





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ એ નક્કી કરેલ હદનો ખ્યાલ રાખનાર અને અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી જનાર વ્યક્તિનું ઉદાહરણ તે લોકો જેવુ છે, જેમણે એક હોડી બાબતે ચિઠ્ઠી ઊછાળી, જેના પરિણામે કેટલાક લોકો હોડીના ઉપરના ભાગમાં અને કેટલાક લોકો નીચેના ભાગમાં વહેંચાઈ ગયા, જે લોકો નીચેના ભાગમાં હતા તેઓને પાણી લેવા માટે ઉપર જવું પડતું હતું, તો તેઓ કહેવા લાગ્યા: શું આપણે આપણા ભાગમાં કાળું ન કરી લઈએ, જેથી ઉપરના લોકોને તકલીફ ન થાય, જો ઉપરના ભાગના લોકો તેમને એજ સ્થિતિમાં છોડી દે, તો તે દરેકે દરેક લોકો નષ્ટ થઈ જશે, અને જો તેઓ તેમને આવું કરવાથી રોકી લેશે તો તેઓ દરેક બચી જશે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ તે લોકોનું ઉદાહરણ આપ્યું જેઓ અલ્લાહએ નક્કી કરેલ હદનો ખ્યાલ રાખે છે કે તેઓ અલ્લાહના આદેશ પર અડગ રહે છે, સત્કાર્યોનો આદેશ આપે છે અને બુરાઈથી રોકે છે, અને તે વ્યક્તિનું ઉદાહરણ જેઓ અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી જાય છે, તેઓ નેકી કરવાનું છોડી દે છે, અને ગુનાહના કાર્યો કરવા લાગે છે, અને તેનો અસર આખા સમાજમાં જોવા મળે છે, તે લોકોની માફક જેઓ એક હોડીમાં સવાર થયા, બેઠક બાબતે તેઓએ ચિઠ્ઠી ઊછાળી, કે કોણ નીચે બેસશે અને કોણ ઉપર, તો કેટલાક લોકોને ઉપર બેસવું પડ્યું તો કેટલાકને નીચે, તો જે લોકો નીચે હતા, જ્યારે તેમને પાણીની જરૂર પડતી તો તેઓને ઉપર જવું પડતું હતું, તો નીચેના લોકોએ કહ્યું: શું આપણે લોકો આપણી જ જગ્યાએ એક કાળું ના કરી લઇએ, જેથી આપણે અહીંયાથી પાણી લઇ શકાય અને પીવું હોઈ તો પી પણ શકાય, અને આપણે ઉપરવાળાને પણ તકલીફ ન આપવી પડે,તો જો ઉપરના લોકો તેઓને આવું કરવા દે તો સંપૂર્ણ હોડી ડૂબી જશે, પરંતુ જો તેઓ તેમને આમ કરવાથી રોકશે અને તેઓની વચ્ચે ઊભા થઈ જશે તો તેઓ બન્ને લોકો બચી જશે.
અબૂ બકર સીદ્દીક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: હે લોકો! તમે આ આયત પઢો છો: {હે ઈમાનવાળાઓ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર હશો તો કોઈ બીજાની ગુમરાહી તમારું કઇ પણ બગાડી નહીં શકે} [સૂરે અલ્ માઈદહ: ૧૦૫], મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા: «જ્યારે લોકો કોઈને અત્યાચાર કરતાં જુએ અને તેનો હાથ ન પકડે તો શક્ય છે કે અલ્લાહ તે દરેક લોકો પર પોતાનો અઝાબ ઉતારી દે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે, અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઅબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) લોકોને આ આયત વિશે જણાવી રહ્યા છે: {હે ઈમાનવાળાઓ ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર હશો તો કોઈ બીજાની ગુમરાહી તમારું કઇ પણ બગાડી નહીં શકે} [સૂરે અલ્ માઈદહ: ૧૦૫]. અને તેનાથી એવું સમજી રહ્યા છે કે માનવીની જવાબદારી ફક્ત પોતાનો સુધારો કરવાની ફિકર કરવાની છે, અને જો બીજું કોઈ પથભ્રષ્ટ થઈ રહ્યું છે, તો થતો રહે, તેનાથી તેને કઈ પણ નુકસાન નહીં પહોંચે, અને તેમના પર સારા કાર્યોનો આદેશ આપવાનો અને ખરાબ કાર્યોથી રોકવાની જવાબદારી નથી! તો તમે જાણી લો કે એવું નથી, મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા: નિઃશંક લોકો જ્યારે કોઈને જુલમ કરતાં જુએ અને તેને રોકવાની તાકાત હોવા છતાં પણ તેને ન રોકે, તો શક્ય છે કે અલ્લાહ તે સૌ પર સામાન્ય અઝાબ મોકલી દે, ખરાબ કાર્ય કરનાર પર પણ અને ચૂપ રહેવાવાળા લોકો પર પણ.