





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અમે ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે હતા, તે સમયે તેમણે કહ્યું: «અમને તકલ્લુફ કરવાથી અર્થાત્ કોઈ કારણ વગર તકલીફ ઉઠાવવાથી રોક્યા છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઉમર રઝી અલ્લાહુ અન્હુ એ જણાવ્યું કે અલ્લાહના રસૂલ ﷺ એ અમને કોઈ એવું કામ અથવા કોઈ એવી વાત કહેવાથી રોક્યા છે જેના માટે જરૂરત વગર તકલીફ ઉઠાવવી પડે.
ઉમર બિન અબી સલમહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું નાનો હતો અને નબી ﷺ ની દેખરેખ હેઠળ હતો, (ખાતા સમયે) મારો હાથ વાસણમાં ચારેય બાજુ જતો હતો, તો નબી ﷺ એ મને કહ્યું: «હે બાળક ! બિસ્મિલ્લાહ પઢો, જમણા હાથ વડે ખાઓ, અને પોતાની બાજુથી ખાઓ» ત્યારબાદ હું હમેંશા ઉપરોક્ત વાતો મુજબ ખાતો હતો.
મુત્તફકુન્ અલયહિઉમર બિન અબી સલમહ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પત્ની ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હાના દીકરા હતા, તેઓ નબી ﷺ ની દેખરેખ અને ઉછેરમાં હતા, ખાતી સમયે તેમનો હાથ વાસણમાં દરેક જગ્યાએ જતો હતો, તો નબી ﷺ એ તેમને ખાવાના ત્રણ અદબ શીખવાડયા: પહેલો અદબ: ખાતા પહેલા "બિસ્મિલ્લાહ" પઢવું, બીજો અદબ: જમણા હાથ વડે ખાવું. ત્રીજો અદબ: પોતાની બાજુથી ખાવું જોઈએ.
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી જ્યારે કોઈ ખાવા બેસે તો તેણે જમણા હાથ વડે ખાવું જોઈએ, જ્યારે પીવે તો જમણા હાથ વડે પીવું જોઈએ, એટલા માટે કે શૈતાન ડાબા હાથ વડે ખાય છે અને પીવે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ મુસલમાનોને જમણા હાથ વડે ખાવા-પીવાનો આદેશ આપ્યો છે, અને ડાબા હાથ વડે ખાવા-પીવાથી રોક્યા છે; કારણકે શૈતાન ડાબા હાથ વડે ખાય છે અને પીવે છે.
અબ્બાસ બિન અબ્દુલ્ મુત્તલિબ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ! મને કોઈ એવી દુઆ શીખવાડો, જેના દ્વારા હું અલ્લાહ પાસે સવાલ કરી શકું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પાસે આફિયત માંગો», થોડાક દિવસ પસાર થયા પછી, હું ફરી વાર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, વિનંતી કરી કે હે અલ્લાના રસૂલ! મને એક એવી દુઆ શીખવાડો જેના દ્વારા હું અલ્લાહની પાસે સવાલ કરી શકું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને કહ્યું: «હે અબ્બાસ, હે રસૂલના કાકા, અલ્લાહ પાસે દુનિયા અને આખિરતમાં આફિયતનો સવાલ કરો».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કાકા અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબ રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને વિનંતી કરી કે મને કોઈ એવી દુઆ શીખવાડો જેના દ્વારા હું અલ્લાહ પાસે સવાલ કરી શકું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું કે તમે અલ્લાહ પાસે દીન, દુનિયા અને આખિરતમાં તકલીફ અને ચેતવણીઓથી હિફાજત અને આફિયતનો સવાલ કરો, અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું થોડાક દિવસ પછી, ફરી આવ્યો, અને મેં કહ્યું કે મને કોઈ એવી દુઆ શીખવાડો જેના દ્વારા હું અલ્લાહ પાસે સવાલ કરી શકું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ભારપૂર્વક કહ્યું: હે અબ્બાસ, હે રસૂલના કાકા, તમે દુનિયા અને આખિરતમાં દરેક નુકસાનથી બચવા અને ભલાઈની તેમજ ફાયદાની પ્રાપ્તિ માટે આફિયતનો સવાલ કરો.
