





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શું તમે જાણો છે કે ગરીબ કોણ છે? સહાબાઓએ કહ્યું: અમારી પાસે ગરીબ તે વ્યક્તિ છે, જેની પાસે દિરહમ અને માલ સામાન ન હોય, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: "મારી કોમનો ગરીબ તે વ્યક્તિ છે, જે કયામતના દિવસે નમાઝ, રોઝા, ઝકાત સાથે આવશે, પરંતુ તે એવી સ્થિતિમાં ઊભો હશે કે તેણે કોઈને ગાળો આપી હશે, કોઈના પર દુષ્કર્મનો આરોપ મૂક્યો હશે, કોઈનું લોહી વહાવયુ હશે, અને કોઈને માર માર્યો હશે, છેવટે તેની નેકીઓ માંથી તે લોકોને ભાગ આપી દેવામાં આવશે, આ તેની નેકીઓ છે, આ તેની નેકીઓ છે, બસ જ્યારે તેની નેકીઓ તેમના નિર્ણય પહેલા ખતમ થઈ જશે, તો હકદારોના ગુનાહ લઈ તેના શિરે નાખી દેવામાં આવશે, ફરી તેને જહન્નમમાં નાખી દેવામાં આવશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાના સહાબાઓને સવાલ કર્યો: શું તમે જાણો છો કે ગરીબ કોણ છે? તેમણે જવાબ આપ્યો: અમારી નજીક ગરીબ તે છે, જેની પાસે ન તો માલ છે અને ન તો સામાન, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: મારી કોમનો ગરીબ તે હશે, જે કયામતના દિવસે સત્કાર્યો જેમકે નમાઝ, રોઝા, ઝકાત વગરે સાથે લઈ આવશે, અને તે એવી સ્થિતિમાં આવશે કે તેણે કોઈને ગાળો આપી હશે, અને કોઈ વ્યક્તિની ઇઝ્ઝત પર આરોપ લગાવ્યો હશે, અને કોઈ વ્યક્તિનો માલ હડપી તેને પાછો આપ્યો નહીં હોય, અને કોઈ વ્યક્તિનું લોહી વહાવયુ હશે, અને જુલમ કર્યો હશે, તો પીડિત લોકોને તેની નેકીઓ આપી દેવામાં આવશે, બસ જ્યારે તેની નેકીઓ તેમના હકો અને અન્યાયનો બદલોપૂર્ણ થતાં પહેલા ખતમ થઈ જશે, તો પીડિત લોકોના ગુનાહ જાલિમ વ્યક્તિના ભાગમાં નાખી દેવામાં આવશે, ફરી તેને ધૃતકારી જહન્નમમાં નાખી દેવામાં આવશે, જ્યાં તેની કોઈ નેકી બાકી નહીં રહે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ પાસે સોનું અને ચાંદી હોય અને તે (નિસાબ) સુધી પહોંચી જાય, છતાંય તેનો (ઝકાત)નો હક અદા ન કરે, તો કયામતના દિવસે તેના માલની આગની તખતીઓ બનાવવામાં આવશે, તે તખતીઓને આગમાં ગરમ કરવામાં આવશે, અને તેના વડે તેના કપાળ, તેની પીઠ અને તેના બાજુઓને દાગ આપવામાં આવશે, અને જ્યારે પણ તે તખતીઓ ઠંડી પડી જશે, ફરીવાર તેને ગરમ કરવામાં આવશે, (આ અમલ સતત ચાલુ રાખવામાં આવશે) હિસાબ કિતાબના દિવસ સુધી, ત્યાંનો એક દિવસ પચાસ હજાર વર્ષ બરાબર હશે, જ્યાં સુધી બંદાઓ વચ્ચે નિર્ણય કરી દેવામાં આવશે, અને તેમને જન્નત અથવા જહન્નમનો માર્ગ બતાવી દેવામાં