





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને આ દુઆ શીખવાડી: «"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, વઅઊઝુ બિક મિન્ શર્રિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ મા સઅલક અબ્દુક્ વનબિય્યુક, વઅઊઝુ બિક મિન્ શર્રિ મા આઝ બિહિ અબ્દુક્ વનબિય્યુક્, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ જન્નહ્, વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્, વઅઊઝુ બિક મિનન્ નાર, વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્, વઅસ્અલુક અન્ તજ્અલ કુલ્લ કઝાઇન્ કઝઇતુહુ લી ખૈરન્" હે અલ્લાહ ! હું તારી પાસે સંપૂર્ણ ભલાઈ માગું છું, જે મને નજીકમાં અને ભવિષ્યમાં મળશે, જે મને ખબર હોય અને જે મને ખબર ન હોય તે પણ, હે અલ્લાહ! હું તારી પાસે દરેક બુરાઈથી પનાહ માગું છું, જે નજીકમાં આવશે કે ભવિષ્યમાં, જે મને ખબર હોય અથવા જેને હું ન જાણતો હોય, હે અલ્લાહ ! હું તારી પાસે તે ભલાઈ માંગુ છું, જે તારા બંદા અને તારા નબીએ તારી પાસે માંગી હતી, અને હું તે વસ્તુથી પનાહ માગું છું, જેને તારા બંદા અને તારા નબીએ પનાહ માંગી હોય, હે અલ્લાહ ! હું તારી પાસે જન્નતનો સવાલ કરું છું, અને તે દરેક વાત તેમજ અમલનો પણ સવાલ કરું છું, જે મને જન્નતથી નજીક કરી દે, અને હું તારી પાસે જહન્નમથી પનાહ માગું છું અને તે દરેક વાત તેમજ અમલથી પણ પનાહ માગું છું, જે મને જહન્નમથી નજીક કરી દે, અને હું તારી પાસે સવાલ કરું છું, તે દરેક નિર્ણય જે તે મારા માટે કર્યો છે, તેને શ્રેષ્ઠ કરી દે».
رواه ابن ماجه وأحمدઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આયશા રઝી અલ્લાહુ અન્હાને એક વ્યાપક દુઆ શીખવાડી, જેમાં ચાર દુઆનો ઉલ્લેખ કર્યો છે: પહેલી દુઆ: સામાન્ય દુઆ જેમાં દરેક પ્રકારની ભલાઈ શામેલ હોય: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ" (હે અલ્લાહ ! હું તારી પાસે દરેક ભલાઈનો સવાલ કરું છું) દરેકે દરેક ભલાઈ, "આજિલિહિ" અને મને અત્યારે મળવાની છે, "વ આજિલિહિ", જે મને ભવિષ્યમાં મળવાની છે, "મા અલિમ્તુ મિન્હુ" (જેને હું જાણું છું) જેને હું સારી રીતે જાણુતો હોય, "વમા અઅલમુ" (જેને હું જાણતો નથી) જે પવિત્ર અલ્લાહના ઇલ્મમાં હોય. આ દુઆમાં મામલાને અલ્લાહના હવાલે કરવામાં આવ્યો છે, જે બધું જ જાણવાવાળો, ખબર રાખનાર, અને સુક્ષમદર્શી છે; પછી અલ્લાહ તઆલા એક મુસલમાન માટે શ્રેષ્ઠ વસ્તુ પસંદ કરે છે, "વઅઊઝુ" (હું તારી પનાહમાં આવું છું) મારી હિફાજત અને સુરક્ષા, "બિક મિન્ શર્રિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ" (અને હું દરેક બુરાઈથી તારી પનાહ માગું છું, જે નજીકમાં જ મને પહોંચવાની હોય અથવા પછી, જે મને ખબર હોય કે ન હોય). બીજી દુઆ: આ વાક્ય એક મુસલમાનને દુઆમાં અતિરેક કરવાથી બચાવે