





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઉમ્મુલ્ મુઅમિનીન જુવૈરિયહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવારની નમાઝ પઢીને સવાર સવારમાં તેમની પાસેથી બહાર નીકળ્યા, તેઓ પોતાની નમાઝ પઢવાની જગ્યાએ બેઠા હતા, પછી જ્યારે સવાર થઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની પાસે ફરી આવ્યા, તો પણ તેઓ તે જ જગ્યાએ બેસી રહ્યા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે સ્થિતિમાં હું છોડીને ગયો હતો તે જ સ્થિતિમાં તમે બેઠા છો?», તેમણે કહ્યું: હા, તો આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અહીંયાથી ગયા પછી મેં ત્રણ વખત ચાર કલીમાં પઢયા છે, જો તે કલિમાને તમારા શબ્દો સાથે, જે તમે હમણાં પઢયા છે, તોલવામાં આવે તો આ ચાર કલીમા વાળું ત્રાજવું નમી જશે: "સુબ્હાનલ્લાહિ વ બિહમદિહી અદદ ખલ્કિહી વ રિઝા નફ્સિહિ વઝિનત અર્શિહી વ મિદાદ કલિમાતિહી" (અર્થ: અલ્લાહની પવિત્રતા અને પ્રશંસા વર્ણન કરું છું, તેના સર્જનની સંખ્યા અને તેની પ્રસન્નતા જેટલી, તેમજ તેના અર્શના વજન અને કલીમાની સહી બરાબર».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેસવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉમ્મુલ્ મુઅમિનીન જુવૈરિયહ રઝી અલ્લાહુ અન્હા પાસેથી બહાર નીકળ્યા, તેઓ નમાઝ પઢવાની જગ્યાએ બેઠા હતા, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચાશતના સમયે પાછા આવ્યા, તેઓ તે જ જગ્યાએ બેઠા હતા, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે સ્થિતિમાં હું તમને છોડીને ગયો હતો, હજુ પણ તમે ત્યાં જ બેઠા છો? તેમણે કહ્યું: હા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમને છોડીને ગયા પછી મેં ચાર કલિમા ત્રણ વખત પઢયા છે, જો તમે આ શબ્દોનો સવાબ જાણી લેતા, તો તમે જે અત્યાર સુધી બેસી જે ઝિક્ર કરી રહ્યા છો તેના પર આ ચાર કલીમાને પઢવામાં પ્રાથમિકતા આપતા: ("સુબ્હાનલ્લાહિ" અલ્લાહ પવિત્ર છે), અલ્લાહ તઆલા દરેક ખામીથી પાક છે, ("વ બિહમદિહિ" દરેક પ્રકારની પ્રસંશા તેના માટે જ છે), તેણે માર્ગદર્શન આપેલ સંપૂર્ણ સુંદર વખાણ તેના માટે જ છે ("અદદ ખલ્કિહિ" તેના સર્જનની ગણતરી બરાબર), જેને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું, ("વ રિઝા નફ્સિહિ" તેની પ્રસન્નતા જેટલી), તે ખુશ થાય એટલી તસ્બીહ વર્ણન કરીએ છીએ, તે પોતાના બંદાઓથી એટલો ખુશ થાય છે, જેની અંદાજો નથી કરી શકતા, ("વ ઝિનત અર્શિહિ" અર્શના વજન બરાબર) જે દરેક સર્જન કરતા મહાન અને ભારે છે, (વ મિદાદ કલિમાતિહિ" તેના કલિમાની સિયાહી બરાબર), તેના શબ્દો અગણિત છે, તેને ગણી નથી શકતા, જેમાં ત્રણેય વિષયનો સમાવેશ થાય છે, જેવું કે તેના કલીમાની સિયાહી, તે બુલંદ છે, પોતાની વિશાળતા, સ્પષ્ટતા અને સંખ્યામાં અગણિત છે, અહીંયા વધારો જણાવવા પર જોર આપવામાં આવ્યું છે, પહેલા નંબર પર તેણે અગણિત સર્જનનું વર્ણન કર્યું, ત્યારબાદ તેના કરતાં પણ અગણિત અલ્લાહના કલિમાનું વર્ણન કર્યું અને ત્યારબાદ સર્જન માંથી સૌથી મહાન અને ભારે અર્શનું વર્ણન કર્યું, પ્રથમ, એક માપદંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે - તેના સર્જનની સંખ્યા પછી, તે "પોતાના આનંદ" તરીકે વ્યક્ત કરતાં વધુ કંઈક તરફ આગળ વધે છે. આગળ સૌથી મહાન અને જે વજનમાં સૌથી ભારે છે, અર્શનું વર્ણન. પ્રથમ સંખ્યા અને જથ્થા સાથે, બીજુ વર્ણન અને ગુણવત્તા સાથે અને ત્રીજો મહાનતા અને વજન સાથે સંબંધિત છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જો કોઈ કોમ એવી સભામાં બેસશે, જેમાં તેમણે અલ્લાહનો ઝિક્ર ન કર્યો હોય અને ન તો તેના નબી પર દરૂદ પઢયું હોય, તો આ બેઠક તેમના માટે નુકસાન કારક સાબિત થશે, પછી જો અલ્લાહ ઈચ્છશે તો તેમને અઝાબ આપશે અને ઈચ્છશે તો તેમને માફ કરી દેશે».
