





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર જ્યારે તમારા માંથી કોઈ મૃત્યુ પામે છે, તો સવાર સાંજ તેને તેનું ઠેકાણું બતાવવામાં આવે છે, જો તે જન્નતી લોકો માંથી હશે તો તેને જન્નતમાં તેનું ઠેકાણું બતાવવામાં આવે છે, અને જો તે જહન્નમી હશે તો જહન્નમમાં તેનું ઠેકાણું બતાવવામાં આવે છે, અને તેને કહેવામાં આવશે કે આ તમારું ઠેકાણું છે, અહીં સુધી કે અલ્લાહ તમને કયામતના દવસે બીજી વખત ઊભા કરશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે બંદો મૃત્યુ પામે છે તો તેની સામે તેની ખાસ જગ્યા જે જન્નત અથવા જહન્નમ બન્ને માંથી એક રજૂ કરવામાં આવે છે, સવાર સાંજ, જો તે જન્નતી હશે તો તેને જન્નતનું ઠેકાણું દેખાડવામાં આવે છે, અને જો તે જહન્નમી હશે તો તેને જહન્નમનું ઠેકાણું દેખાડવામાં આવે છે, અને કહેવામાં આવે છે: આ તમારું તે ઠેકાણું છે, જેના પર તમને અલ્લાહ કયામતના દિવસે ઊભા કરશે, તેના દ્વારા મોમિનને શાંતિ મળે છે, અને કાફિરને અઝાબ.
તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા, તેઓએ કહ્યું: «આ દીન (ઇસ્લામ) તે દરેક જગ્યા સુધી પહોંચીને રહેશે, જ્યાં દિવસ અને રાતનું ચક્રવય ચાલે છે, અને અલ્લાહ તઆલા કોઈ કાચું અથવા પાકું મકાન નહીં છોડે જ્યાં આ દીન ન પહોંચ્યો હોય, કદાચ તેની ઇઝ્ઝત કરી દીનનો સ્વીકાર કરી લેવામાં આવે અથવા ઇન્કાર કરી (દુનિયા અને આખિરતમાં અપમાનિત થવા લાગશે», તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ કહેતા હતા: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની આ વાતની સત્યતા મેં પોતે મારા ખાનદાનમાં જોઈ, કે તેમાંથી જે લોકો મુસલમાન થયા, તેમના ભાગ્યમાં ભલાઈ, ઇઝ્ઝત અને પ્રતિષ્ઠતા આવી અને જે લોકો કાફિર રહ્યા તેમના ભાગ્યમાં અપમાન અને ખરાબી તેમજ તેમને ટેક્સ (કર) નો સામનો કરવો પડ્યો.
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે ઇસ્લામ દીન જમીનના દરેક ખૂણા સુધી પહોંચશે, જ્યાં જ્યાં દિવસ અને રાત થાય છે, ત્યાં ત્યાં આ દીન (ઇસ્લામ) જરૂર પહોંચશે, અને અલ્લાહ તઆલા કોઈ શહેર, ગામડા, ગલી, રણનું એક પણ ઘર બાકી નહીં રાખે, જ્યાં અલ્લાહએ પોતાનો દીન પહોંચાડ્યો ન હોય. જે વ્યક્તિ આ દીનનો સ્વીકાર કરશે અને ઇમાન લાવશે તો તે ઇસ્લામે આપેલ ઇઝ્ઝત પામશે. અને જે વ્યક્તિ ઇસ્લામને અપનાવવાથી ઇન્કાર કરશે અને કુફ્ર કરશે, તો તેં અપમાનિત થશે. ફરી સહાબી તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ જણાવ્યું કે આ હદીષમાં વર્ણન કરેલ વાતને મેં મારા ઘરમાં જોઈ, જે વ્યક્તિ ઇસ્લામ લાવ્યો તેને ઇઝ્ઝત, પ્રતિષ્ઠતા અને ભલાઈ મળી, અને જે વ્યક્તિએ કુફ્ર કર્યુ, તો તે અપમાનિત થયો, અને સાથે સાથે તેને મુસલમાનોને ટેક્સ (કરવેરો) પણ આપવો પડ્યો.
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! જુદઆનનો પુત્ર અજ્ઞાનતાના સમયે સંબંધ જોડતો હતો (સગા વહાલા સાથે સારો વ્યવહાર કરતો હતો), ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, શું આ કાર્ય તેને કોઈ ફાયદો પહોંચાડશે? નબી ﷺ એ કહ્યું: «તેને કોઈ ફાયદો નહીં પહોંચે, કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અબ્દુલ્લાહ બિન જુદઆન જે ઇસ્લામ પહેલા કુરૈશના સરદારો માંથી હતો, તેના સારા કાર્યો, જેવાકે: તે સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરતો હતો, ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, વગેરે જેવા જેના વિષે ઇસ્લામે પ્રોત્સાહિત કર્યા છે, આ કાર્યો તેને આખિરતમાં કોઈ ફાયદો નહીં પહોંચાડે, કારણકે તે અલ્લાહની સાથે કુફ્ર કરતો હતો, અને તેને કોઈ દિવસ પણ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે.
