





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ આ દુઆ પઢે: "રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ ﷺ નબિય્યા" (હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી), તો તેના માટે જન્નત વાજિબ થઈ જશે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ દુઆ પઢે: ("રઝીતુ બિલ્લાહી રબ્બન્" હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી), ઇલાહ, વયવસ્થાપક, માલિક અને સરદાર હોવામાં તેમજ સુધારક હોવામાં, ("વબિલ્ ઇસ્લામિ" અને ઇસ્લામના), સંપૂર્ણ આદેશો અને રોકેલા કાર્યોમાં ("દીના" દીન હોવાથી), દીન અને શરીઅતનો દિલથી સ્વીકાર કરવામાં ("વબિ મુહમ્મદિન રસૂલા" અને મુહમ્મદ ના પયગંબર હોવાથી), અને નબી હોવામાં, જે કંઈ તે લઈને મોકલવમાં આવ્યા અને જે આપણી સુધી પહોચાડ્યું, તેના માટે જન્નત વાજીબ થઈ જશે.
ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, જેઓ બદરના યુદ્ધમાં હાજર શરીક હતા, તેમજ તેઓ ઉકબહની રાતમાં હાજર (બાર) લોકો માંથી એક હતા, તેમણે કહ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આજુબાજુ સહાબાઓનું એક જૂથ બેઠું હતું, ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમકહ્યું: «મારી સાથે તમે બૈઅત કરો કે તમે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નહીં બનાવો, ચોરી નહીં કરો, વ્યભિચાર નહીં કરો, પોતાના સંતાનનું કતલ નહીં કરો, અને ન તો જાણી જોઈને કોઈના પર આરોપ મુકશો, સત્કાર્યોમાં અવજ્ઞા નહીં કરો, જો તમારા માંથી કોઈ આ વચન પૂરું કરશે, તો તેનો બદલો અલ્લાહના શિરે છે, અને જો કોઈ વ્યક્તિ આ ગુનાહો માંથી કોઈ ગુનોહ કરશે અને તેને શરીઅત પ્રમાણે આ દુનિયામાં જ સજા આપવામાં આવી તો તે સજા તેના માટે કફ્ફારો બની જશે, અને જે વ્યક્તિ આ ગુનાહો કરશે અને અલ્લાહએ તેનો આ ગુનોહ છુપાવી લેશે તો તેનો મામલો અલ્લાહ પાસે હશે, તે ઇચ્છશે તો માફ કરી દેશે અને ઇચ્છશે તો સજા આપશે», તો અમે આ વાતો પર બૈઅત કરી લીધી.
મુત્તફકુન્ અલયહિઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ જેઓ બદરના ઘુમસાન યુદ્ધમાં ભાગીદાર હતા, તેઓ પોતાની કોમના આગેવાન હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મદદ કરવા માટે મિનામાં ઉકબાની રાત્રે આગળ આવ્યા હતા, તેના આગેવાન હતા, આ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મદીનહ હિજરત પહેલાની છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબાઓના જૂથ પાસે બેઠા હતા, આપે તેઓને બોલાવ્યા અને નીચે વર્ણવેલ કાર્યો પર બૈઅત કરવાનું કહ્યું: પહેલું: તેઓ અલ્લાહની ઈબાદત કરવામાં કોઈને ભાગીદાર નહીં બનાવે. બીજું: ચોરી નહીં કરે. ત્રીજું: ખરાબ કૃત્ય એટલે કે વ્યભિચાર નહીં કરે. ચોથું: પોતાના બાળકોનું કતલ નહીં કરે; બાળકોને લાચારીના ભયથી અને બાળકીઓને પોતાના શ્રેષ્ઠતા જવાના ભયથી. પાંચમું: જૂઠ્ઠું નહીં બોલે પોતાના હાથ અને પગને અલ્લાહના આદેશો વિરુદ્ધ નથી ઉપયોગ કરતા; કારણકે દરેક કાર્યોમાં બન્ને અંગનો સમાવેશ હોય છે, અન્ય અંગો શરીક હોય કે ન હોય. છઠ્ઠું: કોઈ પણ નેકીના કામોમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અવજ્ઞા નહીં કરે. જે કોઈ આ વાતો પર કાયમ રહેશે અને તેના પર અમલ કરશે તો તેનો બદલો અલ્લાહ પાસે છે, અને શિર્ક વગર બીજા ગુનાહ, જે ઉપર વર્ણન કરવામાં આવ્યા છે જો તે કરશે તો તેના પર હદ પુરી પાડવામાં આવશે અને તે હદ તેના માટે કફ્ફારો બની જશે અને ગુનોહ ખતમ થઈ જશે, અને જે વ્યક્તિ ઉપરોક્ત ગુનાહ માંથી કોઈ ગુનોહ કરે અને અલ્લાહ તેના ગુનાહને છુપાવશે તો તેની બાબત અલ્લાહના શિરે હશે, તે ઇચ્છશે તો માફ કરશે અને ઇચ્છશે તો સજા આપશે, દરેક હાજર સહાબાઓએ બૈઅત કરી.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઇસ્લામની શરૂઆત અજાણતાની સ્થિતિમાં થઇ પછી નજીકમાં જ તે સ્થિતિમાં આવી જશે, જેનાથી શરૂઆત થઈ હતી, શુભસુચના છે, અજાણ લોકો માટે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે ઇસ્લામની શરૂઆત એક નવીનતારૂપે થઈ તેમજ તેના અનુયાયીઓ પણ ઓછા હતા, એ જ પ્રમાણે તે પાછો આવશે, ઘણા ઓછા લોકો તેનું પાલન કરતા હશે, અજાણીયા લોકો માટે ખુશખબર છે, ખુશી છે તેમના માટે અને શાંતિ હશે.
