





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ મને જે હિદાયત અને જ્ઞાન સાથે પયગંબરી સોંપી છે, તેનું ઉદાહરણ ભારે વરસાદ જેવું છે, જે જમીન પર વરસે, તો જમીનનો જે ભાગ ઉપજાઉ હોય છે, તો તે જમીનનો ભાગ તે પાણીને શોષી લે છે, અને વધુ માત્રામાં ઘાસ અને વનસ્પતિ ઉગાડે છે, જયારે કે જમીનનો થોડો ભાગ ઉપજાઉ હોતો નથી, તો તે પાણીને રોકી લે છે, અને અલ્લાહ લોકોને ફાયદો પહોંચાડે છે, જેથી લોકો પોતે પણ પાણી પીવે છે અને પોતાના જાનવરોને પણ પીવડાવે છે, અને તેના દ્વારા ખેતી કરે છે, એવી જ રીતે વરસાદ જમીનના એવા ભાગ પર વરસે છે જે ટેકરા માફક હોય છે, જે ન તો પાણીને એકઠું કરે છે ન તો વનસ્પતિ ઉગાડે છે, આ જ ઉદાહરણ તે વ્યક્તિનું છે, જેના અલ્લાહના દીનની સમજ પ્રાપ્ત કરી અને જે શિક્ષા આપી માણે અલ્લાહએ મોકલ્યો છે, તેના દ્વારા ફાયદો ઉઠાવ્યો, તેણે પોતે પણ શિક્ષા પ્રાપ્ત કરી અને અન્ય લોકોને પણ શીખવાડી, તથા આ તે વ્યક્તિનું ઉદાહરણ છે જેણે આ વાત પર ધ્યાન ન આપ્યું અને અલ્લાહનું માર્ગદર્શન, જે હું લઈને આવ્યો છું તેનો સ્વીકાર ન કર્યો».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિ પર આશ્ચર્ય વ્યક્ત કરતા ઉપમા આપી, જે તેમણે લાવેલ હિદાયત અને સાચા માર્ગથી ફાયદો ઉઠાવે છે, જે અંતિમ લક્ષ્ય તરફ દોરી જાય છે, અને શરીઅત (ઘાર્મિક) જ્ઞાનને તે જમીન વડે ઉપમા આપી છે, જેના પર પુષ્કળ વરસાદ વરસ્યો હોય; તેના ત્રણ પ્રકાર હોય છે: પહેલો પ્રકાર: એક શુદ્ધ અને ફળદ્રુપ જમીન જે વરસાદના પાણીને શોષી લે છે, જેના દ્વારા તાજી અને સૂકી બંને પ્રકારની વનસ્પતિઓ વિપુલ માત્રામાં ઉગે છે, જેના દ્વારા લોકો ફાયદો ઉઠાવે છે. બીજો પ્રકાર: જે જમીન પાણી રોકી રાખે છે, પરંતુ વનસ્પતિ ઉગાડતી નથી, તે પાણી સંભાળી રાખે છે, જેના કારણે લોકો તેનાથી ફાયદો ઉઠાવે છે, તેઓ પાણી પીવે છે અને પોતાના ઢોરો પણ પાણી પીવડાવે છે, તેમજ ખેતરોના પાકની પણ તેના દ્વારા સિંચાઈ કરે છે. ત્રીજો પ્રકાર: એક સપાટ, સુંવાળી જમીન, જે ન તો પાણી રોકે છે અને ન તો ત્યાં વનસ્પતિ ઉગાડે છે, તે વરસાદના પાણીથી ન પોતો ફાયદો ઉઠાવે છે ન તો અન્ય લોકોને ફાયદો પહોંચાડે છે. એવી જ રીતે તે લોકો પણ છે, જેઓ તે જ્ઞાન અને માર્ગદર્શનને સાંભળે છે, જેની આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમને મોકલવામાં આવ્યા છે. પહેલો પ્રકાર: એવો આલીમ, જે અલ્લાહના દીનથી સારી રીતે જાણે, પોતાના જ્ઞાન મુજબ તેનું પાલન કરે અને અન્ય લોકોને પણ શીખવાડે છે; તે ફળદ્રુપ જમીન જેવો છે, જે પાણીને શોષી પોતે પણ ફાયદો ઉઠાવે છે અને વાવેતરના વિકાસનું કારણ બને છે, એવી જ રીતે અન્યને પણ ફાયદો પહોંચાડે છે. બીજો પ્રકાર: તે જે ઇલ્મ (જ્ઞાન)ને સુરક્ષિત રાખે છે, પરંતુ તે તેની ઊંડાણપૂર્વક સમજ અથવા તેમાંથી આદેશો પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતો નથી, તે જ્ઞાનને એકત્રિત કરે છે અને તેમાં પોતાનો સમય ફાળવે