આવશે». પૂછવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ ! ઊંટ વિશે શું આદેશ આપો છો? કહ્યું: «જે વ્યક્તિ ઊંટોનો માલિક હોય અને તેનો હક (ઝકાત) અદા ન કરે, જરૂરત અને મુસાફિરો માટે તેનું દૂધ કાઢવામાં આવે, તો કયામતના દિવસે એક સપાટ મેદાનમાં ઊંટોની સામે ઊંધો સુવાડવામાં આવશે, તેના બધા ઊંટો પહેલા કરતા પણ વધારે તંદુરસ્ત નજર આવતા હશે, ઊંટનું એક પણ બચ્ચું પણ ગાયબ નહીં હોય, આ ઊંટો પોતાના પગથી તે વ્યક્તિને કચડી નાખશે, અને પોતાના મોઢા વડે તેને બચકા ભરશે, જ્યારે પહેલું ઊંટ પસાર કરવામાં આવશે, તરત જ છેલ્લું પણ પસાર કરવામાં આવશે, તે દિવસે જેનો સમય પચાસ હજાર વર્ષ બરાબર એક દિવસ હશે, અહીં સુધી કે બંદાઓ વચ્ચે નિર્ણય કરવામાં આવશે, દરેક ને પોત પોતાનો માર્ગ જન્નત કે જહન્નમ દેખાડવામાં આવશે». પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! ગાય અને બકરી બાબતે શું આદેશ આપો છો? કહ્યું: «જે વ્યક્તિ ગાય અને બકરીઓનો માલિક હોય અને તેનો હક (ઝકાત) અદા ન કરે, તો કયામતના દિવસે એક સપાટ મેદાનમાં ગાયો અને બકરીઓ સામે તેને ઊંધો સુવાડવામાં આવશે, તેમાંથી કોઈ ઓછું નહીં હોય, કોઈના સિંગડા વાંકા નહીં હોય, ન તો કોઈના સિંગડા તૂટેલા હશે અને ન તો કોઈ જાનવર સિંગડા વગરનું હશે, તે જાનવર તેને પોતાના સિંગડા વડે કચડી નાખશે અને પોતાના પગ વડે કચડી નાખશે, હજુ એક કતાર એટલે કે લાઇન ખતમ નહીં થાય અને બીજી લાઇન તેની પાછળ જ તૈયાર હશે, તે દિવસે જેનો સમય પચાસ હજાર વર્ષ બરાબર એક દિવસ હશે, અહીં સુધી કે બંદાઓ વચ્ચે નિર્ણય કરવામાં આવશે, દરેક ને પોત પોતાનો માર્ગ જન્નત કે જહન્નમ દેખાડવામાં આવશે». પૂછવામાં આવ્યું કે: હે અલ્લાહના રસૂલ ! ઘોડાઓ વિશે તમે શું આદેશ આપો છો? કહ્યું: «ઘોડા ત્રણ પ્રકારના હોય છે: એક તે ઘોડા જે માનવી માટે બોજ હોય છે (અર્થાત્ ગુનાહ કરવાનું કારણ બનતા હોય છે,) બીજા તે ઘોડા જે માનવી માટે પડદાનું કારણ બને છે અને ત્રીજા તે ઘોડા જે માનવી માટે સવાબનું કારણ બને છે, તે ઘોડા જે માનવી માટે ગુનાહનું કારણ બને છે, તેને માનવી દેખાડો કરવા, નામચીન બનવા અને ઇસ્લામ વિરુદ્ધ ઉપયોગમાં લેવા માટે હોય છે, આ ઘોડા તેના માટે બોજ બહાર છે અને ગુનાહનું કારણ છે, તે ઘોડા જે માનવી માટે પડદાનું કારણ બને છે, તેને માનવી અલ્લાહ માટે જિહાદમાં ઉપયોગ લેવા માટે રાખતો હોય છે, અને તેની પીઠ અને ગરદનો બાબતે અલ્લાહનો હક નથી ભૂલતો, તો આવા ઘોડા તેના માટે પરદો બને છે, અને જે તેના માટે સવાબનું કારણ બને છે તે એવા ઘોડા જેને માનવી અલ્લાહના માર્ગમાં