





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે: ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે ઘંટી પીસવાના કારણે પોતાના હાથમાં પડેલા છાલાં દેખાડવા માટે આવ્યા, વાસ્તવમાં તેમને જાણ કરવામાં આવી હતી કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે કેટલાક નોકરો આવ્યા છે, પરંતુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે મુલાકાત ન થઈ શકી, તો તેમણે પોતાની વાત આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) સમક્ષ રજૂ કરી, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આવ્યા તો તેમણે ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) ની વાત જણાવી દીધી, અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: આ સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અમારી પાસે આવ્યા, તે સમયે અમે બંને પથારી પર પહોંચી ગયા હતા, તેમને જોઈ અમે ઊભા થઈ ગયા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «બંને પોતપોતાની જગ્યાએ રહો», ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આગળ વધ્યા અને અમારા બંનેની વચ્ચે બેસી ગયા, અહીં સુધી કે મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના બંને પગની ઠંડકનો આભાસ મારા પેટ પર થયો, ત્યાર બાદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શું હું તમને બન્નેને તેનાથી શ્રેષ્ઠ વસ્તુ ન જાણવું જે તમે માંગી છે? જ્યારે તમે પોતાની પથારી પર જાઓ, તો તેત્રીસ વખત "સુબ્હાનલ્લાહ" કહો, તેત્રીસ વખત અલ્ હમ્દુ લિલ્લાહ" કહો અને ચોત્રીસ વખત "અલ્લાહુ અકબર" કહો, જે તમારા માટે સેવક કરતાં વધુ શ્રેષ્ઠ છે».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની પુત્રી ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) ઘંટી પીસવાના કારણે હાથમાં પડેલા છાલાંની ફરિયાદ લઈને આવ્યા, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે કેદીઓ લાવવામાં આવ્યા, તો તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે એક સેવકને લેવા માટે આવ્યા, જેથી તે ઘંટી પીસે અને તે તેની જગ્યાએ ઘરનું કામ કરે, પરંતુ તેમની મુલાકાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે ન થઈ શકી, અને તેમણે આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય)ને જોયા, તો તેના વિષે તેમને જણાવી દીધું, બસ જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આવ્યા તો આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જણાવ્યું કે ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) એક સેવકની માંગ લઈને આવ્યા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ફાતિમા અને અલી રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) પાસે તેમના ઘરમાં આવ્યા, અને તે બંને તે સમયે સુવા માટે પોતાની પથારી પર જતાં રહ્યા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તે બંનેની વચ્ચે બેસી ગયા અહી સુધી કે અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના પગની ઠંડકનો આભાસ પોતાના પેટ પર કર્યો, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: શું હું તમને તમે જે સેવક માંગી રહ્યા છો, તેનાથી શ્રેષ્ઠ વસ્તુ ન શીખવાડું? તે બંનેએ કહ્યું; કેમ નહીં, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: જ્યારે તમે રાત્રે પોતાની પથારી પર જાઓ તો ચોત્રીસ વખત તકબીર કહો: અર્થાત્ અલ્લાહુ અકબર, અને તેત્રીસ વખત તસ્બીહ પઢો: અર્થાત્ "સુબ્હાનલ્લાહ", અને તેત્રીસ વખત અલ્લાહના વખાણ કરી કહો: "અલ્ હમ્દુ લિલ્લાહ"; કારણકે આ ઝિક્ર તમારા બંને માટે એક સેવક કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.
અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે એક અંધકાર રાત્રીમાં નબી ﷺ ને શોધવા નીકળ્યા, જેથી તેઓ અમને નમાઝ પઢાવે, મેં તેમને શોધી લીધા, આપ ﷺ એ કહ્યું: «કહો» મેં કઈ જવાબ ન આપ્યો, ફરી નબી ﷺ એ કહ્યું: «કહો» ફરી મેં પૂછ્યું કે શું કહું? તો નબી ﷺ એ કહ્યું: «{તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને મુઅવિઝતૈન (સૂરે નાસ અને સૂરે ફલક) સવાર સાંજ બે વખત પઢો, જે તમારા માટે દરેક વસ્તુથી પૂરતી થઈ જશે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેમહાન સહાબી અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે: તેઓ એક રાત્રે નબી ﷺ ને શોધવા માટે નીકળ્યા, જે અંધકાર ભરી રાત અને વરસાદી હતી, જેથી નબી ﷺ તેમને નમાઝ પઢાવે, તો તેમણે નબી ﷺ ને શોધી કાઢ્યા, તો નબી ﷺ એ તેમને કહ્યું: "કહો" અર્થાત્ પઢો, તો તેમણે કઈ ન પઢયુ, તો નબી ﷺ એ ફરી વાર કહ્યું, તો અબ્દુલ્લાહએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! હું શું પઢું? તો નબી ﷺ એ કહ્યું: સૂરે ઇખલાસ પઢો {તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને સવાર સાંજ ત્રણ વખત મુઅવિઝતૈન {સૂરે ફલક} અને {સૂરે નાસ} પઢો, જે તમારા માટે દરેક બુરાઈથી પૂરતી થઈ જસે, અને તમને દરેક બુરાઈઓથી સુરક્ષિત રાખશે.
