





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો પછી તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દસ», પછી એક બીજો વ્યક્તિ આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ", તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો, તો તે બેસી ગયો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વીસ», ફરી એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહું", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો, તે પણ બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ત્રીસ».
رواه أبو داود والترمذي وأحمد والدارميએક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: (અસ્સલામુ અલયકુમ), તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો, તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માટે દસ નેકીઓ લખવામાં આવી, થોડી વાર પછી એક બીજો વ્યક્તિ આવ્યો તેણે કહ્યું: (અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ), તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો, તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માટે વીસ નેકીઓ લખવામાં આવી, થોડી વાર પછી એક ત્રીજો વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું: (અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહુ), તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો, તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માટે ત્રીસ નેકીઓ લખવામાં આવી, અર્થાત્ દરેક શબ્દ માટે દસ નેકીઓ છે.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ પઢતા હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ હુદા વત્ તુકા, વલ્ અફાફ વલ્ ગિના" હે અલ્લાહ! હું તારી પાસે હિદાયત, તકવા, પવિત્રતા અને બેનિયાજીનો સવાલ કરું છું».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દુઆઓ માંથી એક દુઆ: "«"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ હુદા" હે અલ્લાહ! હું તારી પાસે હિદાયતનો સવાલ કરું છું» સાચો માર્ગ, તેની ઓળખ અને તેના પર અમલ કરવાનો સવાલ કરું છું, «"વત્ તુકા" (પરેજગારી)» નો સવાલ કરું છું, તારા આદેશોને પુરા પાંડુ અને તે રોકેલા કાર્યોથી બચીને રહું, «વલ્ અફાફ (પવિત્રતા)»નો સવાલ કરું છું, હું વાત અને કાર્ય બન્ને વડે જે હલાલ નથી તેનાથી બચવાનો સવાલ કરું છું, «વલ્ ગિના (બેનિયાજી)» સર્જનથી, કે હું સર્વશ્રેષ્ઠ પાલનહાર સિવાય કોઈનો મોહતાજ ન રહું
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું: તમારા માટે સફીય્યહનું આમ હોવું જ પૂરતું છે, -કેટલાક રિવાયત કરનારે કહ્યું: તેમનો કહેવાનો તાતપર્ય એ હતો કે તેણીની લંબાઈ ઓછી છે- તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે એવી વાત કહી છે કે જો તેને સમુદ્રના પાણીમાં ભેગી કરી દેવામાં આવે તો સમુદ્રનું પાણી પોતાના સ્વાદ બદલી નાખશે», તેમણે કહ્યું: મેં તો એક વ્યક્તિની નકલ ઉતારી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને એ વાત પસંદ નથી કે હું કોઈ વ્યક્તિની નકલ ઉતારું અને તેના બદલામાં મને આટલો અને આટલો માલ મળે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: તમારા માટે સફીય્યહ પૂરતી છે- મોમિનોની માતા રઝી અલ્લાહુ અન્હા- તેમની શારીરિક ખામી બયાન કરી રહ્યા હતા, તેઓ સહેજ બટકા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો આ શબ્દને સમુદ્રના પાણી સાથે ભેગા કરી દેવામાં આવે તો સમુદ્રનું પાણી બદલાય જશે અને બગડી જશે, આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: મેં આ વાત કોઈની ખામી દર્શાવવા માટે કહી હતી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું કોઈની ખામી વર્ણન કરવા અને તેની વાત અથવા કાર્યને તુચ્છ રીતે વર્ણન કરવાનું પસંદ કરતો નથી, ભલેને તેના બદલામાં મને દુનિયામાં ઘણો માલ આપવામાં આવે.
