





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મુસલમાનને ગાળો આપવી ગુનાહનું કામ છે અને તેમને કતલ કરવું કુફ્ર છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક મુસલમાન ભાઈને ગાળો આપવાથી તેમજ અપશબ્દો કહેવાથી રોક્યા છે, અને તે ગુનોહ છે, તેના કારણે માનવી અલ્લાહ અને તેના રસૂલના અનુસરણ કરવાથી બહાર થઈ જશે, અને એક મુસલમાન ભાઈને કતલ કરવું કુફ્રના કાર્યો માંથી ગણાશે, પરંતુ તે કુફ્રે અસ્ગર છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ ન કરો અને જ્યારે તે બન્ને માંથી કોઈ રસ્તામાં તમારી સામસામે થઈ જાય તો તમે તેને તંગ રસ્તા તરફ ચાલવા પર મજબુર કરી દો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ કરવાથી રોક્યા છે, ભલે તેઓ ઝીમ્મી એટલે કે મુસલમાન દેશમાં આઝાદ રહેતા હોય, તેમના સિવાય કાફિરોને છોડી દો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્પષ્ટ કર્યું કે જો તમને તેઓ કોઈ રસ્તા વચ્ચે મળે, તો તેમને તંગ માર્ગ તરફ ચાલવા પર મજબુર કરી દો, બસ મુઅમિન માર્ગની વચ્ચે ચાલતો હોય છે અને કાફિર માર્ગના કિનારે, મુસલમાનનું કોઈ પણ સ્થિતિમાં અપમાન થવું ન જોઈએ.
અબુદ્ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «કયામતના દિવસે મોમિન વ્યક્તિના ત્રાજવામાં સારા અખ્લાકથી વધારે ભારે વસ્તુ કંઈ નહીં હોય, અને અલ્લાહ અભદ્ર વાતો અને અશ્લીલ કાર્યોને સખત નાપસંદ કરે છે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે કયામતના દિવસે અમલ અને કાર્યોના ત્રાજવામાં સૌથી ભારે વસ્તુ માનવીનું સારું ચરિત્ર હશે, અને સારું ચરિત્ર જેવા કે હસતા મોઢે મુલાકાત કરવી, તકલીફ આપવાથી હાથ રોકી લેવા અને ભલાઈ ખર્ચ કરવી. અલ્લાહ તઆલા અમલ અને વાતોમાં ખરાબ વસ્તુઓને પસંદ નથી કરતો, અલ્ બઝી: અર્થાત્ જબાન વડે તકલીફ પહોંચાડવી.
હુસૈન બિન અલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કંજૂસ તે વ્યક્તિ છે, જેની સામે મારું નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે».
رواه الترمذي والنسائي في الكبرى وأحمدઆ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચેતવણી આપી છે કે જો તમારી સામે મારું નામ, ઉપનામ અથવા ગુણ વર્ણન થાય અને તમે મારા પર દરૂદ ન પઢો, અને કહ્યું: સંપૂર્ણ કંજૂસ તે છે જે મારું નામ સાંભળે અને મારા પર દરૂદ ન પઢે, આ એટલા માટે કે: પહેલું: તે કોઈ વસ્તુથી કંજૂસ છે, જેના કારણે તે થોડું કે ઘણું ગુમાવતો નથી, અને તે પૈસા અથવા પ્રયત્નો ખર્ચતો નથી. બીજું: તેણે પોતાના પર કંજુસાઈ કરી, અને તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ મોકલી સવાબથી વચિંત રહ્યો, જે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દરૂદ મોકલી મેળવી શકતો હતો, પરંતુ તેણે હક અદા ન કર્યો અને તે સવાબથી વચિંત રહ્યો. ત્રીજું: ખરેખર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આપણા પર હકો માંથી એક હક એ પણ છે કે જ્યારે આપનું નામ આવે તો આપ પર દરૂદ પઢવામાં આવે, તેમણે આપણને શીખવાડ્યું છે અને આપણને માર્ગદર્શન આપ્યું છે, અને તેમણે આપણને અલ્લાહ તરફ બોલાવ્યા, અને તે વહી લાવ્યા અને શરીઅત પેશ કરી, આપણી હિદાયતની ચિંતા કરી, અને જો આપણે તેમના પર દરૂદ ન પઢીએ તો આપણે ખૂબ જ કંજૂસ છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે આપણે સામાન્ય હક પણ અદા નથી કરી શકતા.
