





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા કે અચાનક એક અવાજ સંભળાયો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમે જાણો છો કે આ શાનો અવાજ છે?» અમે કહ્યું અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ એક પથ્થર છે, જે સિત્તેર વર્ષ પહેલા જહન્નમમાં ફેંકવામાં આવ્યો હતો, હમણાં તે નીચલા ભાગ સુધી પહોંચ્યો છે, અને તેમે તેનો અવાજ સાંભળ્યો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક ભયાનક અવાજ સાંભળ્યો, જેવું કે કોઈ વસ્તુ નીચે જોરથી પડી રહી હોય, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠેલા સહાબાઓને આ અવાજ વિશે સવાલ કર્યો, તેઓએ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ ભયાનક અવાજ જે તમે સાંભળ્યો, તે એક પથ્થરનો અવાજ છે, જે આજથી સિત્તેર વર્ષ પહેલાં જહન્નમમાં નાખવામાં આવ્યો હતો, હમણાં તે જહન્નમની નીચે પહોંચ્યો છે, જેનો તમે અવાજ સાંભળ્યો.
સલમા બિન અકવઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિ નબી ﷺ પાસે બેસી ડાબા હાથ વડે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો નબી ﷺ એ કહ્યું: «જમણા હાથ વડે ખાઓ», તો તે વ્યક્તિ એ કહ્યું: હું જમણા હાથ વડે ખાઈ નથી શકતો, નબી ﷺ એ કહ્યું: «તું આમ ક્યારે પણ નહીં કરી શકે», તે વ્યક્તિ ફક્ત ઘમંડના કારણે જમણા વડે ખાવાની ના પાડી, ત્યારબાદ તે ક્યારેય પોતાના હાથ મોઢા સુધી ન લઇ શક્યો.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ એક વ્યક્તિને જોયો કે તે ડાબા હાથ વડે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો તેને આદેશ આપ્યો કે જમણા હાથ વડે ખાઓ, તે વ્યક્તિએ ઘમંડ સાથે જૂઠ બોલી જવાબ આપ્યો કે હું જમણા હાથ વડે ખાવાની શક્તિ ધરાવતો નથી! તો નબી ﷺ એ તેના માટે બદ્ દુઆ કરી કે તે ક્યારેય જમણા હાથ વડે ન ખાઈ શકે, અલ્લાહ તઆલાએ પોતાના નબીની દુઆ કબૂલ કરી અને તે વ્યક્તિના જમણા હાથમાં લકવો પડી ગયો, ત્યાર બાદ તે ખાવા પીવા માટે ક્યારેય પોતાનો હાથ મોઢા સુધી ન લઇ શક્યો.
ઉમામહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં નબી ﷺને કહેતા સાંભળ્યા, જ્યારે આપ ﷺ હજજતુલ્ વદાઅના સમયે ખુતબો આપી રહ્યા હતા: «તમે તમારા પાલનહાર અલ્લાહથી ડરો, તમે પાંચ વખતની નમાઝ પઢો, તમે રમઝાન મહિનાના રોઝા રાખો, તમારા માલ માંથી ઝકાત કાઢો અને પોતાના હોદ્દેદારોનું અનુસરણ કરો, તો પોતાના પાલનહારની જન્નતમાં દાખલ થઈ જશો».