાણે નેકી વિષે લોકોને જણાવવા ઈચ્છે છે, અને જો કોઈ કાર્ય પ્રત્યે લોકોને જણાવવા ન ઈચ્છે અને નાપસંદ કરે તો તેમાં કોઈ ભલાઈ નથી અને તે પાપ છે.
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહ તઆલા રાતના સમયે પોતાનો હાથ ફેલાવે છે, કે દિવસ દરમિયાન ગુનાહ કરનાર વ્યક્તિ પોતાના ગુનાહથી તૌબા કરી લે, અને સવારના સમયે હાથ ફેલાવે છે, જેથી રાત દરમિયાન ગુનાહ કરનાર વ્યક્તિ પોતાના ગુનાહની માફી માંગી લે, આ પ્રમાણે કરતો રહે છે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ માંથી ન નીકળે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલા પોતાના બંદાની તૌબા કબૂલ કરે છે, જો બંદો દિવસ દરમિયાન કોઈ ગુનોહ કરે અને રાત્રે તે ગુનાહની માફી માંગી લે, તો અલ્લાહ તેની તૌબા કબૂલ કરે છે, અને જો બંદો રાત્રે કોઈ ગુનોહ કરે અને સવારે તે ગુનાહની માફી માંગી લે, તો અલ્લાહ તેની તૌબા કબૂલ કરે છે, પવિત્ર અલ્લાહ હાથ ફેલાવે છે, પોતાના બંદાની તૌબા કરવાની અદા પર ખુશ થઈ અને તેની તૌબાને કબૂલ કરે છે, અને તૌબાનો દ્વાર ત્યાં સુધી ખુલ્લો છે, જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ માંથી ન નીકળે, જે દુનિયા ખતમ થવાની નિશાની હશે, જ્યારે સૂર્ય પશ્ચિમ માંથી નીકળશે તો તૌબાનો દ્વાર પણ બંધ થઈ જશે.
અબુ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પહેલાના પયગંબરોની જે વાત મળી, તેમાં આ વાત પણ છે કે જો હયા જ ન હોય, તો પછી જે મનમાં આવે તે કરો».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે આગળ પસાર થઈ ગયેલ પયગંબરોએ જે વાતોનો આદેશ આપ્યો એમાં એક વાત એ પણ હતી કે લોકો બરાબર એ વાત નકલ કરતા ગયા અને આવનારી કોમ માટે વારસાગત રૂપે આ વાત પહોંચાડતા રહ્યા, અહીં સુધી કે આ કોમની શરૂઆતમાં જ આ વાતનો આદેશ આવી ગયો કે તમે જોવો તમે શું કરવા ઈચ્છો છો, જો તમારામાં હયા નામની વસ્તુ જ ન હોય તો પછી જે મનમાં આવે તે કરો, અને જો તમારામાં હયા હોય તો રુકી જાઓ, અર્થાત્ ખરાબ કામોથી પોતાને રોકી રાખવું હયા ગણવામાં આવશે, જો હયા જ ન હોય તો પછી દરેક અશ્લીલ અને ખરાબ કામમાં સપડાઈ જશો.
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો ખભો પકડી કહ્યું: «દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો, જેમ કે તમે એક અજાણ હોવ અથવા રાહદાર હોવ», ઈબ્ને ઉમર કહેતા હતા: જ્યારે તમે સાંજ કરી લો તો સવારની રાહ ન જુઓ અને જ્યારે તમે સવાર કરો તો સાંજની રાહ ન જુઓ, બીમારી આવતા પહેલા તંદુરસ્તીના સમયને ગનીમત જાણો, મૃત્યુ આવતા પહેલા જીવનમાં મૃત્યુની તૈયારી કરી લો.
