





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ ખૂબ કરતા હતા: «યા મુલ્લલિબલ્ કુલૂબ ષબ્બિત કલ્બિ અલા દીનિક, "હે દિલોને ઉલટફેર કરનાર, મારા દિલને મારા દીન પર અડગ રાખ"». તો મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ!, અમે તમારા પર અને તમે જે શરીઅત લઈને આવ્યા છો, તેના પર ઇમાન લાવીએ છીએ, શું તમને અમારા વિશે ભય લાગતો હોય છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા, લોકોના દિલ અલ્લાહની આંગળીઓ માંથી બે આંગળીઓ વચ્ચે છે, તે જેવું ઈચ્છે ઉલટફેર કરતો હોય છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઅલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સતત એ વાતની દુઆ કરતાં હતા કે અલ્લાહ તેમને દીન અને અનુસરણ કરવા પર અડગ રાખે, તેમજ દુષ્ટ કાર્યો અને ગુમરાહીથી દૂર રાખે, અનસ રઝીઅલ્લાહુ અન્હુને આ દુઆ બાબતે ખૂબ આશ્ચર્ય થયું કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ ખૂબ જ કેમ કરે છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને જણાવ્યું કે દિલો અલ્લાહની આંગળીઓ માંથી બે આંગળીઓ વચ્ચે હોય છે, તે જે પ્રમાણે ઈચ્છે, તેને ફેરાવી દે છે, દિલ એ ઇમાન અને કુફ્ર માટેની જગ્યા છે, અરબી ભાષામાં કલ્બ એટલા માટે જ કહેવામાં આવે છે કે તે ઘણી વખત ઉલટફેર થાય છે; કારણકે તે વધારે ઉલટફેર થતું હોય, તો ખૂબ ચિંતાની વાત છે, બસ અલ્લાહ તઆલા જેના પ્રત્યે ઈચ્છે તેના દિલને હિદાયત પર અડગ રાખશે અને દીન પર જમાવી દેશે અને જેના પ્રત્યે ઇચ્છશે તો તેના દિલને હિદાયતના માર્ગથી દુર કરી ગુમરાહી અને પથભ્રષ્ટતા તરફ ફેરવી દેશે.
અબૂ ઉમામહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મને અમ્ર બિન અબસહ રઝી અલ્લાહુ અન્હુ જણાવ્યું કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલા પોતાના બંદોઓની સૌથી નજીક રાતના છેલ્લા પહોરમાં હોય છે, જો શક્ય હોય તો તમે પણ તે લોકો જેવા થઈ જાઓ, જેઓ રાતના છેલ્લા પહોરે ઉઠી અલ્લાહનો ઝિક્ર કરે છે, તો તમે પણ તેમના જેવા બની જશો».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે: નિઃશંક પાલનહાર પોતાના બંદાઓથી સૌથી નજીક રાતના અંતિમ પહોરમાં હોય છે, જો તમને તૌફિક મળે અને શક્તિ હોય -હે મોમિન - તો તમે ઈબાદત કરનાર લોકો, નમાઝ પઢનાર, ઝિક્ર કરનાર અને તૌબા કરનારની સાથે થઈ જાઓ, આ એવી વસ્તુ છે, જેના માટે પ્રયત્ન અને મહેનત કરવી જોઈએ.
ષૌબાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શ્રેષ્ઠ દીનાર જેને માનવની ખર્ચ કરે છે, તે એ છે જે માનવી પોતાના ઘરવાળાઓ પર ખર્ચ કરે, અને તે દીનાર, જે અલ્લાહના માર્ગમાં વકફ કરેલ સવારીના જાનવર પર ખર્ચ કરવામાં આવે, અને તે દીનાર, જે અલ્લાહના માર્ગમાં પોતાના દોસ્ત અને સંબંધી પર ખર્ચ કરે છે» અબૂ કલાબહએ કહ્યું; નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખર્ચ કરવાની શરૂઆત પોતાના ઘરવાળાઓથી કરી, એટલા માટે કે સવાબ પ્રાપ્ત કરવામાં તે વ્યક્તિ કરતા વધારે સવાબ કોને મળી શકે છે, જે નાના નાના બાળકો પર એટલા માટે ખર્ચ કરે છે કે તેઓ કોઈની સમક્ષ હાથ ફેલાવવાથી બચી જાય, અથવા અલ્લાહ તેમને ફાયદો પહોંચાડે અને નિરપેક્ષ કરી દે.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખર્ચ કરવાના કેટલાક પ્રકારો વર્ણન કર્યા, અને જણાવ્યું કે જ્યારે માનવી પર અલગ અલગ પ્રકારના ખર્ચો વજીબ હોય, તો જે જેટલું મહત્વનું હોય ત્યાંથી શરૂઆત કરવી જોઈએ; આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે સૌથી વધારે સવાબ વાળો માલ તે છે, જે એક મુસલમાન પોતાના ઘરના લોકો પર ખર્ચ કરે છે, જેના પર ખર્ચ કરવો તેના પર વાજિબ છે, જેમકે: પત્ની અને બાળકો વગેરે. ફરી તે સવારી પર ખર્ચ કરવો જે અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરવા માટે મોકલવામાં આવે, ફરી પોતાના સાથીઓ અને દોસ્તો પર ખર્ચ કરવો, જ્યારે તેઓ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનાર હોય.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ એવું સપનું જુએ, જે તેને સારું લાગે, તો તે અલ્લાહ તરફથી છે, તો તે તેના પર અલ્લાહના વખાણ કરે, અને તેના વિષે અન્ય સાથે ચર્ચા કરી શકે છે, અને જો તે એવું સપનું જુએ, જે તેને નાપસંદ હોય, તો તે શૈતાન તરફથી છે, બસ તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ માંગે, અને તેના વિષે કોઇની સાથે પણ ચર્ચા ન કરે, કારણકે તેનાંથી તેને કોઈ નુકસાન નહીં થાય».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ઊંઘમાં સારું અને ખુશ કરી દે, એવું સપનું આવે તો તે અલ્લાહ તરફથી હોય છે, તેના વિશે અલ્લાહએ માર્ગદર્શન આપ્યું છે, બસ તેના પર અલ્લાહના વખાણ કરો અને અન્યને પણ તેના વિષે જણાવી શકો છો, અને જ્યારે કોઈ વ્યક્તિ નાપસંદ અને દુ:ખદાયી સપનું જુએ તો તે શૈતાન તરફથી છે; બસ તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ, માંગે, અને કોઇની સમક્ષ તેના વિશે ચર્ચા ન કરે, તેનાથી તેને કોઈ નુકસાન નહીં પહોંચે, જેમકે જે વસ્તુ તેનાથી બચવા માટે અલ્લાહએ વર્ણન કરી છે, તે સપનાના પરિણામે થતાં નુકસાનથી બચવા માટે મદદરૂપ થશે.
શુહૈબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «મોમિનની સ્થિતિ પણ કેટલી વિચિત્ર હોય છે, ખરેખર તેના દરેક કાર્યમાં ભલાઈ હોય છે, જ્યારે કે આ ફક્ત મોમિન વ્યક્તિ માટે જ છે, જ્યારે તેને કોઈ ખુશી પહોંચે છે, તો તે તેના પર અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે, તો તે તેના માટે શ્રેષ્ઠ છે, અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે, તો તે તેના પર સબર કરે છે અને તે પણ તેના માટે શ્રેષ્ઠ છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એક મોમિનના હાલ અને સ્થિતિ પર આશ્ચર્ય વ્યક્ત કરે છે; કારણકે તેની દરેક સ્થિતિમાં ભલાઈ હોય છે, અને આ સ્થિતિ મોમિન સિવાય અન્ય કોઇની પણ નથી હોતી; કારણકે જો મોમિનને કોઈ ભલાઈ પહોંચે છે, તો તે તેના પર અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે, તેને આભાર વ્યક્ત કરવા પર સવાબ મળે છે, અને જો તેને કોઈ તકલીફ પહોંચે, અને તેના પર તે સબર કરી, અલ્લાહ પાસે સવાબની આશા રાખે, તો અલ્લાહ તેને સબર કરવા પર તેને સવાબ આપે છે, એવી જ રીતે તેની દરેક સ્થિતિમાં અલ્લાહ તરફથી અજર અને સવાબ મળતો રહે છે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જ્યારે છીંક આવતી તો પોતાના મોઢા પર હાથ અથવા કપડું મૂકી દે તા, અને પોતાનો અવાજ ધીમો રાખતા.
