





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઉમ્મુલ્ મુઅમિનીન સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ભવિષ્યમાં તમારા પર કેટલાક એવા અમીર (હોદ્દેદારો) નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક કાર્યો તમને પસંદ આવશે અને કેટલાક પસંદ નહીં આવે, જે વ્યક્તિ તેમના (ખરાબ કાર્યોને) ખરાબ કહેશે, તો તે ગુનાહથી બચી જશે અને જે વ્યક્તિ તેમના ખરાબ કાર્યોનો ઇન્કાર કરશે તો તે પણ સલામત રહેશે, પરંતુ જે વ્યક્તિ (તેમના ખરાબ કાર્યો પર) ખુશ થશે અને તેનું અનુસરણ કરશે, તો તે પણ (તેમની માફક જ નષ્ટ થઈ જશે)» લોકોએ સવાલ કર્યો શું અમે તેમની સાથે યુદ્ધ ન કરીએ? નબી ﷺ એ કહ્યું: «ના, (આવું ન કરતા) જ્યાં સુધી તેઓ નમાઝ પઢતા રહે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે આપણા પર એવા હોદ્દેદારો નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક અમલ આપણે જાણતા હશું, તેમાંથી જે કાર્યો શરીઅત પ્રમાણે હશે તેમની પુષ્ટિ કરીશું અને જે શરીઅત વિરુદ્ધ હશે તેનો ઇન્કાર કરીશું, જે વ્યક્તિ ગુનાહને દિલમાં બુરાઈ સમજશે, અને તેની પાસે ઇન્કાર કરવાની શક્તિ નહીં હોય તો તે વ્યક્તિ નિફાક અને ગુનાહથી પાક ગણવામાં આવશે, અને જે વ્યક્તિ પોતાના હાથ અને જબાન વડે ઇન્કાર કરવાની શક્તિ ધરાવતો હશે અને તે ઇન્કાર પણ કરશે તો તે ગુનાહથી સુરક્ષિત થઈ જશે અને તેમની સાથે સહભાગી બનવાથી બચી જશે, પરંતુ જે વ્યક્તિ તેમનાથી ખુશ થશે અને તેમનું અનુસરણ કરશે તો તે પણ તેમની માફક જ નષ્ટ થઈ જશે. ફરી લોકોએ નબી ﷺ ને સવાલ કર્યો: તેમના આ લક્ષણોના કારણે શું અમે તેમની સાથે યુદ્ધ ન કરીએ? નબી ﷺ એ લોકોને આવું કરવાથી રોક્યા, અને કહ્યું: જ્યાં સુધી તેઓ તમારી વચ્ચે નમાઝ પઢતા રહે ત્યાં સુધી તમે તેમની સામે યુદ્ધ ન કરો.
અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «વ્યક્તિ જ્યારે બીમાર થાય છે અથવા સફર કરે છે તો તેના માટે તેની તે ઈબાદતોનો સવાબ લખી દેવામાં આવે છે, જેને તે સ્થાનિક સ્થિતિમાં અથવા તંદુરસ્તીમાં કરતો હતો».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ અલ્લાહની કૃપા અને તેની રહેમત વિશે જણાવ્યું છે, કે જ્યારે કોઇ મુસલમાન તંદુરસ્તીમાં અથવા ઘરે રહીને નિયમિત રૂપે સત્કાર્યો કરતો હતો, તો બીમારી અથવા બીજા કોઇ કારણે જો તે નેક કાર્ય ન કરી શકે અથવા સફરમાં નીકળવાના કારણે તે કાર્ય છોડી દે તો તેના માટે એટલો જ સવાબ લખવામાં આવે છે, જેટલો તેને તંદુરસ્તીની સ્થિતિમાં અથવા ઘરમાં રહીને તે નેક કાર્ય કરવા પર મળતો હતો.
તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, નબી ﷺ એ કહ્યું: «દીન નસીહત (શુભચિંતન) નું નામ છે » અમે સવાલ કર્યો કોના માટે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહ, તેની કિતાબ, તેના રસૂલ અને મુસલમાનોના આગેવાન તેમજ સામાન્ય લોકો માટે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે ઇસ્લામ દીન ઇખલાસ (નિખાલસતા) અને સત્યતા પર કાયમ છે, માટે દરેક કામ તે પ્રમાણે જ કરવું જોઈએ, જેવી રીતે અલ્લાહ તઆલા એ આદેશ આપ્યો છે, કોઈ પણ આળસ અથવા ધોખો આપ્યા વગર. નબી ﷺને પૂછવામાં આવ્યું કે: કોના માટે દીન નસીહત (શુભચિંતન) નું માધ્યમ છે, તો નબી ﷺ એ જવાબ આપ્યો: પહેલું: પવિત્ર અલ્લાહ તઆલા માટે: તેનો અર્થ એ કે અમલ ઇખલાસ સાથે કરવામાં આવે, શિર્કથી બચીને, અને એ કે આપણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ન બનાવીએ અને તેના પાલનહાર હોવા અને પૂજ્ય હોવા પર તેમજ તેના નામો અને ગુણો પર ઈમાન રાખી, તેના આદેશોનું સન્માન કરીએ અને લોકોને ઈમાન તરફ બોલાવવા. બીજું: તેની કિતાબ પવિત્ર કુરઆન, નસીહતનું માધ્યમ છે: આપણો અકીદો છે કે તે અલ્લાહનું કલામ (શબ્દો) તથા તેની ઉતારેલી અંતિમ કિતાબ છે, અને તેના દ્વારા પાછળની દરેક શરીઅત મન્સુખ (રદ) કરવામાં આવી છે, આપણે તેની મહાનતાનો સ્વીકાર કરીએ છીએ, અને તેની તિલાવત કરવાના હક સાથે તિલાવત કરીએ છીએ, અને તેના મોહકમ (સ્પસ્ટ અર્થ વાળા) આદેશો પ્રમાણે અમલ કરીએ છીએ, અને મુતશાબિહ (અસ્પસ્ટ અર્થ વાળી) આયતોનો પણ સ્વીકાર કરીએ છીએ, અને અમે તેમાં ખોટા અર્થઘટન કરનારાઓથી તેની સુરક્ષા કરીએ છીએ, તેની શિખામણ પર સંપૂર્ણ ભરોસો કરીએ છીએ, તેના જ્ઞાનનો પ્રચાર કરીએ છીએ, અને લોકોને તેની તરફ બોલાવીએ છીએ. ત્રીજું: અલ્લાહના રસૂલ ﷺ નું માટે શુભચિંતન હોવું : અર્થાત્ અમે અકીદો રાખીએ છીએ કે આપ ﷺ અંતિમ પયગંબર છે, જે કઈ આપ લઈને આવ્યો છે તેની પુષ્ટિ કરીએ છીએ, આપના આદેશોનો સ્વીકાર કરીએ છીએ, આપે રોકેલા કાર્યોથી બચીએ છીએ, જે કઈ તમે લઈને આવ્યા છો, ફક્ત અલ્લાહ માટે અમે ઈબાદત કરીએ છીએ, તેમના અધિકારનું સન્માન કરીએ છીએ, તેમની ઇઝઝત કરીએ છીએ, અમે તેમના આદેશોનો પ્રચાર કરીએ છીએ, તેમની શરીઅતને ફેલાવીએ છીએ, અને તેમના પર મુકવામાં આવતા આરોપનો સખત વિરોધ કરીએ છીએ. ચોથું: મુસલમાનોના આગેવાનો તથા આલિમોનું શુભચિંતન હોવું: તેમની સત્ય વાતો પર મદદ કરવી, તેમના વિરુદ્ધ વિદ્રોહ કરવાથી બચવું, અને અલ્લાહના અનુસરણ પ્રમાણે તેમની વાતો સાંભળવામાં આવે અને તેનું અનુસરણ કરવામાં આવે. પાંચમું: મુસલમાનો માટે નસીહત: તેમના પર ઉપકાર કરવો, તેમને દાવત આપવી, તેમને તકલીફ આપવાથી બચવું જોઈએ, તેમના માટે ભલાઈના કામોમાં મોહબ્બત કરવી, અને નેકી અને તકવા પર તેમની મદદ કરવી.
