





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સંપૂર્ણ ઇમાન ધરાવનાર મોમિનની આ શાન નથી કે તે લોકોના નસબને લઈ તેમનું અપમાન કરે, ખૂબ લઅનત અને મહેણાં ટોણાં મારે, અને પોતાના કાર્યો તેમજ જબાન વડે અભદ્ર શબ્દો કહે, જેમાં સહેજ પણ હયા ન હોય.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ એક દિવસમાં સો વખત આ દુઆ પઢે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે), તો તેને દસ ગુલામ આઝાદ કરવા જેટલો સવાબ મળશે, અને તેના માટે સો નેકીઓ લખવામાં આવશે, તેના સો ગુનાહ માફ કરવામાં આવશે, અને આ દુઆ સંપૂર્ણ દિવસ તેની શૈતાનથી સુરક્ષા કરશે, અહીં સુધી કે સાંજ પડી જાય, કોઇ પણ વ્યક્તિ તેના કરતાં શ્રેષ્ઠ કાર્ય લઈને નહીં આવે પરંતુ જે આ (દુઆને) વધુ પઢે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ દુઆ પઢે: (લા ઇલાહ) કોઈ સાચો ઇલાહ નથી, (ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ) ઈબાદતમાં, સર્જક હોવામાં અને પવિત્ર નામો અને ગુણોમાં,(લહુલ્ મુલ્કુ) અને દરેક પ્રકારની વ્યવસ્થા અને સંચાલનમાં, (વ લહુલ્ હમ્દુ) તે દરેક જેનું સર્જન કર્યું છે તે તેની પ્રસંશા કરે છે, (વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર) કોઈ પણ અવરોધ અને ખચકાટ વિના, જે તે ઈચ્છતો નથી તે થતું નથી. જે વ્યક્તિ આ દુઆને દિવસમાં સો વખત પઢે, તો અલ્લાહ પાસે તેનો સવાબ દસ ગુલામો આઝાદ કરવા બરાબર છે, એવી જ રીતે તેના માટે સો નેકીઓ અને સો દરજ્જા જન્નતમાં લખવામાં આવે છે, અને તેના સો ગુનાહ માફ કરી દેવામાં આવે છે, એવી જ રીતે તે દિવસે તેની શૈતાનથી સુરક્ષા કરવામાં આવે છે, અહીં સુધી કે સાંજ થઈ જાય, અને કોઈ પણ વ્યક્તિ કયામતના દિવસે તેના કરતાં શ્રેષ્ઠ વસ્તુ (નેકી) લઈને નહીં આવે, સિવાય એ કે જે વ્યક્તિએ આ દુઆ વધુ વખત પઢી હશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «વૃદ્ધ વ્યક્તિનું હૃદય બે બાબતોમાં જુવાન રહે છે: દુનિયા સાથે પ્રેમ અને લાંબી લાંબી આશાઓ».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિ ઉંમર વાળો થઈ જાય છે અને શરીરે કમજોર પણ થઈ જાય છે પરંતુ બે વસ્તુના લોભના તેનું હૃદય યુવાન રહે છે: પહેલું: વધુ માલની પ્રાપ્તિ માટે દુનિયા સાથે મોહબ્બત. બીજું: લાંબુ જીવન, જીવનમાં આરામ અને આશાઓ.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આશાઓને ખત્મ કરવાવાળી વસ્તુને ખૂબ જ યાદ કરો» અર્થાત્ મોતને.
رواه الترمذي والنسائي وابن ماجهઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મૃત્યુને સતત યાદ કરવા પર પ્રોત્સાહિત કર્યા છે, કારણકે તે માનવીને આખિરતની યાદ અપાવે છે, અને તેના દિલમાં રહેલી દુનિયા પ્રત્યે મોહબ્બતને ખત્મ કરે છે, ખાસ કરીને હરામ (પ્રતિબંધિત) કાર્યોમાં.
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે એક વખત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે એક પથ્થર પાસેથી પસાર થયા, તો અમને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે લોકોના ઘરોમાં દાખલ ન થાઓ જેમણે પોતાના પર અત્યાચાર કર્યો, પરંતુ તે સ્થિતિમાં તમે (અલ્લાહના ભયથી ડરતા) રડતા રડતા દાખલ થાઓ; એમ ન થાય કે તમારા પર પણ તે જ અઝાબ આવે, જે તેમના પર આવ્યો હતો», ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જડપથી સવારી હાંકી અને જડપ વધારી દીધી અહીં સુધી કે તે જગ્યા છોડી દીધી.