છે, "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક" (હે અલ્લાહ હું તારી પાસે સવાલ કરું છું) માંગુ છું, "મિનલ્ ખૈરિ મા સઅલક અબ્દુક્ વનબિય્યુક" તે ભલાઈ, જે તારા બંદા અને તારા નબીએ માંગી) સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, "વઅઊઝુ" (અને હું તારી પાસે પનાહ માગું છું) મારી હિફાજત અને સુરક્ષા માંગુ છું, "બિક મિન્ શર્રિ મા આઝ બિહિ અબ્દુક્ વનબિય્યુક્" (તે દરેક બુરાઈથી જેને તારા બંદા અને નબીએ માંગી) આ દુઆ થી આપણે અલ્લાહ પાસે તે વસ્તુનો સવાલ કરી રહ્યા છે, જેને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહ પાસે માંગી, તે દુઆ વગર જે દુઆ નબી માટે ખાસ હોય છે. ત્રીજી દુઆ: જન્નતમાં પ્રવેશ માટે અને જહન્નમથી દૂર રહેવા માટેની દુઆ, જે દરેક મુસલમાનની તલબ અને તેમના અમલ કરવાનો મૂળ હેતુ છે: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ જન્નહ્" (હે અલ્લાહ ! હું જન્નતનો સવાલ કરું છું) સફળતા માટેની દુઆ, "વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્" (અને એવી વાત અને અમલ કરવા માટેની દુઆ જે મને જન્નતથી નજીક કરી દે) નેક અમલ જેના કારણે તું ખુશ થઈ જાવ, "વઅઊઝુ બિક મિનન્ નાર" (અને હું જહન્નમથી પનાહ માંગુ છું) હું બુરાઈ અને ખરાબ કામથી બચી નથી શકતો તારી તૌફીક વગર, "વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્" (એવી વાત અને અમલથી તારી પનાહ માગું છું, જે મને જહન્નમથી નજીક કરી દે) અવજ્ઞા કરવાથી જેના કારણે તું ગુસ્સે થાઓ. ચોથી દુઆ: અલ્લાહના નિર્ણય પર રાજી થવા માટેની દુઆ "વઅસ્અલુક અન્ તજ્અલ કુલ્લ કઝાઇન્ કઝઇતુહુ લી ખૈરન્ (અને મારી બાબતે જે નિર્ણય તે કર્યો છે, તેમાં ભલાઈનો સવાલ કરું છું) દરેક કાર્યમાં અલ્લાહ તારો નિર્ણય મારા માટે ભલાઈ વાળો કરી દે, આ દુઆ અલ્લાહની ખુશીમાં ખુશ થવા માટેની દુઆ છે.
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત દુઆઓ માંથી: «"અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્, વતહવ્વુલિ આફિયતિક્, વફુજાઅતિ નિક્મતિક્, વજમીઅ સખતિક્" હે અલ્લાહ! હું તારી આપેલ નેઅમતો જે ખત્મ થઈ જાય, એવી તંદુરસ્તી જે બીમારિમાં ફેરવાઈ જાય, અચાનક આવનાર મુસીબત અને તારી દરેક પ્રકારની નારાજગીથી પનાહ માંગું છું».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાર વસ્તુઓથી પનાહ માંગી છે: પહેલી: "અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્" (હે અલ્લાહ તારી પાસે પનાહ માંગુ છું કે તે આપેલ નેઅમતો ખતમ થઈ જાય) દીન અને દુનિયાની દરેક બાબતે, મને ઇસ્લામ પર અડગ રાખજે, અને તે ગુનાહ જેમાં સપડાઈ જવાથી નેઅમતો નષ્ટ થઈ જાય તેનાથી દૂર રાખજે. બીજી: "વતહવ્વુલિ આફિયતિક્" (એવી તંદુરસ્તી, જે બીમારીમાં ફેરવાય જાય) જે અજમાયશમાં બદલાય જાય, હમેંશા આફિયતનો સવાલ કરું છું, દરેક