





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમે તમારા પહેલાના લોકોના માર્ગનું પર એવી જ રીતે ચાલશો, જેવી રીતે એક તૈયાર કરેલું તીર બીજા તીરની પાછળ હોય છે, અહીં સુધી કે જો તે ગરોળીની ગુફામાં દાખલ થશે, તો તમે પણ તેમાં દાખલ થશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું તમે યહૂદીઓ અને ઈસાઈઓ વિષે વાત કરી રહ્યા છો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય એ કહ્યું: «તો બીજું કોણ?».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે તેમના સમય પછી એક એવો સમય આવશે કે તેમની કોમની સ્થિતિ એવી હશે કે પોતાના અકીદા, માન્યતાઓ, કાર્યો અને પ્રથાઓને છોડી સંપૂર્ણ રીતે એક તૈયાર કરેલું તીર જે રીતે બીજા તીરની પાછળ હોય છે, એવી જ રીતે તેઓ પણ યહૂદીઓ અને નસારાઓનું અનુસરણ કરશે, અહીં સુધી કે જો તેઓ ગરોળીની ગુફામાં દાખલ થશે, તો તેઓ પણ તેમની પાછળ તેમાં દાખલ થશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ કોઈને હિદાયતના માર્ગની દઅવત આપી, તો તેને પણ તે હિદાયતનું અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને તેના સવાબમાં કંઈ પણ કમી કરવામાં નહીં આવે, અને જેણે કોઈને ગુનાહની દઅવત આપી, તો તેના પર પણ તે ગુનાહ કરનારના ગુનાહનો ભાર હશે, અને તેના ગુનાહમાં સહેજ પણ કમી કરવામાં નહીં આવે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાની વાતો અને કાર્યો વડે અન્યને તે માર્ગનું માર્ગદર્શન આપે જેમાં સત્યતા અને ભલાઈ હોય, તો તેને પણ તેના અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને અનુસરણ કરનારાના સવાબમાં સહેજ પણ કમી કર્યા વગર. અને જે વ્યક્તિ કોઇને એવા માર્ગ તરફ દોરે, જેમાં ગુનાહ થતો હોય અથવા કોઈ એવું કાર્ય અને વાત હોય જે જાઈઝ નથી, તો તેના પર પણ તે લોકના ગુનાહ બરાબર જ ગુનાહનો ભાર હશે, અને અનુસરણ કરનારાના ગુનાહમાં સહેજ પણ કમી કે ઘટાડો કરવામાં નહીં આવે.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી દરેકને શંકા જરૂર થાય છે, પણ અલ્લાહ તઆલા તેને ભરોસા વડે દૂર કરી દે છે.
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી ﷺ એ અપશુકન લેવા બાબતે સખત ચેતવણી આપી છે, અને અપશુકન તે છે, જે કોઈ વસ્તુને સાંભળી અથવા કોઈને મનહૂસ સમજવું, તે પક્ષીઓ, જાનવરો, અસક્ષમ લોકો, સંખ્યાઓ, દિવસો વગેરે જેવી વસ્તુઓ હોય શકે છે, આ હદીષમાં પક્ષીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કે તે અજ્ઞાનતા સમયે વિખ્યાત હતું, લોકો જ્યારે સફર કરતાં, અથવા વેપાર ધંધો વગરે જેવા કાર્યો કરતાં તો પક્ષી ઉડાડતા, જો પક્ષી જમણી બાજુ ઉડતું તો તેઓ તેને સારું સમજતા, અને જો તે પક્ષી ડાબી બાજુ જતું તો તેઓ નિરાશ થઈ જતાં અને તેને અપશુકનિય સમજતા અને તે કાર્ય છોડી દેતા. અને નબી ﷺ એ જણાવ્યું કે તે શિર્ક છે, અને અપશુયક લેવું તે શિર્ક છે; કારણકે દરેક પ્રકારની ભલાઈ અલ્લાહ તરફથી જ છે, અને બુરાઈને અલ્લાહ સિવાય કોઈ દૂર કરી શક્તિ નથી, જેનો કોઈ ભાગીદાર નથી. અને અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ એ વર્ણન કર્યું કે આ વસ્તુ દરેક મુસલમાનના દિલમાં આવે છે, જેને તે અપશુકન સમજતો હોય છે, પરંતુ અલ્લાહ પર ભરોસો કરી તેના કારણો અપનવવાથી તે દૂર થઈ જાય છે.
