





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપર વહીની શરૂઆત સાચા સપનાઓ દ્વારા થઈ, જે કઈ પણ રાત્રે સપનામાં જોતાં તે સવારના પ્રકાશની મફક જાહેર થતું, ફરી આપને એકલતા પસંદ આવવા લાગી, ફરી આપ ગારે હિરામાં એકલા રહેવા લાગ્યા અને કેટલી રાતો સુધી ઘરે ન આવતા અને ઈબાદતમાં વ્યસ્ત રહેતા, આપ ખાવા-પીવાનો સામાન ઘરેથી લઈને જતાં અને ત્યાં થોડાક દિવસ પસાર કરતાં, ફરી ખદિજા રઝી અલ્લાહુ અન્હા પાસે પરત આવતા, અને અંદાજિત એટલા જ દિવસ માટે થોડું ખાવાનું લઈને જતાં, એક દિવસ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હિરામાં હતા ને સત્ય આવી ગયું, અને એક ફરિશ્તાએ આવીને કહ્યું: પઢો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું ભણેલો નથી», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ફરિશ્તાએ મને પકડીને જોરથી દબાવ્યો, અહીં સુધી કે મારી સહન શક્તિએ જવાબ આપી દીધો, ફરી તેણે મને છોડી દીધો, અને કહ્યું: પઢો, તો મેં કહ્યું: હું ભણેલો નથી, ફરી તેણે મને બીજી વાર પકડીને જોરથી દબાવ્યો, ફરી મને છોડી દીધો, અને કહ્યું: {પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી.(૧) કર્યુ. જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ. (૨) પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે}», [અલ્ અલક: ૧-૩], નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ આયતોને લઈ પાછા આવ્યા, તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું દિલ ધડકી રહ્યું હતું, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની પત્ની ખદિજા રઝી અલ્લાહુ અન્હાને કહ્યું: «મારા પર ચાદર ઢાંકી દો, મારા પર ચાદર ઢાંકી દો», તેમણે ચાદર ઢાંકી દીધી, જેથી તેમની ચિંતા જતી રહી, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખદિજા રઝી અલ્લાહુ અન્હાને આ ઘટના વિષે જાણ કરી અને કહ્યું: «મને મારા જીવવાનો ભય લાગે છે», તો ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: બિલકુલ નહીં, અલ્લાહની કસમ! અલ્લાહ તમને ક્યારેય અપમાનિત નહીં કરે, તમે સંબંધો જોડો છો, નબળાઓનો ભાર ઉઠાવો છો, ફકીરો અને જરૂરિયાતમંદોને કમાવીને આપો છો, મહેમાનોનું ધ્યાન રાખો છો અને પોતાના અધિકારો મેળવવામાં સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોની મદદ કરો છો, ફરી ખદિજા રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાના કાકાના છોકરા વરકહ બિન નૌફલ બિન સઅદ બિન અબ્દુલ્ ઉઝ્ઝા પાસે લઈને આવ્યા, તેઓ અજ્ઞાનતાના સમયે ઈસાઈ થઈ ગયા હતા, અને ઇબ્રાની ભાષા લખી પણ શકતા હતા, તેથી તેઓ જેટલું અલ્લાહને મંજૂર હતું એટલી ઇબ્રાની ભાષામાં ઇન્જીલ લખતા હતા, તેઓ ખૂબ જ વૃદ્ધ અને અંધ થઈ ગયા હતા, તેમને ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: તમારા ભત્રીજાની વાત સાંભળો, વરકહએ પૂછ્યું: ભત્રીજા તમે શું જુઓ છો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જે કઈ પણ જોયું હતું તે જણાવ્યું, તે સાંભળી વરકહએ કહ્યું: આ જ તે નામૂસ (વહી લાવવાવાળો ફરિશ્તો) છે જે મૂસા અલૈહિસ્ સલામ પર પણ વહી લઈને આવતો હતો, જો હું શક્તિશાળી હોત અને તે સમય સુધી જીવિત રહું, જ્યારે તમારી કોમ તમારો દેશનિકાલ કરશે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો શું મારી કોમ મને કાઢશે?», વરકહએ કહ્યું: હાં! જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારનો સંદેશો લઈને આવ્યો છે, જેવુ કે તમે લઈને આવ્યા છો, તેની સાથે જરૂર દુશ્મની કરવામાં આવી, અને જો મને તમારો સમય પ્રાપ્ત થયો, તો હું જરૂર તમારી મદદ કરીશ, ફરી થોડા સમય પછી વરકહનું મૃત્યુ થઈ ગયું, અને વહી આવવાનું બંધ થઈ ગઈ.
