





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ પોતાને પર્વત પરથી ફેંકી આત્મહત્યા કરી, તે હમેંશા માટે જહન્નમમાં જશે, જે વ્યક્તિ ઝેર પી ને આત્મહત્યા કરશે, તે ઝેર તેની સાથે હશે અને તે તેને કાયમ જહન્નમમાં તે જ પ્રમાણે પીતો રહેશે અને જેણે લોખંડના કોઈ હથિયાર વડે આત્મહત્યા કરી, તો તે હથિયાર તેની સાથે હશે અને તે જહન્નમની આગમાં હમેંશા તેનાથી પોતાના પેટમાં મારતો રહેશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચેતવણી આપી છે કે જે વ્યક્તિ આ દુનિયામાં પોતાને જાણી જોઈને મારી નાખશે અર્થાત્ આત્મહત્યા કરી લેશે, તો કયામતના દિવસે તેને સજા રૂપે જહન્નમની આગમાં જે તે વસ્તુથી તેણે પોતાના પ્રાણ લીધા હશે, તે તેની સાથે હશે, તે સરખો બદલો હશે, જો તેણે પર્વત ઉપરથી ચઢી પોતાને ફેંકી આત્મહત્યા કરી હશે, તો તેને પણ જહન્નમમાં પર્વત ઉપરથી નીચે આગમાં ફેંકવામાં આવશે અને તે હમેંશા હમેશ તેમાં રહેશે, જે વ્યક્તિ ઝેર પી ને પોતાને નષ્ટ કરશે, તો તેને પણ હમેંશા પીવા માટે જહન્નમની આગમાં ઝેર જ આપવામાં આવશે, અને જે વ્યક્તિએ કોઈ લોખંડના હથિયાર વડે પોતાના પેટમાં મારી હત્યા કરી હશે તો તે પણ જહન્નમમાં કાયમી તે હથિયાર વડે પોતાના પેટમાં મારતો હશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સાત પ્રકારના લોકોને અલ્લાહ તઆલા (પોતાના અર્શના) છાંયડામાં રાખશે, જે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય: ન્યાય કરનાર શાસક, તે યુવાન જેની યુવાની અલ્લાહની ઈબાદતમાં પસાર થઈ હોય, એવો વ્યક્તિ જેનું દિલ હમેંશા મસ્જિદ સાથે જોડાયેલું હોય, બે એવા વ્યક્તિ, જેઓ ફક્ત અલ્લાહ ખાતર એકબીજાથી મોહબ્બત કરતા હોય, તેના માટે જ ભેગા થતા હોય અને અલગ થતાં હોય, એક એવો વ્યક્તિ, જેને એક સુંદર અને ઉચ્ચ ખાનદાનની સ્ત્રીએ બોલાવ્યો હોય અને તેણે જવાબ આપ્યો હોય: હું અલ્લાહથી ડરુ છું, તે વ્યક્તિ, જે સદકો કરે અને એટલા અંશ સુધી છુપાવીને રાખે કે ડાબા હાથને પણ તે વાતની જાણ નથી થવા દેતો કે જમણા હાથે શુ સદકો કર્યો છે, અને તે વ્યક્તિ, જે અલ્લાહને એકાંતમાં યાદ કરે અને તેની આંખો માંથી આંસુ નીકળી આવે છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સાત પ્રકારના મોમિનોને ખુશખબર આપી કે તેમને અલ્લાહ તઆલાના અર્શનો છાંયડો નસીબ થશે, જ્યારે કે તે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય: પહેલો: ન્યાયી શાસક, તે પોતે સદાચારી