જિહાદ કરવા માટે મુસલમાનો માટે બગીચાઓમાં બાંધે છે, તે ઘોડા તે બગીચાઓ માંથી જે કઈ પણ ખાય, તેના માલિક માટે પ્રત્યેક દાણા પર સવાબ અને નેકી લખવામાં આવે છે, અને તેમનું ગોબર અને પેશાબ બરાબર સવાબ લખવામાં આવે છે, અને જો તે ઘોડા પોતાનું દોરડું તોડી કોઈ એક ટેકરી અથવા બે ટેકરીઓ પર ચઢી જાય તો દોડવાના કારણે તેમના પગથી ઉડવાવાળી ધૂળ બરાબર નેકી અને સવાબ લખવામાં આવે છે. પછી જો તેમનો મલિક તેમને કોઈ નહેર પર પાણી પીવડાવવા માટે લઈ જાય અને તેમાંથી પાણી પી લે જોકે તેમનો ઈરાદો ન હતો તો જેટલું પાણી તે ઘોડાઓ પીશે તેના બરાબર નેકીઓ લખવામાં આવશે.
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માલના કેટલાક પ્રકાર વર્ણન કર્યા છે, અને જે લોકો પોતાના માલ માંથી ઝકાત નથી આપતા કયામતના દિવસે તેમની સજા વર્ણન કરી છે, તેમાંથી: માલનો પહેલો પ્રકાર: સોનુ અને ચાંદી, રૂપિયા અને વેપારનો માલ, નિસાબ સુધી પહોંચી ગયા છતાંય ઝકાત નથી આપતા તેમના માટે કયામતના દિવસે તે માલ તખતીઓની શકલમાં લાવવામાં આવશે, તેને જહન્નમની આગમાં ગરમ કરવામાં આવશે, અને તેના માલિકને તેના વડે દાઝવામાં આવશે, અને તેને અઝાબ આપવામાં આવશે, તેની પીઠ, તેના બાજુ અને તેના કપાળ પર, જ્યારે પણ તે તખતીઓ ઠંડી થઈ જશે, ફરીવાર તેને ગરમ કરવામાં આવશે અને દાઝવામાં આવશે, લાંબા સમયગાળા સુધી જો કે કયામતનો એક દિવસ પચાસ હજાર વર્ષ બરાબર છે, અહીં સુધી કે અલ્લાહ બંદાઓ વચ્ચે નિર્ણય ન કરી લે કે તે જન્નતી લોકો માંથી છે કે જહન્નમી લોકો માંથી. માલનો બીજો પ્રકાર: જેની પાસે ઊંટ હોય અને તે ઊંટ નિસાબ સુધી પહોંચતા હોય, પરંતુ તે ઝકાત અદા ન કરે, અને જરૂરતમંદો માટે દૂધ પીવડાવવાનું પણ શામેલ છે, કયામતના દિવસે આ ઊંટ લાવવામાં આવશે, તે બધા ઊંટ તંદુરસ્ત હશે, એક પણ ઓછું નહીં હોય, તેમને ઉભા કરવામાં આવશે, તેમના માલિકને એક સપાટ મેદાન પર ઊંધા મોઢે સૂવાડી દેવામાં આવશે, એક એક કરી તેના પર ઊંટ પસાર કરવામાં આવશે, જે તેની પીઠ પર ચાલશે અને તેને બચકા ભરશે, જેમ જેમ છેલ્લું ઊંટ પસાર થશે, ફરી પહેલું ઊંટ પસાર કરવામાં આવશે, લાંબા સમયગાળા સુધી જો કે કયામતનો એક દિવસ પચાસ હજાર વર્ષ બરાબર છે, અહીં સુધી કે અલ્લાહ બંદાઓ વચ્ચે નિર્ણય ન કરી લે કે તે જન્નતી લોકો માંથી છે કે જહન્નમી લોકો માંથી. માલનો ત્રીજો પ્રકાર: ગાય અને બકરીઓ -ઘેટાં અને બકરાં-પણ શામેલ છે, તેમનો મલિક તેમની ફર્ઝ ઝકાત અદા નહિ કરતો હોય, જેટલી સંખ્યા તેની પાસે દુનિયામાં હતી તે દરેક જાનવર કયામતના દિવસે લાવવામાં આવશે