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ (આ કલિમો) કહશે: "સુબ્હાનલ્લાહિલ્ અઝીમ વ બિહમ્દિહિ", અર્થ: (અલ્લાહ તેની મહાનતા સાથે પવિત્ર છે અને તેના માટે જ પ્રસંશા છે), તો તેનાં માટે જન્નતમાં ખજૂર નું એક ઝાડ ઉગાડવામાં આવશે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ ઝિક્ર પઢશે: ("સુબ્હાનલ્લાહ" અલ્લાહ પવિત્ર છે) તે અત્યંત પવિત્ર છે ("અલ્ અઝીમ" મહાન છે) તેની ઝાત, તેના ગુણો અને કાર્યોમાં અત્યંત મહાન, ("વ બિહમ્દિહિ" તેના માટે જ પ્રશંસા છે) ગુણોની સંપૂર્ણતાનો એકરાર; જેટલી વાર તે આ ઝિકર પઢશે એટલી વાર જન્નતમાં એક ખજૂરનું ઝાડ રોપવામાં આવશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના વેપાર પર વેપાર ન કરો, અલ્લાહના બંદાઓ અને ભાઈ ભાઈ બની જાઓ, મુસલમાન મુસલમાનનો ભાઈ હોય છે, ન તો તેના પર જુલમ કરે છે અને ન તો તેને એકલો છોડે છે, ન તો તેને તુચ્છ સમજે છે, તકવા અને પરહેજગારી અહીંયા છે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના હૃદય તરફ ત્રણ વખત ઈશારો કર્યો, «કોઈ વ્યક્તિના ખરાબ હોવા માટે એટલી જ વાત પૂરતી છે કે તે પોતાના મુસલમાન ભાઈને તુચ્છ સમજે, દરેક મુસલમાનના પ્રાણ, તેનો માલ અને તેની આબરૂ બીજા મુસલમાન માટે હરામ છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક મુસલમાનને પોતાના મુસ્લિમ ભાઈ પ્રત્યે ભલાઈની વસિયત કરી છે, અને તેના પર કેટલાક જરૂરી અધિકારો માંથી કેટલાક અધિકારોનું વર્ણન કર્યું; તેમાંથી: પહેલી વસિયત: એકબીજા પ્રત્યે ઈર્ષા ન કરો કે તેની નેઅમતો નષ્ટ થઈ જવાની ઈચ્છા રાખવી. બીજી વસિયત: એક સોદો થતો હોય, તેની વચ્ચે બીજો સોદો ન કરો, એવી રીતે કે માલની કિંમત વધારી, જ્યારે કે ખરીદવાની કોઈ ઈચ્છા ન હોય, આ એટલા માટે કે તે વેચનારને ફાયદો પહોંચવાડવા અથવા ખરીદનારને નુકસાન પહોંચાડવાની ઈચ્છા રાખતો હોય. ત્રીજી વસિયત: એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, અને તે ખરાબ ઈરાદાના કહે છે, જે મોહબ્બત વિરુદ્ધ છે, જો તે નફરત અલ્લાહ માટે હોય; તો તે વાજિબ ગણવામાં આવશે. ચોથી વસિયત: એકબીજાથી મોઢું ન ફેરવો, એવી રીતે કે જ્યારે તમારો સામનો તમારા ભાઈ સામે થાય, તો તમે તેનાથી પીઠ ફેરવો, તેનાથી મોઢું ફેરવી લો અને તેને બોલાવવાનું છોડી દો. પાંચમી વસિયત: ખરીદનાર વ્યક્તિની વસ્તુ જોઈ બીજો વેપારી એમ કહી પોતાની વસ્તુ ન વેંચે કે મારી પાસે જે વસ્તુ છે, તે આના કરતાં વધારે સસ્તી અથવા આના કરતાં વધારે શ્રેષ્ઠ છે. ત્યારબાદ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખૂબ જ વ્યાપક વસિયત કરી કહ્યું: ઉપરોક્ત વર્ણવેલ ઝેરીલા તત્વોને છોડીને ભાઈભાઈ બનીને રહો, મોહબ્બત, નરમી, કરુણા, દયા, સ્નેહ અને દરેક ભલાઈના કાર્યોમાં સહકાર આપીને રહો, હા, પણ દરેક સ્થિતિમાં મુખલિસ અને સાફ હૃદય રાખો. ભાઈચારા માટે જરૂરી સ્ત્રોતો માંથી: કોઈ પોતાના મુસ્લિમ ભાઈ પર જુલમ ન કરે અને તેના પર અત્યાચારથી કામ ન લે. એ રીતે કે મુસલમાન ભાઈ પર જુલમ ન થવા દે, અને જ્યાં સુધી બની શકે તેના પર થતા અન્યાયથી બચાવવો જોઈએ અને તેનાથી જુલમને દૂર કરવો જોઈએ. અને ન તો તેને તુચ્છ સમજો, તેને આઝાદ સમજો, તેને તુચ્છ અને નીચી નજર કરવાથી બચો, આ ઘમંડના કારણે હોય છે. ત્યારબાદ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ વખત જણાવ્યું કે તકવો દિલમાં હોય છે, જે વ્યક્તિના દિલમાં જેટલો તકવો હશે તેના અખલાક એટલા જ ઉત્તમ હશે, એટલો જ તે અલ્લાહથી ડરતો હશે અને તે બાબતે ધ્યાન આપતો હશે તેમજ ન તો તે પોતાના ભાઈને તુચ્છ જાણતો હશે. ખરાબ આદતો અને ખરાબ અખલાક માટે એટલું જ પૂરતું છે કે તે પોતાના ભાઈને તુચ્છ સમજે, એટલા માટે કે તેના દિલમાં ઘમંડ હોય છે. ત્યારબાદ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉપરોક્ત વાતો પ્રમાણે તાકીદ કરી કે એક મુસલમાન પર બીજા મુસલમાન માટે હરામ છે: તેના પ્રાણ: એ કે તેના પર અત્યાચાર કરવામાં આવે, અથવા તેને કતલ કરવામાં આવે અથવા તેને ઇજા પહોંચાડવામાં આવે અથવા કોઈ પણ રીતે તેને તકલીફ આપવામાં આવે, એવી જ રીતે તેનો માલ પર હરામ છે: એ રીતે કે ધોખો આપી તેને હડપ કરી લેવામાં આવે, એવી જ રીતે તેની આબરૂ પર હરામ છે: એ કે તેને પોતાને અથવા તેના વંશને અપશબ્દો કહેવામાં આવે અથવા તેનું અપમાન કરવામાં આવે .