પ્રકારની બીમારીઓ તેમજ તકલીફોથી સુરક્ષાનો સવાલ કરું છું. ત્રીજી: "વફુજાઅતિ નિક્મતિક્" (અચાનક આવનારી મુસીબતથી) પરેશાની અથવા તકલીફ, જો તે અચાનક આવી જશે, તો તૌબા અને માફીનો સમય નહીં મળે, અને મુસીબતમાં સપડાયેલો વ્યક્તિ વધારે તકલીફમાં રહેશે. ચોથી: "વજમીઅ સખતિક્" (તારી દરેક પ્રકારની નારાજગીથી પનાહ માંગુ છું) એવા સ્ત્રોતથી જે તારા ગુસ્સાને ભડકાવે, એટલા માટે કે તું જેના પર ગુસ્સે થયો, તે નિષ્ફળ અને નુકસાન ઉઠાવશે. આ દુઆમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક શબ્દોને એકઠા કર્યા; જેમાં પવિત્ર અલ્લાહના ગુસ્સે થવાના દરેક કારણોનો સમાવેશ કર્યો છે, કાર્યો, વાતો અને અકીદા (માન્યતાઓ) માંથી.
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબ્દો વડે દુઆ કરતા હતા: «અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશિમાતતિલ્ અઅદાઅ" હે અલ્લાહ ! હું દેવામાં ફસાઈ જવાથી, દુશ્મનના મારા પર હાવી થવાથી તેમજ દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું».
આ હદીષને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નીચે વર્ણવેલ વસ્તુઓથી અલ્લાહની પનાહ માંગી છે: પહેલી: "અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ" (હે અલ્લાહ ! હું પનાહ માંગુ છું) તારા શરણમાં આવું છું અને તારી પનાહમાં આવું છું, "બિક" તારા સિવાય કોઈની પાસે હું આશરો માંગતો નથી, "મિન્ ગલબતિત્ દીનિ" (દેવામાં ફસાઈ જવાથી) તેની તકલીફમાં અને મુસીબતમાં, અને હું દેવું અદા કરવા માટે તારી મદદનો સવાલ કરું છું. બીજી: વ ગલબતિલ્ અદુવ્વિ" (દુશ્મનોના મારા પર હાવી થઈ જવાથી) તેમનો જોર, જુલમ કરવાથી, અને હું દુશ્મનના નુકસાનથી દૂરીનો સવાલ કરું છું, તેમજ તેના વિરુદ્ધ તારી પાસે મદદ માંગુ કરું છું. ત્રીજી: "વશમાતતિલ્ અઅદાઅ" (દુશ્મનોના મારા પર હસવાથી) મુસલમાનો પર આવનારી મુસીબત અને આફત પર તેમના ખુશ થવાથી હું તારી પનાહમાં આવું છું.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે સવાર થતી તો આ દુઆ પઢતા: «અલ્લાહુમ્મ બિક અસ્બહના, વબિક અમ્સય્ના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ નુશૂર» હે અલ્લાહ ! તારી દેખરેખ હેઠળ અમે સવાર કરી અને તારી જ દેખરેખ હેઠળ અમે સાંજ કરી, તારા જ નામ પર અમે જીવિત છે અને તારા જ નામ પર અમે મૃત્યુ પામીશું અને તારી તરફ જ પાછું ફરવાનું છે, અને જ્યારે સાંજ થતી તો આ દુઆ કરતા: «બિક અમ્સય્ના, વબિક અસ્બહના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ નુશૂર» હે અલ્લાહ ! તારી દેખરેખ હેઠળ અમે સાંજ કરી અને તારી દેખરેખ હેઠળ જ અમે સવાર કરી, અને તારા જ નામ પર અમે જીવિત છે અને તારા જ નામ પર અમે મૃત્યુ પામીશું અને તારી તરફ જ પાછું ફરવાનું છે, કહ્યું: બીજી વખત: «વઇલૈકન્ મસીર» ઠેકાણું તારી તરફ જ છે.
