





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ ઉમામહ ઇયાસ બિન ષઅલબા અલ્ હારિષી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર મુહમ્મદ ﷺએ કહ્યું: «જે વ્યક્તિએ જૂઠી કસમ ખાઈને કોઈ મુસલમાન વ્યક્તિના અધિકારનો ભંગ કરશે, તો તેના માટે જહન્નમ અનિવાર્ય થઈ ગઇ અને જન્નત હરામ થઈ ગઈ», એક વ્યક્તિએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર તે કોઈ નાની વસ્તુ હોય તો પણ? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:«ભલે ને તે એક પીળુંના વૃક્ષની ડાળી જેટલું પણ કેમ ન હોય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ અલ્લાહ પ્રત્યે જાણી જોઈને જૂઠી કસમ ખાઈ એક મુસલમાનના અધિકારમાં ભંગ કરવાથી સચેત કર્યા છે, અને તેને સજા રૂપે જહન્નમમાં દાખલ કરવામાં આવશે, અને તેને જન્નતથી વંચિત કરી દેવામાં આવશે, અને તે મહા પાપો માંથી એક છે. કહેવામાં આવ્યું કે હે અલ્લાહના પયગંબર! સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ: જો તે કોઈ નાની વસ્તુ પર કસમ ખાઈ તો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ભલેને તે એક પીળુંના વૃક્ષની ડાળ પ્રત્યે પણ કેમ ન હોય.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બિમારની ખબરઅંતર લેતા તો આ દુઆ પઢતા: «"અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બીમારની ખબરગીરી માટે જતા તો આ દુઆ પઢતા હતા: હે અલ્લાહ! ("અઝ્હિબ" ખતમ કર) છુટકારો આપ ("અલ્ બઅસ" તકલીફ) બીમારીની સખતી ("રબ્બિન્ નાસ" લોકોના પાલનહાર) સર્જનનો રબ અને તેમનો વ્યવસ્થાપક, ("વશ્ફિ" તું શિફા આપ) આ બીમારીથી ("અન્તશ" તું જ) તું દરેક ખામીઓથી પાક છે, (" શાફી" તું શિફા આપનાર છે) હું તારા પવિત્ર નામ અશ શાફી દ્વારા સવાલ કરું છું, ("લા શિફાઉન" કોઈ શિફા નથી) આ બીમારી જે આવી છે ("ઇલ્લા શિફાઉક" તારી શિફા વગર) તારી આફીયત વગર, ("શિફાઉન્" શિફા) સામાન્ય કોઈ બીમારી માટે માંગવામાં આવતી શિફા ("લા યુગાદિરુ" ન રહે) બાકી ન રહેવી જોઈએ અને છૂટવી ન જોઈએ ("સકમન્" બીમારી) બીજી બીમારી.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે દીનાર, જે તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો છો અને તે દીનાર જે તમે એક ગુલામને આઝાદ કરવા માટે ખર્ચ કરો છો, તેમજ તે દીનાર, જે તમે એક લાચાર પર ખર્ચ કર્યો અને એક દીનાર જે તમે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કર્યો, સવાબરૂપે આ દરેક દીનારમાં સૌથી ઉત્તમ તે દીનાર છે, જે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કરવામાં આવે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખર્ચ થનાર કેટલાક દીનારના પ્રકાર વર્ણન કર્યા, એક તે દીનાર, જે જિહાદ માટે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવામાં આવે છે અને એક તે દીનાર, જે એક ગુલામને ગુલામીથી આઝાદ કરવા માટે ખર્ચ કરવામાં આવે, એક તે દીનાર, જે એક લાચાર પર ખર્ચ કરવામાં આવે, અને એક તે દીનાર, જે પોતાના ઘરવાળાઓ, પત્ની અને બાળકો પર ખર્ચ કરવામાં આવે, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે આ દરેકમાં સૌથી ઉત્તમ દીનાર, જે પોતામાં ઘરવાળાઓ માટે ખર્ચ કરવામાં આવે, અને આ ખર્ચ જરૂરી ખર્ચ છે.