અબ્દુલ્લાહ બિન શિખ્ખીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું બનૂ આમિર કબીલાના જૂથ સાથે નબી ﷺની મજલિસમાં આવ્યો, મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત અને ખૂબ દાનવીર છો, તો નબી ﷺએ કહ્યું: «તમે આ પ્રમાણેની વાત કરી શકો છો, પરંતુ શેતાન તમને પોતાનો વકીલ ન બનાવી લે». (કે કોઈ એવી વાત કહી દો, જે મારી પ્રતિષ્ઠા પ્રમાણે ન હોય).
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેએક જૂથ નબી ﷺ પાસે આવ્યું, જ્યારે તેઓ નબી ﷺ ની સામે આવ્યા તો નબી ﷺ ના વખાણ કરવામાં કેટલાક એવા શબ્દો કહેવા લાગ્યા, જે નબી ﷺને પસંદ ન આવ્યા, તેઓએ કહ્યું: "તમે અમારા સરદાર છો", તો નબી ﷺ એ તેમને જવાબ આપ્યો: "સરદાર તો ફક્ત અલ્લાહ જ છે", તે પોતાની સૃષ્ટિ અને સમગ્ર સર્જન પર સંપૂર્ણ સત્તા ધરાવે છે, અને તે સૌ તેના બંદાઓ છે. તેઓએ કહ્યું: તમે અમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, તમને પ્રતિષ્ઠિતા,પદ અને સન્માન આપવામાં આવ્યું છે. અને તમે અમારા કરતા વધુ દાન કરનાર છો, અને તમે ખૂબ બુલંદ છો. નબી ﷺએ તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું કે તમે તમારા વાક્યો ખૂબ સાવચેતી સાથે કહો, અને શબ્દોમાં વધારો ન કરો, નહીં તો શેતાન તમને ગુલૂ (અતિશયોક્તિ) તરફ લઈ જશે અને જેના કારણે તમે હરામ કાર્ય શિર્ક અને તેના સ્ત્રોતમાં સપડાઈ જશો.
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ જમરહ ઉકબા નામની જગ્યાએ કહ્યું, તે સમયે નબી ﷺ પોતાની ઊંટણી પણ હતા: «મારા માટે કાંકરિયો ભેગી કરીને લાવો», મેં નબી ﷺ માટે સાત કાંકરિયો ભેગી કરી, તે કાંકરિયો એવી હતી, જે બન્ને આંગળીઓની વચ્ચે આવી જાય, નબી ﷺ પોતાની હથેળીમાં હલાવતા હતા અને કહેતા હતા: આજ પ્રમાણે કાંકરિયો મારો, ફરી નબી ﷺએ કહ્યું: «હે લોકો ! દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી બચો, કારણકે તમારા પહેલાના લોકો દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાના કારણે નષ્ટ થઈ ગયા».
આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ પોતાની સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઅબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે હું હજજતુલ્ વિદાઅના સમયે યવ્મુન્ નહરના દિવસે સવારે રમ્યે જમરહ કરતી વખતે નબી ﷺ સાથે હતો, તો નબી ﷺએ મને કાંકરિયો ભેગી કરવાનો આદેશ આપ્યો, તો મેં નબી ﷺ માટે સાત કાંકરિયો ભેગી કરી, તેમાંથી દરેક કાંકરિયો ચણા બરાબર હતી, ફરી તે કાંકરિયોને નબી ﷺએ પોતાના હાથમા લીધી અને હલાવવા લાગ્યા અને કહ્યું: એક સરખી કાંકરિયો વડે કાંકરિયો મારો, ફરી નબી ﷺએ દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) અને ઉગ્રવાદથી તેમજ દીનની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાથી સચેત કર્યા; કારણકે પહેલાની કોમો દીન બાબતે અતિરેક અને ઉગ્રવાદ તેમજ દીનનું ઉલ્લંઘન કરવાના કારણે નષ્ટ થઈ ગઈ.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «કોઈ રોગ સંક્રમિત નથી હોતો, અંશુકન જેવી કોઈ વસ્તુ નથી, ઘુવડનો કોઈ પ્રભાવ પડતો નથી અને સફરના મહિનાનો કોઈ દોષ નથી, કોઢીની (રક્તપિત્તના) દર્દીઓથી એવી રીતે ભાગો જેવી રીતે તમે સિંહને જોઈને ભાગો છો».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અજ્ઞાનતાના સમયના કેટલાક એવા કાર્યો વિશે જણાવી રહ્યા છે, જેથી પોતાની કોમને તેનાથી સચેત કરી શકે, અને જણાવી રહ્યા છે, દરેક કાર્યો અલ્લાહના જ હાથમાં છે, અને તેના જ આદેશથી કોઈ કાર્ય પૂર્ણ થાય છે, અને તે કાર્યો નીચે મુજબ છે: પહેલું: અજ્ઞાનતાના સમયે લોકો સમજતા હતા કે બીમારીઓ સંકર્મિત હોય છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ એવો અકીદો રાખવો કે બીમારીઓ એકમાંથી બીજામાં જાય છે અથવા સંક્રમિત હોય છે, તેનાથી રોક્યા છે, બસ અલ્લાહ જ સૃષ્ટિના દરેક કાર્યોનો વ્યવસ્થાપક છે, તે જ બીમારીઓ ઉતારે છે, અને તેને ઉઢાવે છે, કોઈ પણ કાર્ય તેની ઈચ્છા અને મરજી વગર થતું નથી. બીજું: અજ્ઞાનતના સમયે જ્યારે કોઈ સફર પર અથવા વેપાર ધંધા માટે નીકળતું, તો એક પક્ષીને ઉડાડતા, જો તે પક્ષી જમણી બાજુ ઉડીને જતું, તો ખુશ થઈ જતા અને જો તે પક્ષી ઉડીને ડાબી બાજુ જતું, તો તેને અપશુકન સમજતા અને તે સફર કરવાથી કે વેપાર કરવાથી રુકી જતા, અને પાછા ફરી જતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આ પ્રકારના અપશુકન લેવાથી રોક્યા છે અને જણાવ્યું કે આ પ્રકારનો અકીદો ખોટો છે. ત્રીજું: અજ્ઞાનતાના સમયના લોકો કેહતા હતા: જો ઘુવડ ઘરમાં પડે, તો તે ઘરના લોકો મુસીબતમાં સપડાઈ જશે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આ પ્રકારના પણ અપશુકન લેવાથી પણ રોક્યા. ચોથું: અજ્ઞાનતાના સમયે લોકો સફરના મહિનાને અપશુકન અને નિરાશાજનક સમજતાં હતાં, અને તે ચાંદનો બીજો મહિનો છે, અને સફરના મહિના વિશે કહેવામાં આવ્યું છે: તે પેટમાં રહેલો એક એવો સાપ છે, જે પશુધન અને લોકોને ખંજવાળની બીમારી કરતા પણ વધુ પરેશાન કરે છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આ અકીદાને પણ નકારી કાઢ્યો. પાંચમું: કોઢીના (રક્તપિત્તના) દર્દીઓથી એવી રીતે દૂર રહો જેવી રીતે કે તમે એક સિંહથી દૂર રહો છો, આ આદેશ એટલા માટે આપવામાં આવ્યો કે તમે પોતાને સુરક્ષિત રાખો, અને એવા કારણો અપનાવો જે અલ્લાહના આદેશ દ્વારા તે બીમારીથી સુરક્ષિત રાખે, અને કોઢ (રક્તપિત, હેન્સેન્સ રોગ) એક એવી બીમારી છે, જે શરીરના અંગોને ખતમ કરી નાખે છે.