મુત્તફકુન્ અલયહિએક વખત જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ષમૂદના લોકોના શહેર તરફથી પસાર થયા તો અઝાબ પામેલ લોકોના ઘરોમાં દાખલ થવાથી રોક્યા, જેમણે પોતાના પર જ અત્યાચાર કર્યો હતો, અથવા તેમની ખબરગીરી કરવાથી રોક્યા, જ્યાં સુધી કે દાખલ થનાર વ્યક્તિ તેમના પરિણામ પર ચિંતન મનન કરી રડી ન રહ્યો હોય, તે ભય સાથે કે તેમના ઉપર પણ તે અઝાબ ન આવી જાય, ફરી તેમણે પોતાના જાનવર પર બૂમ મારી અને તેની જડપ વધારી દીધી, અહીં સુધી કે તે ત્યાંથી પસાર થઈ ગયા.
હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે હતા, તો તેમણે પૂછ્યું: તમારા માંથી કેટલા લોકોએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફિતનાનું વર્ણન કરતાં સાંભળ્યા છે? કેટલાક લોકોએ જવાબ આપ્યો: અમે આમ સાંભળ્યું છે, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કદાચ તમે તે કસોટીઓ વિષે કહી રહ્યા છો, જે માનવીને તેના ઘરવાળા, માલ અને પાડોસીઓ દ્વારા મળે છે, તેઓએ કહ્યું: હાં, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ પ્રકારની અજમાયશ (ઘરવાળા, માલ અને પાડોસી વિષે આવતી બાબતોમાં આળસ) નમાઝ, રોઝા અને સદકો તેનો કફ્ફારો બની જાય છે, પરંતુ તમારા માંથી કેટલા લોકોએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા તે ફિતના વિષે સાંભળ્યું, જે સમુદ્રના મોજાની માફક આવશે, હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા છે: «ફિતના દિલો પર નાખવામાં આવશે, હસીરના (દોરા)ની માફક એક પછી એક લાકડીને વળગી રહે છે, બસ જે પણ દિલમાં તે આવશે તેમાં એક કાળો ડાઘ પડી જશે, જે દિલ તેને નકારશે તેમાં સફેદ ડાઘ પડી જશે, અહીં સુધી કે દિલ બે પ્રકારના થઈ જશે, (એક) સફેદ, ચીકણા પથ્થરની માફક, જ્યાં સુધી આકાશ અને જમીન કાયમ રહેશે, કોઈ પણ ફિતનો તેને નુકસાન નહીં પહોંચાડી શકે, (બીજું) કાળા માટી જેવા રંગનું ઉંધા લોટાની માફક (જેમાં પાણીનું એક ટીપું પણ નથી ટકતું), જે ન તો કોઈ નેકીને ઓળખી શકશે અને ન તો કોઈ બુરાઈને નકારશે, સિવાય એ વાતથી જે વિષે તેનું દિલ મનેચ્છાઓથી ભરાઈ જશે», હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં ઉમર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: તમે તે ફિતનાઓ વચ્ચે એક બંધ દરવાજાની માફક છો, શક્ય છે કે તેને નજીકમાં જ તોડી નાખવામાં આવશે, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શું તેને તોડી નાખવામાં આવશે, શું તમારા પિતા નથી? અને જો તેણે ખોલી નાખવામાં આવે તો તેને બંધ પણ કરી શકાય છે? હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ખોલવામાં નહીં પરંતુ તોડવામાં આવશે, ફરી મેં કહ્યું: તે દ્વાર એક માણસ છે, જેને કતલ કરવામાં આવશે અથવા તે મૃત્યુ પામશે, આ સ્પષ્ટ વાત છે કોઈ કોયડો નથી, અબૂ ખાલિદ રહિમહુલ્લાહએ કહ્યું: મેં સઅદને પૂછ્યું: હે અબૂ માલિક! કાળો અને વિકૃત શું છે? તેમણે કહ્યું: તે કાળાશ સાથે મિશ્રિત અત્યંત સફેદપણું છે, તેમણે કહ્યું: મેં કહ્યું: ઊંધો લોટો શું છે? તેમણે કહ્યું: ફેરવાઇ ગયેલો.