





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઝૈદ બિન્ અરકમ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે, તેમણે કહ્યું: હું તમને એવા શબ્દો કહું છું, જે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ અજ્ઝિ વલ્ કસલિ, વલ્ જુબ્નિ વલ્ બુખ્લિ, વલ્ હરમિ વ અઝાબિલ્ કબ્રિ, અલ્લહુમ્મ આતિ નફ્સી તકવાહા, વ ઝક્કિહા અન્ત ખય્રુ મન્ ઝક્કાહા, અન્ત વલિય્યુહા વ મવ્લાહા, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ ઇલ્મિન્ લા યન્ફઅ, વ મિન્ કલ્બિન્ લા યખ્શઅ, વ મિન્ નફસિન્ લા તશ્બઅ, વ મિન્ દઅવતિન્ લા યુસ્તજાબુ લહા" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે લાચારી, આળસ, કાયરતા અને વૃદ્ધાવસ્થા (એવી વૃદ્ધાવસ્થાથી કે જેમાં બુદ્ધિ જતી રહે છે અને ઇબાદત કરવી શક્ય ન હોય) અને કંજુસાઈથી અને કબરના અઝાબ પનાહ માંગું છું, હે અલ્લાહ! તું મારા નફ્સને તકવો આપ અને તેને પવિત્ર કરી દે, અને તું સૌથી શ્રેષ્ઠ પાક કરવાવાળો અને તું જ તેની દેખરેખ કરનાર અને માલિક છે, હે અલ્લાહ! હું એવા ઈલ્મથી જે કોઈ ફાયદો ન પહોંચાડે, એવા દિલથી જેમાં તારો ડર ન હોય, એવા નફસથી જે સંતુષ્ટ ન પામે એવી દુઆથી જે કબૂલ કરવામાં ન આવે, એનાથી પનાહ માંગું છું)».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સાબિત દુઆઓ માંથી: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક" (હે અલ્લાહ! હું તારી પાસે પનાહ માંગું છું)», આશરો તારા તરફ જ લઈએ છીએ, «"મિનલ્ અઝ્જિ" (લાચારીથી)» ફાયદાકારક યુકિતઓ પર અક્ષમતાથી, «"વલ્ કસલિ" (આળસ)» કાર્ય કરવાની ઇચ્છાશક્તિ વિના, નબળા લોકો કંઈ કરી શકતા નથી, અને આળસુ વ્યક્તિ કંઈ કરવા માંગતો નથી, «"વલ્ જુબ્નિ" (કાયાળતા)» કંઈ કરવું જ ન હોય, «"વલ્ બુખ્લિ" કંજુસાઈ» જરૂરી ખર્ચ પણ ન કરવો, «"વલ્ હરમિ" (અત્યંત વૃદ્ધ)» વૃદ્ધાવસ્થાની તે સ્થિતિ જેમાં સંપૂર્ણ શરીર નબળું પડી જાય, «"વ અઝાબિલ્ કબ્રિ" (કબર ના અઝાબથી)» એવા સ્ત્રોતથી જે અઝાબનું કારણ બનતું હોય. «"અલ્લહુમ્મ આતિ નફ્સી" (હે અલ્લાહ! હું મારા નફસને આપ)» તું મને આપ અને તેની તૌફીક આપ, «"તકવાહા" (અલ્લાહનો ડર)» અનુસરણ કરવાની અને ગુનાહથી દૂરી રહેવાની, «"વ ઝક્કિહા" (તેને પવિત્ર કરી દે)» તેને પવિત્ર કરી દે ખરાબ ટેવ અને આદતોથી, «"અન્ત ખય્રુ મન્ ઝક્કાહા" (તું જ સૌથી શ્રેષ્ઠ પવિત્ર કરવાવાળો છે)» તારા સિવાય કોઈ પવિત્ર નથી કરી શકતું, «"અન્ત વલિય્યુહા" (તું જ તેની દેખરેખ કરનાર છે)» તેની મદદ કરનાર અને કાયમ રાખનાર, «"વ મવ્લાહા" (અને તું જ તેનો માલિક છે)» દરેક કાર્યોનો જવાબદાર, પાલનહાર, માલિક અને નેઅમત આપનાર. «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ ઇલ્મિન્ લા યન્ફઅ" (હે અલ્લાહ! હું એવા ઇલ્મથી તારી પનાહ માગું છું જે મને ફાયદો ન પહોંચાડે)», જેવું કે જ્યોતિષીનું જ્ઞાન, જાદુગરની શિક્ષા, અને તે દરેક ઇલ્મ, જે મને આખિરતમાં ફાયદો ન પહોંચાડે, અને એવું ઇલ્મ પણ, જેમાં અમલ ન હોય, «", વ મિન્ કલ્બિન્ લા યખ્શઅ" (એવું દિલ જે ક્યારેય સંતુષ્ટ ન પામે)» ન તો તારી સામે ઝૂકે, ન તો તેને સંતુષ્ટ હોય અને ન તો તેને શાંતિ મળે તારા ઝિક્રથી, «" વ મિન્ નફસિન્ લા તશ્બઅ" (એવું નફસ જે ક્યારેય સંતુષ્ટ ન થાય)» અલ્લાહએ જે કંઈ હલાલ અને પાક રોજી માંથી આપ્યું છે, તેનાથી સંતુષ્ટ ન થાય, «"વ મિન્ દઅવતિન્" (તે દુઆથી)» જે સ્વીકારવામાં ન આવે, «"લા યુસ્તજાબુ લહા" (જે કબૂલ કરવામાં ન આવે).
