





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર જન્નતમાં એક એવું વૃક્ષ છે કે એક જડપી ઘોડેસવાર સો વર્ષ સુધી પણ ચાલતો રહેશે તો પણ તેને પાર નહીં કરી શકે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જન્નતમાં એક એવું વૃક્ષ છે કે જેની નીચે એક જડપી ઘોડેસવાર, જો પોતાની જડપમાં સૌથી આગળ નીકળી જનારો હશે, તે સો વર્ષ સુધી પણ દોડતો રહેશે તો તે વૃક્ષની ડાળીઓ ખત્મ નહીં થાય.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર જન્નતમાં એક બજાર છે, જ્યાં જન્નતીઓ દર શુક્રવારે જશે, તે સમયે ઉત્તર દિશા બાજુ હવા ચાલશે, જે તેમના ચહેરા અને કપડાં પર ધૂળ નાખી દેશે, જેના કારણે તેઓ વધુ સુંદર થઈ જશે, ફરી જ્યારે તેઓ પોતાના પરિવાર પાસે પાછા ફરશે, તો તેમના પરિવાર વાળા કહેશે: અલ્લાહની કસમ! તમે તો જઈને આવ્યા પછી વધુ સુંદર થઈ ગયા છો, તો તેઓ પણ કહેશે: અલ્લાહની કસમ! તમે પણ અમારા પછી વધુ સુંદર થઈ ગયા છો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જન્નતમાં એક જગ્યા છે, જ્યાં જન્નતીઓના બજાર થશે, તે વેચાણ માટે નથી, પરંતુ તેઓ જે ઇચ્છશે તે લઈ લેશે, તેઓ અઠવાડિયામાં એક દિવસ ત્યાં જશે અને અઠવાડિયા માટે પૂરતું ત્યાંથી લેશે, તો ઉત્તર બાજુ હવા ચાલશે, જે તેમના કપડાં અને ચહેરાને તાજા કરી દેશે, જેથી તેમની સુંદરતા વધી જશે, ફરી તેઓ વધુ સુંદર થઈ પોતાન પરિવાર વાળા તરફ પાછા ફરશે, તો તેમના પરિવાર વાળા તેમને કહેશે: અલ્લાહની ક્સમ! તમે તો અમારા પછી ખૂબ જ સુંદર લાગો છો, તો તેઓ પણ કહેશે; અલ્લાહની કસમ! તમે પણ અમારા પછી ખૂબ જ સુંદર થઈ ગયા.
હિશામ બિન્ હકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેઓ શામમાં અન્બાત કબીલાના કેટલાક ખેડૂતો પાસેથી પસાર થયા, તેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે કહ્યું: આ શું છે? તેઓએ કહ્યું: કર બાબતે તેમને કેદ કરી લેવામાં આવ્યા છે, હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મેં કહેતા સાંભળ્યા: «અલ્લાહ એવા લોકોને અઝાબ આપશે, જેઓ લોકોને દુનિયામાં જ સજા આપે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેહિશામ બિન હકીમ બિન હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા શામ શહેરમાં કેટલાક અન્બાત કબીલાના ખેડૂતો પાસેથી પસાર થયા, જેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે પૂછ્યું આ શું છે? તે લોકોએ જણાવ્યું કે તેમને સક્ષમ હોવા છતાંય કર ન ભરવાના કારણે આ સજા આપવામાં આવી રહી છે. હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: ખરેખર જે લોકો દુનિયામાં લોકો પર અત્યાચાર કરતા તેમને સજા આપશે, અલ્લાહ તઆલા તેમને અઝાબ આપશે.
જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને (સ્ત્રી પર) અચાનક પડવાવાળી નજર વિશે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને તરત જ નજર ફેરવી લેવાનો આદેશ આપ્યો.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેજરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અજાણી સ્ત્રી પર અચાનક કોઈ કારણ વગર નજર પડી જાય તે વિશે સવાલ કર્યો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો કે તરત જ ચહેરો બીજી બાજુ કરી દેવામાં આવે, અને તરત જ નજર હટાવી લેવામાં આવે, જો તે આવું કરશે તો તેના પર કોઈ ગુનો નથી.
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અસ્લમીને રજમ (સંગસાર) કર્યા પછી ઊભા થયા અને કહ્યું: «તમે આ પ્રકારની ગંદકી (વ્યભિચાર)થી બચો, જેનાથી અલ્લાહએ રોક્યા છે, જો કોઈ વ્યક્તિથી આ કુકર્મ થઈ જાય તો, જો અલ્લાહએ તેને છુપાવ્યું હોય, તો તે પણ તેને છુપાવી લે અને અલ્લાહથી તૌબા કરે; કારણકે જે વ્યક્તિના કુકર્મ વિષે અમને જાણ થઈ ગઈ તો અને સર્વશક્તિમાન અલ્લાહની કિતાબ અનુસાર તેના પર આદેશ લાગું કરીશું».