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «જે વ્યક્તિએ કોઈ મોમિનની દુનિયાની પરેશાનીઓ માંથી કોઈ પરેશાની દૂર કરશે, તો અલ્લાહ કયામતના દિવસે તેની પરેશાનીઓ માંથી એક પરેશાની દૂર કરશે, જે કોઈ પરેશાન વ્યક્તિ માટે આસાની કરશે, તો અલ્લાહ તેના માટે દુનિયા અને આખિરતમાં આસાની કરશે, જે કોઈ મુસલમાનની ખામી છુપાવશે તો અલ્લાહ તઆલા દુનિયા અને આખિરતમાં તેની ખામી છુપાવશે, અલ્લાહ સતત તે બંદાની મદદ કરતો રહે છે, જ્યાં સુધી બંદો પોતાના ભાઈની મદદ કરતો રહે છે, જે વ્યક્તિ ઇલ્મ પ્રાપ્ત કરવા માટે કોઈ માર્ગ પર ચાલશે, તો અલ્લાહ તેના માટે જન્નતનો માર્ગ સરળ કરી દેશે, જ્યારે કોઈ કોમ અલ્લાહના ઘરો માંથી કોઈ ઘરમાં ભેગી થઈ અલ્લાહની કિતાબની તિલાવત કરે છે અને તેને એકબીજાને શીખવાડતા હશે તો તેમના પર સકીનત (શાંતિ) ઉતારવામાં આવે છે, અલ્લાહની રહમત તેમને ઢાંકી લે છે, અને અલ્લાહ પોતાની પાસે હાજર ફરિશ્તાઓ સામે તેમનું વર્ણન કરે છે, અને જેનો અમલ તેને પાછળ કરી દેશે તો તેનો નસબ (ખાનદાન) તેને આગળ લઈ જઈ નહીં શકે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે અલ્લાહ પાસે એક મુસલમાનને તેના મુસલમાન ભાઈ સાથે કરવામાં આવતા વ્યવહાર પ્રમાણે બદલો આપવામાં આવે છે, બસ જે વ્યક્તિ પોતાના મુસલમાન ભાઈની દુનિયાની કોઈ તકલીફ, પરેશાની અથવા સંકટ દૂર કરશે તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તેના બદલાના સ્વરૂપે તેની મુસીબતને દૂર કરશે. જે કોઈ પરેશાન વ્યક્તિ માટે આસાની કરશે અને તેની પરેશાની દૂર કરવામાં મદદ કરશે, તો અલ્લાહ તેના માટે દુનિયા અને આખિરતમાં આસાની ફરમાવશે. જે કોઈ વ્યક્તિ એક મુસલમાનની ખામી છુપાવશે, તે એવી ખામીઓ જાણતો હોય, જે જાહેર ન થવી જોઈએ, તો અલ્લાહ દુનિયા અને આખિરતમાં તેની ખામીઓ છુપાવશે. અને અલ્લાહ સતત તે બંદાની મદદ કરતો રહે છે, જ્યાં સુધી બંદો કોઈ વ્યક્તિની દીન અને દુનિયા બાબતે મદદ કરતો રહે છે, મદદ ગમે તે રીતે કરતો હોય, તેના માટે દુઆ કરી, પોતાના શરીર વડે અથવા માલ વડે અથવા અન્ય કોઈ રીતે. જે વ્યક્તિ શરીઅતનું ઇલ્મ શીખવા માટે સફર કરશે, તેનો હેતુ ફક્ત અલ્લાહની પ્રસન્નતા મેળવવાનો હશે, તો અલ્લાહ તેના માટે જન્નતનો માર્ગ સરળ કરી દેશે. અલ્લાહના ઘરો માંથી કોઈ ઘરમાં એક કોમ ભેગી થઈ, અલ્લાહની કિતાબની તિલાવત કરતી હશે અથવા તેને એકેબીજા વચ્ચે શીખતા હશે, તો અલ્લાહ તઆલા તેમના માટે શાંતિ અને ઉન્નતિ ઉતારશે, અલ્લાહની રહમત તેમના ઉપર ઉતરે છે, ફરિશ્તાઓ તેમના પર પોતાની પાંખો પાથરે છે, અલ્લાહ પોતાની નજીક રહેલ ફરિશ્તાઓ સામે અલ્લાહ તેમની પ્રશંસા કરે છે, બંદાની પ્રતિષ્ઠા માટે પૂરતું છે કે અલ્લાહ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત લોકો સામે તેનું નામ લે છે. જે વ્યક્તિના અમલ થોડા હશે, તે સદાચારી લોકોના દરજ્જા પર પ્રાથમિકતા મેળવી શકશે નહીં, તેથી, તેણે સારા કાર્યોની અપેક્ષા કરતી વખતે પોતાના શ્રેષ્ઠ વંશ અને તેના પૂર્વજોની યોગ્યતા પર આધાર રાખવો જોઈએ નહીં.
