





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સૌ પ્રથમ જૂથ જે જન્નતમાં પ્રવેશ કરશે, તેમના ચહેરા ચાંદની રાતમાં રોશનીની માફક પ્રકાશિત હશે, ત્યારબાદ જે લોકો પ્રવેશ કરશે, તેમના ચહેરા આકાશમાં સૌથી વધારે ચમકતા તારાની માફક ચમકદાર હશે, ન તો તેમને પેશાબની જરૂર હશે અને ન તો હાજતની, ન તો તેઓને થુંક આવશે અને ન તો નાક માંથી લેંટ, તેમના કાંસકા સોનાના હશે, તેમનો પસીનો કસ્તુરીની સુગંધ જેવો હશે, તેમની વીંટીઓમાં સુગંધીત ઊદ સળગતું હશે, તેમની પત્નીઓ મોટી આંખો વાળી હૂર હશે, દરેકના ચહેરા એક જેવા હશે, અર્થાત્ પોતાના પિતા આદમની જેમ, તેમની લંબાઈ સાઈઠ હાથ ઊંચી હશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખબર આપી રહ્યા છે, જન્નતમાં પ્રવેશ કરનાર મોમિનોનું પહેલું જૂથ, તેમના ચહેરા ચાંદની રાતમાં ચમકતી રોશનીના જેવા હશે, તેમના પછી પ્રવેશ કરનાર જૂથના ચહેરા આકાશમાં જે સૌથી વધારે ચમકેલા તારા છે, તેમના પ્રકાશ જેવા હશે, તેમને ઘણા લક્ષણો હશે, જેવું કે તેમને પેશાબ અને હાજતની સહેજ પણ જરૂર નહીં પડે, ન તો તેમને થુંક આવશે, અને ન તો તેમને નાક માંથી લેંટ (ગંદકી) આવશે, તેમના કાંસકા સોનાના હશે, તેમના પસીના માંથી મુશક જેવી કિંમતી ખુશ્બુ આવતી હશે, તેમની વિટીઓ માંથી સુંદર બખૂરની ખુશ્બૂ આવતી હશે, તેમની પત્નીઓ મોટી આંખો વાળી હુરો હશે, તેમના એક જ જેવા ચહેરા હશે, તેમના પિતા બાબા આદમ જેવા ચહેરા હશે લંબાઈ અને પહોળાઈમાં, તેમના શરીરની ઊંચાઈ આકાશમાં સાઈઠ હાથ બરાબર હશે.
ઉબાદહ બિન સોમિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: «જન્નતમાં સો દરજ્જા હશે, દરેક બે દરજ્જા વચ્ચે આકાશ અને જમીન વચ્ચે જેટલું અંતર હશે, સૌથી ઉચ્ચ દરજ્જો ફિરદૌસનો હશે, જેની નીચેથી ચાર પ્રકારની જન્નતની નહેરો વહે છે, તેની ઉપર અર્શ હશે, જ્યારે તમે અલ્લાહથી સવાલ કરો તો ફિરદૌસનો સવાલ કરો».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જન્નતમાં સો જેટલા દરજ્જા હશે દરેક બે દરજ્જા વચ્ચેનું અંતર આકાશ અને ધરતી વચ્ચેના અંતર જેટલું છે, સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ જન્નત જન્નતુલ્ ફિરદૌસનો દરજ્જો છે, તેની નીચેથી જન્નતની ચાર પ્રકારની નહેરો વહેતી હશે, ફિરદૌસની ઉપર જ અર્શ હશે, જ્યારે પણ તમે અલ્લાહ પાસે જન્નતનો સવાલ કરો ફિરદૌસનો સવાલ કરો, જે જન્નતમાં સૌથી ઉચ્ચ જગ્યા છે.
મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી ઉમ્મતનું એક જૂથ હમેંશા પ્રભુત્વશાળી રહેશે, અહીં સુધી કે કયામત આવી જશે અને તે પ્રભુતવશાળી જ રહેશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મારી કોમમાં એક જૂથ લોકો પર હમેંશા પ્રભુત્વ ધરાવશે, તેમના વિરોધીઓ પર તેઓ હમેંશા વિજયી રહેશે, અહીં સુધી કે અલ્લાહનો આદેશ તેમના પ્રાણ કાઢી લેવાનો ન આવી જાય, અને તેઓ કયામત સુધી અંતિમ સમયમાં પણ વિજયી જ રહેશે.
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી કોઈ વ્યક્તિ કોઈ ભાઈને કહેશે કે હે કાફિર! તો બન્ને માંથી એક કાફિર બની જશે, જે પ્રમાણે તેણે કહ્યું છે જો તે કાફિર નહીં હોય તો તેનું કહેવું તેની તરફ ફરી જશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એ વાતથી સચેત કર્યા છે કે કોઈ મુસલમાન બીજા મુસલમાન ભાઈને હે કાફિર કહી ન બોલાવે, કારણકે બન્ને માંથી એક પર તો આ શબ્દ જરૂર લાગુ પડશે, જો તે પ્રમાણે નહીં હોય તો જેણે કાફિર કહ્યું છે તેના તરફ તે શબ્દ લાગુ પડશે.
ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી સૌથી શ્રેષ્ઠ મારા સમયના લોકો (સહાબાઓ) છે, પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તાબઈન), પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તબ્એ તાબઈન)», ઇમરાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું નથી જાણતો કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સદીઓનો ઉલ્લેખ કર્યો કે ત્રણ સદીઓનો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા પછી એવા લોકો પેદા થશે, જેઓ ખિયાનત કરતા હશે અને અમાનતનો ખ્યાલ નહીં રાખતા હોય, તેમને સાક્ષી માટે બોલાવવામાં નહીં આવે તો પણ તેઓ સાક્ષી આપતા હશે, નઝરો માનશે પરંતુ તેને પુરી નહીં કરે, મોટાપો તેમનામાં સામાન્ય હશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક જ સમયમાં ભેગી થનાર લોકોનું સૌથી શ્રેષ્ઠ જૂથ તે લોકોનું છે, જેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયમાં હતા, ત્યારબાદ તે મોમિનોનું જૂથ, જેઓ સહાબાના સમયમાં હતા, તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સમય નથી જોયો, તેમના પછી તાબઇ લોકો અને ત્યારબાદ તેમના પછીના લોકો જેઓ તેમનું અનુસરણ કરતા હતા, અને રિવાયત કરનાર સહાબીને શંકા થઈ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચોથી સદીનું વર્ણન કર્યું હશે કે નહીં. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેમના પછી એવા લોકો આવશે, જેઓ ખિયાનત કરતા હશે અને લોકો તેમના પર ભરોસો નહીં કરે, અને સવાલ કરતા પહેલા જ સાક્ષી આપી દેશે, નઝરો તો માનશે પરંતુ નઝરો પુરી નહીં કરે, વધારે ખાવાપીવાના કારણે તેમને મોટાપો લાગી આવશે.
અબૂ ષઅલબા ખુશની જુરષૂમ બિન્ નાશિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઉચ્ચ અલ્લાહએ કેટલીક વસ્તુ અનિવાર્ય કરી છે, તેને વ્યર્થ ન કરો, કેટલીક સીમાઓ નક્કી કરી છે, તેનાથી આગળ ન વધો, કેટલીક વસ્તુ હરામ કરી છે, તેમાં સપડાઈ તેની પવિત્રતાનું ઉલ્લઘન ન કરો, અને કેટલીક વસ્તુઓ તમારા પર દયા કરતા, ભૂલ્યા વગર ગુપ્ત રાખવામાં આવી છે, તે બાબતે ચર્ચા ન કરો».