હોય, જે પ્રજા પર અત્યાચાર કર્યા વગર ન્યાય કરતો હોય, જેની પાસે એક મોટો અધિકાર હોય છે, આ ખુશખબરનો હક તે દરેક વ્યક્તિ ધરાવે છે, જે મુસલમાનના કોઈ કાર્યનો જવાબદાર હોય અને તે પોતાની જવાબદારીમાં ન્યાયથી કામ લેતો હોય. બીજો: તે યુવાન જેણે પોતાની યુવાનીનો સમય અલ્લાહની ઈબાદતમાં પસાર કર્યો હોય, અને ઈબાદત ચપળતા સાથે કરી હોય, અહીં સુધી કે તેનું મૃત્યુ થઈ ગયું. ત્રીજો: જેનું દિલ મસ્જિદ સાથે જોડાયેલું છે, જ્યારે તે મસ્જિદ માંથી નીકળે, તો તેની મસ્જિદ સાથે અતિશય મોહબ્બત કરવાના કારણે પાછું આવવાનું મન થતું હોય, મસ્જિદમાં વારંવાર હાજરી તેના દિલમાં સતત શાંતિ પહોંચાડે છે, ભલેને તે શારીરિક રૂપે તેનાથી બહાર જ કેમ ન હોય. ચોથો: તે બે વ્યક્તિ જેમણે ફક્ત અલ્લાહ ખાતર એકબીજા સાથે સાચી મોહબ્બત કરી, અને દીની મોહબ્બતને જોડેલી રાખી, અને કોઈ દુન્યવી કારણે તેને ન છોડી, ભલેને તેઓ વાસ્તવમાં ભેગા થતાં હોય કે ન થતાં હોય, અહીં સુધી કે મૃત્યુ તેમને અલગ કરી દે. પાંચમો: તે વ્યક્તિ જેને એક સ્ત્રી તેને સામે ચાલીને વ્યભિચાર કરવા તરફ આકર્ષિત કરે, અને તે ખૂબ જ સુંદર, ઉચ્ચ ખાનદાન, તેમજ તેની પાસે માલ પણ હોય, અને તે વ્યક્તિએ તેને ઇન્કાર કરી અને કહ્યું હોય: હું અલ્લાહથી ડરું છું. છઠ્ઠો: તે વ્યક્તિ, જે થોડોક જ સદકો કરે અથવા પુષ્કળ પ્રમાણેમાં સદકો કરે, કોઈને દેખાડા માટે ન હોય, પરંતુ એટલા અંશ સુધી કે તેના ડાબા હાથને ખબર ન હોય કે જમણા હાથે શું ખર્ચ કર્યું છે. સાતમો: તે એવો વ્યક્તિ જે અલ્લાહ તઆલાને એકાંતમાં દિલથી યાદ કરે અને જબાનથી ઝિકર સાથે યાદ કરે તો તેની મહાનતાના ભયથી તેની આંખ માંથી આંસુ નીકળી જાય.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કોઈ વ્યક્તિ પોતાના ભાઈ તરફ હથિયાર વડે ઈશારો ન કરે, એટલા માટે કે તે નથી જાણતો કે શૈતાન તેના હાથ માંથી ખેંચી લે, તેનાથી કોઈનું કતલ થઈ જાય અને તે જહન્નમના ખાડામાં જતો રહે».
મુત્તફકુન્ અલયહિએક મુસલમાનને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચેતવણી આપી છે કે તે પોતાના મુસ્લિમ ભાઈ સામે કોઈ પણ પ્રકારના હથિયાર વડે ઈશારો ન કરે, એટલા માટે કે તે નથી જાણતો કે કદાચ તેના હાથ માંથી શૈતાન તે હથિયાર સાથે કંઈ પણ કરી શકે છે, જેના કારણે મુસ્લિમ ભાઈનું કતલ પણ થઈ શકે છે અથવા તેને નુકસાન પણ પહોંચી શકે છે, અને તેનાથી એવો ગુનોહ થઈ જાય છે, જેના કારણે તે જહન્નમના ખાડામાં જઈ શકે છે.