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «દરરોજ, જેમાં સૂરજ ઊગે છે, માનવીએ પોતાના દરેક જોડનો સદકો આપવો જરૂરી છે, દરરોજ, જેમાં સુર્ય ઊગે છે, તમારો બે વ્યક્તિઓ વચ્ચે ન્યાય કરવો સદકો છે, કોઈને તમે તેની સવારી પર સવાર કરવામાં અથવા તેનો સામાન ઉઠાવી આપવામાં અથવા તેના સામાનને સવારી પરથી ઉતારવો સદકા છે, સારી વાત કરવી પણ સદકાનું કામ છે, નમાઝ માટે જતા દરેક ડગલાં પર સદકો છે અને રસ્તા પરથી તકલીફ આપનારી વસ્તુઓને હટાવી પણ સદકો છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ વર્ણન કર્યું કે દરેક મુસલમાન પર દરરોજ તેના શરીરમાં રહેલ જોડ પ્રમાણે આફિયત અને આભાર વ્યક્ત કરતા અલ્લાહ માટે નફિલ સદકો કરવો જરૂરી છે, અને તેના હાડકાને જાળવી રાખવા તેમજ તેને મજબૂત કરવા માટે જોડ બનાવ્યા છે, અને ખરેખર આ સદકો દરેક પ્રકારના સારા કાર્યો પર આધારિત હોય છે, ફક્ત માલ ખર્ચ કરવા પર આધારિત નથી હોતો, જેમકે: બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો અથવા બે ઝઘડો કરનારની વચ્ચે સમાધાન કરાવવું સદકો છે, કોઈ નિરાધાર વ્યક્તિને પોતાની સવારી વડે મદદ કરવી, તેને સવારી અપાવી અથવા તેનો સામાન ઉઠાવવો પણ સદકાનું કામ છે, સારી વાત કરવી, દરેકને સારા શબ્દો વડે બોલાવવા, અથવા દુઆ આપવી અથવા સલામ કરવું વગેરે પણ સદકો છે, નમાઝ માટે ચાલતા દરેક ડગલાં પણ સદકો છે, રસ્તા પરથી તકલીફ આપનારી વસ્તુઓ હટાવવી પણ સદકો છે.
વાઇલ હઝરમી રિવાયત કરે છે, તેમણે કહ્યું: સલમા બિન યઝીદ અલ્ જુઅફી રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો, અને કહ્યું: હે અલ્લાહના નબી! અમારા પર એવા શાસકો શાસન કરવા લાગશે, જેઓ પોતાનો અધિકાર તો અમારી પાસે સંપૂર્ણ લેતા હશે, પરંતુ અમારો અધિકાર અમને નહિ આપે, તો અમે શું કરીએ? અને અમને એ બાબતે તમે શું આદેશ આપો છો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો ચહેરો ફેરવી લીધો, તેઓએ ફરી પૂછ્યું, બે ત્રણ વખત પૂછ્યું, તો અશઅષ બિન કૈસે તેમને ખેંચી લીધા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેમની વાત સાંભળો તેમનું અનુસરણ કરો, તેઓના પર તેમની જવાબદારી છે અને તમારા પર તમારી જવાબદારી છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એવા શાસકો વિશે સવાલ કરવામાં આવ્યો, જેઓ લોકો પાસેથી પોતાનો અધિકાર સંપૂર્ણ રીતે લેશે, તેમની વાત સાંભળવા અને તેમનું અનુસરણ કરવા બાબતે, પરંતુ લોકોના અધિકાર પુરા નથી પાડતા, ઇન્સાફ કરી, તેમને ગનીમતનો માલ આપી, પીડિતને ઇન્સાફ અપાવવો, લોકોમાં સુધારો કરવા, તો આવા શાસકો વિરુદ્ધ તમે અમને શું આદેશ આપો છો? અમારે શુ કરવું જોઈએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મોઢું ફેરવી લીધું, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ બાબત નાપસંદ કરી, પરંતુ સવાલ કરનારે બે થી ત્રણ વખત સવાલ કરી દીધો, અશઅષ બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુ એક સહાબી તેમની સાથે બેઠા હતા, તેઓ તેમને ખેંચવા લાગ્યા, જેથી કરીને ચૂપ થઈ જાય. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો, અને કહ્યું: તેમની વાત સાંભળો, તેમનો આદેશ માનો; કારણકે તેમને તેમની જવાબદારી બાબતે સવાલ કરવામાં આવશે, જેવું કે ઇન્સાફ વિશે, લોકોના અધિકાર પુરા પાડ્યા કે નહીં અને તમને તમારી જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, તેમના અનુસરણ વિશે, તેમનો અધિકાર પુરા પાડવા બાબતે, તેમના તરફથી મળતી તકલીફો પર સબર કરવા બાબતે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક દીન સરળ છે, અને જે કોઈ દીન બાબતે સખ્તી અપનાવશે, તો દીન તેના પર ગાલિબ થઈ જશે, (અને તેની સખ્તી ગણવામાં નહીં આવે), બસ તમે પોતાના અમલમાં મજબૂત થાઓ, અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મધ્યમ માર્ગ અપનાવો અને ખુશ થઈ જાઓ (આ તરીકા વડે અમલ કરવાથી તમને દુનિયા અને આખિરતમાં બન્ને જગ્યાએ ફાયદા પ્રાપ્ત થશે), સવારે, બપોરે અને સાંજે અને રાત્રે થોડાક ભાગમાં )ઈબાદત દ્વારા) મદદ પ્રપાત કરો».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ઇસ્લામ દીન દરેક પરિસ્થિતિમાં ખૂબ જ સરળ અને આસાન દીન છે, જ્યારે અસમર્થતા અને જરૂરિયાત હોય ત્યારે આ સરળતા અને સુવિધાઓ અપનાવવા બાબતે પુષ્ટિ થાય છે, અને કારણ કે ધાર્મિક કાર્યોમાં ઊંડાણપૂર્વક ડૂબવું અને દયાનો ત્યાગ કરવાથી અસમર્થતા અને કાર્યના દરેક અથવા એક ભાગને ખતમ કરવામાં આવે છે, ત્યારબાદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક કાર્ય મધ્યસ્થ રીતે કરવા પર ઉભાર્યા છે, બંદાને જે આદેશ આપવામાં આવ્યો છે, તેમાં આળસ ન કરવી જોઈએ અને જે શક્ય ન હોય તે કાર્ય ન કરવું જોઈએ, અને જો તે કોઈ કાર્યને પૂર્ણ કરવા પર અસક્ષમ હોય તો તેણે પોતાની શક્તિ પ્રમાણે જે સરળ હોય તે કાર્ય કરવું જોઈએ. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે લોકો માટે જેઓ અસમર્થ હોવાના કારણે પણ કાયમ અમલ કરે છે, તેમને ભવ્ય સવાબની ખુશખબર આપી છે; કારણકે તેમનું કારણ બનાવટી નથી તો તેમણે સંપૂર્ણ સવાબ મળશે. અને આ દુનિયા ખરેખર આખિરત તરફ જતો એક સફર છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઈબાદત પર અડગ રહી, અલ્લાહ તઆલા પાસે મદદ માંગવાનો આદેશ આપ્યો, ત્રણ સમય વર્ણન કરવામાં આવ્યા છે, તેમાં ખાસ કરીને ઈબાદત કરવામાં આવે: પહેલું : અલ્ ગદવતુ: દિવસના પ્રથમ સમય; ફજરની નમાઝ અને સૂર્યોદય વચ્ચેનો સમય. બીજું : અર્ રવહતુ: ઝવાલ પછીનો સમય (બપોરે). ત્રીજું: અદ્દુલ્જતિ: સંપૂર્ણ રાત અથવા રાતનો થોડોક ભાગ, કારણકે રાતનો અમલ દિવસ દરમિયાન અમલ કરતા વધુ અઘરો હોય છે, આ શબ્દો કહી આદેશ આપ્યો: "રાતના કોઈ ભાગમાં".
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક ટુકડી યુદ્ધ માટે મોકલી, તેના પ્રમુખ એક અન્સારી સહાબીને બનાવ્યા, અને આદેશ આપ્યો કે તેમનું અનુસરણ કરજો, પ્રમુખ રસ્તામાં કંઈક વાત પર ગુસ્સે થયા અને કહ્યું: શું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારુ અનુસરણ કરવાનો આદેશ નથી આપ્યો? તો લોકોએ કહ્યું: કેમ નહીં, પ્રમુખે કહ્યું: મારા માટે તમે લાકડીઓ ભેગી કરો, લાકડીઓ ભેગી કરવામાં આવી, પ્રમુખે કહ્યું: તેમાં આગ સળગાવો, આગ સળગાવવામાં આવી, અને પ્રમુખે કહ્યું: તેમાં કૂદી જાઓ, કેટલાક લોકોએ ઈરાદો કર્યો, પરંતુ કેટલાક લોકો એકબીજાને રોકતા રહ્યા અહીં સુધી કે આગ ઠંડી પડી ગઈ, પ્રમુખનો ગુસ્સો શાંત થયો, જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ કિસ્સાની જાણ થઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો તમે આગમાં કૂદી જતા, તો કયામત સુધી તેમાંથી ન નીકળતા, યાદ રાખો! નેકીના કામોમાં જ અનુસરણ કરવામાં આવશે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક લશ્કર મોકલ્યું, અને અન્સારના એક વ્યક્તિને તેમના પ્રમુખ બનાવ્યા, અને તેમનું અનુસરણ કરવાનો આદેશ આપ્યો, (રસ્તામાં) પ્રમુખ ગુસ્સે થયા, અને કહ્યું: શું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારું અનુસરણ કરવાનો આદેશ નથી આપ્યો? તો લોકોએ કહ્યું: કેમ નહીં, તો હું તમને આદેશ આપું છું કે તમે મારા માટે લાકડીઓ ભેગી કરો, અને આગ સળગાવો અને પછી તેમાં દાખલ થઈ જાઓ, લાકડીઓ ભેગી કરવામાં આવી, આગ સળગાવવામાં આવી, જ્યારે અંદર દાખલ થવાની વાત આવી તો દરેક એકબીજાને જોવા લાગ્યા. લોકોએ કહ્યું: અમે તો જહન્નમથી બચવા માટે તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનું અનુસરણ કર્યું, અને અમે જહન્નમમાં જ દાખલ થઈ જઇએ? આ વાતચીત દરમિયાન આગ ઠંડી થઈ ગઈ અને પ્રમુખનો ગુસ્સો પણ ઠંડો પડી ગયો. જ્યારે આ સંપૂર્ણ વાતની જાણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જણાવવામાં આવી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો તેઓ તેનું અનુસરણ કરી લેતા અને તે સળગાવેલી આગમાં કૂદી પડતા, તો જ્યાં સુધી દુનિયા કાયમ છે, તેઓ બહાર ન નીકળી શકતા, એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે કાર્યમાં અલ્લાહની અવજ્ઞા થતી હોય, તે પ્રમુખની વાત માનવાની જરૂર નથી, નેકીના કામોમાં અનુસરણ જરૂરી છે, ગુનાહના કામોમાં નહીં.
હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર મારા પછી કેટલાક એવા લોકો તમારા આગેવાનો બનશે, જે જૂઠ બોલશે, અત્યાચાર કરશે, બસ જે વ્યક્તિ તેમની પાસે જઈ તેમના જૂઠને સત્ય બતાવશે અને અત્યાચારમાં તેમનો સહભાગી બનશે, તેનો મારી સાથે અને મારો તેની સાથે કોઈ સંબંધ નથી, અને તે મારી પાસે હૌઝે કૌષર પર પણ નહીં આવી શકે, અને જે વ્યક્તિ તેમના જૂઠને સત્ય નહીં બતાવે અને અત્યાચાર કરવામાં તેમનો સહભાગી નહીં બને, તો તે મારા માંથી અને અને હું તેના માંથી છું, અને તે મારી પાસે હૌઝે કૌષર પર પણ આવશે».
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તેમના મૃયું પછી લોકો પર કેટલાક એવા આગેવાનો આવશે, જે પોતાની વાતોમાં જૂઠ બોલશે, જે વાત કહેશે તેને કરશે નહીં, અને આદેશોમાં જુલમ કરશે, બસ જે વ્યક્તિ તેમની પાસે જઈ તેમના જૂઠને સત્ય કહેશે, અને અત્યાચાર કરવામાં તેમનો સાથ સહકાર આપશે, અથવા તેમની નિકટતા પ્રાપ્ત કરવા માટે હશે, જેથી તેમની પાસે જે કઈ પણ છે તેને પ્રાપ્ત કરવાની આશા રાખે; તો હું તેનાથી અળગો છું, અને તે પણ મારી કોમ માંથી નથી, અને હું પણ તેના માંથી નથી, અને તે કયામતના દિવસે મારી પાસે હૌઝે કૌષર પર પણ નહીં આવી શકે, અને જે વ્યક્તિ તેમના જૂઠ ને સત્ય નહીં બતાવે અને અત્યાચાર પર તેમની મદદ નહીં કરે, તો તે મારા માંથી અને અને હું તેના માંથી છું અને તે કયામતના દિવસે મારી પાસે હૌઝે કૌષર પર પણ આવશે.
સુહૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "પહેલાના સમયમાં એક બાદશાહ હતો, તેની પાસે એક જાદુગર હતો, જ્યારે તે જાદુગર વૃદ્ધ થઈ ગયો તો જાદુગરને બાદશાહને કહ્યું: ખરેખર હું વૃદ્ધ થઈ ગયો છું, એટલા માટે તમે મારી પાસે એક છોકરો મોકલો, જેને હું જાદુ શીખવાડી શકું,રાજાએ એક છોકરાને તેની પાસે જાદુ શીખવા માટે મોકલ્યો, જ્યારે બાળક તેની પાસે આવતો, તો રસ્તા વચ્ચે એક રાહીબ (આલીમ) હતો, છોકરો તે રાહીબ પાસે બેઠો અને તેની વાતો સાંભળવા લાગ્યો, બાળકને તે રાહીબની વાત ખૂબ પસંદ આવી, જ્યારે પણ બાળક જાદુગર પાસે આવતો તો રસ્તામાં રાહીબ પાસે બેસીને તેની વાતો સાંભળીને આવતો, વિલંબથી આવવાના કારણે જાદુગર તે બાળકને ખૂબ મારતો, તેણે તે જાદુગરની ફરિયાદ રાહીબને કરી, રાહીબે કહ્યું: જો તને જાદુગરનો ભય હોય, તો તું કહી દે કે મને મારા ઘરવાળાઓએ રોકી રાખ્યો હતો અને જો ઘરવાળાઓનો ભય હોય, તો તું કહી દે કે મને જાદુગરે રોકી રાખ્યો હતો, એકવાર એક જંગલી જાનવરે લોકોનો માર્ગ રોકી રાખ્યો હતો, જ્યારે છોકરો ત્યાંથી પસાર થયો, તો તેણે કહ્યું: આજે હું જાણવા માગું છું કે રાહીબ સાચો છે કે જાદુગર? તેણે એક પથ્થર ઉઠાવ્યો અને કહ્યું: હે પાલનહાર! જો તારી પાસે આ રાહીબનો માર્ગ જાદુગરના માર્ગ કરતા શ્રેષ્ઠ હોય, તો તું આ પથ્થર વડે જાનવરને કતલ કરી દે, જેથી લોકો અવરજવર કરી શકે, પછી છોકરાએ તે પથ્થર જાનવરને માર્યો, તો જાનવર મરી ગયું, લોકોની અવરજવર શરૂ થઈ ગઈ, છોકરો રાહીબ પાસે આવ્યો અને સંપૂર્ણ સ્થિતિ જણાવી, રાહીબે તેને કહ્યું: બેટા તું (ગુણવત્તા) માં મારા કરતાં પણ આગળ વધી ગયો છે, નજીકમાં જ તારી કસોટી કરવામાં આવશે, જ્યારે તારી કસોટી કરવામાં આવે, તો મારું નામ ન આપજે, તે છોકરો જન્મજાત આંધળા તેમજ કોઢી (રક્તપિત્ત) વ્યક્તિને