અબ્દુર્ રહમાન બિન અબી લૈલા રિવાયત કરે છે કે તેઓ હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) પાસે હતા, તે જ સમયે તેમણે પીવા માટે પાણી માંગ્યું, તો એક મજૂસીએ તેમને (ચાંદીના વાસણમાં) પાણી લાવી આપ્યું, જ્યારે તેણે ગલાસ તેમના હાથમાં આપ્યો, તો તેમણે તેને ફેંકી દીધો, અને કહ્યું: જો મેં તેને વારંવાર આ વિષે કહ્યું ન હોત તો હું તેની સાથે આવો વ્યવહાર ન કરતો, પરંતુ જો મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા ન હોત: «રેશમી અને દિબાજ (તે કાપડ જે મોટા રેશમથી બનાવવામાં આવ્યું હોય) ન પહેરો, અને સોના અને ચાંદીના વાસણમાં પાણી ન પીવો, અને ન તો તેની પ્લેટોમાં ખાઓ; કારણકે આ વસ્તુઓ (કાફિરો માટે) દુનિયામાં જ છે અને આપણાં માટે આખિરતમાં છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પુરુષોને રેશમ અને તે પ્રકારના કપડાં પહેરવાથી રોક્યા છે. આ હદીષમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સોના અને ચાંદીના વાસણોમાં ખાવા અને પીવાથી રોક્યા છે. અને સાથે સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પણ જણાવ્યું કે આ વસ્તુઓ મોમિનોને કયામતના દિવસે પ્રાપ્ત થશે; કારણકે તેઓ દુનિયામાં અલ્લાહન આદેશનું અનુસરણ કરતાં તેનો ઉપયોગ કરતાં નથી, જ્યારે કે તે વિરુદ્ધ કાફિરોને આ વસ્તુઓ આખિરતમાં મળશે નહીં, કારણકે તેઓ દુનિયાના જીવનમાં અલ્લાહના આદેશને છોડી આ વસ્તુઓથી ફાયદો ઉઠાવી લે છે.
ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે તો તેને આખિરતમાં પહેરાવામાં નહીં આવે».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પુરુષો માંથી જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે, તો આખિરતમાં તેને રેશમી પોશાક પહેરાવવામાં નહીં આવે જ્યાં સુધી તે તૌબા ન કરી લે.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) મસ્જિદમાં બેઠેલા એક જૂથ પાસે આવ્યા અને કહ્યું: તમે અહિયાં કેમ બેઠા છો? તેઓએ જવાબ આપ્યો: અમે અલ્લાહનો ઝિક્ર કરવા બેઠા છે, તો મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: અલ્લાહની કસમ ખાઈને કહો કે તમે ફક્ત આ જ હેતુથી બેઠા છો? તેઓએ જવાબ આપ્યો: અમે ફક્ત આજ હેતુથી બેઠા છે, તો મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે મને તમારા પર કોઈ શંકા છે, અને કોઈ પણ વ્યક્તિ એવો નથી જે મારી જેમ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની નજીક હોય અને તેણે આટલી ઓછી હદીષો વર્ણન કરી હોય (અર્થાત્ મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની સૌથી નજીક હોવા છતાંય બહુ ઓછી હદીષો વર્ણન કરી છે): અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એક વખતે મસ્જિદમાં બેઠેલા પોતાના સહાબાઓના જૂથ પાસે આવ્યા અને કહ્યું: «તમે અહિયાં કેમ બેઠા છો?» તેઓએ જવાબ આપ્યો: અમે અલ્લાહનો ઝિક્ર કરવા અને તે વ્યક્તિના વખાણ કરવા બેઠા જેના દ્વારા અમને ઇસ્લામની હિદાયત પ્રાપ્ત થઈ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહની કસમ ખાઈને કહો કે તમે ફક્ત આજ હેતુ ખાતર બેઠા છો?» તેઓએ જવાબ આપ્યો: અલ્લાહની કસમ અમે ફક્ત આજ હેતુ ખાતર બેઠા છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે મને તમારા પર કોઈ શંકા છે, પરંતુ મારી પાસે જિબ્રઈલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) આવ્યા અને કહ્યું કે સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેમુઆવિયહ બિન અબી સુફયાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) મસ્જિદમાં બેઠેલા એક જૂથ પાસે આવ્યા અને તેમને સવાલ કર્યો કે તમે અહિયાં કેમ ભેગા થયા છો? તો લોકોએ જવાબ આપ્યો: અમે અલ્લાહનો ઝિક્ર કરવા બેઠા છે, તો મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ તેમને કસમ ખાવાનું કહ્યું કે તેઓ સાચે જ ફક્ત એક અલ્લાહના ઝિક્ર કરવાના હેતુ થી જ બેઠા છે? તો તેઓએ કસમ ખાઈને જણાવ્યું કે તેઓ ફક્ત અલ્લાહનો ઝિક્ર કરવા જ બેઠા છે, ફરી મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ તેમને કહ્યું: મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે હું તમને જૂઠ્ઠા સમજુ છું અને તમારા સાચા હોવામાં મને કોઈ શંકા છે, ફરી તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની નજીક પોતાની સ્થિતિ વિષે જણાવ્યું કે તેમને જે નિકટતા પ્રાપ્ત હતી તે બીજા કોઈને ન હતી, કારણકે તેમની બહેન ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના પત્ની હતા, અને તેઓ વહી લખનારાઓ માંથી પણ હતા, પરંતુ તેમણે ખૂબ જ ઓછી હદીષો વર્ણન કરી છે, તો મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ હદીષ વર્ણન કરી કે એક દિવસ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પોતાના ઘરેથી નીકળ્યા, તો તેમણે કેટલાક લોકોને મસ્જિદમાં બેઠેલા જોયા, જેઓ અલ્લાહનો ઝિક્ર અને જેના દ્વારા તેમને ઇસ્લામની હિદાયત મળી એટલે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના વખાણ કરતાં હતા, અને તેના પર આભાર વ્યક્ત કરતાં હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને પણ સવાલ કર્યો અને કસમ ખાવાનું કહ્યું જેનું અનુસરણ કરી મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ પોતાના સાથીઓ સાથે કર્યું, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને સવાલ કરવાનો અને કસમ ખાવા વિશેનો હેતુ જણાવ્યો: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે જિબ્રઈલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) આવ્યા, અને જણાવ્યું કે સર્વશક્તિમાન અં મહાન અલ્લાહ પોતાના ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે, અને તમારા વખાણ કરે છે, અને તમારી નેકીઓ તેમની સમક્ષ રજૂ કરે છે અને ખૂબ જ વખાણ કરે છે.