رواه أبو داود والترمذي والنسائي في الكبرى وابن ماجهઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવાર સવારમાં જ્યારે ફજર નો સમય થતો તો આ દુઆ પઢતા: "અલ્લાહુમ્મ બિક અસ્બહના" (હે અલ્લાહ! અમે તારી દેખરેખ હેઠળ સવાર કરી) તારી સુરક્ષા હેઠળ, તારી કૃપાથી ફાયદો ઉઠાવતા, તારા ઝિક્રમાં વ્યસ્ત રહી, તારા નામથી મદદ માંગએ છીએ, તારી તૌફીકની આશા કરતા, તારા તરફથી મળેલ શક્તિ અને તાકાતથી હરકત કરતા, "વબિક અમ્સય્ના, વબિક નહ્યા, વબિક નમૂતુ" (અને તારી દેખરેખ હેઠળ જ સાંજ કરી, અને તારું નામ લઈ અમે જીવિત છીએ અને તારુ નામ લઈને જ અમે મૃત્યુ પામીશું) ઉપર વર્ણવલ શબ્દોને ધ્યાનમાં રાખી સાંજે દુઆ કરતા હતા, અને કહેતા: હે અલ્લાહ ! અમે તારી દેખરેખ હેઠળ જ સાંજ કરી, તારુ નામ લઈ અમે જીવિત છે, તું જ જીવન આપનાર છે અને તારું નામ લઈ અમે મૃત્યુ પામીએ છીએ કારણકે મૃત્યુ પણ તું જ આપે છે, "વઇલૈકન્ નુશૂર" (અને તારી તરફ જ પાછા ફરવાનું છે) મૃત્યુ પછી તું અમને ફરી ઉઠાવીશ અને ભેગા થયા પછી જુદાઈ, દરેક સમયે આ સ્થિતિમાં જ અમે હોઈએ છીએ, દરેક પરિસ્થિતિમાં, તારાથી દૂર જઈ નથી શકતા અને તને છોડી નથી શકતા. અને જ્યારે અસર પછી સાંજ કરતા તો આ દુઆ પઢતા: "અલ્લાહુમ્મ બિક અમ્સય્ના, વબિક અસ્બહના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ મસીર" (હે અલ્લાહ ! તારી દેખરેખ હેઠળ અમે સાંજ કરી અને તારી દેખરેખ હેઠળ જ અમે સવાર કરી, અને તારા જ નામ પર અમે જીવિત છે અને તારા જ નામ પર અમે મૃત્યુ પામીશું અને તારી તરફ જ પાછું ફરવાનું છે,) દુનિયાથી પાછા ફરવાનું છે અને આખિરત જ ઠેકાણું છે, તું જ જીવિત કરે છે અને તું જ મૃત્યુ પણ આપે છે.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ આ દુઆ ખૂબ પઢતા હતા: «"અલ્લાહુમ્મ રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ દ્વારા સાબિત દુઆઓ માંથી એક દુઆ જેને આપ ખૂબ પઢતા હતા : «"અલ્લાહુમ્મ રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે». તેમાં દુનિયાની ભલાઈનો સમાવેશ થાય છે, જેમ કે હલાલ અને પર્યાપ્ત રોજી, સદાચારી પત્ની, નેક બાળક, આરામ, ઉપયોગી જ્ઞાન, ન્યાયી કાર્યો અને અન્ય ઇચ્છનીય અને અનુમતિપાત્ર માંગણીઓનો સમાવેશ થાય છે, આખિરતની ભલાઈ: કબર અને જહન્નમની સજાથી સુરક્ષા, અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્તિ, માફી અને હંમેશા રહેનાર નેઅમતો અને કૃપા કરનાર પાલનહારની નિકટતાની પ્રાપ્તિ.
શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «સય્યદુલ્ ઇસ્તિગફાર કે તમે કહો: "અલ્લાહુમ્મ અન્ત રબ્બી લા ઇલાહ ઇલ્લા અન્ત, ખલકતની વ અન અબ્દુક, વ અન અલા અહ્દિક વવઅદિક મસ્તતઅતુ, અઊઝૂબિક મિન્ શર્રિ મા સનઅતુ, અબૂઉ લક બિનિઅમતિક અલય્ય, વઅબૂઉ લક બિઝન્બી ફગ્ફિલી, ફઇન્નહુ, લા યગ્ફિરુઝ્ ઝુનૂબ્ ઇલ્લા અન્ત" (અર્થ : હે અલ્લાહ ! તું મારો પાલનહાર છે, તારા સિવાય કોઈ સાચો ઇબાદતને લાયક નથી, તે મને પેદા કર્યો અને હું તારો બંદો છું, અને હું મારી તાકાત પ્રમાણે તારા વચન પર કાયમ છું, મેં કરેલા ગુનાહથી તારી પનાહ માગું છું, મારા પર તે કરેલી નેઅમતોનો એકરાર કરું છું, અને હું તારી સમક્ષ મારા ગુનાહનો એકરાર કરું છું, તું મને માફ કરી દે, એટલા માટે કે તારા સિવાય કોઈ ગુનાહ માફ નથી કરી શકતું), નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ યકીન સાથે સવારે આ દુઆ પઢશે, અને સાંજ થતા પહેલ તેનું મૃત્યુ થઈ જશે તો તે જન્નતી લોકો માંથી ગણાશે, અને જે રાત્રે યકીન સાથે આ દુઆ પઢશે અને સવાર થતા પહેલા પહેલા તેનું મૃત્યુ થઈ જશે તો તે જન્નતી લોકો માંથી હશે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે ઇસ્તિગફાર માટેના શબ્દો આ પ્રમાણે છે, અને તે શબ્દો સૌથી મહત્વ અને મહાન છે કે બંદો કહે: "અલ્લાહુમ્મ અન્ત રબ્બી લા ઇલાહ ઇલ્લા અન્ત, ખલકતની વ અન અબ્દુક, વ અન અલા અહ્દિક વવઅદિક મસ્તતઅતુ, અઊઝૂબિક મિન્ શર્રિ મા સનઅતુ, અબૂઉ લક બિનિઅમતિક અલય્ય, વઅબૂઉ લક બિઝન્બી ફગ્ફિલી, ફઇન્નહુ, લા યગ્ફિરુઝ્ ઝુનૂબ્ ઇલ્લા અન્ત" (અર્થ : હે અલ્લાહ ! તું મારો પાલનહાર છે, તારા સિવાય કોઈ સાચો ઇબાદતને લાયક નથી, તે મને પેદા કર્યો અને હું તારો બંદો છું, અને હું મારી તાકાત પ્રમાણે તારા વચન પર કાયમ છું, મેં કરેલા ગુનાહથી તારી પનાહ માગું છું, મારા પર તે કરેલી નેઅમતોનો એકરાર કરું છું, અને હું તારી સમક્ષ મારા ગુનાહનો એકરાર કરું છું, તું મને માફ કરી દે, એટલા માટે કે તારા સિવાય કોઈ ગુનાહ માફ નથી કરી શકતું). સૌ પ્રથમ બંદો અલ્લાહની તૌહીદનો એકરાર કરે છે, અને અલ્લાહ જ સર્જન કરનાર છે અને તે જ ઈબાદતને લાયક છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને સર્વશક્તિમાન અલ્લાહએ તેને જે ઈમાન અને શક્તિ પ્રમાણે અનુસરણ કરવાના કારણે જે વચન આપ્યું છે; તેથી બંદો કેટલી