અગર્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, અને તેઓ આપ ﷺના સહાબાઓ માંથી હતા, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ વધુમાં વધુ તૌબા કરવાનો અને ઇસ્તિગફાર (માફી માંગવી) કરવાનો આદેશ આપી રહ્યા છે, અને જણાવી રહ્યા છે કે તેઓ પોતે પણ અલ્લાહ પાસે દરરોજ સો વખત તૌબા અને ઇસ્તિગફાર કરે છે, જો કે તેમના આગળના અને પાછળના દરેક ગુનાહ માફ કરી દેવામાં આવ્યા છે, અર્થાત્ તેમાં તેમની સપૂર્ણતા અને શ્રેષ્ઠતા તેમજ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત અલ્લાહની ઈબાદત છે.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મુસલમાનની સરવાલ (પેન્ટ) અડધી પિંડલી સુધી હોવી જોઈએ જો તે અડધી પિંડલી અને ઘૂંટીની વચ્ચે સુધી રાખે તો પણ કંઈ વાંધો નથી, જે ભાગ ઘૂંટીની નીચે હશે તે ભાગ જહન્નમમાં હશે અને જે વ્યક્તિ ઘમંડ કરતા પોતાની સલવાર ઘૂંટીની નીચે રાખી ચાલતો હશે તો અલ્લાહ તેની તરફ જોશે પણ નહીં».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દરેક મુસલમાન વ્યક્તિની સલવાર અથવા તે દરેક વસ્તુ જે તેના પેટનો નીચેની ભાગ છુપાવતી હોય, તેની ત્રણ સ્થિતિ છે: પહેલી: અડધી પિંડલી સુધી સલવાર હોવી મુસ્તહબ (યોગ્ય) છે. બીજી: જે કોઈ અવરોધ વગર જાઈઝ છે, અને એ કે કપડું ઘૂંટી સુધી હોય; તે બન્ને હાડકાં જે ઘૂંટી અને પિંડલી પર સાથે સ્પષ્ટ દેખાય છે. ત્રીજી: હરામ એ કે ઘૂંટીથી નીચે લટકાવીને રાખવું, તેનાથી ડરવું જોઈએ કારણકે તે ભાગ આગમાં હશે, અને જો ઘૂંટી નીચે કપડું ઘમંડ કરતા, ઇતરાવીને તેમજ વિદ્રોહ કરતા પહેરવામાં આવશે તો અલ્લાહ તેમના તરફ નહીં જુએ.
મઅકિલ બિન યસાર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ ﷺએ કહ્યું: «ફિતનાના સમયે ઈબાદત કરવી એવું જ છે, જેવું કે મારા તરફ હિજરત કરવી».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺએ પરાજકતા, હત્યા અને અશાંતિના સમયમાં ઈબાદત અને તેનું પાલન કરવા માટે માર્ગદર્શન આપ્યું છે, તેમણે સ્પષ્ટ કર્યું કે આવા સમયમાં કરવામાં આવતી ઈબાદતનો બદલો આપ ﷺ તરફ હિજરત જેવું છે; કારણ કે લોકો ઘણીવાર ઈબાદત કરવામાં બેદરકાર હોય છે અને તેનાથી વિચલિત થાય છે અને માત્ર થોડા જ લોકો તેના માટે પોતાને સમર્પિત કરે છે.