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેમણે નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જ્યારે માનવી પોતાના ઘરમાં દાખલ થાય છે, અને દાખલ થતી વખતે અને ખાતી વખતે અલ્લાહનું નામ લે છે તો શૈતાન કહે છે: અહીં ન તો રાત પસાર કરવા માટેની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા છે, અને જ્યારે માનવી ઘરમાં દાખલ થતી વખતે અલ્લાહનું નામ નથી લે તો શૈતાન કહે છે: તમારા માટે રાત પસાર કરવા માટેની જગ્યા મળી ગઈ, અને જ્યારે માનવી ખાતી વખતે અલ્લાહનું નામ નથી લે તો, તો શૈતાન કહે છે: તમારા માટે રાત પસાર કરવાની જગ્યા અને રાત્રીના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ ઘરમાં દાખત થતી વખતે અને ખાવાનું શરૂ કરતાં પહેલા અલ્લાહનું નામ લેવાનો આદેશ આપ્યો અને જ્યારે ઘરમાં દાખલ થતી વખતે અને ખાવાનું શરૂ કરતી વખતે અલ્લાહનું નામ (બિસ્મિલ્લાહ) કહી લેવામાં આવે છે, તો શૈતાન પોતાના સાથીઓને કહે છે: તમારા માટે આ ઘરમાં ન તો રાત પસાર કરવાની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા, કારણકે તેના માલિકે તેને અલહનું નામ લઈ તમારાથી સુરક્ષિત કરી દીધું છે. અને જ્યારે માનવી ઘરમાં દાખલ થાય છે અને દાખલ થતી વખતે અલ્લાહનું નામ ન લે તેમજ ખાવાનું શરૂ કરતાં પહેલા અલ્લાહનું નામ લે, તો શૈતાન પોતાના સાથીઓને જણાવે છે કે તમારા માટે આ ઘરમાં રાત પસાર કરવાની જગ્યા અને રાત્રીના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ.
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સારા અને ખરાબ દોસ્તનું ઉદાહરણ એવું છે, જેમકે અત્તર વેચનાર અને ભઠ્ઠી સળગાવનાર, બસ અત્તર વેચનાર: જે તમને અત્તર ભેટમાં આપશે અથવા તમે તેની પાસેથી ખરીદી લે શો, અથવા તો તમને તેની પાસેથી સુગંધ જ આવશે, અને ભઠ્ઠી સળગાવનાર: જે તમારા કપડાં સળગાવી દે શે અથવા તો તમને તેની પાસેથી દુર્ગંધ જ આવશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ બે પ્રકારના લોકોનું ઉદાહરણ વર્ણન કર્યું છે: પહેલો પ્રકાર: સારો અને સાચો દોસ્ત, જે તમને અલ્લાહ અને તેની પ્રસન્નતાવાળા કાર્યો તરફ માર્ગદર્શન આપશે, અને અલ્લાહનું અનુસરણ કરવામાં મદદ રૂપ થશે, બસ તેનું ઉદાહરણ કસ્તુરી (એક પ્રકાની સુગંધ) વેચનાર જેવુ છે, જે તમને ભેટ આપશે અથવા તમે તેની પાસેથી કસ્તુરી ખરીદી લે શો, અથવા તો તમને તેની પાસેથી સુગંધ જ આવશે. બીજો પ્રકાર: ખરાબ દોસ્ત; કારણકે તે તમને અલ્લાહના માર્ગથી રોકશે, અને ખરાબ કાર્યોમાં તમારી મદદ કરશે, અને તમને તેની પાસેથી ખરાબ કાર્યો જ દેખાશે, અને તે પ્રકારના લોકોની જોડે બેસનારની નિંદા જ થાય છે, બસ તેનું ઉદાહરણ ભઠ્ઠી સળગાવનાર જેવુ છે, જે પોતાના ઉડતા તણખાથી તમારા કપડાં બાળી નાંખશે, અથવા તેની નજીક જવાથી તમને દુર્ગંધ જ આવશે.