





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «એક વ્યક્તિ લોકોને દેવું આપતો હતો અને જ્યારે તે પોતાના સેવકોને વસુલી માટે મોકલતો તો તેમને કહેતો: જો તમે કોઈ એવા વ્યક્તિ પાસે જાઓ જે દેવું પૂરું કરવાની ક્ષમતા ન ધરાવતો હોય તો તમે તેને છોડી દે, શક્ય છે કે અલ્લાહ આપણા ગુનાહ માફી કરી દે, તેથી નબી સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એ કહ્યુ: જ્યારે તે મૃત્યુ પછી અલ્લાહને મળ્યો તો અલ્લાહ એ તેને માફ કરી દીધો».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એક વ્યક્તિ વિષે ખબર આપતા કહ્યું કે તે લોકોને દેવું આપતો હતો, અથવા તેમને સામાન ઉધાર આપતો હતો, અથવા તે પોતાના સેવકો જે લોકો પાસે લેણું વસૂલ કરવા માટે જતાં હતા તેમને કહેતો: જ્યારે તમે કોઈ દેવાદાર વ્યક્તિ પાસે જાઓ, અને જો તેની પાસે દેવું ચૂકવવા માટે કઈ પણ ન હોઇ તો તેનું દેવું જવા દો, અર્થાત્ તેને થોડો સમય વધુ આપો અને ભાર મૂકી દેવું વસૂલ ન કરો, અથવા તેની પાસે જે કઈ પણ હોય તે લઈ લો ! આવું તે વ્યક્તિ એ આશયથી કહેતો હતો કે કદાચ આ કારણે અલ્લાહ તેને માફ કરી દે. બસ જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ થયું, તો અલ્લાહએ તેને માફ કરી દીધો.
અબૂ ઝર જુન્દુબ બિન્ જુનાદહ અને અબૂ અબ્દુર રહમાન મુઆઝ બિન્ જબલ રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે જ્યાં પણ રહો, અલ્લાહથી ડરતા રહો, પાપ કાર્ય પછી નેકી કરી લો, જે તે પાપને ખત્મ કરી દેશે, અને લોકો સાથે સારો વ્યવહાર કરો».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ કાર્યોનો આદેશ આપ્યો: પહેલું: અલ્લાહથી ડરવું, અલ્લાહથી ડરવાનો અર્થ એ છે કે અનિવાર્ય કરેક કાર્યો કરવા અને અવૈધ કરેલ કાર્યોથી બચવું, દરેક જગ્યા, દરેક સમયે અને દરેક સ્થિતિમાં, એકાંતમાં અને જાહેરમાં, તંદુરસ્તી અને બીમીરી દરેક સ્થિતિમાં. બીજું: જો તમારાથી કોઈ ગુનાહનું કામ થઇ જાય, તો તેના પછી કોઈ નેકી કરવી જેમકે નમાઝ, સદકા, નેકી, સંબંધ જોડવા, તૌબા કરવી વગેરે; કારણકે તેનાથી ગુનાહ ખત્મ થઇ જશે. ત્રીજું: લોકો સાથે સારો વ્યવહાર કરવો, જેમકે તેમની સાથે હસતા મોઢે મુલાકાત કરવી, નરમી, વિનમ્રતા અપનાવવી, સારા કાર્યો કરવા અને તેમને નુકસાન પહોંચાડવાથી બચવું.
અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જ્યારે બે મુસલમાન પોતાની તલવારો લઈ એકબીજા વિરુદ્ધ લડે તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમી બનશે », મેં પૂછ્યું હે અલ્લાહના રસૂલ ! એક વ્યક્તિ તો કતલ કરનાર છે, (માટે તે જહન્નમી છે) પરંતુ કતલ થનારનો શું વાંક? નબી ﷺ એ કહ્યું: તેની પણ નિયત પોતાની સાથીને કતલ કરવાની જ હતી».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે બે મુસલમાન એકબીજા વિરુદ્ધ સામસામે તલવાર ટાંકી ઉભા થઇ જાય, તેમાંથી બન્નેની નિયત એકબીજાને કતલ કરવાની હોય છે, તો કતલ કરનાર તો કતલ કરવાના કારણે જહન્નમમાં જશે, પરંતુ અલ્લાહના નબી ﷺ દ્વારા વર્ણવેલ વાત સહાબાઓની સમજમાં ન આવી કે જેની હત્યા થઈ છે તે પણ જહન્નમમાં જશે, આ કેવી રીતે થઈ શકે છે, જેથી તેનો જવાબ આપતા નબી ﷺ એ જણાવ્યું કે તેને પણ જહન્નમમાં એટલા માટે જવું પડશે કે તે પણ સામે વાળાની હત્યા કરવાની ઈચ્છા ધરાવતો હતો, તે અલગ વાત છે કે તે પોતાના ઈરાદામાં સફળ ન થઈ શક્યો, અને સામે વાળા વ્યક્તિએ તેને મારી નાખ્યો.
