





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુર્ રહમાન બિન અબી લૈલા રિવાયત કરે છે કે કઅબ બિન ઉજરહ મને મળ્યા અને કહ્યું: શું હું તમને ભેટ ન આપું? નબી ﷺ અમારી વચ્ચે આવ્યા, અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે એ તો જાણી ગયા છે કે તમારા પર સલામ કઈ રીતે મોકલીએ, પરંતુ અમે તમારા ઉપર દરૂદ કંઈ રીતે મોકલીએ? નબી ﷺએ કહ્યું: «"અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિવ વઅલા આલી મુહમ્મદ, કમા સોલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા બારક્તા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ" (હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું, હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું)».
મુત્તફકુન્ અલયહિસહાબા રઝી અલ્લાહુ અન્હુમએ નબી ﷺને સવાલ કર્યો કે અમે તમારા પર દરૂદ કઈ રીતે પઢીએ? તમારા પર સલામ મોકલવાનો તરીકો જાણ્યા પછી, જે અત્તહિય્યાતમાં પઢીએ છીએ: "અસ્સલામુ અલયક અય્યોહન્ નબીયયું વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ..."? તો નબી ﷺએ તેમના પર દરૂદ પઢવાનો તરીકો અને તેનો અર્થ શિખવાડયો. "અલ્લાહુમ્મ સોલ્લિ અલા મુહમ્મદ વ અલા આલિ મુહમ્મદ" અર્થાત્: તે સર્વોચ્ચ, ઉચ્ચ સુંદર ઉલ્લેખ સાથે, તેના દીનમાં તેના અનુયાયીઓ અને તેના સંબંધીઓમાં મોમિનો સાથે તેમની પ્રશંસા કરો. "કમા સોલ્લયત અલા ઈબ્રાહીમ" જેમ તમે ઈબ્રાહીમ અલૈહિસ્ સલામના કુટુંબ પર કૃપા કરી, તેમના પર ઈબ્રાહીમ, ઇસ્માઇલ અને ઇસ્હાક અને તેમના વંશ અને તેમના વફાદાર અનુયાયીઓ પર શાંતિ ઉતરી, તેવી જ રીતે મુહમ્મદ ﷺ પર કૃપા ઉતરે, . "ઇન્નક હમીદુમ્ મજીદ" અર્થાત્: પ્રસંશનીય પોતાની ઝાતમાં, તેના લક્ષણોમાં તેના કામોમાં તેની વિશાળ કૃપામાં અને તેના માલિક હોવામાં અને ખૂબ આપનાર. "અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદ વઅલા આલિ મુહમ્મદ, કમા બારકત અલા આલિ ઈબ્રાહીમ" અર્થાત્: તેમને સૌથી મોટી ભલાઈ અને પ્રતિષ્ઠા આપો, અને તેમને વધારો અને પુષ્ટિ આપો.
ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહું અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિ નમાઝમાં સૂરે ફાતિહા નહિ પઢે તો તેની નમાઝ નહીં ગણાય, અને દરેક રકઅતમાં સૂરે ફાતિહા પઢવું અનિવાર્ય છે; કારણકે તે નમાઝનું એક રુકન (સ્થંભ) છે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ જુમ્માના દિવસે જનાબતનું ગુસલ (સ્નાન) કરે, અર્થાત્: તે સ્નાન જેને જનાબતનું સ્નાન કહે છે, ફરી જલ્દી મસ્જિદ તરફ નીકળે, તો તેણે એક ઊંટ અથવા ઊંટણી પોતાના માટે કુરબાની આપી, અને જે બીજી ઘડીએ આવે, તો તેણે એક ગાયની કુરબાની આપી ગણાશે, અને ત્રીજી ઘડીએ આવે તો તેણે પોતાના માટે એક સિંગળાવાળા ઘેટાની કુરબાની આપી ગણાશે, અને જે ચોથી ઘડીએ આવે, તો તેણે એક મરઘીની કુરબાની આપી ગણાશે, અને જે પાંચમી ઘડીએ આવે, તો તેણે એક ઇંડાની કુરબાની આપી ગણાશે, બસ જ્યારે ઈમામ આવી પહોંચે તો ફરિશ્તાઓ ઝિક્ર સાંભળવા બેસી જાય છે»