એક પણ ઓછું કરવામાં નહિ આવે, દરેકને એક જગ્યા પર ભેગી કરવામાં આવશે, તેના માલિકને એક સપાટ મેદાન પર સૂવાડી દેવામાં આવશે, તે દરેક જાનવર સિંગડા વગરનું અથવા તૂટેલા સિંગડા અથવા વાંકા સિંગડા વાળું નહીં હોય, પરંતુ તે દરેક જાનવર હુંષ્ટપુષ્ટ હશે, તે તેના માલિકને સિંગડા વડે કચડી નાખશે અને પોતાના પગથી પણ કચડી નાખશે, જેમ છેલ્લું જાનવર પસાર થશે, પ્રથમ જાનવર ફરીવાર પસાર કરવામાં આવશે, સતત આ જ સ્થિતિમાં તેને અઝાબ આપવામાં આવશે, લાંબા સમયગાળા સુધી જો કે કયામતનો એક દિવસ પચાસ હજાર વર્ષ બરાબર છે, અહીં સુધી કે અલ્લાહ બંદાઓ વચ્ચે નિર્ણય ન કરી લે કે તે જન્નતી લોકો માંથી છે કે જહન્નમી લોકો માંથી. માલનો ચોથો પ્રકાર: ઘોડાઓના માલિક, જેના ત્રણ પ્રકારના છે: પહેલો: જેમના માટે ઘોડા બોજ છે, જેઓ દેખાડો કરવા, નામચીન થવા માટે અને ઇસ્લામ વિરૂદ્ધ ઉપયોગમાં લેવા માટે રાખતા હોય છે. બીજો: તે ઘોડાઓ તેમના માટે પડદો કરે છે, જેમના માલિકે તે ઘોડા અલ્લાહના માર્ગમાં જિહાદ કરવા માટે રાખ્યા છે, તેમના માલિકે તે ઘોડોઓનો ખ્યાલ રાખ્યો તેમને ચારો અને પાણી આપ્યું તેમજ સવારી માટે આપ્યા વગેરે. ત્રીજું: જે ઘોડાઓ તેના માલિક માટે સવાબનું કારણ બને છે, તેણે ઇસ્લામ માટે જેહાદ કરવા માટે અલ્લાહના માર્ગ માટે રાખ્યા હોય, અલ્લાહના માર્ગમાં જિહાદ કરવા માટે મુસલમાનો માટે બગીચાઓમાં બાંધે છે, તે ઘોડા તે બગીચાઓ માંથી જે કઈ પણ ખાય, તેના માલિક માટે પ્રત્યેક દાણા પર સવાબ અને નેકી લખવામાં આવે છે, અને તેમનું ગોબર અને પેશાબ બરાબર સવાબ લખવામાં આવે છે, અને જો તે ઘોડા પોતાનું દોરડું તોડી કોઈ એક ટેકરી અથવા બે ટેકરીઓ પર ચઢી જાય તો દોડવાના કારણે તેમના પગથી ઉડવાવાળી ધૂળ બરાબર નેકી અને સવાબ લખવામાં આવે છે. પછી જો તેમનો મલિક તેમને કોઈ નહેર પર પાણી પીવડાવવા માટે લઈ જાય અને તેમાંથી પાણી પી લે જોકે તેમનો ઈરાદો ન હતો તો જેટલું પાણી તે ઘોડાઓ પીશે તેના બરાબર નેકીઓ લખવામાં આવશે. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ગધેડા વિશે પૂછવામાં આવ્યું કે શું તેનો હુકમ ઘોડાની જેમ જ છે. કહ્યું કે તેમના માટે શરીઅતમાં કોઈ આદેશ આયો નથી, સિવાય તે વિપુલ આયત સિવાય જેનો આદેશ અનુસરણ અને અવજ્ઞા બન્નેમાં દરેક માટે સામાન્ય છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે} [અલ્ ઝલ્ઝલહ: ૭-૮], જે વ્યક્તિ ગધેડા પાલાવવામાં અનુસરણ પ્રમાણે કામ કરશે તો તેને સવાબ મળશે અને જો તે અવજ્ઞા કરશે તો તેને જરૂર સજા મળશે. અને તેના દરેક અમલનો સમાવેશ થશે.
