





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સેવક, અબૂ હમઝહ અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી, જ્યાં સુધી તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતે પોતાના માટે પસંદ કરે છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી, જે કોઈ મુસલમાન માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતાના માટે પસંદ કરતો હોય, દીન અને દુનિયામાં ભલાઈના કામો માંથી, અને તે વસ્તુ નાપસંદ કરે, જે પોતાના માટે નાપસંદ કરતો હોય, જ્યારે તે કોઈ મુસલમાન ભાઈમાં દીન પ્રત્યે ગફલત જુએ, તો તેની તરત જ ઇસ્લાહ કરવી જોઈએ, અને જો તે કોઈ ભલાઈનું કાર્ય કરતો હોય તો તેની મદદ કરવી જોઈએ તેમજ દીન અને દુનિયા બાબતે તેની ઇસ્લાહ કરવી જોઈએ.
અબૂ મસ્ઉદ ઉકબા બિન્ન અમ્ર અન્સારી બદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પહેલાના પયગંબરોની જે વાત મળી, તેમાં આ વાત પણ છે કે જો હયા જ ન હોય, તો પછી જે મનમાં આવે તે કરો».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે આગળ પસાર થઈ ગયેલ પયગંબરોએ જે વાતોનો આદેશ આપ્યો એમાં એક વાત એ પણ હતી કે લોકો બરાબર એ વાત નકલ કરતા ગયા અને આવનારી કોમ માટે વારસાગત રૂપે આ વાત પહોંચાડતા રહ્યા, અહીં સુધી કે આ કોમની શરૂઆતમાં જ આ વાતનો આદેશ આવી ગયો કે તમે જોવો તમે શું કરવા ઈચ્છો છો, જો તમારામાં હયા નામની વસ્તુ જ ન હોય તો પછી જે મનમાં આવે તે કરો, અને જો તમારામાં હયા હોય તો રુકી જાઓ, અર્થાત્ ખરાબ કામોથી પોતાને રોકી રાખવું હયા ગણવામાં આવશે, જો હયા જ ન હોય તો પછી દરેક અશ્લીલ અને ખરાબ કામમાં સપડાઈ જશો.
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો તમે અલ્લાહ પર એવી રીતે ભરોસો કરો જેવી રીતે કરવાનો હક છે, તો તમને એવી રીતે રોજી આપવામાં આવશે, જે રીતે પક્ષીઓને આપવામાં આવે છે, તેઓ સવારમાં ખાલી પેટ નીકળે છે અને સાંજે ભરપેટ પાછા ફરે છે».
رواه الإمام أحمد والترمذي والنسائي وابن ماجه وابن حبان في صحيحه والحاكمઆ હદીષમાં એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આપણે દરેક બાબતમાં અલ્લાહ પર ભરોસો કરવો જોઈએ, દીન અને દુનિયાની દરેક બાબતમાં ફાયદાની પ્રાપ્તિ અને નુકસાનથી બચવા માટે અલ્લાહ પર જ ભરોસો કરવામા આવે, અલ્લાહ સિવાય ન તો કોઈ આપી શકે છે અને ન તો રોકી શકે છે અને ન તો કોઈ નુકસાન દૂર કરી શકે છે અને ન તો ફાયદો આપી શકે છે. અને આ ભરોસો કર્યા પછી ફાયદો પહોંચાડવા માટેના સ્ત્રોત અને નુકસાન દૂર કરવાના સ્ત્રોત જરૂર અપનાવવા જોઈએ, જો આ પ્રમાણે કરીશું તો અલ્લાહ આપણને એવી રીતે રોજી આપશે જેવી રીતે પક્ષીઓને રોજી પહોંચાડે છે, તેઓ સવાર સવારમાં ભૂખ્યા પેટે નીકળે છે અને જ્યારે પાછા ફરે છે તો ભરપેટ પાછા ફરે છે, પક્ષીઓ આળસ કર્યા વગર રોજીની શોધમાં મહેનત કરે છે, જે સ્ત્રોત અપનાવવાની ઠોસ દલીલ છે.
નવ્વાસ બિન્ સિમઆન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નેકી સારા અખ્લાકને કહે છે, અને ગુનાહ, જે તમારા દિલમાં શંકા ઉભી કરે, અને તેના વિશે લોકોને જાણ થવી તમને પસંદ ન હોય». વાબિસા બિન્ મઅબદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે હું અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે મને નેકી અને ગુનાહ વિશે પૂછવા માટે આવ્યા છો?» મેં કહ્યું: હા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાના દિલથી પૂછી લો, નેકી તે છે, જેને કર્યા પછી મનમાં શાંતિ પહોંચે અને દિલમાં કંઈ શંકા ન હોય, ગુનાહ તે છે, જે મનમાં શંકા ઉભી કરે, અને દિલમાં તેના વિશે સંદેહ હોય, ભલે ને લોકો તેના વિશે ફતવો આપે કે જાઈઝ છે».