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ બીમારી ચેપી નથી હોતી, અને અપશુકનની કોઈ વાસ્તવિકતા નથી, હા મને ફાલ (શુકન) લેવું સારું લાગે છે», સહાબાઓએ સવાલ કર્યો: ફાલ (શુકન લેવું) શું છે? તો નબી ﷺ એ કહ્યું: «સારી વાત».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અજ્ઞાનતાના કાળમાં લોકો એવો અકીદો ધરાવતા હતા કે બીમારી અલ્લાહના આદેશ વગર એક માથી બીજામાં જાય છે, અને અપશુકન લાગવું એ બાતેલ (અયોગ્ય) છે, અને તે એ કે પક્ષીઓ, જાનવરો, અપંગ લોકો, સંખ્યાઓ, દિવસો અથવા કોઈ પણ વસ્તુમાં માયૂસ (નિરાશાજનક) સમજવું, આ હદીષમાં પક્ષીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કે તે અજ્ઞાનતા સમયે વિખ્યાત હતું, લોકો જ્યારે સફર કરતાં, અથવા વેપાર ધંધો વગરે જેવા કાર્યો કરતાં તો પક્ષી ઉડાડતા, જો પક્ષી જમણી બાજુ ઉડતું તો તેઓ તેને સારું સમજતા, અને જો તે પક્ષી ડાબી બાજુ ઉડતું તો તેઓ નિરાશ થઈ જતાં અને તેને અપશુકનિય સમજી, તે કાર્ય છોડી દેતા. ફરી નબી ﷺ એ જણાવ્યું કે મને શુકન લેવું સારું લાગે છે, તે એ કે માનવી ખુશીના સમયે સારા શબ્દો કહે છે, અને તેના દ્વારા તો પોતાના પાલનહાર પાસે સારી ઉમ્મીદ રાખે છે.
બરાઅ બિન આઝિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺએ અન્સાર વિશે કહ્યું: «તેમની સાથે ફક્ત મોમિન જ મોહબ્બત કરશે અને તેમની સાથે ફક્ત એક મુનાફિક જ દ્વેષ રાખશે, જે તેમનાથી મોહબ્બત કરશે, તો અલ્લાહ તેની સાથે મોહબ્બત કરશે, અને જે તેમનાથી દ્વેષ રાખશે તો અલ્લાહ પણ તેનાથી દ્વેષ રાખશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે મદીનાના અન્સાર સાથે પ્રેમ રાખવો ઇમાનની સપૂર્ણતાની દલીલ છે, અને આ એટલા માટે કે તેઓએ સૌ પ્રથમ ઇસ્લામ અને નબી ﷺની મદદ કરી, અને તેઓએ મુસલમાનોને આશરો આપ્યો, અને તેઓએ પોતાનો માલ અને જાન અલ્લાહના માર્ગમાં કુરબાન કરી (બલિદાન આપ્યું), અને તેમની સાથે દ્વેષ રાખવો તે દંભ (નિફાક)ની નિશાની છે. ફરી નબી ﷺએ જણાવ્યું કે જે અન્સારના લોકો સાથે મોહબ્બત કરશે તો અલ્લાહ પણ તેની સાથે મોહબ્બત કરશે, અને જે તેમની સાથે દ્વેષ રાખશે તો અલ્લાહ પણ તેની સાથે દ્વેષ રાખશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સત્ય માર્ગ પર ચાલો, અને જ્યાં સુધી શક્ય હોય તેની નજીક રહો, અને જાણી લો કે કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં નજાત મેળવી નથી શકતો» સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર!તમે પણ નહીં? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું પણ નહીં, તે અલગ વાત છે કે અલ્લાહ મને પોતાની કૃપા અને રહેમત વડે ઢાંકી લે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબાને શિક્ષા આપી રહ્યા છે કે સત્કાર્યો કરો, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અલ્લાહથી ડરો, અતિરેક અને આળસ કર્યા વગર, અને દરેક સત્કાર્યો સુન્નત પ્રમાણે અને અલ્લાહ માટે નિખાલસ થઈને કરો, જેથી તે અલ્લાહ પાસે સ્વીકારવામાં આવે અને રહેમતો ઉતરવાનું કારણ બને. ફરી જણાવ્યું કે તમારા માંથી કોઈ પણ અલ્લાહની કૃપા વગર પોતાના કાર્યોના બદલામાં નજાત નહીં પ્રાપ્ત કરી શકે. સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ કહ્યું: હે અલ્લાહના પયગંબર શું તમે પણ પોતાના મહાન કાર્યોના બદલામાં છુટકારો પ્રાપ્ત નહિ કરી શકો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું પણ નહીં, જો અલ્લાહ ઇચ્છશે તો મને પોતાની કૃપા વડે ઢાંકી લે શે.