અદી બિન હાતિમ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «તમારા માંથી દરેક વ્યક્તિ સાથે અલ્લાહ વાતચીત કરશે, અને તે બંને વચ્ચે કોઈ અનુવાદક નહીં હોય, તે વ્યક્તિ પોતાની જમણી બાજુ જોશે, તો તેણે મોકલેલા કાર્યો જોશે, અને ડાબી બાજુ જોશે તો પણ પોતાના કાર્યોને જોશે, અને જ્યારે તે પોતાની સામે નજર કરશે તો આગ અને આગને જ જોશે, બસ તમે આગ (જહન્નમ)થી ડરો, ભલેને એક ખજૂરનો ટુકડો પણ કેમ ન હોય».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે કયામતના દિવસે દરેક મોમિન વ્યક્તિ અલ્લાહ સમક્ષ ઊભો હશે, અને અલ્લાહ તેની જોડે કોઈ પણ પ્રકારના મધ્યસત વિના વાતચીત કરશે, અને તે બંને વચ્ચે શબ્દોનું અનુવાદ કરવા માટે કોઈ પણ અનુવાદક નહીં હોય, બસ જ્યારે તે અત્યંત ગભરાઈને પોતાની જમણી તરફ નજર કરશે, તે આશાએ તેની સામે જે આગ છે, તેનાથી મુક્તિ મેળવવાનો માર્ગ મળી જાય. બસ જ્યારે તે પોતાની જમણી તરફ જોશે તો તે ફક્ત પોતાના આગળ મોકલેલા સત્કાર્યો સિવાય અન્ય કોઈ પણ વસ્તુ નહીં જુએ, અને જ્યારે તે પોતાની ડાબી બાજુ નજર કરશે તો તેને ફક્ત પોતાના દુષ્કર્મ જ દેખાશે, અને જ્યારે તે પોતાની સામે નજર કરશે તો તેને આગ (જહન્નમ) જ દેખાશે, અને તે તેનાથી બચી નહીં શકે, અને તેના માટે પુલ સિરાત પરથી પસાર થવું જરૂરી છે. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)«» એ કહ્યું: પોતાની અને જહન્નમ દરમિયાન સદકા અને નેક કાર્યો વડે એક આડ બનાવી લો, ભલેને તે એક ખજૂરનો નાનો ટુકડો વડે પણ કેમ ન હોય.
ઉકબા બિન આમીર અલ્ જુહ્ની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વખત નબી ﷺ પાસે એક જૂથ આવ્યું, તો નબી ﷺ તેમના નવ લોકો સાથે બૈઅત કરી, પરંતુ એક વ્યક્તિ સામેથી હાથ ખેંચી લીધો, તો તે લોકોએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તમે નવ લોકો સાથે બૈઅત (સંકલ્પ) કરી અને એકને છોડી દીધો? નબી ﷺ એ કહ્યું: «તેણે તાવીજ બાંધ્યું છે», આ સાંભળી તેણે ગળામાં હાથ નાખી તે તાવીજ તોડી નાખ્યું, અને નબી ﷺ એ કહ્યું: «જેણે તાવીજ બાંધ્યું તણે શિર્ક કર્યું».