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «શું તમે સતત રોઝા રાખો છો અને સંપૂર્ણ રાત ઈબાદત કરો છો?», મેં કહ્યું: હા, તો નબી ﷺએ કહ્યું: «જો તમે આમ જ કરતાં રહેશો, તો તમારી આંખો અંદર જતી રહેશે અને તમે કમજોર થઈ જશો, અને આ પ્રકારના કોઈ રોઝા નથી કે તમે કોઈ દિવસ છોડ્યા વગર સતત રોઝા રાખો, પરંતુ (દર મહિને) ત્રણ રોઝા રાખવા સંપૂર્ણ જીવન માટે પૂરતા થઈ જશે», મેં કહ્યું: હું તેના કરતાં પણ વધુ શક્તિ ધરાવું છું, તો નબી ﷺએ કહ્યું: «તો તમે દાવૂદ અલૈહિસ્ સલામના રોઝા રાખો, તેઓ એક દિવસ રોઝો રાખતા હતા અને બીજા દિવસે ન હતા રાખતા, અને જ્યારે દુશ્મન સાથે સામનો થતો તો ભાગી નહતા જતાં».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ પાસે ખબર પહોંચી કે અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા સતત રોઝા રાખે છે અને સંપૂર્ણ વર્ષ દરમિયાન એક પણ રોઝો છોડતા નથી, અને સંપૂર્ણ રાત નમાઝ પઢે છે, અને સૂતા પણ નથી, તો તેમને આમ કરવાથી રોક્યા, અને કહ્યું, રોઝા પણ રાખો અને તેને છોડો પણ અને નમાઝ પણ પઢો અને સૂઈ પણ જાઓ. અને તેમને સતત રોઝા રાખવાથી અને સંપૂર્ણ રાત નમાઝ પઢવાથી રોક્યા, અને તેમને કહ્યું: જો તમે આમ જ કરતાં રહેશો, તો તમારી આંખો કમજોર થઈ જશે અને તે નષ્ટ થઈ અંદર જતી રહેશે, અને તમારું શરીર થાકી જશે, રોઝા સંપૂર્ણ વર્ષના નથી; કારણકે તેની પ્રતિબંધતાના કારણે તેનો સવાબ પ્રાપ્ત નહીં થાય, અને તેમણે રોઝા ન હતા છોડ્યા. ફરી તેમને દર મહિને ત્રણ રોઝા રાખવાની ભલામણ કરી, અને તે સંપૂર્ણ વર્ષ માટે પૂરતા થઈ જશે; કારણકે એક દિવસનો હિસાબ દસ દિવસનો ગણાશે, અને આ નેકીઓને સૌથી નીચો દરજ્જો છે. તો અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું તેના કરતાં પણ વધુ શક્તિ ધરાવું છું. તો નબી ﷺએ કહ્યું: તો તમે દાવૂદ અલૈહિસ્ સલામના રોઝા પ્રમાણે રોઝા રાખો, તેઓ એક દિવસ રોઝો રાખતા અને બીજા દિવસે નહતા રાખતા, અને તેઓ દુશ્મનને જોઈ નાસી નહતા જતાં; કારણકે તેમનો જે રોઝા રાખવાનો તરીકો હતો તેનાથી તેમનું શરીર કમજોર ન હતું થતું.