મુત્તફકુન્ અલયહિઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વહીની શરૂઆત સાચા સપનાઓ દ્વારા થઈ, જે કંઈ પણ રાત્રે સપનામાં જોતાં તે સવારના પ્રકાશની માફક જાહેર થતું, ફરી આપને એકલતા પસંદ આવવા લાગી, ફરી આપ ગારે હિરામાં એકલા રહેવા લાગ્યા અને કેટલી રાતો સુધી ઘરે ન આવતા અને ઈબાદતમાં વ્યસ્ત રહેતા, આપ ખાવા-પીવાનો સામાન ઘરેથી લઈને જતાં અને ત્યાં થોડાક દિવસ પસાર કરતાં, ફરી ખદિજા રઝી. પાસે પાછા આવતા, અને અંદાજિત એટલા જ દિવસ માટે થોડું ખાવાનું લઈને જતાં, અહીં સુધી કે આપણી પાસે સત્ય આવી ગયું, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગારે હિરામાં હતા. તો અચાનક એક ફરિશ્તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ તેમની પાસે આવ્યા અને કહ્યું: પઢો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને પઢતા આવડતું નથી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ફરિશ્તાએ મને પકડીને જોરથી દબાવ્યો, અહીં સુધી કે મારી સહન શક્તિએ જવાબ આપી દીધો, ફરી તેણે મને છોડી દીધો, અને કહ્યું: પઢો, તો મેં કહ્યું: મને પઢતા આવડતું નથી, ફરી તેણે મને બીજી વાર પકડીને જોરથી દબાવ્યો, ફરી મને છોડી દીધો, ફરી તેણે કહ્યું: પઢો, મે કહ્યું: મને પઢતા આવડતું નથી, ફરી તેણે મને ત્રીજી વખત પકડીને જોરથી દબાવ્યો, ફરી મને છોડી દીધો, અને કહ્યું: {પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી. (૧) જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ. (૨) પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે} [અલ્ અલક: ૧-૩]. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ આયતોને લઈ પાછા આવ્યા, તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું દિલ મૃત્યુના ભયથી ધ્રુજી રહ્યું હતું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની પત્ની ખદિજા રઝી અલ્લાહુ અન્હા પાસે આવ્યા અને કહ્યું: મારા પર કપડાં ઢાંકી દો, મારા પર કપડાં ઢાંકી દો, તેમણે કપડાં ઢાંકી દીધા, અહીં સુધી કે તેમની ચિંતા જતી રહી, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખદિજા રઝી અલ્લાહુ અન્હાને આ ઘટના વિષે જાણ કરી અને કહ્યું: મને મારા જીવવાનો ભય લાગે છે, તો ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: બિલકુલ નહીં, અલ્લાહની કસમ! અલ્લાહ તમને ક્યારેય અપમાનિત નહીં કરે, તમે સંબંધો જોડો છો, નબળાઓનો ભાર ઉઠાવો છો, ફકીરો અને જરૂરિયાતમંદોને કમાવીને આપો છો, મહેમાનોનું ધ્યાન રાખો છો અને પોતાના અધિકારો મેળવવામાં સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને મદદ કરો છો. ફરી ખદિજા રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાના કાકાના છોકરા વરકા બિન નૌફલ બિન સઅદ બિન અબ્દુલ ઉઝ્ઝા પાસે લઈને આવ્યા, તેઓ અજ્ઞાનતાના સમયે (ઇસ્લામ પહેલાનો સમય) ઈસાઈ થઈ ગયા હતા, અને ઇબ્રાની ભાષા લખી પણ શકતા હતા, તેથી તેઓ જેટલું અલ્લાહને મંજૂર હતું એટલી ઇબ્રાની ભાષામાં ઇન્જીલ લખતા હતા, તેઓ ખૂબ જ વૃદ્ધ અને અંધ થઈ ગયા હતા, તેમને ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: હે મારા પિતરાઇ ભાઈ! તમારા ભત્રીજાની વાત સાંભળો, વરકહએ પૂછ્યું: ભત્રીજા તમે શું જુઓ છો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જે કઈ પણ જોયું હતું તે જણાવ્યું, તે સાંભળી વરકહએ કહ્યું: આ જિબ્રઈલ (વહી લાવવાવાળો ફરિશ્તો) છે જે મૂસા અલૈહિસ્ સલામ પર પણ વહી લઈને આવતો હતો, જો હું જુવાન હોત, અને જ્યાં સુધી તમારા લોકો તમને કાઢી ન નાખે ત્યાં સુધી જીવતો રહું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો શું મારી કોમ મને કાઢશે?! વરકહએ કહ્યું: હાં! જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારનો સંદેશો લઈને આવ્યો છે, જેવુ કે તમે લઈને આવ્યા છો, તેની સાથે જરૂર દુશ્મની કરવામાં આવી, અને જો મને તમારો સમય પ્રાપ્ત થયો તો હું જરૂર તમારી મદદ કરીશ. ફરી થોડા સમય પછી વરકહનું મૃત્યુ થઈ ગયું, અને વહી થોડા સમય સુધી બંધ થઈ ગઈ.