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક મુકાતિબ (એવો ગુલામ જે લખાણ કરી પોતાને જ પોતાના માલિક પાસેથી ખરીદે છે) તેમની પાસે આવ્યો, અને કહ્યું: હું મારા લખાણને પૂરો કરવામાં અસક્ષમ છું, જેથી મારી મદદ કરો, અલી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શું હું તને બે એવા કલિમા ન શીખવાડું જે મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શીખવાડયા હતા, અને જો તમારા શિરે સીર પર્વત જેટલું પણ દેવું હશે તે અલ્લાહ તરફથી આપી દેવામાં આવશે, કહ્યું: «કહો: "અલ્લાહુમ્મક્ ફિની બિહલાલિક અન હરામિક, વઅગ્નિની બિફઝ્લિક અમ્મન સિવાક" (હે અલ્લાહ! મને મારા હલાલ વસ્તુની સાથે પોતાની હરામ કરેલ વસ્તુઓથી પૂરતો થઈ જા અને મને તારી કૃપાથી પોતાના સિવાય બધાથી બે નિયાઝ કરી દે)».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેમોમિનોના અમીર અલી રઝી અલ્લાહુ અન્હુ પાસે એક મુકાતિબ આવ્યો, જેણે પોતાના માલિક સાથે પોતાને જ ખરીદી આઝાદ કરવાનું લખાણ કયું હતું, જેથી તે આઝાદ થઈ જાય, અને તેની પાસે માલ ન હતો, તો તેણે કહ્યું: ખરેખર હું મારા લખાણને પૂરો કરવામાં અસક્ષમ છું, જેથી મને માલ અથવા શિક્ષા આપી મારી મદદ કરો, અલી રઝી અલ્લાહુ અન્હુએ તેને કહ્યું: શું હું તને બે એવા કલિમા ન શીખવાડું જે મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શીખવાડયા હતા, અને જો તમારા શિરે સીર પર્વત જેટલું પણ દેવું હશે, જે તઈ ખાનદાન પાસે છે, તો અલ્લાહ તમને તેની નિંદાથી છુટકારો આપશે, કહ્યું: કહો: "અલ્લાહુમ્મક્ ફિની" (હે અલ્લાહ! મારા માટે પૂરતો થઈ જા) મારાથી ફેરવી દે અને મારાથી દૂર કરી દે, "બિહલાલિક" (જે તે હલાલ કરી છે) તેનાથી દૂર રાખ જેથી હું બેનિયાઝ થઈ જાઉં, "અન" (તેનાથી) તેમાં સપડાવવાથી, "હરામિક" (જે તે હરામ કરી છે), "વઅગ્નિની" (મારા માટે પૂરતો થઈ જા), મને કોઈનો મોહતાજ ન બનાવ, "બિફઝ્લિક" (તારી કૃપાથી) તારી ઉદારતાથી, "અમ્મન સિવાક" (તારા સિવાય) તારા સમગ્ર સર્જનથી.
