





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ, ન તો કોઈ પુરુષ બીજા પુરુષ સાથે એક પથારીમાં સૂઈ જાય, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રી સાથે એક પથારીમાં સૂઈ જાય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ એક પુરુષને બીજા પુરુષના ગુપ્તાંગ જોવાથી રોક્યા છે, એવી જ રીતે એક સ્ત્રીને પણ બીજી સ્ત્રીના ગુપ્તાંગ જોવાથી રોક્યા છે. ગુપ્તાંગ: તે દરેક વસ્તુ જેના જાહેર થવા પર શરમ આવે, અને પુરુષનું ગુપ્તાંગ: નાભી અને તેના બંને ઘૂંટણની વચ્ચે છે. સ્ત્રી માટે સંપૂર્ણ રીતે અજાણ પુરુષો સામે પડદો કરવો જરૂરી છે, અને હા તેના મહરમ પુરુષો તો તે તેમની સામે ઘરમાં કામ કરતી વખતે જે વસ્તુઓ જાહેર થાય છે તે કરી શકે છે. આ હદીષમાં નબી ﷺ એ એક પુરુષને બીજા પુરુષ સાથે એક કપડાં અથવા એક ચાદર નીચે નગ્ન થઈ ભેગા થવાથી રોક્યા છે, એવી જ રીતે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે પણ એક કપડાં અથવા એક ચાદર નીચે નગ્ન થઈ ભેગા થવાથી રોક્યા છે, જેના કારણે તેમાંથી દરેક બીજાના ગુપ્તાંગને સ્પર્શ કરી શકે છે, જો કે તે હરામ છે, જેવુ કે ગુપ્તાંગને જોવું હરામ છે, અને આ કાર્ય તેમને એક મોટા ગુનાહ તરફ લઈ જઈ શકે છે.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહેવા લાગ્યો: હે અલ્લાહના પયગંબર ! કોઈ નાનો અથવા મોટો ગુનોહ એવો નથી જે મેં કર્યો ન હોઇ અને હું અહીયાં આયો છું, નબી ﷺ એ કહ્યું: «શું તું એ વાતની ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મોહમ્મદ તેના પયગંબર છે?» ત્રણ વાર તે વ્યક્તિએ કહ્યું: હાં, નબી ﷺ એ કહ્યું: «તો આ તેના માટે પૂરતું થઈ જશે».
આ હદીષને ઈમામ ઈમામ અબૂ યઅલા રહિમહુલ્લાહ અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહ અને ઈમામ ઝિયા અલ્ મકદસી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેએક વ્યક્તિ નબી ﷺ પાસે આવી કહેવા લાગ્યો: હે અલ્લાહના રસૂલ ! મેં દરેક પ્રકારના ગુનાહ કર્યા છે, મેં કોઈ નાનો અને મોટો ગુનોહ બાકી નથી રાખ્યો, શું મને માફ કરવામાં આવશે? તો નબી ﷺ એ તે વ્યક્તિને કહ્યું: શું તું ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી? અને મુહમ્મદ ﷺ તેના રસૂલ છે? અ વાત નબી ﷺ એ ત્રણ વખત કહી, તે વ્યક્તિએ જવાબ આપ્યો: હાં હું ગવાહી આપું છું, તો નબી ﷺ એ ઈમાનની બંને ગવાહીઓની મહત્ત્વતા વર્ણન કરી કે તે ગુનાહોને માફ કરી દે છે, અને તૌબા પાછલા દરેક ગુનાહોને ખત્મ કરી દે છે.
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે ઇલ્મને આલિમો સામે બડાઈ મારવા ન શીખો, અને ન તો મૂર્ખ લોકો સાથે તકરાર કરવા માટે શીખો, અને દીનના ઇલ્મને મજલિસો (સભાઓ) માં પદ માટે શણગારનું માધ્યમ ન બનાવો, જેણે આવું કર્યું તો તેના માટે જહન્નમ છે, જહન્નમ છે».
આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ એ ઇલ્મને એકબીજા પર મોટાઈ અને આલિમો સામે બડાઈ કરવા માટે શીખવાથી સખ્તી સાથે રોક્યા છે, અને એ દેખાડો કરવો કે હું આલિમોની માફક જ છું, અથવા ખુતબા આપવા અથવા મૂર્ખ તેમજ મંદબુદ્ધિ લોકો સાથે તકરાર કરવા અથવા મજલિસોમાં પદ તેમજ બડાઈ મારવા અને બીજા સમક્ષ સ્પષ્ટ દેખાડો કરવા માટે ન શીખો. જો તમે આ માટે ઇલ્મ શીખશો અને આવું કરશો તો તમારા માટે અલ્લાહ માટે ઇલ્મ ન શીખવા અને ઇખલાસની કમી તેમજ દેખાડો કરવા માટે ઇલ્મ પ્રાપ્ત કરવા પર જહન્નમ વાજિબ થઈ જશે.
નવ્વાસ બિન સમઆન અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ (ઇસ્લામનું) ઉદાહરણ સિરાતે મુસ્તકીમ (સાચો માર્ગ) દ્વારા આપ્યું છે, જેની બંને બાજુ બે દીવાલો છે, તે દીવાલોમાં બે અલગ લગ દરવાજાઓ છે અને દરેક દરવાજા પર પડદા પડેલા છે, એક પોકારવાવાળો તે માર્ગની શરૂઆતમાં ઉભો રહી પોકારી રહ્યો છે, હે લોકો ! તમે દરેક આ માર્ગ પર આવી જાવ, અને ઊંધા માર્ગ પર ન જાઓ, જ્યારે કોઈ વ્યક્તિ તે દરવાજાનો કોઈ પડદો ખોલવાની ઈચ્છા કરે છે તો તેના પર પોકારવાવાળો વ્યક્તિ કહે છે, તારા માટે નષ્ટતા છે, તું આ પડદો ન ખોલ, જો તું ખોલી નાખીશ તો અંદર દાખલ થઈ જઈશ, (અહીંયા સિરાતનો અર્થ) ઇસ્લામ છે અને બન્ને દિવારો અલ્લાહે નક્કી કરેલ હદ છે, અને જે ખુલ્લા દરવાજા છે: તે અલ્લાહ એ હરામ કરેલી વસ્તુઓ છે, અને તે પોકારવાવાળો જે માર્ગની શરૂઆત પર પોકારી રહ્યો છે: તે અલ્લાહની કિતાબ (કુરઆન મજીદ) છે, અને માર્ગની ઉપર પોકારવાવાળો: દરેક મુસલમાનના દિલમાં રહેલ નસીહત કરવાવાળો છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆપ ﷺ એ જણાવ્યું: અલ્લાહ તઆલા ઇસ્લામ માટે સાચા માર્ગનું એક ઉદાહરણ વર્ણન કરે છે, જેમાં કોઈ ખોટો તેમજ વિકૃત માર્ગ નથી, તે માર્ગની બન્ને બાજુ સિમાઓ બનેલી છે અથવા બે દીવાલો બનેલી છે, જેણે ચારેય તરફથી ઘેરાવ કરેલો છે, તે બન્ને અલ્લાહ એ નક્કી કરેલ હદ છે, તે બન્ને દીવાલોમાં ખુલ્લા દરવાજા છે, જે અલ્લાહ તઆલા એ રોકેલ કાર્યો છે, અને તે દરવાજા પર પડદા પડેલા છે, જેના કારણે માર્ગ પર ચાલવાવાળાને અંદરની વસ્તુ નથી દેખાતી, અને માર્ગની શરૂઆતમાં એક શુભેચ્છુક બેઠેલો છે, જે તમને સાચા માર્ગ તરફ માર્ગદર્શન આપી રહ્યો છે, અને કહી રહ્યો છે કે આ તરફ ચાલો, આજુબાજુ ધ્યાન કરી ન ચાલશો, અને આ પોકારવાવાળો અલ્લાહની કિતાબ કુરઆન છે, અને એક બીજો પોકારવાવાળો જે