અબૂ સલમા બિન્ અબ્દુર્ રહમાન વર્ણન કરે છે કે જાબિર બિન્ અબ્દુલ્લાહ અન્સારી રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે, તેમણે કહ્યું: જ્યારે ટૂંક સમય માટે વહી રોકાઈ ગઇ તે સમય દરમિયાનની વાત કરતાં હતા, તેમણે હદીષમાં કહ્યું: «જયારે હું ચાલતો હતો, ત્યારે મેં આકાશમાંથી એક અવાજ સંભાળ્યો, મેં ઉપર જોયું, તો તે ફરિશ્તો જે મારી પાસે હીરા ગુફા આવ્યો હતો તે આકાશ અને જમીન વચ્ચે કુર્સી પર બેઠો હતો, હું ભયભીત થઇ ગયો અને ઘરે પાછો ફરી ગયો, તો મેં કહ્યું: મને કામળો ઓઢાવી દો, તો અલ્લાહએ આ આયતો ઉતારી: {હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો (૧), ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો} [અલ્ મુદષષિર: ૧-૨] અહીં સુધી: {અને ગંદકીથી દૂર રહો} [અલ્ મુદષષિર: ૫], ત્યાર પછી વહી સતત આવવા લાગી».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મિશનની શરૂઆતના સમયની એક વાત વર્ણન કરી, જ્યારે ટૂંક સમય માટે વહી રોકાઈ ગઈ હતી: હું મક્કાની ગલીઓમાં ચાલી રહ્યો હતો, અચાનક મેં આકાશમાંથી એક અવાજ સાંભળ્યો, મેં ઉપર નજર કરી જોયું તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ તે જ ફરિશ્તા હતા, જે હીરા ગુફામાં મારી પાસે આવ્યા હતા, આકાશ અને જમીન વચ્ચે એક કુર્સી પર બેઠા હતા, હું ભયભીત થઇ ગયો અને તેમનાથી ડરી ગયો, જેથી હું મારા ઘરવાળા પાસે પાછો આવ્યો અને કહ્યું: મને ચાદર ઓઢાવી દો. તો ઉચ્ચ અલ્લાહએ આ આયત ઉતારી: {હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો} કપડા ઓઢેલા, {ઉભા થાઓ} આમંત્રણ માટે, {ભયભીત કરો} અને તે લોકોને સચેત કરો જે તમારા પયગંબર હોવા પર ઈમાન ન લાવે. {અને તમારો પાલનહાર} અને તમારો ઇલાહ પાલનહાર {તેની મહાનતા વર્ણન કરો} તેના વખાણ અને મહાનતા વખાણ કરો. {અને તમારા કપડા} અને વસ્ત્રો {અને તેને શુદ્ધ કરો} તેને અશુદ્ધતાથી સાફ કરો {અને ગંદકીથી દૂર રહો} અર્થાત્ મૂર્તિ અને ખોટા દેવીદેવતાઓની પૂજાથી {અને તેનાથી સંપૂર્ણપણે દૂર રહો} તેને છોડી દો, ત્યાર પછી વહી મજબૂત અને સતત આવતી થઇ ગઈ.