સલમાન ફારસી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ત્રણ વ્યક્તિઓ એવા છે, જેમની સાથે ન તો વાત કરવામાં આવશે, ન તો તેમને પવિત્ર કરવામાં આવશે અને તેમના માટે દુઃખદાયી અઝાબ હશે: વ્યભિચાર કરનાર વૃદ્ધ વ્યક્તિ, ઘમંડ કરનાર ગરીબ વ્યક્તિ અને તે વ્યક્તિ જેણે અલ્લાહના નામને જ વેપાર બનાવી લીધો હોય, જે ખરીદી કરે તો પણ અલ્લાહની કસમ ખાઈને કરે અને વેચાણ કરે તો પણ અલ્લાહની કસમ ખાઈને કરે».
رواه الطبرانيઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકો માંથી ત્રણ વ્યક્તિઓ વિશે જણાવ્યું, જેઓ કયામતના દિવસે અલ્લાહના ગુસ્સાના કારણે સજાના હકદાર બનશે, જો તેઓ તૌબા ન કરે અથવા માફી ન માંગે તો: પહેલો અઝાબ: કયામતના દિવસે અલ્લાહ વાત નહીં કરે, પોતાના સખત ગુસ્સાના કારણે, અને તેમનાથી મોઢું ફેરવી લેશે, જો કલામ કરશે તો સરળ કલામ નહીં હોય, પરંતુ ગુસ્સો અને નારાજગી સાથે કલામ કરશે. બીજો અઝાબ: તેમને પવિત્ર નહીં કરે, ન તો તેમની પ્રશંસા કરશે અને ન તો તેમને ગુનાહોથી પાક કરશે. ત્રીજો અઝાબ: તેમના માટે આખિરતમાં સખત અઝાબ હશે. તે ત્રણેય લોકો: પહેલો વ્યક્તિ: તે વૃદ્ધ વ્યક્તિ, જે વ્યભિચાર કરતો હોય. બીજો વ્યક્તિ: એવો ગરીબ જેની પાસે કંઈ માલ ન હોય તો પણ તે લોકો સામે ઘમંડ કરતો હોય. ત્રીજી વ્યક્તિ: જે વેપાર ધંધામાં અલ્લાહનું નામ વધુ લેતો હોય, ખરીદી કરવામાં અને વેચાણ કરતી વખતે તે અલ્લાહની કસમ ખાઈ વેચતો હોય, અથવા માલ વેચવા માટે વસિલો બનાવતો હોય.
અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ભૂખ્યાને ખાવાનું ખવડાવો, બીમારની ખબર પૂછો અને કેદીને આઝાદ કરાવો».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ જણાવ્યું કે એક મુસલમાનના બીજા મુસલમાન પર કેટલાક હકો માંથી છે કે જો તેનો મુસલમાન ભાઈ ભૂખ્યો હોય, તો ખાવાનું ખવડાવો, બીમાર હોય તો ખબર અંતર પૂછો અને કેદ હોય તો આઝાદ કરાવો.
અબૂ ઉમામહ બાહિલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વખત બે વ્યક્તિઓનું વર્ણન કર્યું, તેમાંથી એક આબેદ (ખૂબ ઈબાદત કરનાર), અને બીજો આલિમ હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આલિમની મહત્ત્વતા એક આબેદ પર એવી જ છે, જેવી કે મારી મહત્ત્વતા તમારા માંથી એક સામાન્ય વ્યક્તિ પર છે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા, તેના ફરિશ્તાઓ, આકાશ વાળાઓ, જમીન વાળાઓ અહીં સુધી કે કીડીઓ તેમના દળમાં તેમજ માછલીઓ પાણીમાં તે વ્યક્તિ માટે દુઆ કરે છે, જે લોકોને નેકીની શિક્ષા આપે છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે વ્યક્તિઓનું વર્ણન કર્યું, એક આબેદ અને એક આલિમ, કે બન્ને માંથી શ્રેષ્ઠ કોણ છે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શરીઅતનું જ્ઞાન પ્રાપ્ત કરનાર અને તેના પર અમલ કરનાર આલિમ તેમજ શીખવાડનાર બન્નેનું મહત્વ એક એવા ઈબાદત કરનાર વ્યક્તિ પર છે, જેણે પોતાને ઈબાદત માટે સમર્પિત કરી દીધો હોય, તે જાણતા કે તેના પર શું જરૂરી છે, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મહત્વ એક સામાન્ય સહાબા પર છે. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્પષ્ટતા કરી કે ઇલ્મના કારણે પવિત્ર અલ્લાહ, તેનું અર્શ ઉઠાવનારા અને સમગ્ર આકાશના ફરિશ્તાઓ, જમીનમાં દરેક માનવીઓ અને જિન્નાતો અને દરેક પ્રાણીઓ, અહીં સુધી કે કીડી તેના દળમાં, સમુદ્રમાં રહેલી માછલીઓ, સૃષ્ટિ પરના દરેક ઢોર, જમીન અને સમુદ્રનું દરેક સર્જન, દરેક તે આલિમ માટે ભલાઈની દુઆ કરે છે, જે લોકોને દીનનું ઇલ્મ શીખવાડે છે, અને લોકોની નજાત તેમજ સફળતાની ચિંતા કરે છે.
હુઝૈફહ બિન્ યમાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જ્યારે આપ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૂવાનો ઈરાદો કરતા, તો પોતાનો જમણો હાથ જમણા ગાલની નીચે મુકતા અને આ દુઆ પઢતા: «"અલ્લાહુમ્મ કિની અઝાબક યવ્મ તજ્મઉ અવ્ તબ્અષુ ઇબાદક" (અર્થ: હે અલ્લાહ! મને તે દિવસે અઝાબથી બચાવીને રાખજે, જે દિવસે તું પોતાના બંદાઓને ફરી વખત જીવિત એકઠા કરે)».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆપ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે સૂવા માટે પથારીમાં જતા, તો પોતાના જમણા હાથને જમણા ગાલની નીચે રાખતા અને કહેતા: «"અલ્લાહુમ્મ" (હે અલ્લાહ!)» હે મારા પાલનહાર!, «"કિની" (મારી રક્ષા કર)» મારી હિફાજત કર, «"અઝાબક" (તારા અઝાબથી)» તારી પકડથી, «"યવ્મ તજમઉ અવ્ તબ્અષુ ઇબાદક" (જે દિવસે તું લોકોને ફરી વખત જીવિત કરી એકઠા કરે)», કયામતના દિવસે હિસાબના સમયે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ એવું જ્ઞાન પ્રાપ્ત કરે જે ફક્ત અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હોય અને તે તેને ફક્ત દુનિયાના લાભ માટે શીખે, તો તે કયામતના દિવસે જન્નતની સુગંધ પણ પ્રાપ્ત નહીં કરી શકે» અર્થાત્ જન્નતની ખુશ્બુ.
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ દીનનું ઇલ્મ પ્રાપ્ત કરે જેનો ખરેખર હેતુ અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો હોય છે, તો જે વ્યક્તિ આ ભવ્ય હેતુ વગર દુનિયા પ્રાપ્ત કરવા માટે, અથવા દુનિયામાં ચર્ચિત થવા અથવા કોઈ પદ લેવા માટે પ્રાપ્ત કરશે, તો કયામતના દિવસે તેને જન્નતની સુગંધ પણ નહીં મળી શકે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક વ્યક્તિ રસ્તામાં ચાલી રહ્યા હતો, તો તેને એક કાંટા વાળી ડાળી દેખાઈ, તો તેણે તેને એક તરફ કરી દીધી, તો અલ્લાહએ તેનો આભાર વ્યક્ત કર્યો અને તેને માફ કરી દીધો».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક વ્યક્તિ રસ્તામાં ચાલતો હતો, તો તેણે રસ્તામાં કાંટા વાળી ડાળી જોઇ, જે મુસલમાનોને તકલીફ આપી રહી હતી, તો તેણે તેને એક તરફ કરી રસ્તા વચ્ચેથી હટાવી દીધી, તો અલ્લાહ તઆલાએ તેનો આભાર વ્યક્ત કર્યો અને તેને માફ કરી દીધો.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે મિલકતો ન બનાવો, અન્યથા તમે દુનિયાના લોભયા બની જશો».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખેતીની જમીન, બગીચા અને ખેતરો રાખવાથી રોક્યા છે; કારણ કે તે એવા કારણોમાંથી છે જે વ્યક્તિને દુન્યવી જીવન તરફ લઈ જાય છે અને તેને આખિરતથી વિચલિત કરે દે છે.