પણ ઈબાદતો પણ કેમ ન કરી લે, તે દરેક કામ નથી કરી શકતો જેનો અલ્લાહએ તેને આદેશ આપ્યો છે, અને ન તો તે કામ કરી શકે છે જે અલ્લાહ આપેલ નેઅમતો (ભેટો) ના આભારના કારણે, જરૂરી છે, તેથી તે અલ્લાહ તરફ પાછો ફરે છે, તેની પાસે આશરો માંગે છે; કારણકે તે તેની તે કાર્યોથી પનાહ માંગે છે જે તેને કર્યું છે, અને તે સ્વેછિકરૂપે તેના પર અલ્લાહએ કરેલી નેઅમતોનો સ્વીકાર કરે છે, અને જે તેણે અવજ્ઞા કરી છે તેને પણ સ્વીકારે છે અને અલ્લાહ તરફ પાછો ફરે છે, અલ્લાહ પાસે આ વિનંતી કર્યા પછી, તે અલ્લાહ સામે દુઆ કરે છે કે તે તેના ગુનાહોને ઢાંકીને તેને માફ કરે અને તેની ક્ષમા, કૃપા અને દયા કરે અને તેને તેને પાપોથી બચાવે; કારણ કે તે સર્વશક્તિમાન અલ્લાહ સિવાય કોઈ ગુનાહોને માફ કરતું નથી. ફરી નબી ﷺએ જણાવ્યું કે આ દુઆઓ સવાર સાંજ પઢવામાં આવતી દુઆઓ માંથી એક છે, બસ જે વ્યક્તિ સવારે સૂર્યાસ્ત પછી અને ઝવાલ દરમિયાન ઈમાન, યકીન અને તેના અર્થોની સમજૂતી સાથે પઢે, અને તે સવારનો સમય છે, બસ જો તે મૃત્યુ પામે તો તે જન્નતમ દાખલ થશે, અને જે વ્યક્તિ સાંજે પઢશે અર્થાત્ સૂર્યાસ્ત થી લઈ કે ફજર સુધી અને સવાર થતા પહેલા તે મૃત્યુ પામે તો તે જન્નતમાં દાખલ થશે.
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જુલમ કરવાથી બચો, કારણકે જુલમ કયામતના દિવસે અંધકારનું કારણ હશે, કંજુસાઈથી બચો, કારણકે કંજુસાઈના કારણે તમારા પહેલાના લોકો નષ્ટ થઈ ગયા, કંજુસાઈએ તેમને તે વાત પર ઉભાર્યા કે તેઓ અંદરો અંદર ખૂનામરકી કરે, અને જે વસ્તુઓને હરામ કરવામાં આવી છે તેને હલાલ કરે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ જુલમ કરવા પર સચેત કર્યા છે, જુલમ આ રીતે કે લોકો પર જુલમ કરવો, પોતાના નફસ પર જુલમ કરવો, અને અલ્લાહના અધિકારોમાં જુલમ કરવો, અને તે એ કે દરેકને તેમના જરૂરી હકો આપવાનું છોડી દેવું, અને જુલમ, જુલમ કરનાર માટે કયામતના દિવસે ભયાનકતા અને પરેશનીઓને પ્રાપ્ત કરવાનું કારણ બને છે, અને આ હદીષમાં લાલસા સાથે કંજુસાઈ કરવા પર રોક લગાવી છે, માલ માંથી જરૂરી હકો પુરા ન પાડવા અને દુનિયા પ્રત્યે સખત લાલસા રાખવી, આ પ્રકારના જુલમે તમારા પહેલાના લોકોને નષ્ટ કરી ધીધા, અને તે જ વસ્તુએ તેમને અંદરો અંદર ખૂનામરકી કરવા પર ઉભાર્યા અને તે વસ્તુઓને હલાલ કરી, જે વસ્તુઓ અલ્લાહએ હરામ કરી હતી.