સહલ બિન મુઆઝ બિન અનસ તેઓ પોતાના પિતાથી રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ ખાધા પછી આ દુઆ પઢે: અલ્ હમ્દુ લિલ્લાહિલ્ લઝી અત્અમની હાઝા વરઝકનીહિ મિન ગૈરિ હવ્લિમ્ મિન્ની વલા કુવ્વત" (અર્થ: દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે મને મારી કોઈ શક્તિ તેમજ તાકાત વગર આ ખાવાનું ખવડાવ્યું તથા મને રોજી આપી) તો તેના પહેલાના ગુનાહ માફ કરી દેવામાં આવે છે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોને ખાવાનું ખાઇ લીધા પછી અલ્લાહની પ્રશંસા કરવા પર ઉભારી રહ્યા છે; કારણકે તમારા સુધી ખાવાનું પહોંચાડવું અને તમને ખવડાવવાની શક્તિ આપવી અલ્લાહની મદદ સિવાય અન્યમાં નથી ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ પઢનારને ખુશખબર આપે છે કે તેના પાછલા દરેક નાના ગુનાહ માફ કરી દેવામાં આવશે.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અઝાન અને ઈકામત દરમિયાન દુઆ રદ કરવામાં નથી આવતી».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અઝાન અને ઈકામત વચ્ચે દુઆ કરવાની મહત્ત્વતા વર્ણન કરી; કારણકે તે રદ કરવામાં નથી આવતી, તેનો જવાબ આપવામાં આવે છે માટે તમે તે સમયે અલ્લાહથી દુઆ કરો.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ કરતા હતા: «"અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીનીયલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ્ લી દુનીયાયલ્ લતી ફીહા મઆશી, વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી, વજ્અલ્લિ હયાત ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી, વજ્અલિલ્ મૌત રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન્" હે અલ્લાહ ! તું મારા દીનને સુધારી દે, જે મારા જીવનનું મૂળ છે, તું મારી દુનિયા પણ સુધારી દે, જેમાં મારી રોજી છે, તું મારી આખિરતને સુધારી દે, જ્યાં મારે પાછા ફરવાનું છે, તું મારા જીવનને દરેક ભલાઈ અને નેકીમાં વધારાનું કારણ બનાવી દે, અને મૃત્યુને દરેક બુરાઈથી બચાવી રાહત માટેનો સ્ત્રોત બનાવી દે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સંપૂર્ણ અખ્લાક માટે શબ્દો એક જ દુઆમાં ભેગા કરી દીધા, જેના માટે તેમને મોકલવામાં આવ્યા છે, દીન, દુનિયા અને આખિરતની ઇસ્લાહ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ ઝબરદસ્ત દુઆમાં ત્રણેય જગ્યાની