સાજો કરી દેતો, જો કે દરેક બીમાર વ્યક્તિને અલ્લાહની મદદથી સાજા કરતો, બાદશાહનો એક દરબારી બીમાર થઈ ગયો, તેણે છોકરા વિશે સાંભળ્યું હતું, તે ઘણી ભેટો લઈ બાળક પાસે આવ્યો અને કહ્યું: જો તે મને સાજો કરી દીધો, તો આ બધી ભેટ તારા માટે, બાળકે કહ્યું: હું તો કોઈને શિફા નથી આપતો, શિફા તો અલ્લાહ તઆલા આપે છે, જો તમે અલ્લાહ પર ઇમાન લઈ આવશો, તો હું અલ્લાહથી દુઆ કરીશ કે તે તમને શિફા આપે, પછી તે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લઈ આવ્યો, તો અલ્લાહએ તેને શિફા આપી, તે વ્યક્તિ બાદશાહ પાસે આવ્યો અને બેસી ગયો, જે પ્રમાણે તે પહેલાં બેસતો હતો, બાદશાહે કહ્યું: તારી દ્રષ્ટિ કોણ પાછી લાવ્યું? તેણે કહ્યું: મારા પાલનહારે, બાદશાહે કહ્યું: મારા સિવાય બીજો કોણ તારો પાલનહાર છે? તેણે કહ્યું: મારો અને તારો પાલનહાર અલ્લાહ છે, બાદશાહ તેને પકડી લીધો અને સજા આપવા લાગ્યો, છેવટે તે દરબારીએ બાદશાહને તે છોકરાનું નામ જણાવી દીધું, તેથી છોકરાને રાજા પાસે લાવવામાં આવ્યો, રાજાએ તેને કહ્યું: હે બાળક! તારો જાદુ એટલી હદ સુધી પહોંચી ગયો છે કે તું જન્મજાત અંધ, રક્તપિત્ત અને અન્ય રોગીઓને સજા કરી દે છે? તે બાળકે કહ્યું: ખરેખર હું કોઈને સાજો કરતો નથી, ફક્ત અલ્લાહ જ રોગો મટાડે છે, તેથી રાજાએ તે બાળકને પકડી લીધો અને એટલો ત્રાંસ આપ્યો, અહીં સુધી કે બાળકે તે રાહીબનું નામ જણાવી દીધું, તો રાહીબને બોલાવવામાં આવ્યો અને તેને કહ્યું: પોતાના ધર્મથી ફરી જા, તેણે દીનથી ફરી જવાથી ઇન્કારી કરી દીધો, તો રાજાએ કરવત લાવવાનો આદેશ આપ્યો, અને તે કરવતને તેના માથાના વચ્ચેના ભાગે મૂકી તેના બે ટુકડા કરી દેવામાં આવ્યા, ફરી રાજાના દરબારીને બોલાવવામાં આવ્યો, અને તેને કહેવામાં આવ્યું: તારા ધર્મથી ફરી જા, તેણે પણ ના પાડી, તેથી રાજાએ તેના માથાના વચ્ચેના ભાગમાં પણ કરવત મૂકી બે ટુકડા કરી નાખ્યા, ફરી તે બાળકને લાવવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું: તું તારા ધર્મથી ફરી જ, તેણે પણ ના પાડી, તેથી રાજાએ તે છોકરાને પોતાના કેટલાક સાથીઓને સોંપી કહ્યું: તેને પર્વત પર લઇ જાઓ, અને પર્વતની ટોચ પર ચઢો, જયારે તમે પર્વતની ટોચ પર પહોંચી જાઓ, તો જો તે પોતાના ધર્મથી ફરી જાય તો છોડી દે જો, અને જો ધર્મનો ત્યાગ ન કરે, તો તેને નીચે ફેંકી દે જો, તેઓ તેને લઇ ગયા અને પર્વત પર ચઢ્યા, તો બાળકે કહ્યું: હે અલ્લાહ તું મને તેનાથી બચાવી લે, તેથી પર્વત ધ્રુજી ગયો અને લોકો પડી ગયા, અને તે બાળક ચાલતો રાજા પાસે પાછો આવ્યો, તો રાજા એ કહ્યું: તાર સાથીઓ સાથે શું થયું? તો બાળકે કહ્યું: અલ્લાહએ મને તે લોકોથી બચાવી લીધો, તો રાજાએ પોતાના બીજા સાથીઓને તે બાળકને સોંપ્યો અને કહ્યું: આ બાળકને એક દરિયામાં લઇ જાઓ અને દરિયા વચ્ચે જો તે પોતના ધર્મનો ત્યાગ કરી દે, તો સારું, અન્યથા તેને ફેંકી દે જો, તેઓ તેને લઈને ગયા, તે બાળકે કહ્યું: હે અલ્લાહ! જે રીતે તું ઈચ્છે મને તેનાથી બચાવી લે, ફરી તે હોડી રાજાના સાથીઓ સાથે ઉંધી થઇ ગઈ અને તે દરેક લોકો ડૂબી ગયા અને છોકરો ચાલતા રાજા પાસે પાછો આવ્યો, તો રાજાએ કહ્યું: તારા સાથીઓનું શું થયું? તો બાળકે કહ્યું: અલ્લાહએ મને તે લોકોથી બચાવી લીધો, પછી બાળકે બાદશાહને કહ્યું: તું મને ત્યાં સુધી નહીં મારી શકે, જ્યાં સુધી હું તને જે તરીકો બતાવું તેના પર તું અમલ ન કરે, બાદશાહે કહ્યું: તે તરીકો કયો છે? બાળકે કહ્યું: દરેક લોકોને એક મેદાનમાં ભેગા કરો, અને મને એક વૃક્ષ પર વધસ્તંભે ચઢાવો, પછી મારા ભાથા માંથી એક બાણ લો, તે તીરને કમાનની વચ્ચે મુકો, અને કહો: તે અલ્લાહના નામથી જે આ બાળકનો પાલનહાર છે, પછી મને તીર મારો, જો તમે આમ કરશો, તો મને કતલ કરી શકશો, પછી બાદશાહે લોકોને એક મેદાનમાં ભેગા કર્યા, અને તે બાળકને ફાંસી પર લટકાવી દીધો, પછી તેના ભાથા માંથી એક તીર લીધું અને કમાનની વચ્ચે મૂક્યું, અને કહ્યું: તે અલ્લાહના નામથી જે આ બાળકનો પાલનહાર છે, પછી તે તીર તે બાળકને માર્યું, તો તે તીર તે બાળકના કપાળ અને કાનની વચ્ચે વાગ્યું, તે બાળકે પોતાનો હાથ તીર વાગવાની જગ્યા પર મુક્યો અને તે મરી ગયો, તો દરેક લોકોએ કહ્યું: અમે આ બાળકના પાલનહાર પર ઇમાન લઈ આવ્યા, અમે આ બાળકના પાલનહાર પર ઇમાન લઈ આવ્યા અમે આ બાળકના પાલનહાર પર ઇમાન લઈ આવ્યા, બાદશાહે જોયું, તેને કહેવામાં આવ્યું કે જેનો ભય હતો તે જ થયું, અર્થાત્ લોકો ઇમાન લઈ આવ્યા, બાદશાહે ગલીના કિનારે ખાડો કરવાનો આદેશ આપ્યો, ખાડો ખોદવામાં આવ્યો, તો તેમાં આગ સળગાવવામાં આવી, અને બાદશાહે આદેશ આપ્યો કે જે વ્યક્તિ આ બાળકના દીનથી ન ફરે તેને તે ખાડામા નાખી દો, અથવા તેને જ કહેવામાં આવે કે આ ખાડામાં કૂદકો મારી દે, લોકોએ આમ જ કર્યું, અહીં સુધી કે એક સ્ત્રી આવી જેની સાથે તેનું બાળક પણ હતું, તે સ્ત્રી આગમાં કૂદકો મારવાથી પાછળ હટી, તો બાળકે કહ્યું: હે માતા! સબર કર, કારણકે તું સત્ય માર્ગ પર છે".
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પહેલાની કોમમા એક બાદશાહ હતો, તેની પાસે એક જાદુગર હતો, જ્યારે તે જાદુગર વૃદ્ધ થઈ ગયો, તો તેણે બાદશાહને કહ્યું: ખરેખર હું વૃદ્ધ થઈ ગયો છું, મારી પાસે એક યુવાન છોકરાને મોકલો, જેથી હું તેને જાદુ શીખવાડી દઉં. જાદુ શીખવા માટે બાદશાહે તેની પાસે એક યુવાનને મોકલ્યો, તે યુવાન છોકરો જ્યારે જાદુ શીખવા આવતો, તો તેના રસ્તામાં એક રાહીબ (આલીમ) હતો, એકવાર તે રાહીબ પાસે બેઠો અને તેણે રાહીબની વાતો સાંભળી, તેને ઘણો આશ્ચર્ય થયો, જ્યારે પણ તે જાદુ શીખવા આવતો તે એકવાર રાહીબ સાથે બેસતો અને તેની વાતો સાંભળતો, જાદુગર મોડું થવાના કારણે તેને ખૂબ મારતો, તેણે રાહીબને ફરિયાદ કરી દીધી, રાહીબે કહ્યું: જો તને જાદુગરથી ડર લાગે તો તું કહી દેજે કે મને મારા ઘરવાળાએ રોકી રાખ્યો હતો અને જ્યારે તું ઘરવાળાઓ પાસે મોડેથી પહોંચો અને ડર લાગતો હોય તો કહી દેજે જાદુગરે મને રોકી રાખ્યો હતો, આ વચ્ચે એકવાર જંગલી જાનવરે લોકોનો રસ્તો રોકી રાખ્યો હતો, તેણે કહ્યું કે આજે મને ખબર પડી જશે કે જાદુગર શ્રેષ્ઠ છે કે રાહીબ? તેણે એક પથ્થર ઉઠાવ્યો અને કહ્યું: હે અલ્લાહ! જો તારી સમક્ષ રાહીબની વાતો જાદુગરની વાતો કરતા સાચી હોય તો તું આ જાનવરને મારી નાખ, જેથી લોકો અવરજવર કરી શકે, આ કહી તેણે પથ્થર માર્યો તો જાનવર મરી ગઈ અને લોકોની અવરજવર પણ ચાલુ થઈ ગઈ, તે રાહીબ પાસે આવ્યો અને તેણે સંપૂર્ણ કિસ્સો સંભળાવ્યો, રાહીબે તેને કહ્યું: હે દીકરા! તું મારા કરતાં વધુ ગુણવત્તા ધરાવે છે, હું જોઈ રહ્યો છું કે તું