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કાર્યોનો આધાર નિયતો પર છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારો અથવા ખરાબ) વળતર મળશે, બસ ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેમના માટે જ સમજવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી તો તેની હિજરત તેના માટે જ હશે». બુખારી શરીફના શબ્દો આ પ્રમાણે છે: «કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ જણાવ્યું કે દરેક અમલનો બદલો નિયત પર નિર્ભર છે, અને આ આદેશ દરેક અમલ માટે સામાન્ય છે, ઈબાદતમાં પણ અને વ્યવહારમાં પણ, જે વ્યક્તિ પોતાના ફાયદા માટે કોઈ અમલ કરશે તો તેને તેના ફાયદા માટે જ બદલો આપવામાં આવશે, અને જે વ્યક્તિ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે કોઈ અમલ કરશે તો તે સંપૂર્ણ બદલો જરૂર પામશે ભલેને તે અમલ ખાવા અને પીવા માફક કોઈ સાધારણ અમલ જ કેમ ન હોય. પછી આપ ﷺ એ એક ઉદાહરણ આપી સમજાવ્યું કે અમલ કરવામાં નિયતનો કેટલો મોટો આધાર હોય છે, જાહેરમાં બન્નેની સ્થિતિ એક જ જેવી લાગે છે, જણાવ્યું કે જે વ્યક્તિ હિજરતનો ઈરાદો કરે અને તે પોતાના પાલનહારને ખુશ કરવા માટે વતન છોડશે તો તેની હિજરત શરીઅત પ્રમાણે કબૂલ કરવામાં આવશે તેને પોતાની સાચી નિયત પ્રમાણે સવાબ આપવામાં આવશે, અને જેનો હિજરત કરવાનો ઈરાદો દુનિયા પ્રાપ્તિ માટે હશે, માલ માટે, પદ માટે, વેપારધંધા માટે અથવા તો કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હશે તો તેને ફક્ત તેની નિયત પ્રમાણે જ બદલો આપવામાં આવશે, તેના માટે આખિરતમાં કોઈ સવાબ અને નેકી લખવામાં નહીં આવી હોય.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને વસિયત કરો, આપ ﷺ એ કહ્યું «ગુસ્સો ન કર » તે વારંવાર પૂછતો રહ્યો અને આપ ﷺ કહેતા રહ્યા: «ગુસ્સો ન કર».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેએક સહાબી એ અલ્લાહના રસૂલ ﷺ સમક્ષ આગ્રહ કર્યો કે અમને એવી વાત જણાવો જે અમને ફાયદો પહોંચાડે, આપ ﷺ એ આદેશ આપ્યો કે ગુસ્સો ન કરો, અર્થાત્ તે એવા કારણોથી બચે જેના દ્વારા ગુસ્સો આવતો હોય અને જ્યારે ગુસ્સો આવી જાય તો પોતાના ઉપર નિયંત્રણ રાખે, એવી ન થાય કે તેશમાં આવી કોઇની હત્યા કરી નાખે, મારી ડે અથવા ગાળો આપવા લાગે. તે સહાબી એ વસિયત કરવાની વિનંતી કરી અને વારંવાર કરતો રહ્યો, પરંતુ દરેક વખતે નબી ﷺ એ એક જ જવાબ આપ્યો કે "ગુસ્સો ન કરો".