રસ્તાની ઉપર બેઠો છે, અને જ્યારે પણ માર્ગ પર ચાલવાવાળાએ સહેજ પડદો ઉઠાવી તેમાં ઝાકવાનો પ્રયત્ન કર્યો, અને પડદો ઉઠાવવાની કોશિશ કરી તો તરત જ તેણે સચેત કરતા કહ્યું: તમારા માટે નષ્ટતા છે, આ પડદો ન ખોલશો અને જો તમે ખોલશો તો તમે અંદર દાખલ થઈ જશો અને તમે પોતાને અંદર દાખલ થવાથી રોકી નહીંશકો, આ શુભેચ્છુક મુસલમાન મોમિનના દિલમાં હોય છે, જે અલ્લાહ તરફથી નસીહત કરનાર છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «શું તમારા માંથી કોઈ ઈચ્છે છે કે જ્યારે તે ઘર તરફ પાછો ફરે તો પોતાના માટે ત્રણ ગર્ભવતી ઊંટણીઓ જે અત્યંત મોટી અને જાડી હોય મેળવી લે?» અમે કહ્યું: હા, આપ ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ ફક્ત ત્રણ આયતો નમાઝમાં પઢે છે, તો તે ત્રણ ગર્ભવતી જાડી ઊંટણીઓ કરતા શ્રેષ્ઠ અને ઉત્તમ છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ એ નમાઝમાં કુરઆન મજીદની ત્રણ આયતો પઢવાનો સવાબ જણાવ્યો; જે પોતાના ઘર પર ત્રણ મોટી ગર્ભવતી ઊંટણીઓ કરતા પણ શ્રેષ્ઠ છે.
ઉકબા બિન આમિર અલ્ જુહની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે, જેવું કે ઉંચા અવાજે સદકો કરવાવાળો અને ધીમા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે જેવું કે છુપી રીતે સદકો કરનાર».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ એ સ્પષ્ટ કર્યું કે જાહેરમાં ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે જેવું કે ઊંચા અવાજે સદકો કરનાર વ્યક્તિ, અને ધીમા અવાજે કુરઆન મજીદની તિલાવત કરનાર એવો છે, જેવું કે છુપી રીતે સદકો કરનાર.
અલી રઝી અલ્લાહુ અન્હુ કહે છે: હું એ વ્યક્તિ છું, જ્યારે કોઈ હદીષ નબી ﷺ દ્વારા સાંભળતો, તો અલ્લાહ જેટલો મને તે હદીષ દ્વારા ફાયદો પહોંચાડવા ઇચ્છતો એટલો મને ફાયદો પહોંચતો, અને જ્યારે કોઈ સહાબી દ્વારા કોઈ હદીષ સાંભળતો, તો હું તેમને કસમ ખાવાનું કહેતો, જ્યારે તે કાસમ ખાઈ લે તો હું તેમની વાત સાચી માની લેતો, મને અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુ હદીષ વર્ણન કરી, અને તેમણે સાચુ કહ્યું, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ વ્યક્તિ એવો નથી જે ગુનોહ કરે, ફરી સારી રીતે વઝૂ કરે, ફરી નમાઝ પઢે, ફરી અલ્લાહ પાસે માફી માંગે તો અલ્લાહ તેને માફ કરી દે છે» ફરી નબી ﷺ એ આયત પઢી: {જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે} [આલિ ઇમરાન: ૧૩૫].