અબૂ હાઝિમ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું અબૂ હુરૈરહની મજલીસમાં પાંચ વર્ષ સુધી બેઠો છું, મેં તેમને આપ ﷺની આ હદીષ વર્ણન કરતા સાંભળ્યા, નબી ﷺએ કહ્યું: «બની ઇસ્રાઇલ તરફ આવેલ પયગંબરો તેમને રાજકીય માર્ગદર્શન પણ આપતા હતા, જ્યારે પણ તેમના એક પયગંબર નષ્ટ થઈ જતા તરત જ તેમની પાછળ બીજા પયગંબર આવતા, યાદ રાખો! મારા પછી કોઈ પયગંબર નહીં આવે, હા, મારા નાયબ ઘણા લોકો હશે», સહાબાઓએ કહ્યું કે તેમના પ્રત્યે તમે અમને શું આદેશ આપો છો? આપ ﷺએ કહ્યું: «સૌથી પહેલા જેના હાથ પર બૈઅત કરો બસ તેની વફાદારી પર કાયમ રહો, અને તેમનો જે અધિકાર છે તે અધિકાર પુરા પાડવામાં અવગણના ન કરો; કારણકે અલ્લાહ તઆલા કયામતના દિવસે તેમને લોકોના અધિકારો વિશે સવાલ કરશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબીﷺ જણાવી રહ્યા છે કે બની ઇસ્રાઇલના પયગંબરો તેમના પર રાજ કરતા હતા અને તેઓ તેમની બાબતો એવી રીતે ખ્યાલ કરતા જેવું કે એક ગર્વનર અને રાજા પોતાની પ્રજાની કરતા હોય છે, જ્યારે પણ તે લોકો વચ્ચે ભ્રષ્ટાચાર ફેલાતો, તો અલ્લાહ તેમની તરફ તેમની બાબત અને મામલો સુધારવા માટે એક પયગંબરને મોકલી દેતો હતો. અને એ પણ જણાવ્યું કે મારા પછી કોઈ નબી નહીં આવે, તે પણ તે જ કરશે, જે પહેલાના નબીઓ કરતા હતા, મારા ઘણા નાયબ હશે, તેમની વચ્ચે વિવાદ અને તણાવ રહેશે. સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ સવાલ કર્યો: હે અલ્લાહના રસૂલ! તે સમયે તમે અમને શું આદેશ આપો છો? તો આપ ﷺએ કહ્યું: જો કોઈ ખલીફાને બીજા ખલીફા પછી વફાદારીની પ્રતિજ્ઞા આપવામાં આવે, તો પ્રથમની પ્રતિજ્ઞા માન્ય છે અને તેનું સન્માન કરવું જરૂરી છે, જ્યારે બીજાની પ્રતિજ્ઞા અમાન્ય છે, અને તેના માટે તે લેવી પ્રતિબંધિત છે, તેમને તેમના યોગ્ય અધિકારો આપો, તેમની આજ્ઞાનું પાલન કરો, અને તેમની સાથે તેમની વાત સાંભળી અને પાલન કરી જીવન પસાર કરો, સિવાય એ કે જેમાં અલ્લાહની અવજ્ઞાનો સમાવેશ થતો હોય, તો તેમની આજ્ઞાનું પાલન કરશો નહીં, કારણ કે અલ્લાહ તેમને પૂછશે અને તેઓ તમારી સાથે જે કરે છે તેના માટે તેમને જવાબદાર ઠેરવશે.
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺના કેટલાક સહાબાઓ નબી ﷺની કેટલીક પત્નીઓને નબી ﷺના ઘરના કાર્યો વિષે સવાલ કર્યો? (તેમની સ્થિતિ જાણી) કેટલાક લોકોએ કહ્યું: હું સ્ત્રી સાથે શાદી નહીં કરું, અને કેટલાક લોકોએ કહ્યું: હું મટન નહીં ખાઉં, અને કેટલાક લોકોએ કહ્યું: હું ગાદલાં પણ નહીં સૂઈ જાઉં, બસ જ્યારે આ વાત નબી ﷺને પહોંચી તો કહ્યું: «લોકોને શું થઈ ગયું છે તેઓ આમ આમ કહે છે? પરંતુ હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉં છું, અને હું રોઝા પણ રાખું છે ને તેને છોડી પણ દઉં છું, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જેણે મારી સુન્નતની અવજ્ઞા કરી તેનો મારી સાથે કોઈ સંબંધ નથી».