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી ﷺએ હજજતુલ્ વદાઅના સમયે અરફાના દિવસે ખુતબો આપ્યો, હિજરતના દસમાં વર્ષે, અને આ નામ એટલા માટે પડ્યું કે નબી ﷺ લોકોને અલ્ વિદાઅ કહ્યું, નબી ﷺએ દરેક લોકોને કહ્યું કે તમે તમારા પાલનહારથી ડરો, એવી રીતે કે તેના આદેશો પર અમલ કરી અને તેણે રોકેલા કાર્યોથી બચીને. અને અલ્લાહએ એક દિવસ અને રાતમાં ફર્ઝ કરેલી પાંચ નમાઝો પઢીને. રમઝાનના રોઝા રાખીને. અને પોતાના માલ માંથી ઝકાત કાઢી, તેના હકદાર સુધી પહોંચાડતા, તેમજ તેમાં કંજૂસી ન કરતા. અને એ કે હોદ્દેદારોની ઇસ્લામે માન્ય ગણેલી વાતો પર અમલ કરીને. જે ઉપરોક્ત વર્ણન કરેલ વસ્તુઓ પર અમલ કરશે તો તે જન્નતમાં દાખલ થશે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મુલાકાત કરે, તો તેને સલામ કરે, પછી જો તેમની વચ્ચે વૃક્ષ અથવા દિવાલ અથવા પથ્થર આવી જાય ફરી બીજી વાર મુલાકાત કરે તો ફરી સલામ કરે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક મુસલમાનને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે તે જ્યારે પણ બીજા મુસલમાન ભાઈ સાથે મુલાકાત કરે તો તેને સલામ કરે, ભલેને તેઓ એક સાથે ચાલી રહ્યા હોય, અને ચાલતા ચાલતા રોકાઈ જાય, જેવુ કે વૃક્ષ, દિવાલ અથવા કોઈ મોટો પથ્થર, પછી જો તે બન્ને પાછા મળે તો બીજી વાર સલામ કરે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શુ હું તમને એવા અમલ વિશે જાણકારી ન આપું, જેનાથી અલ્લાહ તઆલા તમારા ગુનાહ માફ કરી દેશે અને તમારા દરજ્જા બુલંદ કરશે?» સહાબાઓએ કહ્યું, કેમ નહીં હે અલ્લાહના રસૂલ!: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ઈચ્છા ન હોય તો પણ સારી રીતે વઝૂ કરવું, મસ્જિદ તરફ વધુ ચાલતા જવું, એક નમાઝ પઢયા પછી બીજી નમાઝ માટે રાહ જોવી, આ જ રિબાત (શૈતાન વિરુદ્ધ યુદ્ધની છાવળી) છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ સહાબાઓને સવાલ કર્યો કે શું તમે એવા અમલ વિષે જાણવાની ઈચ્છા ધરાવો છો, જેના કારણે ગુનાહ માફ થાય છે, કર્મનોધ માંથી તે ગુનાહ ભૂંસી નાખવામાં આવે છે, અને તે કાર્યો જન્નતમાં ઊંચા દરજ્જાનું કારણ બને છે? સહાબાઓએ કહ્યું: હા અમે એવા અમલ વિષે જાણવાની ઈચ્છા ધરાવીએ છીએ, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: પહેલું: મુસીબત હોવા છતાંય સારી રીતે વઝૂ કરવું, જેવું કે ઠંડીમાં, પાણીની અછત વખતે શરીરમાં દુખાવાના કારણે, અને ગરમ પાણી હોય વગેરે. બીજું: ઘરેથી મસ્જિદ દૂર હોવા છતાંય ચાલતા નમાઝ પઢવા જવું, અને આ કાર્ય સતત કરતાં રહેવું. ત્રીજું: એક નમાઝ પછી બીજી નમાઝ માટે રાહ જોવી, તેના પ્રત્યે દિલ લગાવવું, તેની તૈયારી કરવી અને જમાઅત માટે નમાઝની રાહ જોવી, જ્યારે નમાઝ પઢી લે તો તે જ જગ્યા પર બેસીને બીજી નમાઝની રાહ જોવી. પછી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યુ કે ખરેખર આ અમલ સાચે પહેરેદારી કરવા જેવા છે, કારણકે દિલ પરથી શૈતાનના માર્ગને દૂર કરે છે, તે પોતાના નફ્સ પર કાબુ કરે છે, અને વસ્વસાને સ્વીકાર કરવાથી રોકે છે, આ રીતે અલ્લાહની જમાઅત શૈતાનના લશ્કર સામે વિજય પામે છે, અને ખરેખર આ જ મોટું જિહાદ છે, જે દુશ્મનની પીઠ પર જોરદાર વાર કરે છે.