الحديث الأول: رواه مسلم، والحديث الثاني: رواه أحمد والدارميઆ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નેકી અને ગુનાહ વિશે વર્ણન કરતા કહ્યું: સૌથી મોટી નેકી સારા અખ્લાક (ચારિત્ર્ય) છે, અલ્લાહ સાથે સારા વ્યવહારનો અર્થ એ કે તેનો ડર અપનાવવામાં આવે અને સર્જન સાથે સારા વ્યવહારનો અર્થ એ છે કે તેમના તરફથી મળતી તકલીફો ને સહન કરવામાં આવે, ગુસ્સો ઓછો કરવામાં આવે, હસ્તા મોઢે મળવું જોઈએ, સારી વાત કહેવામાં આવે, સિલા રહેમી કરવામાં આવે, વાત માનવામાં આવે, સદ્ વ્યવહાર કરવામાં આવે, ભલાઈ સાથે જીવન પસાર કરવામાં આવે, સારો સંગાથ રાખવો, કહેવાનો તાંતપર્ય એ કે નેકી તે છે, જેનાથી મનમાં શાંતિ મળે. જ્યારે કે ગુનોહ એવી શંકાસ્પદ વસ્તુ છે, જે દિલમાં સંદેહ કરે, તેનાથી મનને શાંતિ ન મળે, વારંવાર તે સંદેહ દિલમાં આવતો રહે છે કે ક્યાંક આ ખોટું તો નથી, અને તેને સારા તેમજ સદાચારી લોકો સામે ઉલ્લેખ કરતા પણ કચકાતા હોય; કારણકે પ્રાકૃતિક રીતે માનવીનું મન એમ ઇચ્છતું હોય છે કે લોકો તેની સારી વાતો ને જ જાણે, જો તમે કંઈ બાબતે લોકોને જાણવા પણ નાપસંદ કરતા હોય, તો તેનો અર્થ એ છે કે તે ગુનોહ છે, ભલેને લોકો જાઈઝ હોવાનો ફતવો કેમ ન આપે, તો પણ તેમના ફતવાને કબૂલ ન કરો, જ્યાં સુધી તમારા દિલમાં શંકા થતી રહે; કારણકે ફતવાથી શંકા દૂર નથી થતી, જ્યાં સુધી ફતવો યોગ્ય હોય, અને તેને આપનાર અજ્ઞાની હોય, પરંતુ જો ફતવો શરીઅત પ્રમાણે હોય તો પૂછનારે તેને માનવું જરૂરી છે, ભલેને તેનું મન માનતું હોય કે ન માનતું હોય.
અબ્દુલ્લાહ બિન્ બુસ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક વ્યક્તિ આવ્યો અને કહેવા લાગ્યો: હે અલ્લાહના પયગંબર! ઇસ્લામના આદેશો ઘણા છે, કોઈ એવો વ્યાપક અમલ જણાવો, જેને હું કાયમ અમલ કરતો રહું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તારી જબાન દરેક સમયે અલ્લાહનો ઝિક્ર કરતી રહે». મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા એક બીજી રિવાયતમાં છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી છેલ્લી મુલાકાત વખતે મેં પૂછ્યું: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે, અને અલ્લાહથી નિકટ કરનાર અમલ? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «તમારું મૃત્યુ એવી સ્થિતિમાં થાય કે તારી જબાન અલ્લાહનો ઝિક્ર કરતી હોય».
رواه أحمد والترمذي وابن ماجه وابن حبانએક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરિયાદ કરી કે નફીલ ઈબાદત ઘણી છે, નબળાઈના કારણે તેને અદા કરી શકતો નથી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું કે એક એવો સરળ અમલ બતાવો જેને મજબૂતી અને પાબંદી સાથે હું કરી શકું અને ઘણો સવાબ મેળવી શકું. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે હમેંશા તારી જબાન પર અલ્લાહનો ઝિક્ર હોવો જોઈએ, દરેક સમયે દરેક પરિસ્થિતિમાં; સુબ્હાનલ્લાહ, અલ્ હમ્દુ લિલ્લાહ, અને અસ્તગ્ફિરુલ્લાહ તેમજ આ પ્રમાણેના ઝિક્ર કરતાં રહો.
અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું : «શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું? ત્રણ વખત નબી ﷺ એ આ વાક્ય કહ્યું, પછી સહાબાઓએ કહ્યું: કેમ નહીં, હે અલ્લાહના રસૂલ ! જરૂર જણાવો, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ સાથે શિર્ક કરવું અને માતા-પિતાની અવજ્ઞા કરવી», નબી તે સમયે ટેક લગાવી બેઠા હતા, સીધા થઈ નબી ﷺ એ કહ્યું: «સાંભળો ! જૂઠી વાત કરવી», ત્યારબાદ નબી ﷺ વારંવાર આ વાત કહેતા રહ્યા અહીં સુધી કે અમે મનમાં કહેવા લાગ્યા કે કદાચ નબી ﷺ ચૂપ થઈ જતા.