આગળ વધી રહ્યો છે, નજીકમાં જ તારી કસોટી કરવામાં આવશે, જ્યારે તારી કસોટી કરવામાં આવે, તો તું મારું નામ ન લેજે, અને તે છોકરો જન્મથી આંધળા અને કોઢી બીમારને સારું કરી દેતો, તેમજ અલ્લાહના આદેશથી તેની પાસે દરેક બીમારીની સારવાર થઈ જતી, એક વ્યક્તિ જે બાદશાહના નિકટ લોકો માંથી હતો, તે આંધળો હતો, તે ઘણી ભેટો લઈ છોકરા પાસે આવ્યો અને કહ્યું: જો તું મને સાજો કરી દેશે તો આ દરેક ભેટો તારી. છોકરાએ કહ્યું: હું કોઈને શિફા નથી આપતો, શિફા તો ફક્ત અલ્લાહ જ આપે છે, જો તું તેના પર ઇમાન લાવીશ તો હું દુઆ કરીશ, અલ્લાહ જરૂર તને શિફા આપશે, તે ઇમાન લઈ આવ્યો અને અલ્લાહએ તેને શિફા આપી, તે બાદશાહ પાસે આવ્યો અને તેના દરબારમા હાજરી આપવાનું શરૂ કર્યું, બાદશાહે તેને કહ્યું: તારી દ્રષ્ટિ કોણે પાછી લાવી આપી? તેણે કહ્યું: મારા પાલનહારે, બાદશાહે કહ્યું: મારા વગર બીજો કોણ પાલનહાર છે? તેણે કહ્યું: મારો અને તારો પાલનહાર અલ્લાહ જ છે. તેણે તેને પકડી લીધો અને ખૂબ સજા આપી અહીં સુધી કે તેણે તે બાળકનું નામ આપી દીધું, છોકરાને બોલાવવામાં આવ્યો, તેને બાદશાહે કહ્યું: હે દીકરા તારી પાસે એવું કેવું જાદુ આવી ગયું છે કે તું જન્મથી આંધળા અને કોઢી બીમાર વ્યક્તિને સાજો કરી દે છે, અને આમ આમ કરે છે. છોકરાએ કહ્યું: હું ક્યારેય કોઈને સાજો નથી કરી શકતો, શિફા તો બસ અલ્લાહ જ આપે છે, તેણે તેને પકડી લીધો અને ખૂબ સજા આપી, છેવટે તેણે તે રાહીબનું નામ આપી દીધું. રાહીબને બોલાવવામાં આવ્યો, અને કહેવામાં આવ્યું કે તું તારા દીનથી પાછો ફરી જા, તેણે ઇન્કાર કર્યો, તો રાજાએ એક કરવત લાવવાનો આદેશ આપ્યો અને તેના માથાના મધ્ય ભાગમાં મૂકી બે ટૂકડા કરી દેવામાં આવ્યા. પછી રાજાના દરબારીને બોલવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું: પોતાના દીનથી ફરી જાઓ, તો તેણેઇન્કાર કરી દીધો, તેને પણ માથાની વચ્ચે કરવત મૂકી બે ટુકડા કરી દેવામાં આવ્યા. પછી છોકરાને લાવવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે તું તારા દીનથી પાછો ફરી જા, તેણે પણ ઇન્કાર કર્યો, બાદશાહે પોતાના ત્રણ થી દસ સાથીઓ મોકલ્યા. અને કહ્યું: તેને ફલાણા પર્વત પર લઈ જાઓ, પર્વતની ઊંચી ટોચ પર લઈ જઈ, તેને પોતાના દીનથી ફરી જવાનું કહેજો, જો તે ફરી જાય, તો છોડી દેજો અને જો તે ન ફરે, તો તેને નીચે ફેંકી દેજો, તે લોકો પર્વતની ટોચ પર ચઢ્યા, છોકરાએ કહ્યું: હે અલ્લાહ! તું મારા માટે પૂરતો થઈ જા, પર્વત પર ધરતીકંપ આવ્યો અને સખત હલવા કરવા લાગ્યો, બાદશાહે મોકલેલા લોકો જ નીચે પડી ગયા, અને તે બાળક ચાલતા બાદશાહ પાસે પાછો આવ્યો. બાદશાહે કહ્યું: તારી સાથે મારા સાથી હતા, તેઓ ક્યાં ગયા? કહ્યું: અલ્લાહ માણે તેમનાથી બચાવી લીધો. જેથી રાજાએ તે છોકરાને પોતાના બીજા માણસોના એજ જૂથને સોંપ્યો અને કહ્યું: તેને લઇ જાઓ, તેને એક નાનકડી હોડીમાં બેસાડી દરિયાની વચ્ચે લઈ જાઓ, જો તે પોતાના દીનથી ફરી જાય, તો તેને છોડી દેજો અને જો તે ન ફરે, તો દરિયા વચ્ચે ડૂબાડી દેજો. તે લોકો બાળાને લઇ ગયા, બાળકે કહ્યું: હે અલ્લાહ! તું મારા માટે પૂરતો થઈ જા, હોડી બેકાબુ થવા લાગી અને તે સૌ ડૂબી ગયા, અને બાળક બાદશાહ પાસે ચાલતો પાછો આવી ગયો. બાદશાહે કહ્યું: મારા સાથીઓ ક્યાં છે? બાળકે