





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે અમે આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખાવા બેસતા તો ત્યાં સુધી થાળીમા હાથ નહતા નાખતા જ્યાં સુધી આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાવાનું શરૂ ન કરતા, એકવાર અમે આપની સાથે બેસીને ખાઈ રહ્યા હતા, એક સ્ત્રી આવી, એવું લાગ્યું કે તેને કોક હાંકી રહ્યું હોય, તે અમારી સાથે બેસી ગઈ અને ખાવામાં હાથ નાખવા જઈ રહી હતી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે એક ગામડિયો આવ્યો અને તે પણ હાથ નાખવા જઇ રહ્યો હતો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શૈતાન પોતાના માટે તે ખોરાક હલાલ કરી લે છે, જે ખોરાક પર અલ્લાહનું નામ લેવામાં ન આવે, શૈતાન આ છોકરીને લઈને આવ્યો, જેથી કરીને તે પોતાના માટે ખોરાક હલાલ કરી શકે, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે તે ગામડિયાને પણ પોતાના માટે ખોરાક હલાલ કરવા માટે લઈને આવ્યો, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો, પછી (આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:) કસમ છે તે ઝાતની જેના હાથમાં મારા પ્રાણ છે, શૈતાનનો હાથ તે છોકરીના હાથ વડે મારા હાથમા છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુએ વર્ણન કર્યું કે જ્યારે અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખાવા બેસતા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યાં સુધી થાળીમા હાથ નાખી શરૂ ન કરતા, અમે હાથ નહતા નાખતા, એકવાર અમે સાથે ખાવા બેઠા હતા, ઝડપથી એક છોકરી આવી જાણે કે તેને કોઈ ધક્કો મારી રહ્યું હોય, તેણે સીધા ખાવા માટે હાથ થાળમા નાખ્યો, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે એક ગામડિયો આવ્યો અને તે પણ અંદર થાળમા હાથ નાખવા જતો હતો, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો પણ હાથ પકડી લીધો, અને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જ્યારે માનવી અલ્લાહના ઝિક્ર વગર ખાવાનું શરૂ કરે છે, તો શૈતાન તેના ખાવા માંથી લઈ લે છે, અને શૈતાન આ છોકરીના દ્વારા તેનો ખોરાક હલાલ કરવા જતો હતો, મેં તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે ગામડિયા દ્વારા પણ તેના માટે ખાવાનું હલાલ કરવા જતો હતો, પરંતુ મેં હાથ પકડી લીધો, તે ઝાતની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, શૈતાનનો હાથ મારા હાથમાં હતો, પછી અલ્લાહનું નામ લીધું અને ખાવાનું શરૂ કર્યું.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મોમિન માટે આ દુનિયા જેલ અને કાફિર માટે જન્નત છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયાનું જીવન મોમિન માટે જેલ જેવું છે, જેમાં શરીઅતે અનિવાર્ય કરેલ આદેશો પર અમલ અને અવૈધ કરેલ કાર્યો છોડવા પર તકલીફ, જ્યારે તે મૃત્યુ પામશે તો શાંતિ અને અમન ભર્યું જીવન તેને મળશે, તેમજ અલ્લાહએ તૈયાર કરેલ નેઅમતોની પ્રાપ્તિ થશે, અને દુનિયા કાફિર માટે જન્નત છે; કારણ કે પોતાની મનેચ્છા પ્રમાણે જેમ ઈચ્છે તે કરે છે, અને આ દરેક વસ્તુ કયામતના દિવસે અલ્લાહએ તૈયાર કરેલ અઝાબ દ્વારા બદલાય જશે, જેમાં તેઓ હમેંશા રહેશે.
હકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે માલ માંગ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને આપ્યો, ફરી મેં માલ માગ્યો, તો બીજી વાર પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને આપ્યો, અને પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે હકીમ, આ માલ જોવામાં સુંદર અને ખાવામાં ખૂબ મીઠો હોય છે, જે કોઈ તેને લોભ વિના પ્રાપ્ત કરશે તો તેમાં બરકત આપવામાં આવશે અને જે લોભ સાથે લેશે, તો તેને તેમાં બરકત આપવામાં નહીં આવે, અને તે તે વ્યક્તિ માફક હોય છે, જે ખાય છે, પરંતુ સંતુષ્ટ નથી થતો, ઉપર વાળો હાથ નીચે વાળા હાથ કરતા શ્રેષ્ઠ છે», હકીમ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તે ઝાતની કસમ, જેણે આપને સત્ય સાથે મોકલ્યા છે, હું આજ પછી ક્યારેય કોઈની પાસે નહીં માંગુ, અહીં સુધી કે દુનિયાથી જતો રહીશ, જ્યારે અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુ હકીમ રઝી અલ્લાહુ અન્હુને કંઈક આપવા માટે બોલાવતા, તો તેઓ લેવાથી ઇન્કાર કરતા, ત્યાર પછી ઉમર રઝી અલ્લાહુ અન્હુ કંઈક લેવા માટે બોલાવતા, તો તેમને પણ ઇન્કાર કરી દેતા, તો ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે મુસલમાનો! હું તમને હકીમના વિશે સાક્ષી બનાવું છું કે માલે ફયમાં જે તેમનો હક છે, મેં તેમને આપવા માટે રજૂ કર્યો, પરતું તેમણે લેવાથી ઇન્કાર કરી દીધો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી તેમણે કોઈની પાસે કંઈ જ ન માગ્યું, અહીં સુધી કે તેમનું મૃત્યુ થઇ ગયું.