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સામાન્ય અને નાના ગુનાહ કરવાથી પણ બચો, એટલા માટે કે નાના ગુનાહોનું ઉદાહરણ તે કોમ જેવું છે, જે એક ગુફામાં રોકાયા, એક વ્યક્તિ એક લાકડી લઈને આવે, બીજો બીજી લાકડી લઈને આવ્યો આમ (લાકડીઓ ભેગી કરી તેઓ પોતાની) રોટલીઓ બનાવી લે છે, તે રીતે જ કારણકે કેટલીક વખત નાના ગુનાહ્ પણ એકઠા થઈ માનવીને નષ્ટ કરી દે છે».
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નાના ગુનાહોને સામાન્ય સમજી કરવાથી રોક્યા છે, જ્યારે તે વધી જાય છે તો નષ્ટતાનું કારણ બને છે, તેના માટે એક ઉદાહરણ આપ્યું કે એક કોમ એક ગુફામાં ઉતરે છે, (તેમને ખાવાની જરૂર પડી, તેઓ આગ સળગાવવા માટે), એક વ્યક્તિ એક નાની લાકડી લઈને આવે, બીજો બીજી નાની લાકડી લઈને આવે, અહીં સુધી કે (આગ સળગી જાય) અને રોટલીઓ બની જાય, એવી જ રીતે નાના નાના ગુનાહ ક્યારે તેની પકડ કરી લેવામાં આવે અને તૌબા કરવાનો પણ સમય ન મળે અથવા અલ્લાહ પાસે માફી માગવાનો પણ સમય ન મળે અને તે નષ્ટ થઈ જાય.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને ઉચ્ચ ચરિત્રને સંપૂર્ણ કરવા માટે મોકલવામાં આવ્યો છે».
رواه البخاري في الأدب المفرد وأحمد والبيهقيનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે મને સારા અખ્લાક અને ચરિત્રની સપૂર્ણતા માટે મોકલવામાં આવ્યો છે; જેવું કે આગળના પયગંબરોના કામને પૂર્ણ કરવા માટે મોકલવામાં આવ્યા છે, અરબના લોકોના ચરિત્રને સંપૂર્ણ કરવા, તેઓ ભલાઈને પસંદ કરતાં હતાં અને બુરાઈથી નફરત કરતા હતા, બહાદુર, દાનશીલ હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના ચરિત્રમાં રહેલી ખરાબ આદતોને દૂર કરવા માટે મોકલવામાં આવ્યા, જેવી કે ઘમંડ, એકબીજાને તુચ્છ સમજવા જેવી અન્ય બુરાઈઓ.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સર્વશ્રેષ્ઠ અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાન મને તકલીફ આપે છે, તે જમાનાને ગાળો આપે છે, જ્યારે કે હું જ જમાનો છું, મારા જ હાથમાં બધું છે, હું જ રાત અને દિવસને ફેરવું કરું છું».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલા હદીષે કૂદસીમાં કહે છે: તે વ્યક્તિ મારું અપમાન કરે છે અને હું તેનાથી દુઃખી થાઉં છું, જે આપત્તિના સમયે અથવા મુસીબત વખતે, જમાનાને ગાળો આપે છે; કારણકે અલ્લાહ એકલો જ વયવસ્થાપક છે, અને તે જેમ ઈચ્છે વ્યવસ્થા કરે છે, ફેરફાર કરે છે, એટલા માટે જમાનાને ગાળો આપવી તેની વ્યવસ્થા કરનારને ગાળો આપવી ગણાશે, અને જમાનો પણ એક આધીન સર્જન છે, જેમાં અલ્લાહના આદેશ પ્રમાણે કિસ્સાઓ થતા હોય છે.