رواه أبو داود والترمذي والنسائي في الكبرىઆ હદીષમાં નબી ﷺએ અલ્લાહના ઝિક્રથી ગાફેલ થઈ જવા પર સચેત કર્યા છે, અને જો કોઈ એવી સભામાં બેસે જેમાં તે અલ્લાહ તઆલાને યાદ ન કરે અને ન તો તેના પયગંબર ﷺ પર દરૂદ મોકલે તો તે સભા તેના માટે નુકસાન કારક સાબિત થશે, અને તેણે કયામતના દિવસે તેનો અફસોસ થશે, બસ જો અલ્લાહ ઇચ્છશે તો તેમને પાછળ ગુનાહ અને આળસના કારણે અઝાબ આપશે અને જો ઈચ્છશે તો તેમને પોતાની કૃપા અને દયા દ્વારા માફ કરી દે શે.
જાબિર રઝી અલ્લાહુ અન્હુથી રીવાયત છે કે નિઃશંક અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યુ: «મારા મતે તમારા માંથી કયામતના દિવસે સૌથી વધારે પ્રિય અને સૌથી વધારે નજીક તે લોકો બેસશે, જેમના અખ્લાક સૌથી સારા હશે, અને તમારા માંથી મારાથી કયામતના દિવસે અત્યંત અપ્રિય અને દૂર તે લોકો બેસશે, જે વાતોડીયા, સમજ્યા વગર બોલનાર, ઘમંડી લોકો હશે», સહાબાઓએ પૂછ્યું કે હે અલ્લાહના રસૂલ! અમે ષરષારુન્ (વાતોડીયા) અને મુતશદ્દીકૂન (સમજ્યા વગર બોલવાવાળા) તો જાણી લીધા, આ મુતફૈહિકૂન કોણ લોકો છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઘમંડ કરનાર».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયામાં મારી મતે સૌથી પ્રિય અને મારાથી સૌથી નજીક બેસનાર કયામતના દિવસે તે હશે, જેના અખલાક સારા હશે, અને મારી નજીક દુનિયામાં સૌથી અપ્રિય વ્યક્તિ અને મારાથી ખૂબ દૂર તે વ્યક્તિ હશે, જેના અખલાક સૌથી વધારે ખરાબ હશે; (અષરષારુન) વાતોડીયો તેની વાતમાં સચ્ચાઈ પણ ન હોય, (વલ્ મુતશદ્દીકુન) તે લોકો જેઓ પોતાનો શબ્દોનો ખ્યાલ કર્યા વગર જ આમતેમ બકી કાઢતો હોય છે, તેમજ વાતોને સ્પષ્ટતા અને મહાનતા દેખાડવી, (વલ્ મુતફૈહિકૂન) સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ! અષરશારુન, વલ્ મુતશદ્દીકુનને સમજી ગયા પરંતુ મુતફયહીકૂન એટલે શું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તે ઘમંડી લોકો છે, જેઓ મોટી મોટી વાતો કરે છે અને જો લોકો તેમની સામે મોઢું ખોલે તો તેઓ તેમનો મજાક ઉડાવતા હોય છે.