છે, પરંતુ તે તેના સ્વૈચ્છિક કાર્યોનું પાલન કરતો નથી, અથવા તે સમજી શકતો નથી કે તેણે શું એકત્રિત કર્યું છે, તે બીજાઓ માટે ફક્ત એક સાધન છે, -જે તેમને ફાયદો પહોંચાડી રહ્યો છે- તે જમીન જેવો છે, જેમાં પાણી રોકે છે, જેના દ્વારા લોકોને લાભ થાય છે. ત્રીજો પ્રકાર: તે જે કોઈ ઇલ્મ સાંભળે છે, પરંતુ ન તો તેની સુરક્ષા કરે છે ન તો તેના પર અમલ કરે છે, અને ન તો અન્ય લોકો સુધી પહોંચાડે છે; તે એક ઉજ્જડ અને સુંવાળી જમીન જેવો છે, જેમાં કોઈ વનસ્પતિ ઉગતી નથી અને તે પાણી શોષે છે અને ન તો અન્યને લાભ પહોંચાડે છે.
નૌમાન બિન્ બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: શું તમે જે ઈચ્છો તે ખાતા-પિતા નથી? મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે પેટ ભરાઈ જાય એટલી ખજૂરો પણ ન હોતી.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનૌમાન બિન્ બશીર રઝી અલ્લાહુ અન્હુ લોકોને તેમની પાસે રહેલી નેઅમતોને યાદ અપાવે છે, અને તેઓ જેટલું ઇચ્છે તેટલું ખાતા અને પીતા રહે છે, પછી તેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સ્થિતિ વિશે જણાવે છે કે તેઓ ભૂખના કારણે પોતાનું પેટ ભરવા માટે કોઈ નબળી ગુણવત્તાવાળી ખજૂર પણ મળતી ન હતી.
અબૂ અબ્બાસ સહલ બિન્ સઅદ સાઇદી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! મને કોઈ એવો અમલ બતાવો કે જેને હું કરી લઉં, તો અલ્લાહ મારાથી મોહબ્બત કરે, અને લોકો પણ મારાથી મોહબ્બત કરે, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દુનિયાનો મોહ છોડી દો, અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે, અને લોકો પાસે જે કંઈ છે તેના લોભ્યો ન બનો, તો લોકો તમારાથી મોહબ્બત કરશે».
رواه ابن ماجه وغيره بأسانيد حسنةએક વ્યક્તિએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછ્યું કે તમે તેને એક એવો અમલ જણાવી દો કે જો તે તેને કરવા લાગે તો તેને અલ્લાહની મોહબ્બત મળી જાય અને લોકોની પણ મોહબ્બત મળી જાય, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની મોહબ્બત મેળવવા માટે દુનિયામાં વ્યર્થ કામોને છોડી દો જે આખિરતમાં કંઈ ફાયદો ન પહોંચાડે અને દીનનું પણ નુકસાન કરે, જ્યારે કે લોકોની મોહબ્બત ત્યારે મળશે જ્યારે તમે તેમની પાસે જે કંઈ છે તેનાથી અળગા થઈ જાવ, અર્થાત લોભ ન કરો, લાલચ ન કરો, કારણકે પોતાની પાસે દુનિયાની મોહબ્બત પહેલાથી જ હોય છે, માટે તેના તરફ ધ્યાન આપવાથી દ્વેષ કરશે અને છોડી દેવાથી તેની મોહબ્બત મળશે.
મિકદાદ બિન્ મઅદી કરિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «આદમના પુત્રએ તેના પેટથી વધુ ખરાબ કોઈ વાસણ નથી ભર્યું, આદમના પુત્ર માટે તેની પીઠ સીધી કરવા માટે થોડા કોળિયા ખાવા પૂરતા છે, પરંતુ જો તેણે (પોતાનું પેટ ભરવું) જ હોય, તો તેણે એક તૃતીયાંશ ભાગ ખોરાક માટે, એક તૃતીયાંશ ભાગ પીવા માટે અને એક તૃતીયાંશ ભાગ શ્વાસ લેવા માટે રાખવો જોઈએ».