رواه الدارقطني في سننه وغيرهઆ હદીષમાં મુહમ્મદ પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ તમારા પર કેટલીક વસ્તુઓ અનિવાર્ય કરી છે, તેનું પાલન કરો અને તેની અવગણના તેમજ બેદરકારી કરવાથી બચો, તેણે તમારા માટે કેટલીક સીમાઓ અને અવરોધ નક્કી કર્યા છે, જેનાથી તે ખુશ નથી માટે તેનાથી દૂર રહો અને શરીઅતે વર્ણવેલ હદથી આગળ ન વધો, અને તેણે કેટલીક વસ્તુઓને હરામ કરી છે, તેમાં પડશો નહીં અને નજીક પણ ન જશો અને કેટલીક વસ્તુ બાબતે પોતાના બંદાઓ પર દયા કરતા તેને એમ જ છોડી દેવામાં આવી છે, અને તેના વિષે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી, જેથી તે વસ્તુઓ તેની વાસ્તવિકતામાં યોગ્ય જ રહેશે, જેથી તેના વિષે પુષ્ટિ કરવા માટે ચર્ચા ન કરશો.
અબૂ મુહમ્મદ હસન બિન્ અલી બિન્ અબૂ તાલિબ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા અને વ્હાલા વર્ણન કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વાત યાદ કરી છે: «જે વસ્તુમાં તમને શંકા હોય, તેને છોડી દો અને તે વસ્તુ પર અમલ કરો જેના પર તમને શંકા ન હોય».
رواه الترمذي والنسائيઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એવા કાર્યો અને વાતોથી દૂર રહેવાનો આદેશ આપ્યો, જેના વિષે શંકા ઊભી થાય કે તેનાથી રોકવામાં આવ્યો છે કે નહીં? શું તે હલાલ છે કે હરામ, માનવીએ એવા કાર્યો કરવા જોઈએ જેના સારા અને હલાલ હોવા પર યકીન હોય; કારણકે તેનાથી માનવીનું દિલ સંતુષ્ટ રહે છે, જ્યારે કે શંકાસ્પદ બાબતો માનવીના દિલને બેચેન અને વિચલિત કરી દે છે.
અબૂ યઅલા શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક કાર્યને સારી રીતે કરવું જરૂરી કર્યું છે, એટલા માટે જ્યારે તમે કતલ કરો તો સારી રીતે કરો, અને જ્યારે જાનવર ઝબેહ કરો, તો પણ સારા તરીકાથી કરો, તમારા માંથી જે (જાનવર ઝબહ કરતો હોય) તેના માટે જરૂરી છે કે તે પોતાની છરી ધારદાર કરી લે, અને જે જાનવર ઝબેહ થઈ રહ્યું હોય તો તેને આરામ પહોંચાડે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ આ હદીષમાં જણાવ્યું છે કે અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે, અહેસાન: હમેંશા અલ્લાહની નિગરાનીનો ખ્યાલ કરવો, ઈબાદતમાં, ભલાઈના કામો કરતા, લોકોને તકલીફ આપવાથી બચવામાં, કતલ અને ઝબેહ કરવામાં પણ અહેસાન એટલે કે નેકીનો સમાવેશ થાય છે. જેથી કિસાસ રૂપે જ્યારે કતલ કરવામાં આવે તો ત્યાં એહસાન એ છે કે કતલ કરવાનો સૌથી સરળ અને હલકો અને જલ્દી જાન લેવા વાળો તરીકો અપનાવો જોઈએ. કુરબાની વખતે જાનવરને ઝબેહ કરવામાં અહેસાનનો અર્થ જાનવર પર રહેમ કરી હથિયારને ધારદાર કરી લેવામાં આવે, અને તેને જાનવરની નજરો સમક્ષ ધારદાર કરવામાં ન આવે, અને બીજા જાનવરો સામે એવી રીતે ઝબેહ કરવામાં ન આવે કે તેઓ જોઈ રહ્યા હોય.