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જ્યારે છીંક આવતી આ કાર્યો કરતાં: પહેલું: પોતાના મોઢા પર હાથ અથવા કપડું મૂકી દે તા, જેથી મોઢા અથવા નાક માંથી નીકળવાવાળી વસ્તુ પાસે બેઠેલા વ્યક્તિને તકલીફ ન આપે. બીજું: પોતાની અવાજ ધીમી કરતાં અને તેની ઊંચી ન કરતાં.
ઉસામહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુ તેઓએ કહ્યું: તેમને કહેવામાં આવ્યું: કહે છે કે એક વ્યક્તિએ કહ્યું: તમે ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ પાસે જઈને વાત કેમ નથી કરતાં? તો ઉસામહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શું તમે એમ સમજો છો કે હું તમને જણાવીને જ તેમની સાથે વાત કરીશ? અલ્લાહની કસમ! મે તેમની સાથે એકાંતમાં વાત કરી છે, જેથી કોઈ ફસાદ (ભ્રષ્ટાચાર)નો દ્વાર ન ખૂલે, હું તે પણ નથી જાણતો કે હું જ સૌથી પહેલા ફિતનાનો દ્વાર ખોલીશ, અને હું અલ્લાહના રસૂલ દ્વારા એક હદીષ સાંભળ્યા પછી એવું પણ નથી કહેતો કે જે આપણો અમીર આગેવાન છે, તે દરેક લોકોથી સારો છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «»કયામતના દિવસે એક વ્યક્તિને લાવી જહન્નમમાં નાખવામાં આવશે, જેના કારણે તેના પેટના આંતરડા બહાર આવી જશે, અને તે તેને લઈ એવી રીતે ચક્કર લગાવતો હશે જેવી રીતે એક ગધેડો ઘંટીની આજુબાજુ ચક્કર લગાવે છે, બધા જહન્નમી તેની આજુબાજુ આવી તેને કહેશે: હે ફલાણા ! તને શું થઈ ગયું છે? શું તું ભલાઈ કરવાનો અને બુરાઈથી રોકવાનો આદેશ આપતો ન હતો? તે કહેશે: કેમ નહીં, હું નેકી કરવાનો આદેશ આપતો હતો અને હું પોતે જ તે નેકી નહતો કરતો, હું બુરાઈથી રોકતો હતો પરંતુ હું પોતે જ તેનાથી બચતો નહતો».