અબૂ રુકૈય્યા તમીમ બિન ઔસ દારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દીન નસીહત (શુભચિંતન) નું નામ છે » અમે સવાલ કર્યો કોના માટે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહ, તેની કિતાબ, તેના રસૂલ અને મુસલમાનોના આગેવાન તેમજ સામાન્ય લોકો માટે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ઇસ્લામ ધર્મ નિખાલસતા અને સત્યતા પર આધારિત છે, જેથી દરેક કામ તે પ્રમાણે જ કરવું જોઈએ, જેવી રીતે અલ્લાહ તઆલાએ આદેશ આપ્યો છે, કોઈ પણ આળસ અથવા ધોખો આપ્યા વગર. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછવામાં આવ્યું: કોના માટે દીન નસીહત (શુભચિંતન) નું માધ્યમ છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: પહેલું: પવિત્ર અલ્લાહ તઆલા માટે: તેનો અર્થ એ કે અમલ નિખાલસતા સાથે કરવામાં આવે, શિર્કથી બચીને, અને એ કે આપણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ન બનાવીએ અને તેના પાલનહાર હોવા અને ઇલાહ હોવા પર તેમજ તેના નામો અને ગુણો પર ઈમાન રાખવામાં આવે, તેના આદેશોનું સન્માન કરવામાં આવે અને લોકોને ઈમાન તરફ બોલાવવામાં આવે. બીજું: તેની કિતાબ પવિત્ર કુરઆન, જે નસીહતનું માધ્યમ છે: જેનો અર્થ એ કે આપણો અકીદો છે કે તે અલ્લાહનું કલામ (વાણી) તથા તેની ઉતારેલી અંતિમ કિતાબ છે, અને તેના દ્વારા પાછળની દરેક શરીઅત મન્સુખ (રદ) કરવામાં આવી છે, આપણે તેની મહાનતાનો સ્વીકાર કરીએ છીએ, અને તેની તિલાવત કરવાના અધિકાર સાથે તિલાવત કરીએ છીએ, અને તેના મોહકમ (સ્પસ્ટ અર્થ વાળા) આદેશો પ્રમાણે અમલ કરીએ છીએ, અને મુતશાબિહ (અસ્પસ્ટ અર્થ વાળી) આયતોનો પણ સ્વીકાર કરીએ છીએ, અને આપણે તેમાં ખોટા અર્થઘટન કરનારાઓથી તેની સુરક્ષા કરીએ છીએ, તેની શિખામણ પર સંપૂર્ણ ભરોસો કરીએ છીએ, તેના જ્ઞાનનો પ્રચાર કરીએ છીએ, અને લોકોને તેની તરફ બોલાવીએ છીએ. ત્રીજું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે શુભચિંતન હોવું: અર્થાત્ આપણે અકીદો રાખીએ છીએ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અંતિમ પયગંબર છે, જે કંઈ આપ લઈને આવ્યા છે, તેની પુષ્ટિ કરીએ છીએ, આપના આદેશોનો સ્વીકાર કરીએ છીએ, આપે રોકેલા કાર્યોથી બચીએ છીએ, જે કઈ તે લઈને આવ્યા છે, ફક્ત અલ્લાહ માટે અમે ઈબાદત કરીએ છીએ, તેમના અધિકારનું સન્માન કરીએ છીએ, તેમનું સન્માન કરીએ છીએ, અમે તેના આદેશોનો પ્રચાર કરીએ છીએ, તેમની શરીઅતને ફેલાવીએ છીએ, અને તેમના પર મુકવામાં આવતા આરોપનો સખત વિરોધ કરીએ છીએ. ચોથું: મુસલમાનોના આગેવાનો તથા આલિમોનું શુભચિંતન હોવું: તેમની સત્ય વાતો પર મદદ કરવી, તેમના વિરુદ્ધ વિદ્રોહ કરવાથી બચવું, અને અલ્લાહના અનુસરણ પ્રમાણે તેમની વાતો સાંભળવામાં આવે અને તેમનું અનુસરણ કરવામાં આવે. પાંચમું: મુસલમાનો માટે નસીહત: તેમના પર ઉપકાર કરવો, તેમને સત્કાર્યો તરફ બોલાવવામાં આવે, તેમને તકલીફ આપવાથી બચવું જોઈએ, તેમનું સારું થાય તે બાબતે મોહબ્બત કરવી, અને નેકી અને તકવા પર તેમની મદદ કરવી.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «પ્રત્યેક દિવસ જેમાં સૂર્ય ઉગે છે, માનવીના દરેક જોડકા પર સદકો કરવો જરૂરી છે, તમારા બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો સદકો છે, કોઈ વ્યક્તિને પોતાની સવારી પર બેસાડવો, તેમજ કોઈનો સામાન ઉઠાવવામાં મદદ કરવી તે પણ સદકો ગણવામાં આવશે, સારી વાત કરવી પણ સદકો છે, નમાઝ તરફ જતા દરેક ડગલાં સદકા ગણવામાં આવશે અને રસ્તા પરથી તકલીફ આપનારી વસ્તુને હટાવવી પણ સદકો ગણવામાં આવશે».