અબૂ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શું હું તમને તમારા માટે સૌથી શ્રેષ્ઠ અમલ વિશે ન જણાવું, જે અમલ તમારા પાલનહારની નજીક સૌથી પ્રશંસનીય અને તમારા દરજ્જાને ઊચા કરવાવાળો છે, તમારા સોના અને ચાંદીને ખર્ચ કરવા કરતા પણ વધારે ઉત્તમ અને તેના કરતાં પણ વધારે ઉત્તમ અમલ છે કે જ્યારે તમારો સામનો દુશ્મનો સામનો થાય અને તમે તેની ગરદન મારો અને તેઓ તમારી ગરદન મારે?» સહાબાઓએ કહ્યું કેમ નહીં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તે અમલ અલ્લાહનો ઝિક્ર છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ સહાબાઓને સવાલ કર્યો: શું તમે ઇચ્છો છો કે હું તમને એક મહાન અમલ વિશે જણાવું જે તમારા પાલનહારની નજીક સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ અને પવિત્ર છે? જે અમલ જન્નતમાં તમારા દરજ્જા બુલંદ કરશે? જે અમલ સોના અને ચાંદી ખર્ચ કરવા કરતા પણ વધારે શ્રેષ્ઠ છે? અને જિહાદ જેવા અમલ કરતા પણ વધુ શ્રેષ્ઠ અમલ, જેમાં તમે કાફિરો સાથે યુદ્ધમાં એકબીજાની ગરદન મારો છો? સહાબાઓએ કહ્યું: હા જરૂર અમે જાણવા ઇચ્છીએ છીએ. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં અને દરેક વખતે અલ્લાહનો ઝિક્ર કરવો.
સુલૈમાન બિન સુરદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠો હતો, અને નજીકમાં જ બે લોકો એકબીજાને ગાળો આપી રહ્યા હતા, તે બંને માંથી એકનો ચહેરો ગુસ્સાના કારણે લાલ થઈ ગયો, અને તેની નસો ફૂલી ગઈ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને એવો કલીમો ખબર છે, જો તે બંને તેને કહી દે તો તેમનો ગુસ્સો દૂર થઈ જાય, જો તેઓ કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી), તો તેનો ગુસ્સો ખતમ થઈ જશે» તો લોકોએ તેને કહ્યું: ખરેખર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પાસે ધૃતકારેલ શૈતાનથી પનાહ માંગો», તે વ્યક્તિએ કહ્યું: શું હું પાગલ છું?
મુત્તફકુન્ અલયહિબે વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ એકબીજા સાથે લડી રહ્યા હતા અને ગાળો આપી રહ્યા હતા, તો તે બંને માંથી એકનો ચહેરો ગુસ્સાના કારણે લાલ થઈ ગયો અને તેના ગળાની રગો ફૂલવા લાગી. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું એક એવો કલીમો જાણું છે જે ગુસ્સાવાળો વ્યક્તિ કહે તો તેનો ગુસ્સો દૂર થઈ જશે, જો તે કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી). તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને કહ્યું: અલ્લાહ પાસે શૈતાનથી પનાહ માંગો. તો તે વ્યક્તિએ કહ્યું: શું હું પાગલ છું?! તે સમજતો હતો કે પાગલ વ્યક્તિ જ શૈતાનથી પનાહ માંગે છે.
અબુ કતાદાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને ખરાબ સપના શૈતાન તરફથી હોય છે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુએ તો પોતાની ડાબી બાજુ ત્રણ વાર થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે, આમ કરવા પર તેને તે ખરાબ સપનું કોઈ નુકસાન નહીં પહોંચાડે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે ખુશ કરવાવાળા સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને તે સપના જે નાપસંદ હોય, અથવા દુ:ખી કરે તે શૈતાન તરફથી હોય છે. બસ જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુઓ તો પોતાની ડાબી બાજુ થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે; આમ કરવાથી તેને નુકસાન નહીં પહોંચે, જેને અલ્લાહ તઆલાએ તેને તે વસ્તુના પરિણામે સુરક્ષાનું કારણ બનાવ્યું છે.
ઉકબા બિન આમીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર કાબૂ રાખો, પોતાના ઘરમાં રહો, અને પોતાની ભૂલો (ગુનાહો) પર રડો».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઉકબા બિન આમીર રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દુનિયા અને આખિરતમાં છૂટકારો પ્રાપ્ત કરવા બાબતે સવાલ કર્યો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે ત્રણ કામ કરો: પહેલું: પોતાની જુબાનને તે દરેક વસ્તુથી બચાવો જેમાં ભલાઈ ન હોય, દરેક પ્રકારની બુરાઈથી બચો અને સારી વાત સિવાય બીજું કઈ ન બોલો. બીજું: પોતાના ઘરમાં રહો, જેથી તમે એકાંતમાં અલ્લાહની ઈબાદત કરો, અને અલ્લાહના અનુસરણમાં વ્યસ્ત રહો, અને પોતાના ઘરમાં રહીને ફિતનાથી દૂર રહો. ત્રીજું: પોતાના ગુનાહો પર પસ્તાવો કરો, તૌબા કરો અને રડો.