કહ્યું: અલ્લાહએ માણે તેમનાથી બચાવી લીધો, બાળકે બાદશાહને કહ્યું: તું મને આ રીતે કતલ નહીં કરી શકે, જો તું મને કતલ કરવા ઇચ્છતો હોય, તો હું જે પ્રમાણે કહું તેમ કર. બાદશાહે કહ્યું: કંઈ રીતે? બાળકે કહ્યું: એક ખુલ્લા મેદાનમાં લોકોને ભેગા કર, મને એક ઝાડની ડાળી પર લટકાવી દે, મારા ભાથા માંથી એક તીર (બાણ) કાઢી, તીરને કમાનમાં લગાવી કહો: "બિસ્મિલ્લાહિ રબ્બિલ્ ગુલામ" (આ છોકરાના પાલનહારના નામથી), જો તું આમ કરીશ તો જ મને મારી શકીશ, એટલા માટે તેણે લોકોને એક જગ્યાએ ભેગા કર્યા, તેને ઝાડ પર લટકાવી દીધો, તેના ભાથા માંથી એક તીર કાઢી, પછી તેને કમાનની વચ્ચે નિશાન લગાવ્યું, અને કહ્યું: "બિસ્મિલ્લાહિ રબ્બિલ્ ગુલામ" (આ છોકરાના પાલનહારના નામથી), પછી તીર માર્યું, તે તીર તેના કાન અને આંખની વચ્ચેના ભાગમાં વાગ્યું, તેણે તીરને તે જગ્યા પર હાથ મુક્યો, અને તેનું મૃત્યુ થઈ ગયું. લોકોએ કહ્યું: અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, બાદશાહ આયો અને તેણે કહ્યું: શું તમે જુઓ છો, તો પણ ડરતા નથી? અલ્લાહની કસમ તારી સાથે પણ તે જ થયું જેનો ભય હતો કે લોકો તે છોકરાને પાલનહાર પર ઇમાન લઈ આવશે, જેથી રાજાએ ગલીના કિનારે મોટા મોટા ખાડા ખોદાવ્યા, તેમાં આગ લગાવી અને આદેશ આપ્યો: જે કોઈ પોતાના દીનથી પાછો ન ફરે, તેને નાખી દો, બાદશાહના આદેશ પ્રમાણે એવું જ કરવામાં આવ્યું, એક સ્ત્રી પોતાના નાના બાળકને લઈને આવી, થોડીક વાર સ્ત્રી ત્યાં ઉભી રહી અને આગથી ડરવા લાગી, તો તેના બાળકે તેને કહ્યું: હે માતા! સબર કર; કારણકે તું સત્ય માર્ગ પર છે.
ઉબૈ બિન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિ હતો, હું નથી જાણતો કે તેનું ઘર મસ્જિદથી ઘણું દૂર હતું,, તો પણ તેનાથી એક પણ નમાઝ નહતી જતી, તેને કહેવામાં આવ્યું: અથવા મેં તેને કહ્યું: તું એક (સવારી માટે) ગધેડો ખરીદી લે, જેના પર તું અંધારામાં તેમજ સખત ગરમીમા આવી શકે, તેણે કહ્યું: મને પસંદ નથી કે મારું ઘર મસ્જિદની બાજુમાં હોય, મારી ઈચ્છા તો એવી છે કે મારું મસ્જિદ તરફ ચાલીને જવું અને મારા ઘર તરફ નમાઝ પઢીને પાછા ફરવું દરેક ડગલાં નેકી તરીકે લખવામાં આવે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર અલ્લાહએ આ બધું તમારા માટે ભેગું કરી રાખ્યું છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે અન્સારના એક વ્યક્તિને હું જાણું છું, તેનું ઘર મસ્જિદે નબવીથી એટલું દૂર હતું કે બીજા કોઈનું ઘર એટલું દૂર ન હતું, તો પણ તેની એક પણ નમાઝ નહતી જતી; પરંતુ દરેક નમાઝમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝમાં હાજર રહેતા, તેને કહેવામાં આવ્યું: તું તારા માટે એક ગધેડો ખરીદી લે, જેથી તું અંધારામાં અને સખત ગરમીના સમયે સવારી કરી આવી શકે, તેણે કહ્યું: મારી ઈચ્છા નથી કે મારું ઘર મસ્જિદની નજીક હોય અથવા બાજુમાં હોય, હું તો ઇચ્છું છું કે મસ્જિદ તરફ મારું ચાલીને આવવું અને મારું ઘર તરફ ચાલતા જવું બન્ને મારા અમલમાં નેકી રૂપે લખવામાં આવે, આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમ સુધી આ વાત પહોંચી, તો આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર અલ્લાહએ આ બધું તમારા માટે ભેગું કરી રાખ્યું છે».