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેમોમિનોના આગેવાન ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ પોતાની સભામાં બેઠા હતા અને તેમની પાસે સહાબા રઝી અલ્લાહુ અન્હુમ પણ બેઠા હતા, તો ઉમર અલ્લાહુ અન્હુએ તેમને કહ્યું: તમારા માંથી કેટલા લોકોએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફિતનાનું વર્ણન કરતાં સાંભળ્યા છે? તો કેટલાક લોકોએ જવાબ આપ્યો: અમે ફિતનાનું વર્ણન કરતા સાંભળ્યા છે, તો ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કદાચ તમે તે અજમાયશો વિષે કહી રહ્યા છો, જે માનવીને તેની પત્ની અને સંતાન સાથે ખૂબ જ મોહબ્બત અથવા તેમના પર ખર્ચ કરવામાં કંજુસાઈ કરવામાં, અને તેમની સાથે ખૂબ જ ભલાઈથી અળગા રહી વ્યસ્ત થઈ જવાના કારણે, અથવા તેમના પ્રત્યે જે જવાબદારી છે, તેને પૂરી પાડવામાં, તેમના અધિકારો આપવામાં આવવામાં, તેમની તરબિયત કરવામાં, એવી જ રીતે માનવીને પોતાના પાડોસી સાથે થતાં વ્યવહારમાં આવતી અજમાયશ આવે છે? તેઓએ કહ્યું: હાં, તો ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ પ્રકારની અજમાયશ (ઘરવાળા, માલ અને પાડોસી વિષે આવતી બાબતોમાં આળસ) જેના માટે હિસાબ જરૂરી છે, અને આ તે પ્રકારના ગુનાહ છે જેના માટે નમાઝ, રોઝા અને સદકો તેનો કફ્ફારો બની જાય છે. પરંતુ તમારા માંથી કેટલા લોકો એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા તે ફિતના વિષે સાંભળ્યું, જે પોતાના ભયાનકતા અને વિશાળતાના કારણે લોકો પર સમુદ્રના મોજાની માફક ઉછળતા આવશે? તો લોકો ચૂપ થઈ ગયા, તો હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા છે: ઉમર રઝી અલ્લાહુ અન્હુ ખુશ થઈ ગયા, અલ્લાહ તમારા પિતાને બરકત આપે કે તે તમારા જેવા વ્યક્તિને લાવ્યા, કહો: તો હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ફિતના દિલો પર નાખવામાં આવશે, હસીરના (દોરા)ની માફક એક પછી એક લાકડીને વળગી રહે છે, તે દિલને ફિતનાની ભયાનકતાના કારણે ખૂબ જ અસર કરશે, જે તેની સાથે જોડાયેલા હોય છે, આ ફિતના (અજમાયશો) એક પછી એક આવશે, બસ જે પણ દિલમાં તે આવશે, અને જો તે તેને પસંદ કરશે તો તે તેમાં એ રીતે સપડાઈ જશે જે રીતે પીણું સમાઈ જાય છે; તેના કારણે તેના દિલમાં એક કાળો ડાઘ પડી જશે, અને જે દિલ તેને નકારશે તેમાં સફેદ ડાઘ પડી જશે, અહીં સુધી કે દિલ બે પ્રકારના થઈ જશે, (એક) સફેદ દિલ, જેમાં મજબૂત ઈમાનના કારણે ફિતના તેને વળગશે નહીં, તે ખામીઓથી સુરક્ષિત રહેશે, અને તે ફિતના તેના પર કઈ જ અસર કરશે નહીં, જે રીતે એક સખત પથ્થર માફક, જેના પર કોઈ વસ્તુનો અસર થતો નથી, અને આ પ્રકારના દિલને અલ્લાહ સાથે મુલાકાત સુધી કોઈ ફિતનો નુકસાન નહીં પહોંચાડે. બીજું દિલ જે ફિતનાના કારણે કાળું પડી જશે, જેમકે વાંકો અથવા ઊંધો ધડો, જે પાણી રોકી શકતો નથી, એવી જ રીતે તે દિલમાં કોઈ હિકમત અને નેકી બાકી નહીં રહે, જે ન તો સત્યતાને સ્વીકારે છે ન તો બુરાઈની નિંદા કરે છે, સિવાય એ જેને તે પસંદ કરે અને તેની તે ઈચ્છા કરે. હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ ઉમર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: આ ફિતના તમારા જીવનમાં જાહેર નહીં થાય, અને તમારી અને તે ફિતના વચ્ચે એક બંધ દરવાજો છે, જે નજીકમાં જ તૂટી જશે, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ પૂછ્યું: શું તેને સંપૂર્ણ તોડી નાખવામાં આવશે, અને જો તેણે ખોલી નાખવામાં આવે તો તેને બંધ પણ કરી શકાય છે ને, હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ના, પરંતુ તે તોડવામાં આવશે, તે દ્વાર એક માણસ છે,જેને કતલ કરવામાં આવશે અથવા તે મૃત્યુ પામશે. અને મેં જે કઈ પણ વર્ણન કર્યું છે, તે સ્પષ્ટ અને સચોટ છેં ન તો તે યહૂદ અને નસારાની કિતાબની વાતો ન તો કોઈ આલિમનો મંતવ્ય છે, પરંતુ તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીષ છે.