અબૂ માલિક હારિષ બિન્ આસિમ અશઅરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પાકી (સ્વચ્છતા) ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, નમાઝ પ્રકાશ છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવુ તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન પણ તમારા હકમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ જે સવાર કરે છે, તો (તે કેટલાક કાર્યોના બદલામાં) પોતાની આત્માને વેચે છે, ફરી તે પોતાને (જહન્નમથી) આઝાદ કરવા વાળો હોય છે, અથવા તેને નષ્ટ કરવા વાળો હોય છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ વર્ણન કર્યું: જાહેર સ્વછતા તે વઝૂ અને ગુસલ દ્વારા પ્રાપ્ત થાય છે, તે નમાઝ માટેની શરત છે. અને નબી ﷺ એ કહ્યું: "અલ્ હમ્દુ લિલ્લાહ ત્રાજવાને ભરી દે છે" આ શબ્દ દ્વારા અલ્લાહના વખાણ થાય છે અને આ શબ્દ અલ્લાહના ઉચ્ચ ગુણો માંથી એક છે, જ્યારે કયામતના દિવસે ત્રાજવામાં આ શબ્દનું વજન કરવામાં આવશે તો આ શબ્દ ત્રાજવાને ભરી દેશે. અને નબી ﷺ એ કહ્યું: "સબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ" આ બંને શબ્દોમાં અલ્લાહને દરેક પ્રકારની ખામીઓથી મુક્ત વર્ણન કરવામાં છે, અને તેના સંપૂર્ણ કમાલને વર્ણન કરે છે, જે તેની શાનને લાયક છે, મહાનતા અને મોહબ્બતની સાથે, આ બંને શબ્દો આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે. અને નબી ﷺ એ કહ્યું: "નમાઝ નૂર છે" બંદા માટે તેના દિલમાં, તેના ચહેરામાં, તેની કબરમાં અને કયામતના દિવસે. અને નબી ﷺ એ કહ્યું: "સદકો એક પુરાવો છે" તે તેના સાચા ઈમાનની દલીલ છે, તેના દ્વારા મોમિન અને મુનફિક વચ્ચે તફાવત થાય છે, કે મુનાફિક સદકો નથી આપતો અને અલ્લાહે આપેલ વચન પર ભરોસો નથી કરતો. અને નબી ﷺ એ કહ્યું: " સબર એક પ્રકાશ છે" અને તે પોતાના નફસને તકલીફ અને પરેશાનીના સમયે રોકવાનું નામ છે, સબર એક એવું નૂર છે જેના દ્વારા એવી ગરમી પ્રાપ્ત થાય છે, જેવી કે સૂરજની ગરમી; કારણકે તે મુશ્કેલ કાર્ય છે અને તેના માટે મહેનત અને પોતાની મનેચ્છાઓને રોકવાની જરૂરત હોય છે, સબર કરવાવાળા વ્યક્તિને એવું માર્ગદર્શન મળે છે કે તે દરેક સ્થિતિમાં સવાબ પ્રપ્ત કરે છે, અને તે સબર અલ્લાહની આજ્ઞાનું પાલન કરી અને તેની અવજ્ઞાથી બચીને કરવામાં આવે, અને અલગ અલગ પ્રકારની તકલીફો જે દુનિયામાં માનવીને આવે છે તેના પર સબર કરવી. અને નબી ﷺ એ કહ્યું: "કુરઆન તમારા માટે દલીલ છે" અર્થાત્ તેની તિલાવત કરી અને તેના પર અમલ કરીને, અથવા "તમારા વિરુદ્ધ પુરાવો છે" તેની તિલાવત કરવાનું છોડીને અને તેના પર અમલ કરવાનું છોડીને. ફરી નબી ﷺ એ ખબર આપી કે દરેક લોકો પોતાની ઘરેથી ઊઠીને દોડે છે, ફેલાઈ જાય છે, અર્થાત્ મહેનત કરે છે, પોતાના અલગ અલગ કાર્યો કરવા માટે, બસ તેમાંથી કેટલાક અલ્લાહની આજ્ઞાઓનું પાલન કરી પોતાને જહન્નમથી બચાવી લે છે, અને કેટલાક તો અલ્લાહની આજ્ઞા કરવાથી ફરી જાય છે અને ગુનાહોમાં સપડાઈ જાય છે, તો અલ્લાહ તેમને જહન્નમમાં દાખલ કરી નષ્ટ કરી દે છે.