رواه الحاكم والبيهقيઅબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માઇઝ્ બિન માલિક અસ્લમીને વ્યભિચારનિ સજા રજમ (સંગસાર) આપ્યા પછી ઊભા થયા અને લોકોને સંબોધિત કરી કહ્યું: આ પ્રકારની ગંદકીથી બચો, જે ગુનાહોમાં સૌથી ખરાબ ગુનોહ છે, જેનાથી અલ્લાહએ રોક્યા છે, બસ જે વ્યક્તિ આ કુકર્મમાં સપડાઈ જાય, તો તેના પર બે બાબતો લાગું પડે છે: પહેલી બાબત: તે પોતાના ગુનાહને ત્યાં સુધી છુપાવે, જ્યાં સુધી અલ્લાહએ છુપાવ્યો છે અને અન્યને તેના વિષે જાણ ન કરે. બીજી બાબત: તે અલ્લાહ પાસે તૌબા કરવામાં ઉતાવળ કરે, અને ગુનાહ પર અડેલો ન રહે, અને જે વ્યક્તિ આ પ્રમાણેની અવજ્ઞા કરતો દેખાશે, અમે તેના પર અલ્લાહની કિતાબ પ્રમાણે સજા લાગું કરીશું.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મસ્જિદમાં એઅતિકાફ કર્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને ઊંચા અવાજે કુરઆન મજીદની કિરઅત કરતા સાંભળ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડદો હટાવ્યો અને કહ્યું: «લોકો તમારા માંથી દરેક પોતાના પાલનહારને પોકારી રહ્યો છે, માટે કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, અને તમારા માંથી કોઈ એકબીજાની તિલાવતમાં અવાજ ઉંચો ન કરે», અથવા કહ્યું: નમાઝ પઢતા પોતાનો અવાજ ઉંચો ન કરશો».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે મસ્જિદના ખૂણે એઅતિકાફમાં બેઠા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કેટલાંક લોકોને ઊંચા અવાજે કુરઆન મજીદની તિલાવત કરતા સાંભળ્યા, જેના દ્વારા અન્ય લોકોને તકલીફ થઈ રહી હતી. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પડદો હટાવ્યો અને તેમને આ કામ પર ટોકયા અને ગુસ્સે થયા અને કહ્યું: તમારા માંથી દરેક કુરઆન મજીદની તિલાવત કરી પોતાના પાલનહારને પોકારે, તો ઊંચા અવાજે ન પોકારે અને એકબીજાને તકલીફ પણ ન આપે, અને તિલાવત કરતા અથવા નમાઝ પઢતી વખતે અવાજ ઉંચો ન કરે.
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા વસ્ત્રો માંથી સફેદ કપડાં પહેરો, તે તમારા શ્રેષ્ઠ કપડાઓ માંથી છે, અને તમારા મૃતકોને સફેદ કપડાંમાં જ કફન આપો».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પુરુષોને સફેદ વસ્ત્રો પહેરવા અને તેમાં મૃતકને કફન આપવાનું માર્ગદર્શન આપ્યું છે; કારણ કે તે શ્રેષ્ઠ વસ્ત્રો માંથી છે.
જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે એક અભિયાન પર હતા, એક મુહાજિર (હિજરત કરનાર) વ્યક્તિએ અન્સાર (સહાયકો) ના એક વ્યક્તિને ધક્કો માર્યો, અન્સારના વ્યક્તિએ બુમ પાડી: હે અન્સારીઓ! મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ પણ બુમ પાડી: હે મુહાજિરો! મદદ કરો, તો અલ્લાહએ પોતાના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ સંભળાવ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ શું છે?», તો લોકોએ કહ્યું: એક મુહાજિર (હિજરત કરનાર) વ્યક્તિએ અન્સારના એક વ્યક્તિને ધક્કો માર્યો, અન્સારના વ્યક્તિએ બુમ પાડી: હે અન્સારીઓ! મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ પણ બુમ પાડી: હે મુહાજિરો! મદદ કરો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ પ્રકારની અજ્ઞાનતાની વાતો છોડી દો; કારણકે અત્યંત ખરાબ વાતો છે», જાબિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહ આવ્યા તો અન્સારી સહાબાની સંખ્યા વધારે હતી, પરંતુ આગળ જતા મુહાજિર સહાબાઓની સંખ્યા વધી ગઈ, તો અબ્દુલ્લાહ ઇબ્ને ઉબઈએ કહ્યું: શું ખરેખર તે લોકોએ આમ કર્યું, અલ્લાહની કસમ, જયારે આપણે મદીનહ પાછા ફરીશું, ત્યારે અમારા માંથી સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ સૌથી અપમાનિત વ્યક્તિને કાઢી મુકશે, તો ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! મને પરવાનગી આપો, હું આ મુનાફિક (દંભી) વ્યક્તિને કતલ કરી દઉં, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને છોડી દો, જેથી લોકો એમ ન કહે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓને કતલ કરે છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મુહાજિર અને અન્સાર સહાબા સાથે એક અભિયાન પર સફર કરી રહ્યા હતા, મુહાજિર સહાબા માંથી એક વ્યક્તિએ પોતાના હાથ વડે એક અન્સાર વ્યક્તિની પીઠ પર પ્રહાર કર્યો. તો અન્સારીએ કહ્યું: હે અન્સારના લોકો! મારી મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ કહ્યું: હે હિજરત કરનાર લોકો! મારી મદદ કરો, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ સંભાળ્યું, તો કહ્યું: આ શું છે? તો લોકોએ કહ્યું: મુહાજિર સહાબા માંથી એક વ્યક્તિએ પોતાના હાથ વડે એક અન્સાર વ્યક્તિની પીઠ પર પ્રહાર કર્યો, તો અન્સારીએ કહ્યું: હે અન્સારના લોકો! મારી મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ કહ્યું: હે હિજરત કરનાર લોકો! મારી મદદ કરો. તો પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ પ્રકારના અજ્ઞાનતાના સમયના (ઇસ્લામ પહેલાના) રીવાજો છોડી દો; કારણકે તે અત્યંત ખરાબ, ઘૃણાસ્પદ અને હાનિકારક છે; તે એ છે કે જયારે કોઈ વ્યક્તિ પોતાના વિરોધી સમક્ષ હારી જાય છે, તો પોતાના લોકોને બોલાવે છે, અને તેઓ તેની મદદ કરવા દોડી આવે છે, પછી ભલેને તે અત્યાચારી હોય કે પીડિત, અજ્ઞાનતા અને કટ્ટરતાના કારણે. જાબિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહ આવ્યા તો અન્સારી સહાબાની સંખ્યા વધારે હતી, પરંતુ આગળ જતા મુહાજિર સહાબાઓની સંખ્યા વધી ગઈ. તો મુનાફિકોના વડા અબ્દુલ્લાહ ઇબ્ને ઉબઈ ઇબ્ને સલૂલએ કહ્યું: શું ખરેખર વાત અહીં સુધી પહોંચી ગઈ છે? અલ્લાહની કસમ, જયારે આપણે મદીનહ પાછા ફરીશું, ત્યારે અમારા માંથી સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ -અર્થાત્ તે પોતે અને તેના સાથીઓ- સૌથી અપમાનિત -અર્થાત્ નબી લ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના સહાબા-ને બહાર કાઢી મુકશે. તો ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! મને પરવાનગી આપો, હું આ મુનાફિક (દંભી) વ્યક્તિને કતલ કરી દઉં, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને છોડી દો, જેથી લોકો એમ ન કહે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓની હત્યા કરે છે.
અબ્દુલ્લાહ ઇબને મસ્ઊદ રઝી. રિવાયત કરે છે, કે તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક ચટાઈ પર સૂઈ ગયા હતા, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઊભા થયા, તો તેમના શરીર પર તેના નિશાન હતા, તો અમે કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું તમારા મતે અમે ગાદલું લઈ આવીએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા માટે આ દુનિયાના જીવનનો શું મોહ? હું દુનિયાના જીવનમાં એક સવાર માફક છું, જે વૃક્ષ નીચે છાંયડો લે છે, પછી તેને છોડી આગળ ચાલ્યો જાય છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઅબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કેટલાક છોડ માંથી બનાવેલી નાની ચટાઈ પર સૂઈ ગયા હતા, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઊભા થયા, તો તેમના બાજુના શરીરની ચામડી પર તેના નિશાન હતા, તો અમે કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું તમારા માટે અમે નરમ ગાદલું લઈ આવીએ, જે આ લાકડીની ચટાઈ કરતાં સારું હશે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને આ દુન્યવી જીવનની કોઈ વસ્તુ પ્રિય નથી, કે તેની હું ઈચ્છા કરું, દુનીયામાં માંરુ ઉદાહરણ તે સવાર માફક છે, જે એક વૃક્ષની નીચે છાંયડો શોધે છે, ફરી તેને છોડી આગળ વધી જાય છે.