رواه الإمام أحمد والترمذي والنسائي وابن ماجهઆ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દવાનો એક સિદ્ધાંત જણાવી રહ્યા છે, જેના દ્વારા માનવી પોતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકે છે, તે સિદ્ધાંત એ કે ઓછો ખોરાક ખાવો, ખાવાનું ફક્ત એટલું જ ખાવામાં આવે કે માનવી જીવિત રહી શકે, અને જરૂરી કામો માટે તેને શક્તિ મળે, ભરવામાં આવતું સૌથી ખરાબ વાસણ પેટ છે; કારણકે પેટ ભરીને ખાવાથી ઘણી જાહેર અથવા આંતરિક બીમારીઓ થતી હોય છે, જે તરત જ અથવા થોડોક સમય પછી સામે આવે છે. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો માનવીએ પેટ ભરીને ખાવું જ હોય, તો એક તૃતીયાંશ ભાગ ખોરાક માટે, એક તૃતીયાંશ ભાગ પીવા માટે અને એક તૃતીયાંશ ભાગ શ્વાસ લેવા માટે રાખવો જોઈએ, જેથી નુકસાન અને પરેશાન ન થાય અને દીન તેમજ દુનિયાના કામોમાં આળસ ન આવી જાય.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાને એવો ખુતબો આપ્યો, જે પહેલા ક્યારેય આપ્યો ન હતો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી સમક્ષ જન્નત અને જહન્નમ રજૂ કરવામાં આવી, આજ પહેલા મેં આ પ્રકારની ભલાઈ અને બુરાઈ નથી જોય, જો તમે તે વાતો જાણી લો જે હું જાણું છું તો તમે ઓછું હસતા અને રડતા વધારે» કહ્યું: સહાબા રઝી અલ્લાહુ અન્હુમ આજ દિવસ પહેલા સખત દિવસ જોયો ન હતો, કહ્યું: તેમણે પોતાના ચહેરા છુપાવી લીધા, અને દુ:ખની અવાજ કાઢવા લાગ્યા, ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા એ કહ્યું: ઉમર રઝી અલ્લાહુ અન્હુ ઊભા થયા અને કહ્યું: "રઝીના બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (અમે રાજી છે અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નબી હોવાથી.), કહ્યું: એક વ્યક્તિ ઊભો થયો અને કહ્યું: મારો પિતા કોણ છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ફલાણા તારા પિતા છે», તો આ આયત ઉતરી: {હે ઈમાનવાળાઓ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને તે વાત જણાવી દેવામાં આવે તો તમને પસંદ નહી આવે} [અલ્ માઇદહ: ૧૦૧].
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના સહાબા વિષે વાત પહોંચી કે તેઓ વધુ પ્રમાણમાં મસઅલા વિશે પૂછી રહ્યા છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા અને લોકોને વક્તવ્ય આપ્યું, અને કહ્યું: મારી સમક્ષ જન્નત અને જહન્નમ લાવવામાં આવી; આજના દિવસ કરતા પહેલા મેં ક્યારેય આટલી ભલાઈ નથી જોઈ, જે મેં જન્નતમાં જોઈ અને ન તો આજ પહેલા એટલી બુરાઈ જોઈ જેટલી મેં આજે જહન્નમમાં જોય, જો તમે તે જોઈ લો જે મેં જોયું છે, અને તે જાણી લો જે મેં આજે જોયું છે, તો તમે ભયભીત થઈ ઓછું હસતા અને રડતા વધારે. અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તેમના સહાબાઓ માટે તે દિવસથી વધુ સખત કોઈ દિવસ ન હતો, તેઓ પોતાના માથું ઝુકાવી, તેમના રડવાની તીવ્રતાના કારણે તેમના નાકમાંથી અનુનાસિક અવાજ સાથે રડવાનો અવાજ આવવા લાગ્યો. તો ઉમર રઝી અલ્લાહુ અન્હુ ઊભા થયા અને કહ્યું: "રઝીના બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (અમે રાજી છે અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નબી હોવાથી.) અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: એક વ્યક્તિ ઊભો થયો અને કહ્યું: મારા પિતા કોણ છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ફલાણા તારા પિતા છે», તો આયત ઉતરી: {હે ઈમાનવાળાઓ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને તે વાત જણાવી દેવામાં આવે તો તમને પસંદ નહી આવે} [અલ્ માઇદહ: ૧૦૧].