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જુમ્માના દિવસે વહેલા મસ્જિદમાં નમાઝ માટે આવવાની મહત્ત્વતા વર્ણન કરી રહ્યા છે, અને આ સમય સૂર્યોદયથી શરૂ થાય છે અને ત્યાં સુધી કે જ્યારે ઇમામ આવી પહોંચે, આટલા સમયમાં પાંચ ઘડીઓ વર્ણન કરી છે, અને આ ઘડીઓને સૂર્યોદય પછી લઈ કે ઇમામ જ્યાં સુધી મિમ્બર પર ખૂતબો આપવા માટે ન પહોંચે, ત્યાં સુધી સમયને પાંચ ભાગમાં વહેંચાયેલો છે: પ્રથમ: જે વ્યક્તિ જનાબતના ગુસલની જેમ જ સંપૂર્ણ ગુસલ કરે, ફરી મસ્જિદ તરફ જુમ્મા માટે પહેલી ઘડીએ નીકળે તો તેને એક ઊંટ સદકો કરવાનો સવાબ મળે છે. બીજું: જે વ્યક્તિ બીજી ઘડીએ મસ્જિદ પહોંચે, તો તેને એક ગાય બરાબર સદકો કરવાનો સવાબ મળે છે. ત્રીજું: જે વ્યક્તિ ત્રીજી ઘડીએ મસ્જિદ પહોંચે, તો તેને એક ઘેટા બરાબર સદકો કરવાનો સવાબ મળે છે, અને તે ઘેટાની નસલમાં નર જાનવર. ચોથું: જે વ્યક્તિ ચોથી ઘડીએ મસ્જિદ પહોંચે, તો તેને એક મરઘી બરાબર સદકો કરવાનો સવાબ મળે છે. પાચમું: જે વ્યક્તિ પાંચમી ઘડીએ મસ્જિદ પહોંચે તો તેને એક ઈંડા બરાબર સદકો કરવાનો સવાબ મળે છે. બસ જ્યારે ઇમામ ખુતબો આપવા માટે મિમ્બર પર ચઢે; તો દરવાજા પર લોકોના સવાબની નોંધણી કરવા માટે બેસેલા ફરિશ્તાઓ રુકી જાય છે, અને જે પહેલા આવ્યો તેને પહેલી ઘડીનો સવાબ મળશે, અને ફરિશ્તાઓ ખુતબો સાંભળવા બેસી જાય છે.
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જે જુમ્માની નમાઝ પઢવા માટે આવે તેણે સારી રીતે ગુસલ કરી આવવું જોઈએ».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તાકીદ કરી રહ્યા છે કે જે વ્યક્તિ જુમ્માની નમાઝ માટે આવે તો તેણે સારી રીતે ગુસલ કરવું જોઈએ કારણકે તે મુસ્તહબ અમલ છે, જે પ્રમાણે જનાબતનું ગુસલ કરો છો, તે પ્રમાણે ગુસલ (સ્નાન) કરવું.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ સારી રીતે વઝૂ કર્યું, પછી જુમ્માની નમાઝ પઢવા માટે આવ્યો અને ધ્યાનથી ચૂપ રહી ખુતબો સાંભળ્યો, તો તેના એક જુમ્માથી લઈ કે બીજી જુમ્મા સુધી પરંતુ વધુ ત્રણ દિવસ વધારેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને જેણે જુમ્મા દરમિયાન કાંકરિયો સાથે રમત કરી તો તેણે વ્યર્થ કાર્ય કર્યું».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ સંપૂર્ણ અરકાન સાથે સારી રીતે વઝૂ કરે, અર્થાત્ સુન્નત પ્રમાણે, પૂરેપૂરું, તેના આદાબને ધ્યાનમાં રાખીને, પછી જુમ્માની નમાઝ પઢવા માટે આવે, અને શાંતિથી ધ્યાનથી ખુતબો સાંભળે, તેમજ વ્યર્થ કામોથી બચે, તો તેના દસ દિવસના નાના નાના ગુનાહ માફ કરી દેવામાં આવે છે, એક જુમ્માથી બીજા જુમ્મા સુધી તેમજ ત્રણ દિવસ વધુ વર્ણન કર્યા; કારણકે એક નેકી દસ ઘણી બની જાય છે, ત્યારબાદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે દરેક વસ્તુથી રોક્યા છે, જેના કારણે તમારું દિલ નસીહત પ્રાપ્ત કરવાથી વંચિત થતું હોય, જેમકે પોતાના શરીર સાથે રમત ગમત કરવી, તેમજ કાંકરિયોને પકડવી, આ પ્રમાણેના વ્યર્થ કાર્યોમાં વ્યસ્ત રહેવું; કારણકે જે વ્યક્તિ આ પ્રમાણે કરશે, તો તે વ્યર્થ કાર્ય કરી રહ્યો છે, અને જે વ્યર્થ કાર્યો કરશે, તેનો જુમ્માના સવાબમાં કોઈ ભાગ નથી.