મુત્તફકુન્ અલયહિનબી ﷺ પોતાના સહાબાઓને સૌથી મોટા ગુનાહ વિશે ખબર આપી રહ્યા છે, અને આ વાક્ય તેમણે ત્રણ વખત કહ્યુ: ૧. અલ્લાહ સાથે શિર્ક કરવું: કોઈ પણ પ્રકારની ઈબાદતને અલ્લાહ સિવાય અન્ય માટે કરવી, અને અલ્લાહ સિવાય અન્યને તેની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યત (પૂજ્ય હોવામાં), અને અસ્મા વ સિફાત (પવિત્ર નામો અને ગુણોમાં) તેના બરાબર ઠેહરાવવો. ૨. માતા-પિતાની નાફરમાની: માતા-પિતાને કોઈ પણ રીતે તકલીફ પહોંચાડવી, પોતાની જબાન વડે અથવા પોતાના કાર્યો વડે, અને તેમની સાથે એહસાન (સારો વ્યવહાર) કરવાનું છોડી દેવું. ૩. જૂઠી વાત તેમાંથી જૂઠી ગવાહી આપવી: તે દરેક જૂઠી વાત અથવા ગવાહી જેનો હેતુ સામે વાળા વ્યક્તિનું અપમાન કરવું હોય, તેના માલને હડપી લેવામાં આવે અથવા તેના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવે, એવી જ અન્ય કામ કરવા. નબી ﷺ જૂઠી ગવાહી બાબતે ચેતવણી આપતા તેમજ સમાજ પર તેના ભયાનક અસર તરફ ધ્યાન દોરતા વારંવાર આ શબ્દો કહેતા ગયા અહીં સુધી કે સહાબાઓ મનમાં કહેવા લાગ્યા કે કદાચ આપ ﷺ હવે ચૂપ થઈ જતા, તેમના પર દયા ખાતા અને આ વસ્તુની નફરત જે તેમને પરેશાન કરી રહી છે.
મિક્દાદ બિન મઅદિ કરીબ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ મોમિનો વચ્ચે સંબંધ મજબૂત કરવા અને તેમની વચ્ચે મોહબ્બત ફેલાવવાનું કારણ વર્ણન કર્યું છે, અને તે એ કે જ્યારે કોઈ ભાઈ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે.
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ રીવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કબીરહ ગુનાહો: અલ્લાહ સાથે શિર્ક કરવું, માતા-પિતાની અવજ્ઞા કરવી, નાહક કતલ કરવું, જૂઠી કસમ ખાવી».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ કબીરહ ગુનાહ વિશે જણાવ્યું, કે વર્ણવેલ ગુનાહ કરવાવાળાને દુનિયા અને આખિરતમાં સખત ચેતના આપવામાં આવી છે. પહેલું: "અલ્લાહ સાથે શિર્ક કરવું" કોઈ પણ પ્રકારની ઈબાદતને અલ્લાહ સિવાય અન્ય માટે કરવી, અને અલ્લાહ માટે જે ખાસ ગુણો છે તેની રુબૂબિય્યતમાં (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યતમાં (પૂજ્ય હોવામાં), અને અસ્મા વ સિફાતમાં (પવિત્ર નામો અને ગુણોમાં) તેમાં અન્યને તેના બરાબર ઠેહરાવવો. બીજું : "માતા-પિતાની અવજ્ઞા કરવી" માતા-પિતાને કોઈ પણ રીતે તકલીફ પહોંચાડવી, પોતાની જબાન વડે અથવા પોતાના કાર્યો વડે, અને તેમની સાથે એહસાન (સારો વ્યવહાર) કરવાનું છોડી દેવું. ત્રીજું: "નાહક કતલ કરવું" કોઈના પર જુલમ, અત્યાચાર કરતા અથવા શત્રુતામાં કતલ કરવું. ચોથું: "જૂઠી કસમ ખાવી" જાણવા છતાં જૂઠી કસમ ઉઠાવવી, જૂઠી કસમને ગમૂસ એટલા માટે કહેવામાં આવે છે કે આ જૂઠી કસમ ખાનારને કસમના ગુનાહ અથવા જહન્નમ તરફ લઈ જાય છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺએ કહ્યું: «વિદ્વા સ્ત્રી અને લાચાર માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર જેવા છે, અથવા રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) અથવા તો રોઝદાર જેવા છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ કોઈ એવી સ્ત્રીની જરૂરિયાતનું ધ્યાન રાખતો હોય, જેના પતિનું મૃત્યુ થઈ ગયું હોય, તેની જરૂરિયાત પૂરી કરનાર કોઈ ન હોય, અને તે અલ્લાહ પાસે સવાબની આશા રાખતા, તે સ્ત્રી પર ખર્ચ કરે, તો તે વ્યક્તિનો સવાબ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર અર્થવા રાત્રે તહજ્જુદ પઢનાર વ્યક્તિ અથવા તો એક રોઝદારના સવાબ જેટલો સવાબ મળશે.