મુત્તફકુન્ અલયહિહકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે દુનિયાનો સામાન માંગ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને આપ્યો, બીજી વાર માંગ્યો તો બીજી વાર પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપ્યો, ત્રીજી વાર માંગ્યો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે હકીમ, આ માલ સુંદર અને લોભ્યો છે, જે વ્યક્તિ તેને માંગ્યા વગર પ્રાપ્ત કરશે, એને તેને કોઈ પણ પ્રકારના લોભ અને લાલસા વગર પ્રાપ્ત કરશે, તો અલ્લાહ તેમાં બરકત આપશે, અને જો કોઈ વ્યક્તિ તેને લોભ, લાલસા અને મનેચ્છા સાથે પ્રાપ્ત કરશે, તો અલ્લાહ તેમાંથી બરકત ઉઠાવી લેશે, અને તે વ્યક્તિ તેની માફક છે, જે ખાવાનું ખાઈ છે, પરંતુ તે સંતુષ્ટ નથી થતો, ઉપર વાળો, ખર્ચ કરવાવાળો હાથ શ્રેષ્ઠ છે, નીચે વાળા હાથ, લેવાવાળા હાથ કરતા, હકીમ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તે ઝાતની કસમ! જેમણે આપને સત્ય સાથે મોકલ્યા છે, હવેથી હું ક્યારેય કોઈની પાસે માલ નહીં માગું, જ્યાં સુધી મારું મૃત્યુ નથી જાય. આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમના ખલીફા અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુ જ્યારે હકીમ રઝી અલ્લાહુ અન્હુને કંઈક આપવા માટે બોલાવતા, તો તેઓ ઇન્કાર કરી દેતા, ત્યાર પછી ઉમર રઝી અલ્લાહુ અન્હુ તેમને કંઈક આપવા માટે બોલાવતા, તો પણ લેવાથી ઇન્કાર કરી દેતા, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે મુસલમાનોનું જૂથ! તમે લોકો તે વાત પર સાક્ષી રહેજો કે મેં હકીમ રઝી અલ્લાહુ અન્હુને માલે ફય જે કાફિરો પાસેથી મુસલમાનોને યુદ્ધ અને જંગ વગર જ પ્રાપ્ત થાય છે, તેમાંથી તેમનો ભાગ આપ્યો, પરંતુ તેમને લેવાથી ઇન્કાર કરી દીધો, હકીમ રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી, તેમના મૃત્યુ સુધી કોઈની પાસે માલ ન માંગ્યો.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કેટલાય વિખરાયેલા વાળવાળા, દરવાજેથી ધૃતકારેલા લોકો, જો અલ્લાહ પર કોઈ સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમની સોગંદની લાજ રાખી લે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કેટલાય લોકો એવા છે, જેમના વાળ વિખરાયેલા હોય છે, વાળમાં ધૂળ ચોંટેલી હોય છે, જેઓ ન તો તેલ લગાવે છે, ન તો તેને ધોવે છે, લોકો પાસે તેમનું કઈ પણ સ્થાન નથી હોતું અને તેમને દરવાજા પાસેથી જ ધૃતકારી દેવામાં આવે છે, અને તેમની તિરસ્કારી નકારવામાં આવે છે; પરંતુ જો તેઓ કોઈ વાત બાબતે સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમના સન્માનમાં તેને પૂરી કરે છે, અને તે નિશ્ચિત પૂરી કરશે કે તેમની વિનંતી મંજૂર કરવામાં આવી છે, આ અલ્લાહની કૃપા અને તેની પાસે તેમના સન્માનના કારણે.
સઅદ બિન્ અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમારા માંથી કોઈ તે વાત પર સક્ષમ નથી કે એક દિવસમાં એક હજાર નેકીયો કમાવી લે?» આપની સાથે બેઠેલા સહાબાઓ માંથી એકે સહાબીએ સવાલ કર્યો: કોઈ એક દિવસમાં એક હજાર નેકીઓ કંઈ રીતે કમાવી શકે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે સો વખત સુબ્હાનલ્લાહ કહે, તો તેના માટે એક હજાર નેકીઓ લખવામાં આવે છે, અથવા એક હજાર ગુનાહ માફ કરવામાં આવે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સહાબાઓને સવાલ કર્યો: શું તમારા માંથી કોઈ એક દિવસમાં એક હજાર નેકીઓ મેળવવા માટે સક્ષમ નથી?! તો બેઠેલા સહાબાઓ માંથી એકે સવાલ કર્યો: એક વ્યક્તિ કંઈ રીતે એક દિવસમાં એક હજાર નેકીઓ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: સો વાર "સુબ્હાનલ્લાહ" કહો; તેના દ્વારા એક હજાર નેકીઓ લખવામાં આવશે; કારણકે એક નેકીનો બદલો દસ બરાબર લખવામાં આવે છે, અથવા એક હજાર ગુનાહ માફ થઈ જશે.