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેએક જૂથ નબી ﷺ પાસે આવ્યું, જેમની સંખ્યા દસ હતી, તો નબી ﷺ એ તેમના માંથી નવ લોકો સાથે બૈઅત કરી, અને દસમાં વ્યક્તિ પાસેથી બૈઅત ન લીધી, તો જ્યારે તેની સાથે બૈઅત ન કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો નબી ﷺ એ કહ્યું: તેણે તાવીજ બાંધ્યું છે, અને તાવીજ એ કે જે નુકસાન અથવા બુરાઈથી બચવા માટે દોરી અથવા તેના જેવી કોઈ વસ્તુઓ દ્વારા બાંધવામાં આવે છે. તો તે વ્યક્તિ એ તાવીજની જગ્યાએ હાથ નાખ્યો અને તે તાવીજને તોડી નાખ્યું, અને તેનાથી પાક થઈ ગયો, તો નબી ﷺ એ તેની સાથે પણ બૈઅત કરી, અને તાવીજ વિરુદ્ધ ચેતવણી આપતા અને તેના વિશે સ્પસ્ટ આદેશ જણાવી દીધો: "જેણે તાવીજ બાંધ્યું તેણે શિર્ક કર્યું".
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાત) રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: «અઊઝુબિલ્લાહિલ્ અઝીમ, વબિવજ્હિહિલ્ કરીમ, વસુલ્તાનિહિલ્ કદીમ, મિનશ્ શૈતાનિર્ રજીમ» (અર્થ: હું ધૃતકારેલા શૈતાનથી મહાન અલ્લાહ, તેના સન્માનિત ચહેરા, અને તેની પ્રાચીન સત્તા દ્વારા શરણમાં આવું છું), પૂછવામાં આવ્યું: શું આટલું જ કહેવામાં આવ્યું હતું, તેમણે કહ્યું: હાં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: બસ જ્યારે કોઈ વ્યક્તિ (મસ્જિદમાં પ્રવેશ કરતાં પહેલા) આ દુઆ પઢે છે, તો શૈતાન કહે છે કે આ વ્યક્તિ આખો દિવસ મારાથી સુરક્ષિત રહેશે.
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: (અઊઝુબિલ્લાહિલ્ અઝીમ) હું અલ્લાહ સમક્ષ તેના ગુણો દ્વારા શરણ માંગુ છું. (વબિવજ્હિહિલ્ કરીમ) સૌથી વધુ દાન કરનાર, ખૂબ આપનાર, (વસુલ્તાનિહિ)તેનું વર્ચસ્વ, શક્તિ, અને કુદરત, તે પોતાના સર્જનીઓ માંથી ઈચ્છે તેને હરાવવાની ક્ષમતા ધરાવે છે. (અલ્ કદીમ) શાશ્વત (મિનશ્ શૈતાનિર્ રજીમ) ધૃતકરવામાં આવેલ શૈતાનથી, જેણે અલ્લાહની કૃપા માંથી કાઢી દેવામાં આવ્યો છે. અર્થાત્: હે અલ્લાહ! મને તેના વસવસા, તેના ફિતના, તેની તરફથી આવતા ખતરાઓ, અને તેની પથભ્રષ્ટતાથી સુરક્ષિત રાખ, કારણકે તે પથભ્રષ્ટતા, ફિતના અને અજ્ઞાનતા તરફ દોરે છે, તો અબ્દુલ્લાહ બિન અમ્રને કહેવામાં આવ્યું કે શું આટલું જ કહ્યું હતું? અર્થાત્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ આ જ શબ્દો કહ્યા હતા? તેમણે કહ્યું: હાં બસ જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થતી વખતે આ દુઆ પઢે; તો શૈતાન કહે છે કે ખરેખર આ વ્યક્તિએ પોતાના નફ્સને મારાથી સંપૂર્ણ દિવસ અને રાતના સમય માટે સુરક્ષિત કરી લીધો.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી, તો અલ્લાહ કહેશે: શું હું તમને તેનાથી પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આનાથી પણ શ્રેષ્ઠ વસ્તુ કઇ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી પસન્નતા પ્રદાન કરું છું, હું ક્યારે પણ તમારાથી નારાજ નહીં થાઉં».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે અલ્લાહ જન્નતીઓને જ્યારે તેઓ જન્નતમાં હશે તો તેમને કહેશે: હે જન્નતીઓ! તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે હાજર છે, અને દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી! તો પવિત્ર અલ્લાહ કહેશે: શું હું તમને આના કરતાં પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આના કરતાં પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી કાયમી પ્રસન્નતા આપું છું,હવે તમારાથી ક્યારે પણ નારાજ નહીં થાઉં.