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો ખભો પકડ્યો જે બાઝુઓનો ઉપરનો ભાગ છે- અને કહ્યું: દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો જાણે કે તમે એક અજાણ વ્યક્તિ છો, જે એક શહેરથી બીજા શહેર ફરતો રહે છે, જેનું કોઈ ઠેકાણું નથી હોતું અને તેની મહેમાન નવાજી માટે કોઈ બંદોબસ્ત નથી, તેના ઘરવાળાઓ, બચ્ચાઓ અને ખાનદાન પણ ન હોય, જેમના કારણે તે પોતાના પાલનહારથી દૂર થઈ જાય છે, પરંતુ અજાણ કરતા પણ વધુ એ કે તે રાહદાર વ્યક્તિ હોય, જે પોતાના વતન માટે ચાલી રહ્યો હોય, કારણકે એક અજાણ તો અન્ય વતનમાં પણ રોકાઈ શકે છે, ત્યાં રહી શકે છે, તે મુસાફર વિરુદ્ધ જે પોતાના વતન માટે ચાલતો હોય, તે રુકશે નહીં, અને પોતાના વતન પહોંચવા માટે ઉત્સુક રહેશે, જે રીતે એક મુસાફર પોતાની મંજિલ કરતા વધુ કઈ નથી ઇચ્છતો એવી જ રીતે એક મુમિન તેના મૂળ ઠેકાણા કરતા વધુ કંઈ નથી ઇચ્છતો. ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા આ નસીહત પણ અમલ કરતા કહેતા હતા: જ્યારે તમે સવાર કરો તો સાંજની રાહ ન જુઓ અને સાંજ કરો તો સવારની રાહ ન જુઓ, અને તમે પોતાને કબરના લોકોમાં ગણતરી કરો, કારણકે જીવન તંદુરસ્તી અને બીમારીથી ખાલી નથી; એટલા માટે તંદુરસ્તીના દિવસોમાં બીમારીનો સ્વીકાર કરી અમલ કરવામાં ઉતાવળ કરો, તંદુરસ્તીના દિવસોના અમલને ગનીમત સમજો એ પહેલાં કે તમારી અને તેની વચ્ચે બીમારી આવી જાય, દુનિયાના જીવનને ગનીમત સમજો અને તે એકઠું કરી લો જે મૃત્યુ પછી તમારા માટે ફાયદાકારક હોય.
અબ્દુલ્લાહ બિન બુસ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમારા માટે ઇસ્લામના આદેશો ઘણા છે, કોઈ એવો અમલ જણાવો, જેને અમે પકડી રાખીએ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તારી જબાન હમેંશા અલ્લાહના ઝિક્રમાં મગન રહે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેએક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરિયાદ કરી કે નફીલ ઈબાદત ઘણી છે, નબળાઈના કારણે તેને અદા કરી શકતો નથી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું કે એક એવો સરળ અમલ બતાવો જેને મજબૂતી અને પાબંદી સાથે હું કરી શકું અને ઘણો સવાબ મેળવી શકું. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે હમેંશા તારી જબાન પર અલ્લાહનો ઝિક્ર હોવો જોઈએ, દરેક સમયે દરેક પરિસ્થિતિમાં; સુબ્હાનલ્લાહ, અલ્ હમ્દુ લિલ્લાહ, અને અસ્તગ્ફિરુલ્લાહ તેમજ આ પ્રમાણેના ઝિક્ર કરતાં રહો.
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી, જ્યાં સુધી તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતે પોતાના માટે પસંદ કરે છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી, જે કોઈ મુસલમાન માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતાના માટે પસંદ કરતો હોય, દીન અને દુનિયામાં ભલાઈના કામો માંથી, અને તે વસ્તુ નાપસંદ કરે, જે પોતાના માટે નાપસંદ કરતો હોય, જ્યારે તે કોઈ મુસલમાન ભાઈમાં દીન પ્રત્યે ગફલત જુએ, તો તેની તરત જ ઇસ્લાહ કરવી જોઈએ, અને જો તે કોઈ ભલાઈનું કાર્ય કરતો હોય તો તેની મદદ કરવી જોઈએ તેમજ દીન અને દુનિયા બાબતે તેની ઇસ્લાહ કરવી જોઈએ.