આયશા રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે મેં આપ ﷺ ને મારા ઘરમાં આ શબ્દો કહેતા સાંભળ્યા: «હે અલ્લાહ ! જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમને સખતીમાં નાખી દે તો તું પણ તેને સખતીમાં નાખી દે, જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમની સાથે નરમી કરે તો તું પણ તેમની સાથે નરમી કર».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ તે દરેક મુસ્લિમ માટે દુઆ કરી છે જે બદદુઆ (શ્રાપ) કરી છે, જે મુસલમાનના કોઈ કાર્યોની જવાબદારી હાથમાં લે, તે જવાબદારી નાની હોય કે મોટી, તે જવાબદારી સામાન્ય હોય કે વિશિષ્ટ (ખાસ) હોય, જો તેણે તેમના પર સખતી કરી અને નરમીથી કામ ન લીધું તો અલ્લાહ તઆલા પણ તેને તેના જેવો જ બદલો આપશે, અને કાયદો છે કે બદલો અમલ પ્રમાણે આપવામાં આવે છે. અને જો તે નરમી ભર્યો વ્યવહાર કરશે અને તેમના માટે આસાની કરશે, તો અલ્લાહ તઆલા પણ તેના માટે નરમી કરશે અને આસાની કરશે.
મઅકિલ બિન યસાર અલ્ મુઝની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ એવો વ્યક્તિ, જેને અલ્લાહ તઆલા કોઈ પ્રજાનો જવાબદાર બનાવે છે, અને તે એ સ્થિતિમાં મૃત્યુ પામે છે કે તેણે તેમની સાથે ધોખો કર્યો હશે, તો અલ્લાહ તેના માટે જન્નત હરામ કરી દે છે».
મુત્તફકુન્ અલયહિઆપ ﷺ એ તે દરેક વ્યક્તિ માટે જેને અલ્લાહ તઆલાએ કોઈ જવાબદાર બનાવ્યો હોય અને લોકોની જવાબદારી સોંપવામાં આવી હોય, આ જવાબદારી સામાન્ય હોય કે ખાસ, સામાન્ય જેવું કે લોકોના અમીર, અથવા ખાસ જવાબદારી જેવી કે માણસ પર તેના ઘરની જવાબદારી, સ્ત્રી પર તેના ઘરની જવાબદારી, પોતાના હેઠળ લોકોની જવાબદારી સારી રીતે નિભાવી ન શકે, તેમને ધોખો આપે, તેમને નસીહત ન કરી શકે, તેમના દીન અને દુનિયાના અધિકાર વેડફી નાખે, તો તે વ્યક્તિ હદીષમાં વર્ણવેલ સખત સજાનો હકદાર બનશે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે (અમીર)નું અનુસરણ કરવાથી અળગો રહ્યો, અને જે (મુસલમાનો)ના જૂથથી અલગ થઈ ગયો, અને જો તે તે જ સ્થિતિમાં મૃત્યુ પામ્યો તો તે અજ્ઞાનતા પર મૃત્યુ પામ્યો, અને જે વ્યક્તિ એક ધ્વજ નીચે કોઈનું આંધળું અનુસરણ કરતા લડતો હોય, અથવા પોતાના ખાનદાનની લાલસામાં લડતો હોય, અથવા તેની તરફ બોલાવે તેમજ તે બાબતે તેની મદદ કરે અને પછી મૃત્યુ પામે તો તે અજ્ઞાનતાની સ્થિતિમાં મૃત્યુ પામશે, અને જે વ્યક્તિ મારી કોમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર ફેલાવશે, અને સદાચારી તેમજ દુરાચારી દરેકનું કતલ કરશે, ન તો કોઈ મોમિનનું ધ્યાન રાખશે અને ન તો અમારી સાથે કરાર કરેલ અન્ય લોકોનો ખ્યાલ કરશે, તો તેનો મારી સાથે કોઈ સબંધ નથી અને મારો તેની સાથે કોઈ સબંધ નથી».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ અમીરના આજ્ઞાપાલનથી ભટકે, ઇસ્લામના જૂથમાંથી અલગ થાય, ઇમામ પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા પર અસંમત થાય અને તે અલગતા અને અભાવની સ્થિતિમાં મૃત્યુ પામે તો તે અજ્ઞાનતાની સ્થિતિમાં મૃત્યુ પામે છે, તેમજ નબી ﷺ એ જણાવ્યું કે જે કોઈ ધ્વજ હેઠળ લડે અને સત્યને અસત્યથી અલગ ન કરે ફક્ત પોતાની ખાનદાન અને પોતાના કબીલાની લાલસા માટે ગુસ્સો કરે, દીન તેમજ સત્યની મદદ ન કરે, જોયા જાણ્યા વગર ફક્ત ખાનદાની લાલસામાં લડતો હોય અને જો તે એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો તો તે પણ અજ્ઞાનતાની સ્થિતિમાં મૃત્યુ પામ્યો. અને જે કોઈ નબી ﷺ ના રાષ્ટ્ર સામે બળવો કરે, તેના ન્યાયી અને દુષ્ટ લોકો પર પ્રહાર કરે, અને તે જે કરે છે તેની પરવા કરતો નથી અને મોમિનોને કતલ કરવાની સજાથી ડરતો નથી, તેમજ તે કાફિરોને કતલ કરવાથી ડરતો નથી, જે લોકોએ મુસલમાનો સાથે કરાર કરી રાખ્યો છે, અને શાસકોને પણ, તો આ કબીરહ ગુનાહો માંથી છે, જે આવું કરશે તેના માટે સખત ચેતના આપવામાં આવી છે
અરફજહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ તમારી પાસે એવી સ્થિતિમાં આવે કે તમે કોઈ વ્યક્તિને પોતાનો સરદાર સ્વીકાર કરી તેના આદેશ મુજબ ચાલી રહ્યા હોય, તેમજ તે તમારી એકતામાં ભંગ પડાવવા ઈચ્છે, અથવા તમારા જૂથમાં વિવાદ ઉભો કરવા માંગતો હોય તો તમે તે વ્યક્તિને કતલ કરી દો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જ્યારે મુસલમાનનો એક હાકિમ હોય અને એક જ જમાઅત હોય, તેમાં એક વ્યક્તિ તે શાસકની અવગણના કરવા માટે આવે તેમજ મુસલમાનોના એક જૂથમાં ભંગ પડાવી, વિવધ જૂથ ઉભા કરે, જરૂરી છે કે તેને રોકવામાં આવે અને તેને કતલ કરી દેવામાં આવે, જેથી તેની બુરાઈથી લોકોને બચાવવામાં આવે અને મુસલમાનોના લોહીની સુરક્ષા થઈ શકે.
અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: «અત્યાચારી શાસક સામે ન્યાયની વાત કરવી એ સૌથી શ્રેષ્ઠ જિહાદનું એક સ્વરૂપ છે»
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ અલ્લાહ તઆલાના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવાનો એક પ્રકાર અત્યાચારી શાસક અથવા જાલિમ પ્રમુખ સામે ન્યાય અને સત્ય વાત કરવી છે; કારણકે તેણે નેકી કરવાનો આદેશ અને બુરાઈને રોકવા જેવુ મહાન કામ કર્યું, ભલે તે ભાષણ દ્વારા હોય કે કોઈ લેખ દ્વારા અથવા કોઈ કાર્ય વડે હોય, જેના દ્વારા ફાયદો પ્રાપ્ત થાય અને બુરાઈને દૂર કરી શકાય.
ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે મારા પછી એવા કાર્યો જોશો જેને તમે નાપસંદ કરશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તો તમે અમને શું આદેશ આપો છે? નબી ﷺ એ કહ્યું: «તમારા પર જેની જવાબદારી છે તેના અધિકાર આપતા રહેજો અને પોતાના અધિકાર માટે અલ્લાહ સમક્ષ દુઆ કરતાં રહેજો».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનો પર એવા શાસકો આવશે, જેઓ મુસલમાનોના માલ અથવા અન્ય દુન્યવી બાબતોમાં હેરાફેરી કરશે, તેનો પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરશે અને તેમાં મુસલમાનોના અધિકારોનો ઇન્કાર કરશે. તેમાં એવી બાબતો પણ હશે, જેના વિષે દીનમાં કોઈ પુરાવા નહીં હોય. તો સહાબા રઝી અલ્લાહુ અન્હુમ એ સવાલ કર્યો: આવી સ્થિતિમાં અમે શું કરીએ? તો નબી ﷺ એ તેમને જણાવ્યું કે તેમનું માલ સાથે આવું કરવું તમને તેમની વાત સાંભળવા અને તેમનું અનુસરણ કરવાથી નથી રોકતું, પરંતુ તમે સબર કરો, તેમની વાત સાંભળો અને અનુસરણ કરો, અને તેમની સાથે ઝગડો ન કરો, અને પોતાના હક અને અધિકારો અલ્લાહ પાસે માંગો, જેથી અલ્લાહ તેમને સુધારે અને તેમની બુરાઈ અને જુલમને દૂર કરે.