મુત્તફકુન્ અલયહિઉસામહ બિન ઝેદ રઝી.ને કહેવામાં આવ્યું કે: શું તમે ઉષ્માન બિન અફફાન રઝી અલ્લાહુ અન્હુ પાસે જઇ લોકો વચ્ચે જે વિદ્રોહ અને બળવો ફેલાયો છે તેને રોકવાના પ્રયત્ન વિશે વાતચીત નહીં કરો, તેમણે કહ્યું કે મેં તેમની સાથે છુપી રીતે વાત કરી છે, ફસાદ ફેલાવવા અથવા વિદ્રોહને ચઢાવવા માટે નહીં, તેઓ જાહેરમાં સરદારની કંઈ નિંદા કરવા માંગતા નથી, તે ખલીફાનું અપમાન કરવા માટેનું એક કારણ હશે, અને તે દેશદ્રોહ અને દુષ્ટતાનો દરવાજો છે, અને હું તેને ખોલનાર પ્રથમ વ્યક્તિ નહીં બનું. પછી ઉસામહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તેઓ આગેવાનોને છુપી રીતે સલાહ આપે છે, જાહેરમાં નહીં, ભલેને તે આગેવાન પણ કેમ ન હોય, તે તેઓની ખુશામત કરતા નથી અને તેમના ચહેરા પર ખોટી રીતે તેમની પ્રશંસા હોતી નથી અને ત્યારબાદ કહ્યું કે મેં નબી ﷺને કહેતા સાંભળ્યા છે: કયામતના દિવસે એક વ્યક્તિને લાવી જહન્નમમાં નાખવામાં આવશે, તો તરત જ જહન્નમની તપીશ અને તેના અઝાબથી તેના પેટના આંતરડા બહાર આવી જશે, તો તે આ જ સ્થિતિમાં ગોળ ચક્કર લગાવશે, જેવી રીતે ગધેડો ઘંટીની આજુબાજુ ચક્કર લગાવતા ફરતા હોય છે, જહન્નમના લોકો તેની આ સ્થિતિ જોઈ તેની આસપાસ ભેગા થઈ જશે, અને તેને સવાલ કરશે: હે ફલાણા વ્યક્તિ ! શું તું નેકી કરવાનો આદેશ અને બુરાઈથી રોકતો ન હતો?! તે કહેશે: ખરેખર હું ભલાઈનો આદેશ તો આપતો પરંતુ હું પોતે તેના પર અમલ નહતો કરતો અને બુરાઇથી પણ રોકતો હતો અને હું પોતે તેનાથી બચતો નહતો.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ બે બાળકીઓનું ભરણપોષણ કર્યું, અહીં સુધી કે પુખ્તવય સુધી પહોંચી ગઈ, તો હું અને તે કયામતના દિવસે આવી રીતે પહોંચીશું» અને પોતાની બંને આંગણીઓ ભેગી કરી બતાવ્યું.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ બે છોકરીઓ અથવા બે બહેનોનું ભરપોષણ કરશે, તેમની સારી રીતે તરબિયત કરશે અને તેમને નેકીનું માર્ગદર્શન આપશે, અને બુરાઈથી સચેત કરશે, અહીં સુધી કે તે પુખ્તવય સુધી પહોંચી જાય; તો કયામતના દિવસે તે વ્યક્તિ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બંને પહેલી અને બીજી આંગણીઓની માફક ભેગા આવશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કસમ છે તે હસ્તીની, જેના હાથમાં મારી જાન છે, તમે જન્નતમાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લઈ આવો, અને તમે ત્યાં સુધી મોમિન બની શકતા નથી, જ્યાં સુધી કે તમે એકબીજા સાથે મુહબ્બત ન કરવા લાગો, શું હું તમને એક એવી વસ્તુ વિશે ન જણાવું કે જો તમે તેને અપનાવી લો, તો એક બીજા સાથે મુહબ્બત કરવા લાગશો? અંદરો અંદર સલામને ખૂબ ફેલાવો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે મોમિનો સિવાય અન્ય કોઈ વ્યક્તિ જન્નતમાં દાખલ નહીં થાય, અને ત્યાં સુધી ઈમાન સંપૂર્ણ નહીં ગણાય, અને ત્યાં સુધી સમાજમાં સુધારો નહીં આવે જ્યાં સુધી દરેકે દરેક એકબીજા સાથે મોહબ્બત ન કરે. ફરી નબી ﷺ એ મહત્વપૂર્ણ કાર્યનું વર્ણન કર્યું જેના વડે મોહબ્બત ઉત્પન્ન થઈ શકે છે, અને તે મુસલમાનો વચ્ચે સલામ ફેલાવવું છે, જેને અલ્લાહ તઆલાએ બંદાઓ માટે ભેટ બનાવી છે.