અબાન બિન ઉષ્માન રિવાયત કરે છે તેઓ કહે છે: મેં ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુને કહેતા સાંભળ્યા, તેઓ કહે છે કે મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ "બિસ્મિલ્લાહિલ્લઝી લા યઝુર્રુ મઅસ્મિહી શૈઉન ફિલ્ અર્ઝિ વલા ફિસ્ સમાઇ વ હુવસ્ સમીઉલ્ અલીમ" અર્થ: અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહના નામ સાથે જમીન અને આકાશમાં કોઈ વસ્તુ તકલીફ પહોંચાડી શકતી નથી, તે બધું જ સાંભળવવાળો અને જાણવાવાળો છે, જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે, અને જે સવારમાં ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તેને સાંજ સુધી અચાનક કોઈ તકલીફ નહીં પહોંચે», કહ્યું: અબાન બિન ઉષ્માનને લકવાની બીમારી થઈ, તે વ્યક્તિ આવ્યો, જેણે અબાન બિન ઉષ્માન દ્વારા આ હદીષ સાંભળી હતી, અને કહ્યું, આ તમને શું થઈ ગયું, (આ હદીષ તમે રિવાયત કરી છે, છતાંય) અબાને કહ્યું: અલ્લાહની કસમ મેં ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ વિશે જૂઠું નથી કહ્યું અને ન તો ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જૂઠું કહ્યું છે, પરંતુ મને જે દિવસે લકવો માર્યો, તે દિવસે આમ ન થાત પરંતુ તે દિવસે ખૂબ ગુસ્સામાં હતો અને આ દુઆ પઢવાનું ભૂલી ગયો હતો.
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે, અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ ફજર પછી દરરોજ સવારે અને દરરોજ સૂર્યાસ્ત પહેલા આ દુઆ ત્રણ વખત પઢી લેશે: (બિસ્મિલ્લાહિ) હું દરેક પ્રકારની પરેશાનીઓ પ્રત્યે મદદ અને સુરક્ષા માંગુ છું (અલ્લઝી લા યઝુર્રુ મઅ) આ ઝિક્ર (ઇસ્મિહી) અર્થાત્ (કોઈ પણ વસ્તુ) ભલેને ગમે તેટલી મોટી હોય (જમીનમાં) તેની દરેક મુસીબતો (અને આકાશ માંથી) ઉતરતી મુસીબતો (વ હુવસ્ સમીઉલ્) આપણી જબાન વડે નીકળતા દરેક શબ્દ (અલ્ અલીમ) આપણી પરિસ્થિતિ. જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે, અને જે સવારમાં ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તેને સાંજ સુધી અચાનક કોઈ તકલીફ નહીં પહોંચે, અબાન બિન ઉષ્માન આ હદીષ રિવાયત કરનાર તાબઇને લકવો મારી ગયો, શરીરનો એક ભાગ કામ કરતો બંધ થઈ ગયો, એક વ્યક્તિ જેણે આ હદીષ અબાન બિન ઉષ્માન દ્વારા સાંભળી હતી, આશ્ચર્યચકિત થઈ આવ્યો! તે વ્યક્તિએ કહ્યું: આ તમને શું થઈ ગયું?! તેમણે જવાબ આપ્યો અલ્લાહની કસમ! મેં ઉષ્માન વિશે જૂઠું નથી કહ્યું અને ન તો ઉષ્માન બિન અફાફન રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જૂઠું કહ્યું છે, પરંતુ જે દિવસે મને લકવો માર્યો, તે દિવસે અલ્લાહએ મારા ભાગ્યમાં લખ્યું હશે, તે દિવસે હું ગુસ્સામાં હતો, અને આ દુઆ પઢવાનું ભૂલી ગયો હતો.
સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: એક ગામડિયો નબી ﷺ પાસે આવ્યો, અને તેણે કહ્યું: મને એવા શબ્દો શીખવાડો જે હું હંમેશા પઢતો રહું, તો નબી ﷺ એ કહ્યું: «કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ, અલ્લાહુ અકબર કબીરા, વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા, સુબ્હાનલ્લાહિ રબ્બિલ્ આલમીન, લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અઝીઝિલ્ હકીમ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી,અલ્લાહ સૌથી મોટો છે, ખૂબ જ મોટો છે, અને દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે છે, ખૂબ જ વધારે, પવિત્ર અલ્લાહ જે સંપૂર્ણ દુનિયાનો પાલનહાર છે, કોઈ નેકી કરવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે અને કોઈ ગુનાહથી બચવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે. જે પ્રભુત્વશાળી અને હિકમત વાળો છે)» તે વ્યક્તિએ કહ્યું: આ દરેક શબ્દોનો સંબંધ તો મારા પાલનહાર સાથે છે, મારા માટે શું છે? તો નબી ﷺ એ કહ્યું: «કહો: "«"અલ્લાહુમ્મગ્ ફિર્લી વર્હમની, વહ્દિની, વર્ઝુક્ની" (હે અલ્લાહ ! તું મને માફ કરી દે, મારા પર રહમ કર, મને હિદાયત આપ, અને મને રોજી આપ)».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેગામડે રહેતા એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે તેને એવી દુઆ શીખવાડે, જે તે પઢતો રહે, તો નબી ﷺ એ તેને કહ્યું: કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, નબી ﷺ એ તૌહિદની ગવાહી આપતા શરૂઆત કરી, જેનો અર્થ થાય છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, "અલ્લાહુ અકબર કબીરા" (અલ્લાહ સૌથી મોટો છે, ખૂબ જ મોટો છે) અર્થાત્: અલ્લાહ સૌથી મોટો છે અને દરેક વસ્તુથી મહાન છે, "વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા" (અને દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે છે, ખૂબ જ વધારે) અર્થાત્: અલ્લાહના દરેક ગુણો અને કાર્યો અને તેણે આપેલ દરેક અગણિત નેઅમતો (ભેટો) પર સૌથી વધારે વખાણ કરવા, "સુબ્હાનલ્લાહિ રબ્બિલ્ આલમીન" (પવિત્ર અલ્લાહ જે સંપૂર્ણ દુનિયાનો પાલનહાર છે) અર્થાત્: અલ્લાહ દરેક પ્રકારની ખામીથી સંપૂર્ણ રીતે પવિત્ર અને પાક છે, "લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અઝીઝિલ્ હકીમ" (કોઈ નેકી કરવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે અને કોઈ ગુનાહથી બચવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે. જે પ્રભુત્વશાળી અને હિકમત વાળો છે) અર્થાત્: અલ્લાહની મદદ અને તેની તૌફીક વગર તમે ક્યારેય એક સ્થિતિથી બીજી સ્થિતિ તરફ જઈ જઈ શકતા નથી, તે વ્યક્તિએ કહ્યું: આ શબ્દો અને દુઆ તો અલ્લાહનું સ્મરણ કરવા અને તેની મહાનતા વર્ણન કરવા માટે છે, તો મારા માટે ખાસ દુઆ શું છે? તો નબી ﷺ એ તેને કહ્યું: કહો: "અલ્લાહુમ્મગ્ ફિર્લી" (હે અલ્લાહ ! તું મને માફ કરી દે) અર્થાત્: બુરાઈઓને ખત્મ કરી, તેને ઢાંકી દે, "વર્હમની" (મારા પર રહમ કર) અર્થાત્: મને દીની અને દુનિયાના ફાયદા પહોંચાડ, "વહ્દિની" (મને હિદાયત આપ) અર્થાત્: શ્રેષ્ઠ સંજોગ અને સીધા માર્ગ તરફ (માર્ગદર્શન આપ), "વર્ઝુક્ની" (અને મને રોજી આપ) અર્થાત્: હલાલ માલ, તંદુરસ્તી, અને દરેક પ્રકારની ભલાઈઓ (આપ).