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે અલ્લાહ! ખરેખર જીવન તો આખિરતનું જીવન છે, અન્સાર અને મુહાજિરીનને માફ કરી દે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર જીવન તો આખિરતનું જીવન છે, જ્યાં અલ્લાહની પ્રસન્નતા તેની રહમત અને તેની જન્નત હશે; દુનિયાનું જીવન તો ખતમ થનારું છે, આખિરતનું જીવન હમેંશા બાકી રહેનારું જીવન છે, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અન્સાર માટે તેમની પ્રતિષ્ઠતા અને માન સન્માન કરતા તેમની માફી માટે દુઆ કરી, જેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લને અને મુહાજિર સહાબાઓને આશરો આપ્યો, તેમની મદદ કરી અને પોતાનો માલ તેમની વચ્ચે વિભાજીત કર્યો, એવી જ રીતે મુહાજિર સહાબાઓ માટે પણ દુઆ કરી, જેમણે અલ્લાહની કૃપા અને પ્રસન્નતા શોધતા પોતાનો માલ અને ઘર છોડી દીધું.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «ખરેખર આ દુનિયા શાપિત છે, અને તેમાં રહેલી દરેક વસ્તુ પણ શાપિત છે, અલ્લાહના નામના સ્મરણ સિવાય, અથવા જે તેના બરાબર છે, અને આલિમ અને વિદ્યાર્થીઓ સિવાય».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઅલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુઓ અલ્લાહ પાસે શાપિત, નિંદનીય, ત્યજી દીધેલી, ધૃતકારેલી તેમજ છોડી દીધેલી છે અને ન તો વખાણને પાત્ર છે; કારણકે દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ ઉચ્ચ અલ્લાહથી વિચલિત અને દૂર કરી દે છે, અલ્લાહના નામનું સ્મરણ, અને જે તેની સમાન હોય, અથવા તેમાંથી જ હોય, અથવા જેને અલ્લાહ પસંદ કરે તે સિવાય, અથવા આલિમ અથવા વિદ્યાર્થીઓ સિવાય, જે કુરઆન અને હદીષનું ઇલ્મ શીખે છે અથવા લોકોને શીખવાડે છે.
વહશી બિન્ હર્બ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે ખાવાનું ખાઈએ છીએ પરંતુ તેનાથી સંતુષ્ટ થતા નથી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કદાચ તમે અલગ અલગ ખાતા હશો»? સહાબાઓએ કહ્યું: હા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક સાથે ભેગા બેસી ખાઓ અને અલ્લાહનું નામ લો, તેમાં તમારા માટે બરકત કરવામાં આવશે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેકેટલાક સહાબાઓએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો, અમે ખાવાનું ખાઇએ છીએ પરંતુ અમે તેનાથી સંતુષ્ટ થતા નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: કદાચ તમે અલગ અલગ બેસી ખાતા હશો; શું તમે એકલા બેસીને ખાવ છો? સહાબાઓએ કહ્યું: હા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ભેગા બેસીને ખાઓ, અલગ અલગ ન ખાઓ, ખાતી વખતે અલ્લાહનું નામ પણ લો, અર્થાત્: બિસ્મિલ્લાહ કહો, અલ્લાહ તમને તેમાં બરકત આપશે અને તમે સંતુષ્ટ પણ થઈ જશો.
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે મને મેઅરાજ કરાવવામાં આવી, તો હું એવા લોકો પાસેથી પસાર થયો, જેમના નખ તાંબાના હતા, જેનાથી તેઓ પોતાના ચહેરા અને છાતીઓ ચીરી રહ્યા હતા, મેં પૂછ્યું: હે જિબ્રઇલ! આ લોકો કોણ છે?, જિબ્રઇલે કહ્યું: આ તે લોકો છે, જેઓ લોકોના માંસ (ગિબત) ખાતા હતા અને તેમની આબરૂ સાથે રમત કરતા હતા».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું: જ્યારે ઇસ્રાની રાત્રીમાં મને ઉપર મેઅરાજ કરાવવામાં આવી, તો હું એવા લોકો પાસેથી પસાર થયો જેમના નખ તાંબાના હતા, જેના દ્વારા તેઓ પોતાના ચહેરા અને છાતીઓને ચીરી રહ્યાં હતાં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જિબ્રઇલ અલૈહિસ્ સલામને સવાલ કર્યો: આ લોકો કોણ છે, જેમને આટલો સખત અઝાબ થઈ રહ્યો છે? જિબ્રઇલ અલૈહિસ્ સલામએ કહ્યું: આ લોકો દુનિયામાં લોકોની ચાડી કરતા હતા, અને તેમની આબરૂ સાથે રમત એટલે કે તેમને બદનામ કરતા હતા.