





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ કાર્યનો આદેશ આપતા તો એટલો જ આપતા જેટલો લોકો કરી શકતા હોય, સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે તો તમારા જેવા નથી, (તમે તો નિર્દોષ છો) અલ્લાહએ તમારા આગળના અને પાછળના બધા ગુનાહ માફ કરી દીધા છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા, અહીં સુધી કે ગુસ્સો અમે તેમના ચહેરા પર જાહેર થતા જોયો, અને પછી કહ્યું: «નિઃશંક તમારા કરતા હું સૌથી વધુ અલ્લાહથી ડરુ છું અને સૌથી વધારે તેને જાણું છું».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરી રહ્યા છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે કોઈ કાર્ય કરવાનો આદેશ આપતા, તો લોકોને તકલીફ આપ્યા વગર સરળ કાર્યનો આદેશ આપતા, હમેંશા તે કામ કરવાથી ઉકસાઈ જવાના ડરથી, અને તેમણે તે જ કર્યું જે સરળ કાર્ય કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ તેમને મુશ્કેલ કાર્યો સોંપવા કહ્યું; કારણ કે તેઓ માનતા હતા કે તેમના ઉચ્ચ દરજ્જાની પ્રાપ્તિ માટે તેમને વધુ મહેનત કરવાની જરૂર છે. તેથી સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમારી સ્થિતિ તમારી સ્થિતિ માફક નથી, અલ્લાહએ તમારા આગળ અને પાછળના દરેક ગુનાહ માફ કરી દીધા છે, આ સાંભળતા જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા અને એટલા ગુસ્સે થયા કે ગુસ્સાની નિશાનીઓ આપના ચહેરા પર દેખાય આવી, પછી કહ્યું: હું તમારા કરતા સૌથી વધુ અલ્લાહથી ડર રાખું છું અને અલ્લાહને સૌથી વધારે ઓળખું છું, તમે તે જ કરો જેનો તમને આદેશ આપવામાં આવે છે.
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આપણે છેલ્લી ઉમ્મત છે, પરંતુ કયામતના દિવસે સૌથી પહેલા હિસાબ લેવામાં આવશે, કહેવામાં આવશે: ઉમ્મી કોમ અને તેમના નબી ક્યાં છે? આમ આપણે છેલ્લા છે, પરંતુ કયામતના દિવસે પહેલા હશું».
આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે તેમની ઉમ્મત અસ્તિત્વ અને સમય પ્રમાણે અંતિમ તેમજ કયામતના દિવસે હિસાબમાં સૌ પ્રથમ છે, કયામતના દિવસે કહેવામાં આવશે: ઉમ્મી (અજ્ઞાન) કોમ અને તેમના નબી ક્યાં છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લખતા વાંચતા નહતા જાણતા માટે ઉમ્મી શબ્દ તરફ નિસબત કરવામાં આવી છે. કયામતના દિવસે હિસાબ લેવા માટે સૌથી પહેલા પોકારવામાં આવશે, જો કે આપણે સમય અને અસ્તિત્વ પ્રમાણે છેલ્લા છે, પરંતુ હિસાબ માટે અને જન્નતમાં પ્રવેશવા માટે પહેલા હશું.
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ આપણી જેમ નમાઝ પઢે છે, આપણાં કિબલા તરફ મોઢું કરે છે, આપણું ઝબેહ કરેલું જાનવર ખાઈ છે, તે મુસલમાન છે, તે અલ્લાહની શરણમાં છે, તેના પયગંબરની શરણમાં છે, તેથી અલ્લાહની સુરક્ષાનો ભંગ કરી દગો ન કરો».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ દીનની જાહેર ઈબાદતોનું પાલન કરે, જેમકે નમાઝ પઢે, કાબા તરફ મોઢું કરી નમાઝ પઢે, અને આપણાં ઝબેહ કરેલ જાનવરને ખાવુ યોગ્ય સમજે, તો તે મુસલમાન છે, જેની પાસે અલ્લાહ અને તેના પયગંબરની અમાનત અને વચન છે, તેથી અલ્લાહના વચનમાં ભંગ ન કરો.
ઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કોઈ પણ મુસલમાન જેને કોઈ તકલીફ પહોંચે અને તે તેજ શબ્દો કહે છે જેનો અલ્લાહએ આદેશ આપ્યો છે: {"ઇન્ના લિલ્લાહિ વઇન્ના ઇલૈહિ રાજીઊન" આપણે સૌ અલ્લાહની માલિકી હેઠળ છે અને આપણે સૌએ તેની તરફ જ પાછા ફરવાનુ છે} [અલ્ બકરહ: ૧૫૬], "અલ્લાહુમ્મ અજિર્ની ફી મુસીબતી, વઅખ્લિફ્લી ખૈરમ્ મિન્હા, ઇલ્લા અખ્લફલ્લાહુ લહુ ખૈરમ્ મિન્હા" (હે અલ્લાહ ! મને મારી મુસીબતનો સવાબ આપ, અને મને તેનાં બદલામાં તેનાથી શ્રેષ્ઠ વસ્તુ પ્રદાન કર)», (ઉમ્મે સલમા રઝી.એ) કહ્યું: જ્યારે અબૂ સલમાનું મૃત્યુ થઈ ગયું તો મેં કહ્યું: કયો વ્યક્તિ અબૂ સલમા કરતાં વધુ શ્રેષ્ઠ હોય શકે છે, તે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ હિજરત કરનાર સૌથી પહેલું ઘર હતું, ફરી મેં તે શબ્દો કહ્યા, તો અલ્લાહ તઆલા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રૂપે તેનો શ્રેષ્ઠ બદલો આપ્યો.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક વખત કહેતા સાંભળ્યા: કોઈ પણ મુસલમાન જેને કોઈ પણ તકલીફ પહોંચે અને તે તેજ શબ્દો કહે છે જેનો અલ્લાહએ આદેશ આપ્યો છે: {"ઇન્ના લિલ્લાહિ વઇન્ના ઇલૈહિ રાજીઊન" આપણે સૌ અલ્લાહની માલિકી હેઠળ છે અને આપણે સૌએ તેની તરફ જ પાછા ફરવાનુ છે} [અલ્ બકરહ: ૧૫૬], (અલ્લાહુમ્મ અજિર્ની) મને મારા સબરનો બદલો આપ, (ફી મુસીબતી) મારો બદલો, (વઅખ્લિફ્લી) તેનાથી, (ખૈરમ્ મિન્હા) જે અલ્લાહ તેના કરતાં વધુ શ્રેષ્ઠ બદલો તૈયાર કર્યો હોય. (ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હાએ) કહ્યું: જ્યારે અબૂ સલમાનું મૃત્યુ થઈ ગયું તો મેં કહ્યું: કયો વ્યક્તિ અબૂ સલમા કરતાં વધુ શ્રેષ્ઠ હોય શકે છે, તે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ હિજરત કરનારામાં સૌથી પહેલું ઘર હતું, ફરી મેં તે શબ્દો કહ્યા, તો અલ્લાહ તઆલાએ મારી મદદ કરી, અને મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રૂપે તેનો શ્રેષ્ઠ અબૂ સલમાથી વધુ શ્રેષ્ઠ બદલો આપ્યો.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફજરની નમાઝ વખતે બિલાલને કહ્યું: «હે બિલાલ! મને તમારું ઇસ્લામમાં સૌથી પુણ્યશાળી કાર્ય વિષે જણાવો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલનો અવાજ સંભાળ્યો છે», બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કોઈ એવું કાર્ય કર્યું નથી, જે સૌથી પુણ્યશાળી હોય સિવાય કે હું રાત અને દિવસ દરમિયાન કોઈ પણ સમયે વઝૂ કરી નમાઝ પઢી લઉં છું, ફર્ઝ નમાઝ સિવાય.
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સપનામાં જોયું કે આપ જન્નતમાં છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બિલાલ બિન્ રબાહ રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: સૌથી પુણ્યશાળી અમલ વિષે જણાવો જે તમે ઇસ્લામમાં સ્વેચ્છિક રૂપે કરો છો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલનો અવાજ સાંભળ્યો છે, જયારે તમે જન્નતમાં મારી આગળ ચાલી રહ્યા હતા. બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: સૌથી વધારે પુણ્યશાળી અમલ, જે હું કરું છું કે મેં રાત્રે અને દિવસે ક્યારે પણ વઝૂ તોડ્યું નથી અને તે વઝૂ દ્વારા મારા પાલનહાર માટે નફિલ નમાઝ પઢી, જે મારા માટે અનિવાર્ય કરવામાં આવી ન હતી.
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જો હું તમને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી કંઈપણ સંભળાવીશ, તો તેમના વિશે જૂઠું બોલવા કરતાં આકાશમાંથી નીચે આવવું મારા માટે વધુ પ્રિય છે, પરંતુ જો હું તમારી સાથે મારી અને તમારી વચ્ચેની બાબતો વિશે વાત કરું, તો યુદ્ધ છેતરપિંડી છે. મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «અંતિમ સમયે એક એવી કોમ આવશે, જે નાના દાંતોવાળા, મંદબુદ્ધિ અને મૂર્ખ હશે, દુનિયાની સૌથી શ્રેષ્ઠ વાતો કહેશે, પરંતુ ઇસ્લામ માંથી એવી રીતે નીકળી ગયા હશે જે રીતે તીર નિશાનાની બાજુથી પસાર થઈ જાય છે તેમનું ઈમાન તેમના ગળાની નીચે નહીં ઉતરે, તમે તેમને જ્યાં પણ જુઓ કત્લ કરી દો; કારણકે તેમની હત્યા કરનારને આખિરતમાં સાવબ મળશે».