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જો તમે અલ્લાહ પર એવી રીતે ભરોસો કરો જેવી રીતે કરવાનો હક છે, તો તમને એવી રીતે રોજી આપવામાં આવશે, જેવી રીતે પક્ષીઓને રોજી આપવામાં આવે છે, તેઓ સવારમાં ખાલી પેટ નીકળે છે અને સાંજે ભરપેટ પાછા ફરે છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આપણે દરેક બાબતમાં અલ્લાહ પર ભરોસો કરવો જોઈએ, દીન અને દુનિયાની દરેક બાબતમાં ફાયદાની પ્રાપ્તિ અને નુકસાનથી બચવા માટે અલ્લાહ પર જ ભરોસો કરવામા આવે, અલ્લાહ સિવાય ન તો કોઈ આપી શકે છે અને ન તો રોકી શકે છે અને ન તો કોઈ નુકસાન દૂર કરી શકે છે અને ન તો ફાયદો આપી શકે છે. અને આ ભરોસો કર્યા પછી ફાયદો પહોંચાડવા માટેના સ્ત્રોત અને નુકસાન દૂર કરવાના સ્ત્રોત જરૂર અપનાવવા જોઈએ, જો આ પ્રમાણે કરીશું તો અલ્લાહ આપણને એવી રીતે રોજી આપશે જેવી રીતે પક્ષીઓને રોજી પહોંચાડે છે, તેઓ સવાર સવારમાં ભૂખ્યા પેટે નીકળે છે અને જ્યારે પાછા ફરે છે તો ભરપેટ પાછા ફરે છે, પક્ષીઓ આળસ કર્યા વગર રોજીની શોધમાં મહેનત કરે છે, જે સ્ત્રોત અપનાવવાની ઠોસ દલીલ છે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: નબી ﷺ પોતાના સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલાથી રિવાયત કરતાં કહે છે: «એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી કહે છે: હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી પાછો કહે છે, હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે,તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે , મેં મારા બંદાને માફ કરી દીધો, તે જે ઈચ્છે, તે કરે».
મુત્તફકુન્ અલયહિઆપ ﷺ પોતાના પાલનહારથી રિવાયત કરે છે કે જ્યારે કોઈ બંદો ગુનાહનું કામ કરે છે, પછી કહે: હે અલ્લાહ મારા ગુનાહ માફ કરી દે, અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો, તે જાણે છે કે તેનો એક પાલનહાર છે જે તેના ગુનાહ માફ કરે છે, તેને છુપાવે છે, અને તે તેના પર સજા પણ આપી શકે છે તે તેને માફ કરી દે છે. પછી બંદો ફરી ગુનોહ કરે છે અને કહે છે: મારા પાલનહાર મારા ગુનાહ માફ કરી દે, અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો, અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, તેના ગુનાહ છુપાવે છે, તેનો બદલો આપે છે અથવા તેની પકડ કરે છે, મેં મારા બંદાને માફ કરી દીધો. પછી ફરી બંદો ગુનોહ કરે છે અને કહે છે: મારા પાલનહાર મારા ગુનાહ માફ કરી દે, અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો, અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, તેના ગુનાહ છુપાવે છે, તેનો બદલો આપે છે અથવા તેની પકડ કરે છે, મેં મારા બંદાને માફ કરી દીધો જે ઈચ્છે બંદો કરે, જયારે પણ બંદો ગુનાહ કરે છે, તેને છોડવાનો ઈરાદો કરે છે, તેના પર તેને અફસોસ પણ થાય છે, અને તે ફરી ગુનાહ ન કરવાનો મક્કમ ઈરાદો પણ કરે છે, પરંતુ નફસ તેના પર હાવી થઈ જાય છે અને તે ફરીવાર ગુનાહ કરે છે, જ્યારે પણ તે ગુનાહ કરશે અને તૌબા કરી લેશે, તો હું તેના ગુનાહ માફ કરી દઈશ, એટલા માટે કે તૌબા કરવાથી અલ્લાહ પહેલાના ગુનાહ માફ કરી દે છે.
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «ઇન્સાફ કરવાવાળા અલ્લાહ પાસે જમણી બાજુ નૂરના મિંબરો પર હશે, અને તેના બન્ને હાથ જમણા જ છે, જેઓ પોતાના નિર્ણયમાં, પોતાના ઘરવાળાઓમાં અને જેના તેઓ જવાબદાર છે, તેમાં ઇન્સાફ કરે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ જણાવી રહ્યા છે કે જે લોકોમાં પોતાની હેઠળ રહેનારા લોકો, પોતાના ઘરવાળાઓ પ્રત્યે તથા પોતાના નિર્ણયોમાં ન્યાય અને સત્ય સાથે નિર્ણય કરે છે, તેઓ કાયમતના દિવસે બેસવાના ઉચ્ચ સ્થાન પર બેઠા હશે, અને તે સ્થાન તેમને તેમના સન્માનમાં આપવામાં આવશે. આ ઊંચા સ્થાન કૃપાળું અલ્લાહની જમણી બાજુ હશે, અને જાણી લો કે પવિત્ર અલ્લાહના બન્ને હાથ જમણા છે.
જરીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જેને નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દરેક ભલાઈથી વચિંત કરી દેવામાં આવ્યો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દીન અને દુનિયાના કામમાં તૌફીક નથી મળતી, અને તે દરેક કામમાં ભલાઈથી વંચિત રહેશે, જે તે પોતાના માટે કરતો હોય અથવા અન્ય માટે.