અબૂ શુરૈહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની કસમ! તે મોમિન નથી, અલ્લાહની કસમ! તે મોમિન નથી, અલ્લાહની કસમ! તે મોમિન નથી», પૂછવામાં આવ્યું: કોણ હે અલ્લાહના પયગંબર? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જેની તકલીફથી તેનો પાડોશી સુરક્ષિત ન હોય».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કસમ ખાઈને કહ્યું અને વાતમાં તાકીદ માટે ત્રણ વખત કસમ ખાધી, કહ્યું: અલ્લાહની કસમ તે મોમિન નથી, અલ્લાહની કસમ તે મોમિન નથી, અલ્લાહની કસમ તે મોમિન નથી, સહાબાઓએ સવાલ કર્યો કે કોણ અલ્લાહના રસૂલ મોમિન નથી? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો કે જેનો પાડોશી તેની ખિયાનત, તેના અત્યાચાર અને બુરાઇથી ડરતો હોય.
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મૃત્યુની નજીક સામાન્ય વસીયત એ હતી: «નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો, નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો», આપ સતત આ વાક્યો કહેતા રહ્યા, જેના કારણે શ્વાસ ફુલવા લાગ્યો અને જબાન વડે બોલવામાં પણ તકલીફ થવા લાગી.
رواه النسائي في السنن الكبرى وابن ماجهમૃત્યુની નજીક વધુ પડતી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વસીયત પોતાની ઉમ્મતને આ હતી: નમાઝની પાબંદી કરો તેની સુરક્ષા કરો તેના પ્રત્યે ગાફેલ ન થાઓ, એવી જ રીતે લોકોના અધિકારમાં ગુલામ અને દાસીઓનો હકનો ખાસ ધ્યાન રાખો, તેમની સાથે સારો વ્યવહાર કરો, આ વાક્યો વારંવાર કહેતા રહ્યા અહીં સુધી કે શ્વાસ ફુલવા લાગ્યો અને આપ પોતાની જબાન પર મુશ્કેલી સાથે આ વાક્યો બોલી રહ્યા હતા.
ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «સોનાના બદલામાં સોનુ, ચાંદીના બદલે ચાંદી, ઘઉંના બદલામાં ઘઉં, જુવારના બદલે જુવાર, ખજૂરના બદલામાં ખજૂર અને મીઠાના બદલે મીઠાનો વેપાર કરવા પર રોક લગાવી છે, જો બરાબર બરાબર અને રોકકડ વેપાર હોય તો કંઇ વાંધો નથી, એની પરવાનગી આપી છે, જો વસ્તુનો પ્રકાર બદલાય જાય તો જેમ ઈચ્છો તેમ વેપાર કરી શકો છો, શરત એ કે એક હાથથી લઈ બીજા હાથથી બદલવામાં આવે, અર્થાત્ રોકકડ વેપાર કરવો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ છ પ્રકારની વસ્તુઓમાં વધારો કરી કરવામાં આવતા સાચા વેપારનો તરીકો વર્ણન કર્યો છે અને તે છ વસ્તુઓ: સોનુ, ચાંદી, ઘઉં, જુવાર, ખજૂર અને મીઠું, જો લે-વેચમાં એક જ પ્રકારની વસ્તુ હોય, જેવું કે સોનાના બદલે સોનાનો વેપાર, ચાંદીના બદલે ચાંદીનો વેપાર... તો તેમાં બે શરતો હોવી જરૂરી છે: પહેલી શરત: વજનમાં સરખું હોય, જેવું કે સોના અને ચાંદી અથવા તોલવામાં સરખુ હોય જેમ કે ઘઉં, જુવાર, ખજૂર અને મીઠું. બીજી શરત: એક જ મજલિસ અથવા બેઠકમાં વેપારીએ કિંમત લઈ લેવી જોઈએ અને ખરીદનારે તેની વસ્તુ લઈ લેવી જોઈએ. અને જો વસ્તુનો પ્રકાર બદલાય જાય જેવું કે સોનાના બદલામાં ચાંદીનો વેપાર કરવામાં આવે, ખજૂરના બદલામાં ઘઉંનો વેપાર કરવામાં આવે તો, તો તે વેપાર યોગ્ય હોવા માટે એક શરત હોવી જરૂરી છે અને તે એ કે એક જ બેઠકમાં વેપારીએ કિંમત કઈ લેવી જોઈએ અને ખરીદારે પોતાની વસ્તુ પ્રાપ્ત કરી લેવી જોઈએ, અન્યથા તેમનો વેપાર અયોગ્ય થઈ જશે અને વેચનાર અને ખરીદનાર બંને હરામ વ્યાજમાં સપડાઈ જશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પેન્ટ અથવા સલવારનો જે ભાગ ઘૂંટીની નીચે હશે, તે ભાગ આગમાં હશે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક પુરુષને ચેતવણી આપી છે કે તેઓ તે દરેક કપડું જે શરીરના નીચા ભાગમાં પહેરવામાં આવતું હોય, જેવું કે સલવાર, પેન્ટ, અથવા કોઈ પણ કપડું તેને ઘૂંટીથી નીચે ન પહેરવું જોઈએ, જો તેનું કપડું ઘૂંટીની નીચે હશે, તો એટલા ભાગની સજા જહન્નમની સજા હશે.
મોમિનોના શાસક અબૂ હફ્સ ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કાર્યોનો આધાર નિયતો પર હોય છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારુ અથવા ખરાબ) વળતર મળશે, બસ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેના માટે જ ગણવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી, તો તેની હિજરત તેના માટે જ હશે».
رواه إماما المحدثين أبو عبد الله محمد بن إسماعيل بن إبراهيم بن المغيرة بن بردزبه البخاري وأبو الحسين مسلم بن الحجاج بن مسلم القشيري النيسابوري في صحيحيهما اللذين هما أصح الكتب المصنفةનબી ﷺ એ જણાવ્યું કે દરેક અમલનો બદલો નિયત પર નિર્ભર છે, અને આ આદેશ દરેક અમલ માટે સામાન્ય છે, ઈબાદતમાં પણ અને વ્યવહારમાં પણ, જે વ્યક્તિ પોતાના ફાયદા માટે કોઈ અમલ કરશે તો તેને તેના ફાયદા માટે જ બદલો આપવામાં આવશે, અને જે વ્યક્તિ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે કોઈ અમલ કરશે તો તે સંપૂર્ણ બદલો જરૂર પામશે ભલેને તે અમલ ખાવા અને પીવા માફક કોઈ સાધારણ અમલ જ કેમ ન હોય. પછી આપ ﷺ એ એક ઉદાહરણ આપી સમજાવ્યું કે અમલ કરવામાં નિયતનો કેટલો મોટો આધાર હોય છે, જાહેરમાં બન્નેની સ્થિતિ એક જ જેવી લાગે છે, જણાવ્યું કે જે વ્યક્તિ હિજરતનો ઈરાદો કરે અને તે પોતાના પાલનહારને ખુશ કરવા માટે વતન છોડશે તો તેની હિજરત શરીઅત પ્રમાણે કબૂલ કરવામાં આવશે તેને પોતાની સાચી નિયત પ્રમાણે સવાબ આપવામાં આવશે, અને જેનો હિજરત કરવાનો ઈરાદો દુનિયા પ્રાપ્તિ માટે હશે, માલ માટે, પદ માટે, વેપારધંધા માટે અથવા તો કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હશે તો તેને ફક્ત તેની નિયત પ્રમાણે જ બદલો આપવામાં આવશે, તેના માટે આખિરતમાં કોઈ સવાબ અને નેકી લખવામાં નહીં આવી હોય.