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મારી પાસે એક ગરીબ સ્ત્રી આવી, જેણે પોતાની બે બાળકીઓને ઉઠાવી રાખી હતી, મેં તેને ત્રણ ખજૂર ખાવા માટે આપી, તેણીએ બન્નેને એક એક ખજૂર આપી દીધી, અને પોતે એક ખજૂર ખાવા માટે મોઢા તરફ લઈ ગઈ, આ સ્થિતિમાં તેણીની બન્ને બાળકીઓએ તે ખજૂર પણ ખાવા માટે માંગી, તેણીએ તે ખજૂરના બે ભાગ કરી એક એક ટૂકડો બંને બાળકીઓને આપી દીધો, તેણીના આ અમલ પર મને ખૂબ આશ્ચર્ય થયું, મેં સંપૂર્ણ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જણાવી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ અમલના કારણે અલ્લાહ તઆલાએ તેના માટે જન્નત અનિવાર્ય કરી દીધી અથવા તેને જહન્નમથી છુટકારો આપી દીધો.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેમોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરે છે કે એક ગરીબ સ્ત્રી પોતાની બન્ને બાળકીઓને ઉઠાવી આવી, જે મારી પાસે કંઈક માંગી રહી હતી, મેં તેણીને ત્રણ ખજૂર આપી, તેણીએ એક એક ખજૂર પોતાની બન્ને બાળકીઓને આપી દીધી, અને એક ખજૂર પોતે ખાવા માટે મોઢા તરફ લઈ ગઈ, તો તેણીની બાળકીઓએ તે ખજૂર પણ તેની પાસે માંગી લીધી, તેણીએ ખજૂરના બે ટૂકડા કર્યા, અને તેણીએ બન્ને બાળકીઓને એક એક ટૂકડો આપી દીધો, આયશા રઝી અલ્લાહુ અન્હાને આ કાર્ય પર આશ્ચર્ય થયો, અને તેમણે સંપૂર્ણ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જણાવી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખરેખર આ કાર્યના કારણે અલ્લ્લાહએ તેના પર જન્નત અનિવાર્ય કરી દીધી અને તેને જહન્નમથી છુટકારો આપી દીધો.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ મજલિસમાં આવે તો સલામ કરે અને જ્યારે નીકળે તો પણ સલામ કરે, કારણકે પહેલો (મોકો) છેલ્લા કરતાં વધુ અધિકાર ધરાવતો નથી».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેજે વ્યક્તિ લોકોની મજલિસમાં આવે તેને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સલામ કરવાનું માર્ગદર્શન આપ્યું છે, અને જો તે ઊભો થઈ જવા ઈચ્છે તો સલામ કરી વિદાઇ લે; કારણકે આવવા પર પહેલું સલામ પ્રસ્થાન વખતે બીજા સલામ કરતાં વધુ અધિકાર ધરાવતું નથી.
મુસ્અબ બિન સઅદ રિવાયત કરે છે, તેમણે કહ્યું: સઅદ રઝી અલ્લાહુ અન્હુનો ખ્યાલ હતો કે તેમને તેમના થી નીચેના લોકો પર શ્રેષ્ઠતા પ્રાપ્ત થઈ છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમને કમજોર લોકોના કારણે જ મદદ કરવામાં આવે છે અને રોજી આપવામાં આવે છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેસઅદ રઝી અલ્લાહુ અન્હુ ને પોતાની બહાદુરીના ખ્યાલ હતો કે તેમને તેમનાથી નીચેના કમજોર લોકો પર શ્રેષ્ઠતા પ્રાપ્ત છે! તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમને તો કમજોરોના કારણે જ મદદ કરવામાં આવે છે અને રોજી આપવામાં આવે છે, તેમની દુઆઓ, નમાઝો અને ઇખલાસ (નિખાલસતા)ના કારણે, તેઓ વધુ પ્રમાણમાં પોતાની દુઆઓમાં નિખાલસતા, અને ઈબાદતના વિનમ્ર હોય છે; કારણકે તેમના દિલ સાંસારિક જીવનના શણગારથી મુક્ત હોય છે.