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને અપરાધી અથવા કાફિર હોવાનો આરોપ ન લગાવે, તે તેની તરફ જ પાછું ફરી આવશે, જો વાસ્તવમાં તે વ્યક્તિ અપરાધી અથવા કાફિર ન હોય».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અન્ય વ્યક્તિને આ પ્રકારના શબ્દો કહેવાથી સચેત કર્યા છે: તું અપરાધી છે, અથવા: તું કાફિર છે, જો તે વ્યક્તિ તે નહી હોય, જેવુ કે તમે કહ્યું, તો તમે કહેલા દરેક ગુણો તમારી તરફ પાછા ફેરવી દેવામાં આવશે, અને જો તે વ્યક્તિ તેના કહેવા પ્રમાણે જ હશે તો તેની તરફ કઈ જ પાછું નહીં ફરે; કારણકે તે પોતાની વાતમાં સાચો છે.
અબૂ તલહા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «ફરિશ્તાઓ તે ઘરમાં દાખલ થતાં નથી, જેમાં કોઈ કૂતરું અથવા ચિત્ર હોય».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે જે ઘરમાં કૂતરું અથવા કોઈ જીવિત વ્યક્તિનું ચિત્ર હોય, તે ઘરમાં રહેમતના ફરિશ્તાઓ દાખલ થતાં નથી; કારણકે કોઈ વસ્તુનું ચિત્ર જેમાં જીવ હોય: તે એક ભયાનક ગુનોહ છે, તે અલ્લાહના સર્જન કરવાના ગુણની સરખામણી અને શિર્કનો સ્ત્રોત છે, અને તેમાં કેટલાક એવા પણ ચિત્રો હોય છે, જેની અલ્લાહને છોડીને ઈબાદત કરવામાં આવે છે, અને ઘરમાં કૂતરું ના રાખવાનું કારણ: તે ખૂબ જ ગંદકી ખાઈ છે, અને તેમાંથી કેટલાકને શૈતાન પણ કહેવામાં આવે છે, અને ફરિશ્તાઓ શૈતાન વિરુદ્ધ છે, અને કુતરામાં દુર્ગંધ પણ ખૂબ જ આવતી હોય છે, અને ફરિશ્તાઓ દુર્ગંધને પસંદ કરતાં નથી, એટલા માટે કુતરાઓને ઘરમાં રાખવાથી રોક્યા છે, બસ જે વ્યક્તિ કુતરાઓને ઘરમાં રાખે છે, તે ઘર ફરિશ્તાઓ દાખલ, થવા, તેમાં નમાઝ પઢવા, તૌબા કરવા અને તે ઘરમાં બરકત ઉતારવા અને શૈતાનની બુરાઈથી દૂર કરવા જેવા ફાયદાથી તે વંચિત થઈ જાય છે, અને તે રૂપે તેને સજા આપવામાં આવે છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તે જૂથ સાથે ફરિશ્તાઓ નથી હોતા, જેમાં કૂતરું અને ઘંટડી હોય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે ફરિશ્તાઓ તે લોકોના કાફલા સાથે સફર નથી કરતા, જેમની સાથે કુતરુ હોય, અથવા ઘંટડી હોય, જે જાનવરોના ગળામાં લટલાવવામાં આવી હોય, જ્યારે તેઓ ચાલે તો તે ઘંટડી અવાજ કરે.