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ ને સવાલ કરવામાં આવ્યો કે કયો ગુણ ઇસ્લામમાં સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ બે ગુણ જણાવ્યા: પહેલો: ગરીબોને વારંવાર ખવડાવવું, અને તેમાં સદકા, ભેટ, મહેમાનગતિ, વલીમો (ભોજન) વગેરેનો સમાવેશ થાય છે, અને ખાસ કરીને દુકાળ તેમજ મોંઘવારીના સમયે ખાવાનું ખવડાવવા પર વધુ મહત્વ આપ્યું છે. બીજું: દરેક મુસલમાનને સલામ કરવું, ભલેને તમે તેને જાણતા હોવ કે ન જાણતા હોવ.
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે કહો: "અલ્લાહુમ્મહ્ દિની વસદ્દિદની" હે અલ્લાહ! મને હિદાયત આપ અને મને સત્ય માર્ગ બતાવ, અને હે અલી ! હિદાયત માંગતી વખતે સાચો માર્ગ દિમાગમાં રાખો, અને સત્ય માર્ગ વિચાર કરતી વખતે તદ્દન તીરની જેમ સાચો માર્ગ દિમાગમાં હોવો જોઈએ».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલી રઝી અલ્લાહુ અન્હુને અલ્લાહથી આ દુઆ કરવાનો આદેશ આપ્યો અને કહ્યું (હે અલ્લાહ મને હિદાયત આપ) મને સાચો માર્ગ બતાવ, અને તે તરફ મને માર્ગદર્શન આપ, (અને સત્ય માર્ગ પર રાખ) મને તૌફીક આપ અને મારી દરેક બાબતમાં સત્ય માર્ગ તરફ મને માર્ગદર્શન આપ. હિદાયત: સંક્ષિપ્ત રીતે તેમજ વિસ્તારપૂર્વક મને સત્ય માર્ગ પર કરી દે અને જાહેર તેમજ બાતેન રીતે તારું અનુસરણ કરવાની તૌફીક આપ. સત્ય માર્ગ: મારા દરેક કામમાં સત્યતા અને અડગ રહેવાની તૌફીક આપ, તેમજ મારા કાર્યો, મારી જબાન અને મને અકીદામાં સત્યતા નસીબ કર. એટલા માટે કે નૈતિક બાબત મહેસુસ કરવાથી સ્પષ્ટ થાય છે; એટલા માટે આ દુઆ કરતી વખતે વિચારમાં રાખવું જોઈએ: હિદાયત: સત્ય માર્ગ તરફ માર્ગદર્શન) દિલ હાજર રાખી આ દુઆ કરવી જોઈએ તેમજ એક મુસાફિરની જેમ દુઆ કરવી જોઈએ, જે જમણી કે ડાબી બાજુ પોતાના માર્ગથી ભટકતો નથી, એટલા માટે કે તે નુકસાનથી સુરક્ષિત રહે અને તેની સુરક્ષા સાથે પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય. (સત્ય માર્ગ, તીરની જેમ) જ્યારે તીર ચલાવવામાં આવે છે તો તમે જુઓ છો કે કેટલું જલ્દી તે લક્ષ્ય સુધી પહોંચે છે, જો તીર ચલાવનાર તીર ચલાવતો હોય છે, તો તે લક્ષ્ય નક્કી કરી તીર ચલાવે છે, એવી જ રીતે તમે અલ્લાહથી દુઆ કરો છો કે જે બાબત મારી પાસે આવી છે તે તીરની જેમ સીધી હોય, તમે આ સવાલમાં અત્યંત સાચો માર્ગ અને અત્યંત સત્ય માર્ગ માટે સવાલ કરી રહ્યા છો. જેથી તમે આ અર્થને પોતાના દિમાગમાં લાઓ, જેથી તમે અલ્લાહ પાસે સત્ય માર્ગનો સવાલ કરી શકો, અને તમે જે કઈ પણ કરવાનો ઇરાદો ધરાવો છો તમને તેનો હાલ પ્રાપ્ત થાય અને તમે મુશ્કેલીઓથી બચી જાઓ.