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન્ આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિ સફળ થઈ ગયો, જે ઇસ્લામ લઈ આવ્યો, તેને જરૂરત પ્રમાણે રોજી મળી ગઈ અને અલ્લાહએ તેને જે કંઈ આપ્યું છે, તેના પર તે સંતુષ્ટ થઈ ગયો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ કામયાબ અને સફળ થઈ ગયો, જે પોતાના પાલનહારનો આજ્ઞાકારી બની ગયો અને જેને ઇસ્લામ તરફ હિદાયત આપવામાં આવી, તેમજ જે વ્યક્તિને હલાલ રોજી માંથી પોતાની જરૂરત પ્રમાણે રોજી આપવામાં આવી, ન તો વધારે ન તો ઓછી. અને જે કંઈ અલ્લાહએ તેને આપ્યું છે તેનાથી તે સંતુષ્ટ પામ્યો અને અલ્લાહથી ખુશ થઈ ગયો.
ઉબૈદુલ્લાહ બિન મિહ્સન અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી જે વ્યક્તિ નીડરતાની સ્થિતિમાં સવાર કરે, શારીરિક રીતે સલામત હોય તેમજ એક દિવસનું અન્ન તેની પાસે હોય તો જાણે કે તેના માટે આખી દુનિયા ભેગી કરી દેવામાં આવી છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું જે વ્યક્તિ શારીરિક રીતે સાજો, સલામત અને કોઈ બીમારી વગર સવાર કરે, પોતે પોતાના ઘરવાળાઓ અને પોતાની પત્ની અને બાળકોના પ્રાણ પ્રત્યે નીડર હોય અને હલાલ રોજી માંથી એક દિવસનું અન્ન તેની પાસે હોય તો જાણે કે આખી દુનિયા તેને આપી દેવામાં આવી.
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ વ્યાપક દુઆઓને પસંદ કરતાં હતા અને તે સિવાયની દુઆઓને છોડી દેતા હતા.
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી ﷺ તે દુઆઓને વધુ પસંદ કરતા હતા જેમાં દુનિયા અને આખિરત બંનેની ભલાઈ શામેલ હોય અને જેના શબ્દો ઓછા અને અર્થ વધારે હોય, અને જેમાં ખૂબ જ અલ્લાહના વખાણ હોય, અને જેમાં સારા હેતુઓ હોય, તે સિવાયની દુઆઓ છોડી દેતા હતા.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમને કહ્યું: મેં અલ્લાહના પયગંબર ﷺને કહેતા સાંભળ્યા: «કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેનાથી બરકત ખતમ થઈ જાય છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ વધુ પ્રમાણમાં કસમ ખાવા પ્રત્યે સચેત કરી રહ્યા છે, ભલેને તે પોતાની લે-વેચમાં સાચો હોય, અને જણાવ્યું કે તે જરૂર સામાન વેચવાનો એક તરીકો તો છે, પરંતુ તે કમાણીની બરકતને ખતમ કરી દે છે, અને આમ કરવા પર અલ્લાહ તેના માટે એવા દ્વાર ખોલી શકે જેમાં તે પોતાને નષ્ટ કરી લેશે, ભલેને તેમાં ચોરી, ડૂબી જવું, હડપ કરવું, લુંટવું અથવા અન્ય માધ્યમો દ્વારા તે પોતાના માલને નષ્ટ કરી દેશે.
ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «હવાને ગાળો ન આપો, બસ જ્યારે તમે કોઈ નાપસંદ વસ્તુ જુઓ, તો કહો: "અલ્લાહુમ્મ ઇન્ના નસ્અલુક મિન ખૈરિ હાઝિહિર્ રીહિ વ ખૈરિ મા ફીહા વ ખૈરિ મા ઉમિરત બિહિ, વનઅઊઝુબિક મિન શર્રિ શર્રિ હાઝિહિર્ રીહિ વ શર્રિ મા ફીહા વ શર્રિ મા ઉમિરત બિહિ" (હે અલ્લાહ! અમે તારી પાસે આ હવાની ભલાઈ નો સવાલ કરીએ છીએ અને એ વસ્તુંની ભલાઈની જે તેમાં છે, અને તે વસ્તુની ભલાઈનો જેની સાથે તે મોકલવામાં આવી છે, અને અમે તારી પનાહ માગીએ છીએ આ હવાની બુરાઈથી અને તે વસ્તુની બુરાઈથી જે તેમાં છે અને તે વસ્તુની બુરાઈથી જેની સાથે તે મોકલવામાં આવી છે)».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ હવાને ગાળો આપવા અને મહેણાંટોણાં મારવાથી રોક્યા છે, કારણકે તે તેના સર્જક તરફથી છે, અને તે અઝાબ અને કૃપા લઈને આવે છે, અને તેને અપશબ્દો કહેવા વાસ્તવમાં તેના સર્જકને અપશબ્દો કહેવા જેવુ છે, અને તેના આદેશ પર નારાજ થવું છે, ફરી નબી ﷺએ તેના સર્જક પાસે તેની ભલાઈ અને તેમાં રહેલી ભલાઈ અને જે તે લઈને આવી રહી છે તેની ભલાઈનો સવાલ કરવાનું માર્ગદર્શન આપ્યું, જેમકે વરસાદ લાવવો, દવા ઉતારવી, વગેરે, એવી જ રીતે તેની અને તેમાં રહેલી બુરાઈ અને જે બુરાઈ સાથે તે ઉતરી રહી છે તેનાથી પનાહ માંગવી, જેમકે વૃક્ષો, જાનવરો અને ઇમારતોને નષ્ટ કરવા, વગેરે, અને આ સવાલ કરવામાં અલ્લાહની સંપૂર્ણતા છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «તમારા માંથી કોઈ વ્યક્તિ આ પ્રકારના શબ્દો ન કહે: હે અલ્લાહ! તું ઈચ્છે તો મને માફ કરી દે, હે અલ્લાહ! તું ઈચ્છે તો મારા પર રહેમ કર, હે અલ્લાહ! તું ઈચ્છે તો મને રોજી આપ, પરંતુ તે મક્કમ થઈ સવાલ કરે, કારણકે અલ્લાહ જે ઈચ્છે છે તે કરે છે તેના પર કોઈ બળજબરી નથી». અને મુસ્લિમની રિવાયતના શબ્દો છે: «પરંતુ તે મક્કમ થઈને દુઆ કરે અને પોતાની સમસ્યાની પ્રાપ્તિને મહાન બતાવે; કારણકે અલ્લાહ માટે કોઈ વસ્તુ એટલી મોટી નથી કે તે આપી ન શકે.
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺએ દુઆને કોઈ પણ વસ્તુ સાથે જોડવાથી રોક્યા છે, અહીં સુધી કે તેણે અલ્લાહની મરજી સાથે પણ જોડવામાં ન આવે, આ એક જાણીતી અને ચોક્કસ બાબત છે કે જ્યાં સુધી પવિત્ર અલ્લાહ ન ઈચ્છે તો તે માફ નથી કરતો, એટલા માટે તેની ઈચ્છા નક્કી કરવાનો કોઈ અર્થ નથી; કારણકે તે ફક્ત તે જ કાર્યો કરે છે, જેની તે ઈચ્છા કરે છે, બસ પવિત્ર અને વ્યાપક અલ્લાહ પર કોઈ બળજબરી નથી, અને આજ વાતનો ઉલ્લેખ નબી ﷺએ હદીષના અંતમાં કહ્યું કે અલ્લાહ પર કોઈ બળજબરી નથી, જેમકે કોઈ વસ્તુ પણ તેના પર પ્રભુત્વ મેળવી શક્તિ નથી જે તેણે આપી છે, ન તો કોઈ વસ્તુ તેને આધીન કરી શકે છે, ન તો કોઈ વસ્તુ તેના કરતાં મોટી છે, અહીં સુધી કે આ શબ્દો કહેવા: જો તું ઈચ્છે, અને તેને તેની મરજી પર આધારિત કરવું તે તેની માફીના ભાગ પાડવા જેવુ છે, બસ કોઈ વ્યક્તિ કહે: જો તું મને ફલાણી વસ્તુ આપવા ઈચ્છતો હોય તો આપ, આ શબ્દોનો ઉપયોગ ફક્ત ત્યારે જ થાય છે જ્યારે કોઈ નાપસંદ બાબત હોય, અથવા તે તેનાથી અસક્ષમ હોય, અને જો પરેશાનીના સમયે શક્તિશાળીને કોઈ જરૂરત પડે છે, તો તેણે પણ પોતાનો સવાલ મક્કમતાથી કરવો જોઈએ, અને એક જરૂરતમંદ કેવી રીતે સવાલ કરે છે એ રીતે તેણે પણ અલ્લાહ પાસે સવાલ કરવો જોઈએ; કારણકે તે દરેક વસ્તુથી સંપૂર્ણ બેનિયાઝ છે અને દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.