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આદમની સંતાન પાસે જો બે વાદી (ખીણ) ભરીને સોનું હશે, તો તે ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તેના પેટને માટી સિવાય કોઈ વસ્તુ ભરી શકતી નથી અને અલ્લાહ તૌબા કબુલ કરનારની તૌબા કબૂલ કરે છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈ વસલ્લમએ કહ્યું: આદમની સંતાનને બે વાદી (ખીણ) ભરીને સોનું પણ આપવામાં આવે, તો તે લાલસા કરતા ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તે મૃત્યુ સુધી બરાબર લાલસા કરતો રહેશે અહીં સુધી કે તેનું પેટ કબરની માટી ભરી દે શે.
કુતબહ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ સતત કરતા હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ મુન્કરાતિલ્ અખ્લાકિ વલ્ અઅમાલિ વલ્ અહવાઇ" અર્થ: હે અલ્લ્લાહ! હું ખરાબ અખલાકથી, ખરાબ કાર્યોથી અને ખરાબ ઈચ્છાઓથી તારી પનાહ માગું છું».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સાબિત દુઆઓ માંથી એક દુઆ: (અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ) તારું શરણ ઇચ્છું છું, તારી પનાહમાં આવું છું, કારણકે તારા સિવાય કોઈ પનાહ આપી શકતું નથી, (મિન મુન્કરાતિ) તે કાર્યો જેનાથી અલ્લાહ અને તેના પયગંબરે રોક્યા હોય, (અખલાક) માંથી જેવા કે દ્વેષ, ઈર્ષા, ઘમંડ, (અને) ગુનાહના કાર્યો જેવા કે ગાળો આપવી, આરોપ લગાવવો, (અને) દરેક (ખરાબ ઈચ્છાઓ) જે મનમાં ઉભી થતી હોય અને જે શરીઅત વિરુદ્ધ હોય.
ઇયાઝ બિન હિમાર રઝી અલ્લાહુ અન્હુ જેઓ બનૂ મુશાજિઅ કબીલાના હતા, તેઓ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમ એક દિવસ વચ્ચે ઉભા થયા અને અમને ખુતબો આપ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે, તમે વિનમ્રતા અપનાવો, જેથી કોઈ બીજા સમક્ષ પોતાના પર ઘમંડ ન કરે અને કોઈ કોઈના પર અત્યાચાર પણ ન કરે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબા વચ્ચે ઉભા થયા અને ભલામણ કરતા કહ્યું: નિઃશંક અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે કે લોકોએ એકબીજા પ્રત્યે નમ્ર રહેવું જોઈએ, લોકો સાથે વિનમ્રતા અપનાવવી, અહીં સુધી કે કોઈ કોઈના વંશ, ધન દૌલત, તેમજ માન સન્માનના અથવા કોઈ પણ વસ્તુના આધારે કોઈના પર મોટાઈ ન કરે, અને કોઈ બીજાના પર જુલમ અને અત્યાચાર ન કરે.
મોમિનોની માતા અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે આયશા! ખરેખર અલ્લાહ દયાળુ છે અને દરેક વસ્તુમાં દયાને પસંદ કરે છે, અને તે દયાના કારણે તે દરેક વસ્તુ આપે છે જે કઠિનતા અપનાવવા પર નથી આપતો અને ન તો તેના સિવાય અન્ય કોઈ વસ્તુ પર આપે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આયશા રઝી અલ્લાહુ અન્હાને દયા કરવા પર પ્રોત્સાહન આપી રહ્યા છે, અને ખરેખર અલ્લાહ પોતાના બંદા પ્રત્યે દયાળુ, સહનશીલ છે, તે તેમની પાસેથી દયાની આશા રાખે અને કઠિનતા નથી ઈચ્છતો, તે તેમની ક્ષમતા કરતા વધુ ભાર નથી આપતો, અને અલ્લાહ ઈચ્છે છે કે તેનો બંદો કામમાં વિનમ્રતા અને સરળતા અપનાવે; તેથી તેણે અસંસ્કારી અને કઠોર ન હોવું જોઈએ, ખરેખર અલ્લાહ દયા અને નમ્રતા માટે આ દુનિયામાં પ્રસંશનીય વખાણ. હેતુઓની પ્રાપ્તિ અને બાબતોને આગળ વધારવા માટે સરળતા આપે છે અને આખિરતમાં મહાન બદલો આપે છે, જે તે હિંસા, કઠિનતા અને ઉગ્રતા કરતા વધુ આપે છે, અને નરમી પોતાની સાથે તે દરેક વસ્તુ લાવે છે, જે બીજું કોઈ લાવતું નથી.