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ સવાર સાંજ મસ્જિદ તરફ જાય, તો અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં મહેમાન નવાજી તૈયાર કરે છે, જ્યારે પણ સવાર સાંજ તે મસ્જિદ જતો હોય છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને ખુશખબર આપી છે, જે સવાર સાંજ ઈબાદતના અથવા ઇલ્મ પ્રાપ્ત કરવા તેમજ કોઈ પણ ભલાઈના હેતુથી મસ્જિદમાં ગમે તે સમયે આવે, સવાર હોય કે સાંજ હોય, અલ્લાહ તઆલાએ તેના માટે જન્નતમાં જગ્યા અને તેની મહેમાન નવાજી તૈયાર કરી રાખી છે, દિવસ દરમિયાન અથવા રાત દરમિયાન જ્યારે જ્યારે તે મસ્જિદમાં આવશે.
અબ્દુલ્લાહ બિન સલામ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે તેમણે કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના આવ્યા, તો લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમતરફ (આપનું સ્વાગત કરવા) દોડીને આવ્યા, અને દરેક જગ્યાએ એક જ ચર્ચા હતી કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ચૂક્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ચૂક્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ગયા છે, આ વાક્ય તેમણે ત્રણ વખત કહ્યું, અને હું જોવા માટે લોકોની ભીડમાં આવ્યો, અને જ્યારે ધ્યાનથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ચહેરો જોયો, તો મને યકીન થઈ ગઈ કે આ કોઈ જુઠા વ્યક્તિનો ચહેરો નથી, અને પહેલી વાત જે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળી, તે આ હતી: «હે લોકો ! સલામ ફેલાવો, ખાવાનું ખવડાવો, સિલા રહેમી કરો (સંબંધ જોડો), રાત્રે જ્યારે લોકો સૂઈ રહ્યા હોય ત્યારે નમાઝ પઢો, (આ કાર્યો કરવાથી) તમે જન્નતમાં સલામતી સાથે દાખલ થઈ જશો».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેજ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના આવ્યા, અને જ્યારે લોકોએ તેમને જોયા તો જડપથી આપની તરફ આવ્યા, લોકો માંથી એક વ્યક્તિ અબ્દુલ્લાહ બિન સલામ રઝી અલ્લાહુ અન્હુ પણ હતા, જે તે સમયે યહૂદી હતા, જ્યારે તેમણે આપને જોયા, તો તે તરત જ ઓળખી ગયા કે આ કોઈ જુઠા વ્યક્તિનો ચહેરો નથી; કારણકે આપનો ચહેરો પ્રકાશ, સુંદરતા અને નિષ્ઠા પ્રતિષ્ઠતાથી ભરપૂર હતો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી સૌ પ્રથમ વાત જે તેમણે સાંભળી, તે એવા અમલ હતા જેને કરવાથી જન્નતમાં પ્રવેશ સરળ બને છે, તેમાંથી: પહેલું: સલામને ખૂબ ફેલાવો, દરેકને સલામ કરો, જેને ઓળખતા હોય તેને પણ અને જેને ઓળખતા ન હોય તેને પણ. બીજું: ખાવાનું ખવડાવો, સદકો વડે, હદીયા તરીકે અથવા મહેમાન નવાજી કરીને. ત્રીજું: સિલા રહેમી કરો, અર્થાત્ જેમની સાથે તમારો સબંધ હોય, તેમની સાથે સબંધ જોડો, આ સબંધ પિતા તરફથી હોય કે માતા તરફથી. ચોથું: રાત્રે ઉઠી નફિલ નમાઝો પઢો, જ્યારે લોકો સૂઈ રહ્યા હોય.