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિએ આ શબ્દો કહી કસમ ખાધી, કે લાત અને ઉઝ્ઝાની કસમ, તે લા ઇલાહ ઇલ્લલ્લાહ (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી) કહે, અને જે વ્યક્તિએ પોતાના સાથીને કહ્યું કે આઓ આપણે જુગાર રમીએ, તો તે સદકો કરે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવાથી રોક્યા છે; કારણકે મોમિન અલ્લાહ સિવાય અન્યની કસમ ખાતો નથી, અને જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહ સિવાય અન્યની કસમ ખાઈ, ઉદાહરણ તરીકે: લાત અને ઉઝ્ઝાની કસમ, તે બંને મૂર્તિઓ હતી, જેની લોકો અજ્ઞાનતાના સમયે ઇસ્લામ પહેલા પૂજા કરતાં હતા, તો તેના માટે જરૂરી છે કે તે કહે: "લા ઇલાહ ઇલ્લલ્લાહ"(અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી), શિર્કથી પાક થવાના કારણે, અને અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવાના કફ્ફારા (પ્રાયશ્ચિત) રૂપે. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના સાથીને કહે: આઓ આપણે જુગાર રમીએ, એક, બે અથવા વધુ લોકો દરમિયાન રમવામાં આવતી હરામ રમત, જેમાં વિજય પ્રાપ્ત કરનાર વ્યક્તિ સંપૂર્ણ માલ લઈ જાય છે, અને તે દરેક માંથી એક પણ વ્યક્તિ ન તો માલ છોડે છે ન લઈ જાય છે, તો જે વ્યક્તિ લોકોને જુગાર રમવા પર ઉભારે તો તેણે એક હરામ કૃત્ય કર્યું, જેના પ્રાયશ્ચિત રૂપે તે સદકો કરે.
અબૂ સઇદ ખુદરી અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા બન્ને રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે જન્નતી લોકો જન્નતમાં દાખલ થશે, તો એક સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે: તમે હમેંશા જીવિત રહેશો, તમને ક્યારેય મૃત્યુ નહીં આવે, તમે હમેંશા યુવાન જ રહેશો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ, તમે હમેંશા ખુશહાલ રહેશો ક્યારેય તમે દુઃખી નહીં થાઓ», અલ્લાહ તઆલા કુરઆનમાં કહે છે: {અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, અને આ તે (નેક) કાર્યોનો બદલો છે, જે તમે દુનિયામાં કરતા રહ્યા} [અલ્ અઅરાફ: ૪૩].
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વર્ણન કરી રહ્યા છે કે જન્નતી લોકોને સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે અને તે સૌ નેઅમતોમાં હશે: જન્નતમાં તમે સૌ સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહેશો, ક્યારેય તમને બીમારી નહીં આવે, તમે સૌ હમેંશા જીવિત રહેશો ક્યારેય તમને મૃત્યુ નહીં આવે, અને ન તો ઊંઘ આવશે, તમે સૌ યુવાન રહેશો ક્યારેય તમે વૃદ્ધ નહીં થાઓ, હમેંશા તમે ખુશ રહેશો ક્યારેય તમે દુઃખી અને હતાશ નહીં થાઓ, આના વિશે અલ્લાહ તઆલા કહે છે: {અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, અને આ તે (નેક) કાર્યોનો બદલો છે, જે તમે દુનિયામાં કરતા રહ્યા} [અલ્ અઅરાફ: ૪૩].
સુહૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે જન્નતી લોકો જન્નતમાં જતા રહેશે, તો કહ્યું:અલ્લાહ તઆલા તેમને કહેશે: હજુ કઈ વધારે ઈચ્છા કરી? જન્નતી લોકો કહેશે: શું તમે અમારા ચહેરા પ્રકાશિત નથી કર્યા? તે અમને જન્નતમાં દાખલ નથી કર્યા? અને જહન્નમથી છુટકારો ન આપ્યો? અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે, તો તેમને કોઈ એવી વસ્તુ આપવામાં આવી નથી હોય, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જ્યારે જન્નતી લોકો જન્નતમાં પ્રવેશશે, તો અલ્લાહ તઆલા તેમને કહેશે: શું તમારી વધુ ઈચ્છા ખરી? જે હું તમને આપું? દરેક જન્નતી લોકો કહેશે: તે અમારા ચહેરાઓને પ્રકાશિત ન કર્યા? તે અમને જન્નતમાં પ્રવેશ ન આપ્યો, અને જહન્નમથી છુટકારો ન આપ્યો? અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે અને બુલંદ થશે; અને તે પરદો સંપૂર્ણ પ્રકાશિત હશે, તો એમને કોઈ એવી વસ્તુ આપવામાં નથી આવી, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય.