رواه البخاري ومسلمઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ વર્ણન કર્યું કે દરેક મુસલમાન પર દરરોજ તેના શરીરમાં રહેલ જોડ પ્રમાણે આફિયત અને આભાર વ્યક્ત કરતા અલ્લાહ માટે નફિલ સદકો કરવો જરૂરી છે, અને તેના હાડકાને જાળવી રાખવા તેમજ તેને મજબૂત કરવા માટે જોડ બનાવ્યા છે, અને ખરેખર આ સદકો દરેક પ્રકારના સારા કાર્યો પર આધારિત હોય છે, ફક્ત માલ ખર્ચ કરવા પર આધારિત નથી હોતો, જેમકે: બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો અથવા બે ઝઘડો કરનારની વચ્ચે સમાધાન કરાવવું સદકો છે, કોઈ નિરાધાર વ્યક્તિને પોતાની સવારી વડે મદદ કરવી, તેને સવારી અપાવી અથવા તેનો સામાન ઉઠાવવો પણ સદકાનું કામ છે, સારી વાત કરવી, દરેકને સારા શબ્દો વડે બોલાવવા, અથવા દુઆ આપવી અથવા સલામ કરવું વગેરે પણ સદકો છે, નમાઝ માટે ચાલતા દરેક ડગલાં પણ સદકો છે, રસ્તા પરથી તકલીફ આપનારી વસ્તુઓ હટાવવી પણ સદકો છે.
ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અમે નબી ﷺ ના હાથ પર બૈઅત (પ્રતિજ્ઞા લીધી) કે અમે તંગીમાં તેમજ ઉલ્લાસમાં, પસંદ હોય કે નાપસંદ હોય, તેમજ પોતાને પ્રાથમિકતા આપતી વખતે પણ અમે આજ્ઞાકારી બનીને રહીશું અને તમારી ઈતાઅત (આજ્ઞાન પાલન) કરીશું, અને એ વાત પર પણ (બૈઅત કરી) કે શાસન બાબતે અમે શાસકો સાથે ઝઘડો નહીં કરીએ, (નબી ﷺ એ કહ્યું) કે હા ,તમે તે લોકોમાં સ્પષ્ટ કુફ્ર જુઓ, જેની બાબતે તમારી પાસે કુરઆન અને હદીષમાં સ્પષ્ટ પુરાવા હોય, (તો તમે કંઈક ડગલાં ભરી શકો છો) એવી જ રીતે એ વાત પર પણ બૈઅત કરી કે અમે જ્યાં પણ જીવિત રહીશું સાચી અને હક વાત કહીશું, અને આ બાબતે કોઈ નિંદા કરનારની નિંદાની ચિંતા નહીં કરીએ.
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ પોતાના સહાબાઓ પાસેથી તંગી તેમજ ઉલ્લાસની પરિસ્થિતિમાં તેમજ ધનવાન અથવા ગરીબીની સ્થિતિમાં પોતાના શાસકોના આધીન રહેવા બાબતે કરાર અને વચન લીધું, તેમના આદેશો પસંદ હોય કે ન હોય, તેઓ પ્રજાને માલ અથવા હોદ્દા તેમજ અન્ય રીતે વડે નિયંત્રિત કરે કે ન કરે, જરૂરી છે કે ભલાઈ અને નેકીના કાર્યોમાં તેમની વાત સાંભળવામાં આવે અને તેમનું અનુસરણ કરવામાં આવે, અને તેમની સામે વિદ્રોહ ન કરવો; કારણ કે તેમની સામે લડવામાં રાજદ્રોહ અને ભ્રષ્ટાચાર તેમના જુલમ દ્વારા થતા ભ્રષ્ટાચાર કરતાં વધુ ગંભીર છે, અને એ વાત પર પણ કરાર લીધો કે જ્યાં પણ હશે અલ્લાહ માટે સાચી અને હક વાત કહેશે અને કોઈ નિંદા કરનારની નિંદાની ચિંતાથી નહીં ડરે.