મુત્તફકુન્ અલયહિમોમિનોના આગેવાન, અલી બિન અબૂ તાલિબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે જો તમે મને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા કોઈ વાત વર્ણન કરતા સાંભળો, તો હું ન તો આલંકારિક ભાષાનો ઉપયોગ કરીશ, ન તો સંકેતો અને ન તો અસ્પષ્ટ નિવેદનો; તેના બદલે, હું સ્પષ્ટ બોલીશ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જૂઠું બોલવા કરતા હું આકાશ માંથી નીચે પડી જવું વધુ સહેલું ગણીશ, પરંતુ જો હું મારા અને લોકો વચ્ચેની બાબતો વિષે વાત કરું તો, યુદ્ધ એક પ્રકારની છેતરપિંડી છે, તો હું મારી વાતમાં આલંકારિક ભાષા, બે અર્થ વાળા શબ્દોનો ઉપયોગ કરી શકું છે, ખરેખર મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: અંતિમ સમયે એવા યુવાનો આવશે, જે નાના દાંતવાળા, અને મંદ બુદ્ધિ હશે, તે કુરઆનના શબ્દોને નકલ કરી તેની વારંવાર તિલાવત કરશે, પરંતુ તેઓ ઇસ્લામને છોડી દેશે અને તેના આદેશોનું ઉલંઘન કરી એ રીતે બહાર નીકળી જશે જેમ તીર પોતાના નિશાન પાસેથી પસાર થઈ જાય છે, તેમનું ઈમાન તેમના ગળાથી નીચે નહિ ઉતરે, જ્યાં પણ તમે તેમનો સામનો કરો, તેમને મારી નાખો; કારણ કે તેમની હત્યા કરનારાઓ માટે આખિરતના દિવસે સવાબ આપવામાં આવશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર અલ્લાહ તઆલા તમારા માટે ત્રણ વસ્તુને પસંદ કરે છે, અને ત્રણ વસ્તુને ના પસંદ કરે છે, તે પસંદ કરે છે કે તમે તેની ઈબાદત કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવો, અને સૌ ભેગા મળી અલ્લાહના દોરડાને મજબૂતી સાથે પકડી લો, અને જૂથોમાં ન વહેંચાઈ જાઓ, અને તે ના પસંદ કરે છે કે તમે નિષ્ક્રિય વાતો, વધુ પડતાં સવાલો કરવા અને માલને વેડફવા».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા પોતાના બંદાના ત્રણ ગુણોને પસંદ કરે છે અને તેમના ત્રણ ગુણોને નાપસંદ કરે છે, જે ગુણો પસંદ કરે છે તેમાંથી: તેને એકલો માની ફક્ત તેની જ બંદગી કરવામાં આવે, અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ઠેરાવવામાં ન આવે, અને અલ્લાહના કરાર, કુઆન અને તેના પયગંબરની સુન્નતને અપનાવવામાં આવે, અને મુસલમાનોના સમુદાયથી અલગ થવામાં ન આવે. અને તે નાપસંદ કરે છે કે તમે નકામી વાતો, જેની કોઈ જરૂર ન હોય, જે થયું ન હોય તેના વિષે સવાલ કરવા, અથવા લોકો પાસે જરૂરિયાત વિષે પૈસા માંગવા, અને માલનો બગાડ કરવો, તેને અયોગ્ય રીતે ખર્ચ કરવો, અને તેને નુકસાન પહોંચાડવું.
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે અમારી સામે હથિયાર ઉઠાવે તે અમારા માંથી નથી».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ મુસલમાનોને લૂંટવા અથવા તેમને ભયભીત કરવા માટે તેમની સામે હથિયાર ઉઠાવવાની સખત ચેતવણી આપી છે, જે વ્યક્તિ કારણ વગર આ પ્રમાણે કરશે તો તે મહાપાપ કરી રહ્યો છે, અને મહાપાપ કબીરહ ગુનાહ માંથી છે, અને તેના માટે સખત ચેતના આપવામાં આવી છે.
ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: તેઓ હજરે અસ્વદ પાસે આવ્યા, બોસો આપ્યો અને કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.
મુત્તફકુન્ અલયહિઇમાનવાળાઓના આગેવાન ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ હજરે અસ્વદ પાસે આવ્યા, જે ખાનએ કઅબ સાથે જોડાયેલો છે, તેને બોસો આપ્યો, બોસો આપી લીધા પછી કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.