અબૂ અબ્દુલ્લાહ નૌમાન બિન્ બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «નિઃશંક હલાલ પણ સ્પષ્ટ છે અને હરામ પણ સ્પષ્ટ છે, તે બન્ને વચ્ચે કેટલીક શંકાસ્પદ વાતો પણ છે, જેમને ઘણા લોકો નથી જાણતા કે (અર્થાત્ તે હલાલ છે કે હરામ), પછી જે વ્યક્તિ તે શંકાસ્પદ વસ્તુઓથી બચી ગયો તેણે પોતાના દીન અને ઇઝ્ઝતને સુરક્ષિત કરી લીધી, અને જે વ્યક્તિ શંકાસ્પદ વસ્તુઓમાં સપડાઈ ગયો તે હરામમાં પડી ગયો, (તેનું ઉદાહરણ) તે ભરવાડ જેવુ છે, જે પોતાના જાનવરોને તેની ઘાસચારોની આજુબાજુ ચરાવે છે, અને નજીક છે કે તે જાનવરો તેમાં ઘુસી જાય, અને સાંભળી લો દરેક બાદશાહની એક ચરાવવા માટેની જગ્યા હોય છે અને અલ્લાહની તે જગ્યા તેની હરામ કરેલી વસ્તુઓ છે, (તેનાથી બચો) સાંભળો ! શરીરમાં એક ટૂકડો છે, જો તે ટુકડો સરખો રહેશે, તો સંપૂર્ણ શરીર સરખું રહેશે, અને જો તે ટુકડો ખરાબ થઈ જશે, તો સંપૂર્ણ શરીર ખરાબ થઈ જશે, અને સાંભળો તે ટૂકડો દિલ છે».
رواه البخاري ومسلمઆ હદીષમાં આપ ﷺ એ વસ્તુઓ બાબતે એક સામાન્ય કાયદો વર્ણન કર્યો છે, અને શરીઅતે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરી છે: એક હલાલ વસ્તુઓ, જે સ્પષ્ટ છે, એક હરામ વસ્તુઓ જે સ્પષ્ટ છે અને ત્રીજી શંકાસ્પદ વસ્તુઓ, જેના વિશે શંકા હોય કે તે હલાલ છે કે હરામ, તેનો હુકમ ઘણા લોકો નથી જાણતા. આવી સ્થિતિમાં જે વ્યક્તિ તે શંકાસ્પદ વસ્તુઓને છોડી દેશે, તે પોતાના દીનને સુરક્ષિત કરી લેશે, અને હરામમાં સપડાવવાના કારણે લોકોની જે આંગળીઓ તેની તરફ ઉઠી શક્તિ હતી, તેનાથી પણ તેની ઇઝ્ઝત સુરક્ષિત થઈ જશે. તેના વિરુદ્ધ જે વ્યક્તિ શંકાસ્પદ વસ્તુઓથી દૂર નથી રહેતો, તો તેને પોતાને હરામ કામામો સપડાવવા માટે અને લોકોના મહેણાં ટોણાં સાંભળવા માટે આગળ કરી દીધો. આપ ﷺ એ શંકાસ્પદ વસ્તુઓમાં પડવાનું આ હદીષમાં એક ઉદાહરણ આપ્યું છે, તેનું ઉદાહરણ એવું છે કે ભરવાડ પોતાના ઊંટ અને ઘેટાઓને બીજાએ કરેલી સીમાની આજુબાજુ ચરાવે છે, બની શકે છે તેના જાનવર તે સીમાની અંદર જઈ બીજાનો ચારો ચરી શકે છે, એવી જ રીતે તે વ્યક્તિ પણ, જે શંકાસ્પદ વસ્તુઓની નજીક જાય છે, બની શકે છે તે તેમાં સપડાય જશે, અને તે હરામની નજીક પહોંચી જાય છે. ત્યારબાદ આપ ﷺ એ જણાવ્યું કે શરીરમાં એક ભાગ અથવા ટુકડો છે (અને તે દિલ છે) તેના સરખા રહેવાથી સંપૂર્ણ શરીર સરખું રહેશે અને જો તે બગડશે તો સંપૂર્ણ શરીર ખરાબ થઈ જશે..