ઇસ્લાહ માટે દુઆ કરી છે, અને તેની શરૂઆત દીનની ઇસ્લાહથી કરી, જેના પર દીન અને દુનિયા બન્નેની ઇસ્લાહનો આધાર છે, કહ્યું: "અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીની" (હે અલ્લાહ! તું મારા દીનને સુધારી દે.) તેના કાયમ રાખવા માટે તેના આદાબની મને તૌફીક આપ, જેથી હું દીન પર સંપૂર્ણ રહી શકું. "અલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, (જે મારા જીવનનું મૂળ છે) જે મારા દરેક કાર્યનું મૂળ છે, જો તેમાં ફસાદ હશે, તો મારા દરેક કામમાં ફસાદ નજર આવશે, જેથી હું અસફળ થઈશ અને મારે નુકસાન ઉઠાવવું પડશે, અને એટલા માટે પણ જ્યાં સુધી મારા દીનની ઇસ્લાહ નહીં થાય, ત્યાં સુધી મારી દુનિયાની પણ ઇસ્લાહ નહીં થાય, કહ્યું: "વ અસ્લિહ્ લી દુનીયાય" (મારી દુનિયા પણ સુધારી દે), તું મને તંદુરસ્તી આપ, રોજી આપ, શાંતિ આપ, નેક પત્ની આપ, સદાચારી સંતાન આપ, અને તેના માટે જે પણ જરૂરત હોય તે મને આપ, અને હલાલ તરીકાથી આપ, જે તારા અનુસરણ માટે મદદરૂપ સાબિત થાય, ત્યારબાદ તેની જરૂરત માટેનો સવાલ કર્યો અને કહ્યું: 'અલ્ લતી ફીહા મઆશી" (જેમાં મારી રોજી લખેલી છે) જીવન પસાર કરવાની જગ્યા અને મારા જીવનનો સમય હું ક્યાં રહીશ અને ક્યાં વિતાવીશ. "વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી" (અને મારી આખિરત પણ સુધારી દે, જ્યાં મારે પાછા ફરવાનું છે), મારે તારી તરફ જ પાછા ફરવાનું છે, એટલા માટે મારા દરેક અમલ સુધારી દે, અલ્લાહ તઆલા બંદાને ઈબાદતમાં ઇખલાસ અને શ્રેષ્ઠ અંતની તૌફીક આપે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તરતીબમાં દુનિયાના વર્ણન પછી આખિરતનું વર્ણન કર્યું, કારણકે બીજાની ઇસ્લાહ તે પહેલાની ઇસ્લાહ પર નિર્ભર છે, જે વ્યક્તિ આ દુનિયામાં અલ્લાહની ઈચ્છા પ્રમાણે જીવન પસાર કરશે, તેની આખિરત પણ સુધરી જશે અને તે ખુશ થઈ જશે. "વજ્અલ્લિ હયાત" (તું મારા જીવનને) મારી લાંબી ઉંમર, "ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી" (દરેક ભલાઈ અને નેક કાર્યમાં વધારાનું કારણ બનાવી દે) હું વધુમાં વધુ નેક અમલ કરું, "વજ્અલિલ્ મૌત" (અને મારું મૃત્યુ), તેમાં જલ્દી, "રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન્" (દરેક બુરાઈથી મને બચાવીને રાહત માટેનો સ્ત્રોત બનાવી દે) અને મારા માટે ફિતના, આજમાયશ, અવજ્ઞા, ગફલત, દુનિયાના દુઃખ દર્દથી છુટકારો અને રાહતનો સ્ત્રોત બનાવ.
અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબ્દો દ્વારા અલ્લાહથી દુઆ કરતા હતા: «"રબ્બિગ્ફિર્લી ખતિ અતી, વજહ્લી, વઇસ્રાફી ફી અમ્રી કુલ્લિહિ, વમા અન્ત અઅલમુ બિહિ મિન્ની, અલ્લાહુમ્મગ્ફિર્લી ખતાયાય, વઅમ્દી વજહ્લી વહઝ્લી, વકુલ્લુ ઝાલિક ઇન્દી, અલ્લાહુમ્મગ્ફિર્લી, મા કદ્દમ્તુ વમા અખ્ખર્તુ, વમા અસ્રર્તુ, વમા અ-અલન્તુ, અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર, વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" હે અલ્લાહ ! મારી ભૂલો, મારી અજ્ઞાનતા અને મારી બાબતે મેં કરેલ અતિરેક અને તે દરેક વાતો, જેને તું મારા કરતાં વધુ જાણે છે, તેને માફ કરી દે, હે અલ્લાહ ! જે કાર્ય મેં ખૂબ જ ગંભીરતાથી કર્યું અને જે મજાક મજાકમાં કર્યું હોય, જે જાણી જોઈને અને જે અજાણતામાં થઈ ગઈ હોય, તે દરેકને તું માફ કરી દે, અને આ દરેક મારાથી થઈ છે, (હું એનો એકરાર કરું છું), હે અલ્લાહ ! તું મારા આગળના અને પાછળના અને જે મેં છૂપી રીતે કર્યા હોય કે જાહેરમાં અને તું મારા કરતાં વધુ જાણે છે, મારા દરેક ગુનાહને માફ કરી દે, તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વ્યાપક દુઆઓ માંથી આ એક દુઆ: «"રબ્બિગ્ફિર્લી ખતિ અતી" (હે અલ્લાહ ! તું મારી ભૂલોને માફ કરી દે) અને મારા ગુનાહ, "વજહ્લી" (મારી અજ્ઞાનતા), તે ગુનાહ જે અજ્ઞાનતામાં કર્યા. "વઇસ્રાફી ફી અમ્રી કુલ્લિહિ" (મારી બાબત મેં કરેલ અતિરેકને માફ કરી દે) મારી ગફલત અને મારા હદ વટાવી દેવા અને અતિરેકને માફ કરી દે. "વમા અન્ત અઅલમુ બિહિ મિન્ની" (જેણે તું મારા કરતાં વધુ જાણે છે) તું મારા દરેક ગુનાહને સારી રીતે જાણે છે, અને હું તેને ભૂલી ગયો છું. "અલ્લાહુમ્મગ્ફિર્લી ખતાયાય, વઅમ્દી" (હે અલ્લાહ ! મારા તે ગુનાહને માફ કરી દે, જે મેં જાણી જોઈને કર્યું હોય) અર્થાત્ તે ગુનાહ જેને મેં ઈરાદાપૂર્વક અને જાણવા હોવા છતાંય કર્યા તેણે માફ કરી દે. "વજહ્લી વહઝ્લી" (જે મજાક મજાકમાં અને અજાણતામાં કર્યા) જે મજાકમાં અને જાણતા હોવા છતાંય બન્ને સ્થિતિમાં મેં કર્યા હોય તેને માફ કરી દે. "વકુલ્લુ ઝાલિક ઇન્દી" ( અને તે દરેક મારી તરફથી જ છે), જ્યાં મેં મારી ખામીઓ અને ગુનાહોને ભેગા કર્યા છે. "અલ્લાહુમ્મગ્ફિર્લી, મા કદ્દમ્તુ" (હે અલ્લાહ! મારા આગળના ગુનાહને માફ કરી દે) અર્થાત્ ભૂતકાળમાં થયેલા ગુનાહ "વમા અખ્ખર્તુ" (અને જે ભવિષ્યમાં થવાના છે), અર્થાત્ ભવિષ્યમાં જે ગુનાહ થવાના છે. "વમા અસ્રર્તુ" (જે મેં છુપાવ્યા), "વમા અઅલન્તુ" (જે મેં જાહેર કર્યા). "અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર" (તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે), પોતાના સર્જન માંથી જેને ઈચ્છે, પોતાની કૃપા અને તૌફીકથી આગળ કરી તેને સફળ કરે છે, અને જેને ઈચ્છે, તેને પાછળ કરી તેનું અપમાન કરવા માટે, જેના માટે તમે વિલંબ કર્યો તેને કોઈ આગળ નથી કરી શકતો અને જેના માટે આગળ કર્યું તેને કોઈ પાછળ નથી કરી શકતું. "વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" (અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે) દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત, સંપૂર્ણ ઈરાદો અને જે કંઈ ઈચ્છે છે તે કરે છે.