મુત્તફકુન્ અલયહિસહાબા માંથી કેટલાક લોકો નબી ﷺની પત્નીઓ પાસે આવ્યા અને તેમની ઘરમાં ઈબાદત કરવાના તરીકા વિષે સવાલ કરવા લાગ્યા, બસ જ્યારે તેમણે જણાવ્યું, જેવુ તેમણે કહ્યું હતું, તો કહેવા લાગ્યા: અમારી નબી ﷺ સાથે સરખામણી કેમની? ખરેખર તેમના આગળના અને પાછલા દરેક ગુનાહ માફ કરી દેવામાં આવ્યા છે, બસ જે વ્યક્તિ પોતાની માફી વિષે ન જાણતો હોય તો તેણે ખૂબ જ ઈબાદત કરવી જોઈએ જેથી તે માફી પ્રાપ્ત કરી લે. ફરી તેમનાથી કેટલાક લોકો કહેવા લાગ્યા: હું સ્ત્રીઓ સાથે શાદી નહીં કરું. અને અન્ય લોકો કહેવા લાગ્યા: હું મટન નહીં ખાઉં. અને કેટલાક લોકો કહેવા લાગ્યા: હું ગાદલાં પર નહીં સૂઈ જાઉં. બસ જ્યારે આ વાત નબી ﷺને પહોંચી, તો સખત ગુસ્સે થયા, અને લોકોને ખુતબો આપ્યો, અલ્લાહના વખાણ કર્યા અને કહ્યું: લોકોને શું થઈ ગયું છે કે આમ આમ કહે છે? અલ્લાહની કસમ તમાર કરતાં વધુ અલ્લાહથી ડરવાવાળો અને તકવો રાખનાર હું છું, પરંતુ હું આરામ કરું છું જેથી નમાઝ માટે મને શક્તિ મળે, હું રોઝા પણ છોડું છું જેથી મને બીજા દિવસે રોઝો રાખવાની શક્તિ મળે, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જે મારા માર્ગથી ફરી જશે અને બીજા માર્ગ તરફ જશે, અને અન્ય માર્ગ અપનાવશે તો તેનો મારી સાથે કોઈ સંબંધ નથી.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺને જ્યારે પણ કોઈ બે વસ્તુ માંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી હોય, તો જે સરળ હોય તે પસંદ કરતાં, જેમાં કોઈ ગુનોહ ન હોય, અને જો તેમાં કોઈ ગુનોહ હોતો, તો આપ ﷺ તેનાથી ખૂબ દૂર થઈ જતાં, અને અલ્લાહના પયગંબર મુહમ્મદ ﷺએ ક્યારે પણ પોતાન ફાયદા માટે કોઈની પાસે બદલો નથી લીધો, સિવાય એ કે જ્યારે કોઈ અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી દે, તો અલ્લાહ માટે તેની પાસે બદલો લેતા.
મુત્તફકુન્ અલયહિઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ નબી ﷺના કેટલાક આદર્શો વિષે જણાવ્યું કે જ્યારે પણ આપ ﷺને કોઈ બે વસ્તુ માંથી એક વસ્તુ પસંદ કરવી હોતી, તો સૌથી સરળ વસ્તુ પસંદ કરતાં, જ્યાં સુધી કોઈ સરળ કામમાં ગુનોહ ન હોતો, અને જો તેમાં કોઈ ગુનાહનું કોમ હોતું તેનાથી ખૂબ દૂર રહેતા અને તે સ્થિતિમાં કઠિન કાર્ય અપનાવતા. અને ક્યારેય પોતાન માટે કોઇની પાસેથી બદલો લીધો ન હતો, પરંતુ પોતાનો અધિકાર પણ છોડી દેતા હતા અને માફ કરી દેતા, પરંતુ જ્યારે કોઈ અલ્લાહએ નક્કી કરેલ હદને વટાવી જતો, તો તેની પાસેથી અલ્લાહ માટે બદલો લેતા, અને તે સમયે અલ્લાહ માટે લોકો કરતાં સૌથી વધુ ગુસ્સે થતાં.