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: મારી માતા (ઉમરહ બિનતે રવાહા) એ મારા પિતાને મને કંઈક હદીયો આપવાની માંગ કરી, (પહેલા તો તેમણે ઇન્કાર કર્યો કે કારણકે અન્ય પત્નીઓના પણ બાળકો હતા) પછી માની ગયા અને મને એક વસ્તુ હદીયો આપ્યો, પરંતુ મારી માતાએ કહ્યું કે હું ત્યાં સુધી આનાથી ખુશ નહીં થાઉં જ્યાં સુધી તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સાક્ષી ન બનાવી લો, મારા પિતા મારો હાથ પકડી મને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લઈને આવ્યા, અને તે સમયે હું નાનો હતો, મારા પિતાએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું: હે અલ્લાહના પયગંબર! આ બાળકની માતા ઉમરહ બિન્તે રવાહા મને આ બાળકને કંઈક હદીયો આપવાનું કહી રહી છે અને સાથે સાથે તમને સાક્ષી બનાવવા માટે પણ આગ્રહ કરી રહી છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે બશીર! આ બાળક સિવાય તમારા બીજા બાળકો છે?» કહ્યું: હા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમે દરેકને આ પ્રમાણે હદીયો આપ્યો?» કહ્યું: ના, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તો તમે મને આ વાત પર ગવાહ ન બનાવો એટલા માટે કે હું અન્યાય બાબતે ગવાહ નથી બનતો», મુસ્લિમના શબ્દો છે: «ત્યારે તો તમે મારા સિવાય બીજાને સાક્ષી બનાવી લો».
متفق عليه، وله ألفاظ عديدةનૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે કે તેમની માતા ઉમરહ બિન્તે રવાહા તેમના પિતાને પોતાના માલ માંથી પોતાના બાળકને કંઈક હદીયો આપવાની માંગ કરી, મુંઝવણમાં તેમણે એક વર્ષ સુધી સમય લગાવ્યો, ત્યારબાદ તેમના દીકરા નૌમાનને બોલાવી તેને હદીયો આપ્યો, તો તેણીએ કહ્યું: જ્યાં સુધી તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સાક્ષી ન બનાવી લો હું આ બાબતે ખુશ નહીં થાઉં, મારા પિતાએ મારો હાથ પકડ્યો અને હું તે સમયે ખૂબ નાનો હતો, મારા પિતા મને લઈને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! આની માતા ઉમરહ બિન્તે રવાહાની ઈચ્છા છે કે હું મારા દીકરાને કંઈક હદીયો આપું અને તેના પર તમને સાક્ષી બનાવું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે બશીર! શું તમારા બીજા બાળકો છે? બશીરે કહ્યું: હા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું તમે આ પ્રમાણે દરેક દીકરાઓને હદીયો આપ્યો? બશીરે કહ્યું: ના. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો હું સાક્ષી નહીં બની શકું, કારણ કે હું અન્યાય અને અત્યાચાર પર ગવાહ નથી બનતો. મુસ્લિમની રિવાયતમાં તેમને ઠપકો આપતા કહ્યું કે જાઓ બીજા કોઈને ગવાહ બનાવી લો.
અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «તમારા માંથી કોઈ વ્યક્તિ એવા બીમાર વ્યક્તિની બીમાર પુરસી કરવા જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય, અને તે તેની પાસે સાત વખત આ દુઆ પઢે: "અસ્ અલુલ્લાહલ્ અઝીમ રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક" હું ખૂબ જ મહાનતા વાળા અલ્લાહથી, જે વિશાળ અર્શનો માલિક છે, સવાલ કરું છું કે તને સારું કરી દે (શીફા આપે), તો અલ્લાહ તેને તે બીમારીથી શીફા આપશે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં ﷺએ જણાવ્યું કે એક મુસલમાન જ્યારે બીજા બીમાર મુસલમાન ભાઈની ખબરગીરી કરવા માટે જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય અને તે બીમાર પાસે આ દુઆ પઢે: (અસ્ અલુલ્લાહલ્ અઝીમ) તેની જાત, ગુણો અને કાર્યોમાં, (રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક) આ દુઆને સાત વખત પઢે તો અલ્લાહ તેને શીફા આપશે.