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે, અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કોઈ વ્યક્તિ જ્યારે ગુનોહ કરી લે, ફરી તે સારી રીતે વઝૂ કરે, ફરી ઊભો થઈ તૌબાની નિયતથી બે રકાઅત નમાઝ પઢે, ફરી અલ્લાહ પાસે માફી માંગે તો અલ્લાહ તેને, માફ કરી દે છે. ફરી નબી ﷺ એ આ આયત તિલાવત કરી: {જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે. અલ્લાહ તઆલા સિવાય બીજું કોણ ગુનાહ માફ કરી શકે છે ? અને જાણ હોવા છતાંય પોતે કરેલ કામો પર અડગ નથી રહેતા} [આલિ ઇમરાન: ૧૩૫].
અબૂ ઉમામહ બાહિલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: તમે એક એવા વ્યક્તિ વિશે શું કહો છો, જે જિહાદ કરે છે અને તેના વળતરની ઈચ્છા ધરાવે છે તેમજ લોકોમાં વિખ્યાત થવાની ઈચ્છા પણ રાખે છે? તો તેને શું મળશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને કઈ પણ (સવાબ) નહીં મળે», તેણે ત્રણ વખત આ જ સવાલ કર્યો અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પણ વારંવાર આ જ કહેતા રહ્યા: «તેને કઈ પણ (સવાબ) નહીં મળે», ફરી કહ્યું: «અલ્લાહ તઆલા ફક્ત તે જ અમલ કબૂલ કરે છે, જે ખાસ તેના માટે કરવામાં આવે અને તે અમલ દ્વારા અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિની ઈચ્છા રાખતો હોય».
رواه النسائيએક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી, એવા વ્યક્તિ વિષે સવાલ કર્યો, જે જિહાદ (યુદ્ધ)માં, અલ્લાહ પાસે સવાબ અને લોકો પાસે પ્રસંશા મેળવવા માટે ભાગ લે છે, તે વ્યક્તિ જાણવા ઈચ્છતો હતો કે આવા વ્યક્તિને શું સવાબ મળશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને આ જવાબ આપ્યો કે તે વ્યક્તિને કઈ પણ (સવાબ) નહીં મળે, કારણકે તેણે પોતાની નિયતમાં અલ્લાહ સાથે અન્યને પણ ભાગીદાર બનાવ્યા, તે વ્યક્તિએ પોતાનો સવાલ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ ત્રણ વખત કર્યો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેને ત્રણેય વખતે આ જ જવાબ આપતા તેને કઈ પણ (સવાબ) નહીં મળે, ફરી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું, અલ્લાહ પાસે કોઈ પણ અમલને કબૂલ થવાનો કાયદો વર્ણન કરી દીધો, અને તે નિયમ એ છે કે કોઈ પણ કાર્ય ફક્ત ત્યારે જ કબૂલ થશે જ્યારે તેને સંપૂર્ણ રીતે અલ્લાહ માટે અને ફક્ત તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે, અને તેમાં અન્યને ભાગીદાર ઠેહરાવામાં ન આવે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «માનવીના ઉત્તમ ઇસ્લામની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે».
رواه الترمذي وغيرهઅલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું: એક મુસલમાનના ઇસ્લામની અગત્યની ખૂબી અને સંપૂર્ણ મોમિન હોવાની નિશાની એ છે કે તે એવી વાતો અને કામોથી દૂર રહે, જે તેના માટે યોગ્ય ન હોય, અર્થાત્ તેના માટે ફાયદાકારક ન હોય, તેને રસ નથી, અને શબ્દો અને કાર્યોમાં તેને ફાયદો ન હોય, અથવા એવી બાબતો જે ધાર્મિક કે દુન્યવી બાબતોમાં ફાયદો ન પહોંચાડે, એવી બાબતોમાં વ્યસ્ત રહેવાથી જે વ્યક્તિ માટે નથી, તે તેને ચિંતા કરતી બાબતોથી વિચલિત કરી શકે છે, અથવા તેને એવી બાબતો તરફ દોરી જેનાથી તેણે બચવું જોઈએ, કયામતના દિવસે માનવીના દરેક કાર્યોનો હિસાબ લેવામાં આવશે.