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાર અને સાંજ હમેંશા આ દુઆ પઢતા જોયા છે, ક્યારેય આ દુઆ પઢવાનું નહતા છોડતા.«"અલ્લાહમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ વલ્ આફિયહ ફી દીની વ દુનિયાય વઅહ્લી વ માલી, અલ્લાહુમ્મસ્ તુર અવરતી -અથવા: અવરાતી, વઆમિન રવઆતી, અલ્લાહુમ્મહ્ફઝ્ની મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી, વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્ મિન તહ્તી", હે અલ્લાહ ! હું તારી પાસે દુનિયા અને આખિરતમાં આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! મારા દીન, મારી દુનિયા, મારા ઘરવાળાઓ અને મારા માલ પ્રત્યે માફી અને આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! તું મારી પરદા વાળી જગ્યા પર પરદો કરી દે, અથવા ગુનાહ ઢાંકી દે, અને મારા ભયને તું શાંતિમાં બદલી દે, હે અલ્લાહ ! તું મારી સુરક્ષા કર, મારી સામેથી, મારી પાછળથી, મારી જમણી બાજુથી, મારી ડાબી બાજુથી, મારી ઉપરથી, અને એ વાતથી હું તારી ભવ્ય મહાનતાના શરણમાં આવું છું કે હું નીચેથી બરબાદ થઈ જઉં».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવાર સાંજ ક્યારે પણ આ દુઆ પઢવાનું ભૂલતા ન હતા: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ" (હે અલ્લાહ ! હું તારી પાસે આફીયતનો સવાલ કરું છું), દુનિયાના રોગ, બીમારીઓ અને પરેશાનીઓ તેમજ દીન બાબતે ઉઠતી મનેચ્છાઓ અને ફિતનાથી સલામતી ઈચ્છુ છું, "ફિદ્ દુનિયા વલ્ આખિરતિ (દુનિયા અને આખિરતમાં) તાત્કાલિક અને ભવિષ્યમાં આવનારી. "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ" (હે અલ્લાહ ! હું તારી પાસે માફીનો સવાલ કરું છું) જે બાબતે મેં હદ વટાવી દીધી છે તે ગુનાહ હટાવી દે, "વલ્ આફિયહ" (આફીયતનો સવાલ) દરેક પ્રકારની ખામીઓથી સલામતીનો સવાલ કરું છું, "ફી દીની" (દીનમાં) શિર્ક, બીદઅત અને ગુનાહોથી દૂર રહેવાનો સવાલ કરું છું, "વ દુનિયાય" (અને દુનિયા) મુસીબત, તકલીફ અને બુરાઇથી બચવાનો સવાલ કરું છું, "વઅહ્લી" (મારા ઘરવાળા) અર્થાત્ મારી પત્ની, મારી સંતાન, અને સગા સંબંધીઓ, "વમાલી" (અને મારો માલ) મારો માલ અને મારા અમલ. "અલ્લાહુમ્મસ્ તુર અવરાતી" (હે અલ્લાહ ! મારી પરદા વાળી વસ્તુઓ પર પરદો નાખ) મારી ખામીઓ, મારી ગફલત અને મારા ગુનાહને ખતમ કરી દે, "વઆમિન રવઆતી" (મારા ભયને શાંતિમાં ફેરવી નાખ) મારો ભય અને મારા ડરને. "અલ્લાહુમ્મહ્ફઝ્ની" (હે અલ્લાહ મારી સુરક્ષા કર) મને તકલીફ આપતા દરેક ઝહેરીલા તત્વોથી, "મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી" (મારી સામે, મારી પાછળ, મારી જમણી બાજુ મારી ડાબી બાજુએથી મારા ઉપરથી) હું તારી પાસે સંપૂર્ણ જગ્યાએથી સુરક્ષાનો સવાલ કરું છું, એટલા માટે કે મુસીબત અને અજમાયશ માનવી સાથે જોડાયેલી છે, અને તે કોઈ પણ બાજુથી આવી શકે છે. "વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્" (તારી મહાનતાના શરણમાં આવું છું કે હું નષ્ટ થઈ જાઉં) મને અચાનક પકડી લેવામાં આવે અને હું અજાણતામાં જ નષ્ટ થઈ જાઉં, "મિન તહ્તી" (મારી નીચેથી) જમીનમાં ધસાવીને.