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે, અને દરેકને પોતાની જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, પુરુષ પોતાના ઘરવાળાઓનો જવાબદાર છે, તેથી તેને પોતાના ઘરવાળાઓ વિશે સવાલ કરવામાં આવશે, સ્ત્રી પોતાના પતિના ઘરવાળાઓની જવાબદાર છે, તેથી તેને પોતાની જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, નોકર પોતાના માલિકના માલનો જવાબદાર છે, તેથી તેને તેના માલિકના માલ વિશે સવાલ કરવામાં આવશે, ખબરદાર તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે, અને તેને તેની હેઠળના લોકો વિશે સવાલ કરવામાં આવશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સમાજનો દરેક મુસલમાન જવાબદાર છે, અને તેને તેની જવાબદારી વિષે જરૂર સવાલ કરવામાં આવશે, બસ આગેવાન અને શાસક તે લોકોના જવાબદાર છે, જેમને અલ્લાહએ તેમની હેઠળ રાખ્યા હોય, આગેવાનો માટે જરૂરી છે કે તેઓ તેમના અધિકારોની સુરક્ષા કરે, તેમને જુલમથી બચાવે તેમની સુરક્ષા કરે, અને તેમના દુશ્મનો સાથે લડે, અને તેમના અધિકારોને નષ્ટ ન થવા દે, એવી જ રીતે માનવી પોતાના ઘરવાળાઓનો જવાબદાર છે, તે તેમની જરૂરીયાતો પૂરી પાડે, તેમની સાથે સારો વ્યવહાર કરે, તેમને શિક્ષા અને તાલીમ આપે, અને સ્ત્રી પોતાના પતિના ઘરની જવાબદાર છે, તે તેનું યોગ્ય સંચાલન કરે, તેની સંતાનની સંભાળ રાખે, અને તેણીને તેની ફરજ અંગે સવાલ કરવામાં આવશે, અને નોકર તેમજ કર્મચારી પોતાના માલિકના માલના જવાબદાર છે, કે તેઓ પોતાના હેઠળ રહેલી નિયંત્રણ વસ્તુઓની સુરક્ષા કરે, પોતાના માલિકની ખિદમત કરે, અને તેમને પણ તેમની ફરજ બાબતે સવાલ કરવામાં આવશે, તેથી, દરેક વ્યક્તિ તેની હેઠળ રહેલી વસ્તુઓનો રખેવાળ છે અને દરેક પોતાની હેઠળ રહેલી વસ્તુઓનો જવાબદાર છે.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હતા, તો તે સમયે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમારા માંથી જે વ્યક્તિ પણ શાદી કરવાની શક્તિ ધરાવતો હોય, તે શાદી કરી લે, કારણકે શાદી નજરોને નીચી રાખવા અને ગુપ્તાંગને સુરક્ષિત રાખવાનું એક મૂળ કારણ છે, અને જે શાદી કરવાની શક્તિ ન ધરાવતો હોય, તે રોઝા રાખે, કારણકે રોઝા તેના માટે એક કવચ છે, અને રોઝો મનેચ્છાઓને રોકવાનું કામ કરે છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તે લોકોને જેઓ સમાગમ કરવાની અને શાદીના ખર્ચ ઉઠાવવાની શક્તિ ધરાવે છે, તેમને શાદી કરવાનો આદેશ આપ્યો છે, કારણકે શાદી તેમની નજરને હરામ દ્રશ્યોથી સુરક્ષિત રાખશે, અને તેમના ગુપ્તાંગની સુરક્ષા કરશે, અને તેને ખરાબ કૃત્યો (અર્થાત્ વ્યભિચાર) માં સપડાવવાથી બચાવશે, અને જે વ્યક્તિ શાદીના ખર્ચ ઉઠાવવા પર અસક્ષમ હોય, પરંતુ તે સમાગમ કરવની શક્તિ ધરાવતો હોય, તો તેણે રોઝા રાખવા જોઈએ, કારણકે રોઝો તેની સમાગમ કરવાની ઈચ્છાને ખતમ કરે છે અને વીર્યને ખરાબીથી રોકે છે.