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «ખરેખર શૈતાન નિરાશ થઈ ગયો છે કે નમાઝીઓ (મુસલમાનો) અરબમાં તેની ઈબાદત કરશે, પરંતુ તે તેમની વચ્ચે મતભેદ ફેલાવવા પ્રત્યે નિરાશ નથી થયો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે શૈતાન અરબમાં ફરીવાર મૂર્તિ પૂજા લાવવા પર નિરાશ થઈ ગયો છે, પરંતુ તે સતત ઈચ્છા કરતો રહે છે, અને મહેનત, કોશિશ કરતો રહે છે, તેમની વચ્ચે મતભેદ, ઝગડા, અને ફિતના લાવવાની.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «જહન્નમી લોકોના બે પ્રકાર છે, જેઓને મેં જોયા નથી, એક પ્રકાર તો તે લોકો, જેમની પાસે બળદની પૂછડીઓ માફક ચાબુક હશે, જેના દ્વારા તો લોકોને મારતા હશે, અને બીજો પ્રકાર તે સ્ત્રીઓને છે, જે કપડાં પહેર્યા હોવા છતાંય નગ્ન હશે, જે પુરુષોને પોતાની તરફ આકર્ષિત કરતી હશે અને તે પણ તેમની તરફ આકર્ષિત થશે, તે સ્ત્રીઓના માથા બુખ્તી ઊંટોના કોહાન (ખૂંધ) માફક ઊંચા હશે, અને તેણીઓ જન્નતમાં દાખલ નહીં થાય, અને તેમને જન્નતની સુગંધ પર નહીં આવે, જો કે જન્નતની સુગંધ દૂરથી આવતી હશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ બે પ્રકારના જહન્નમી લોકો વિષે ચેતવણી આપી, જે નબી ﷺ ના સમયે ન હતા, પરંતુ તે લોકો તેમના પછી આવશે: પહેલો પ્રકાર: તે લોકો જેમની પાસે ગાયની પૂછડી માફક લાંબા લાંબા ચાબુક હોય છે, જેના વડે તેઓ લોકોને મારે છે, અને તે પોલીસો અથવા જાલિમ લોકોના સાથીદારો છે, જેઓ અયોગ્ય રીતે લોકો પર જુલમ કરે છે. બીજો પ્રકાર: એવી સ્ત્રીઓ જેમણે પોતાની પવિત્રતા અને હયાના કપડાં ઉતારી દીધા, જો કે સ્ત્રી શરમ અને હયા સાથે પેદા કરવામાં આવી છે. તે સ્ત્રીઓના ગુણો: તેણીઓએ જાહેરમાં તો કપડાં પહેર્યા હશે, પરંતુ તે વાસ્તવમાં નગ્ન હશે; કારણકે તેણીઓએ એવા પાતળા કપડાં પહેર્યા હશે, જેમાંથી તેમના શરીરની ચામડી દેખાતી હશે, તેઓ સુંદરતા માટે પોતાના શરીરના અમુક અંગોને ઢાંકશે અને અમુક અંગોને ખુલ્લા રાખશે, તેણીઓ પુરુષોના દિલોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે તે પ્રકારના કપડાં પહેરી, અને ખભા ઝુકાવી ઇતરાઈને ચાલે છે, અને અન્ય સ્ત્રીઓને પણ તે કાર્ય કરવા પર ઉભારે છે, જે ગુનાહ અને બુરાઈમાં તેણીઓ પોતે સપડાયેલી છે, તેમના ગુણો માંથી: તેમના માથા ઊંટના ખૂંધ (ઢેકા) જેવા હોય છે, તે પોતાના માથાને ઊંચું કરવા માટે હેર બેન્ડ વગેરે જેવુ બાંધે છે, અહિયાં ઊંટના ખૂંધ (ઢેકા) વડે ઉદાહરણ એટલા માટે આપ્યું કે તેમના માથાની ચોટલીઓના કારણે, અને તેને એવી રીતે ફેલાવીને બાંધે છે તે ઊંટના ઢેકાની માફક એક બાજુ ઢળી જાય છે. આ દરેક લક્ષણો જે સ્ત્રીઓમાં જોવા મળશે, તે જન્નતમાં દાખલ નહીં થાય, ન તો તેની સુગંધ પ્રાપ્ત કરી શકશે, ન તો તેની નજીક જઈ શકશે, જો કે જન્નતની સુગંધ દૂરથી સૂંઘી શકાય એવી હશે.