ઉમ્મુલ્ મુઅમિનીન આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)ની પત્ની ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «જે વ્યક્તિ પાસે કોઈ જાનવર હોય અને તે તેની કુરબાની કરવા ઈચ્છતો હોય તો તે ઝિલ્ હિજ્જહના ચાંદ દેખાઈ ગયા પછી ઈદુલ્ અઝ્હા સુધી પોતાના વાળ અને નખ ન કાપે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ આદેશ આપ્યો કે જે વ્યક્તિ ઈદુલ્ અઝ્હાના દિવસે જાનવરની કુરબાની કરવા ઇચ્છતો હોય, તો તેણે ઝિલ્ હિજ્જહનો ચાંદ દેખાઈ ગયા પછી ઈદુલ્ અઝ્હા સુધી પોતાના માથા, બગલ અને નાભીની નીચેના વાળ ન કાપવા જોઈએ અને ન તો હાથ પગના નખ કાપે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થતાની સાથે જ ત્રણ બાબતો પણ પ્રાપ્ત થાય છે: પહેલી: જન્નતના દરવાજા ખોલી નાખવામાં આવે છે, એક પણ દરવાજો બંધ નથી હોતો. બીજી: જહન્નમમાં દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને એક પણ દરવાજો ખુલ્લો નથી રહેતો. ત્રીજી: શૈતાન તેમજ બળવાખોર જિન્નોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, એટલા માટે રમઝાન સિવાય અન્ય મહિનામાં તે લોકો જે કરી શકતા હોય છે તે રમઝાન મહિનામાં નથી કરી શકતા. એટલા માટે આ પવિત્ર મહિનાની મહાનતા ઘણી છે, અને અમલ કરનારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે તે નમાઝ, સદકા, ઝિકર, કુરઆન મજીદની તિલાવત તેમજ અન્ય નેકીના કામો વડે અનુસરણ કરે અને ગુનાહ તેમજ અવજ્ઞાથી દૂર થઈ જાય.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો લોકો જાણી લેતા કે પહેલી સફ અને અઝાન આપવામાં કેટલો ભવ્ય સવાબ છે, પછી તેમની વચ્ચે ચિઠ્ઠી ઉછાળવા સિવાય બીજો કોઈ ઉપાય ન રહેતો તો તેઓ તેના માટે એ પ્રમાણે જ કરતા અને જો લોકોને જાણ થઈ જાય કે નમાઝ પઢવા માટે વહેલા આવવામાં કેટલો ભવ્ય સવાબ છે, તો તેના માટે તેઓ એકબીજા કરતા આગળ વધવાનો પ્રયત્ન કરતા, અને જો લોકોને જાણ થઈ જાય કે ઇશાની નમાઝ અને ફજરની નમાઝ પઢવાનો કેટલો ભવ્ય સવાબ છે તો થાપા ઘસેડીને પણ તેના માટે આવતા».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કે જો લોકોને જાણ થઈ જાય કે અઝાન અને પહેલી સફનો કેટલો ભવ્ય સવાબ, બરકત અને કૃપા પ્રાપ્ત થશે તો તેઓ તેના માટે અર્થાત અઝાન અને પહેલી સફમાં નમાઝ પઢવા માટે લોકોની ભીડના કારણે ચિઠ્ઠી સિવાય બીજો કોઈ ઉપાય ન જોતા, તો તેઓ ચિઠ્ઠી ઉછાળતા, જેનું નામ નીકળે તે અઝાન આપે અને પહેલી સફમાં ઉભો રહે, જો લોકોને એ પણ જાણ થઈ જાય કે તકબીરે તહરીમાં સાથે નમાઝ પઢવાનો કેટલો સવાબ છે તો તેઓ એકબીજાથી આગળ વધવાનો પ્રયત્ન કરતા અને જો તેમને ઇશા અમે ફજરની નમાઝના મળતા સવાબનો અંદાજો આવી જાય તો શિશુ જાત બાળક જે પ્રમાણે પોતાના થાપા ખસેડી આગળ વધતો હોય છે એ જ પ્રમાણે લોકો પણ તે નમાઝમાં જરૂર હાજર રહેતા.