ઝૈદ બિન ખાલિદ અલ્ જુહની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ એ અમને હુદૈબિયહના સમયે સવારની નમાઝ પઢાવી અને તે રાત્રે વરસાદ પડ્યો હતો, નમાઝ પઢી લીધા પછી આપ લોકો તરફ મોઢું ફેરવ્યું અને કહ્યું: જાણો છો તમારા પાલનહારે શું કહ્યું છે? સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: તમારા પાલનહારે મને કહ્યું સવાર થતા થતા કેટલાક મોમિન થયા અને કેટલાક કાફિર બની ગયા, બસ જેણે કહ્યું કે અલ્લાહની કૃપા અને તેની રહેમતથી વરસાદ પડ્યો તો તે મારો મોમિન બંદો છે, અને તારાઓનો ઇન્કાર કરવાવાળો બંદો છે અને જેણે ફલાણા સિતારાનું ફલાણી જગ્યા પર આવવાના કારણે વરસાદ પડ્યો કહ્યું તો તે મારા માટે કાફિર અને તારાઓ માટે મોમિન બંદો છે.
મુત્તફકુન્ અલયહિહુદૈબિયહમાં આપ ﷺ એ સવારની નમાઝ પઢાવી, હુદૈબિયહ મક્કાની નજીક એક ઇલાકાનું નામ છે, ત્યાં રાતના સમયે વરસાદ પડ્યો હતો, નબી ﷺ જ્યારે સલામ ફેરવી અને નમાઝથી ફરીગ થયા, પછી આપ ﷺ એ લોકો તરફ ચહેરો કર્યો અને કહ્યું: શું તમે જાણો છો કે તમારા પાલનહારે મને શું કહ્યું છે? તેમણે જવાબ આપ્યો: અલ્લાહ અને તેના રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું કે જ્યારે વરસાદ પડે છે, તે સમયે લોકો બે ભાગમાં વહેચાઈ થઈ જાય છે: અલ્લાહ પર ઈમાન ધરાવનાર મોમિન અને બીજા અલ્લાહનો ઇન્કાર કરનાર કાફિર; જે વ્યક્તિએ કહ્યું: અલ્લાહની કૃપા અને તેની રહેમતથી વરસાદ વરસ્યો છે, અને તે વ્યક્તિએ વરસાદની પ્રક્રિયા અલ્લાહ તરફ દોરી, તો તે પેદા કરનાર અને સૃષ્ટિની વ્યવસ્થા કરનાર અલ્લાહ પર ઈમાન ધરાવનાર મોમિન બંદો ગણાશે, અને તારાઓનો ઇન્કાર કરનાર બંદો ગણાશે. અને જે વ્યક્તિએ કહ્યું: ફલાણા તારાની ફલાણી જગ્યા પર આવવાના કારણે વરસાદ વરસ્યો છે, તો તે અલ્લાહનો ઇન્કાર કરવાવાળો કાફિર બંદો, તારાઓને માનવાવાળો બંદો ગણાશે; કારણકે તે વ્યક્તિએ વરસાદની પ્રક્રિયાને તારાઓ તરફ દોરી અને તે કુફ્રે અસગર ગણાશે, જો કે અલ્લાહ તઆલા એ તારાઓને ન તો વરસાદ વરસવાનું કારણ બનાવ્યા છે ન તો તકદીરનું, અને જે વ્યક્તિ વરસાદ તેમજ અન્ય જમીન પર થનારી ઘટનાઓને કોઈ તારાઓના તૂટવા પર અથવા કોઈ તારાને છુપાઈ જવા પર ભરોસો કરશે અને જો તે એવું માનશે કે ખરેખર કર્તા તો આ જ છે, તો તે કુફ્રે અકબર ગણાશે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ ના સહાબાઓ માંથી કેટલાક આપની પાસે આવ્યા અને કહ્યું: અમારા માંથી કેટલાક પોતાના દિલોમાં એવા વિચાર અનુભવીએ છીએ કે અમે તે વિચાર જબાન પર લાવવાનું મોટું પાપ સમજીએ છીએ, આપ ﷺ એ કહ્યું: «શું ખરેખર તમે પોતાના દિલોમાં આ પ્રમાણે અનુભવો છો?» તેઓએ કહ્યું: હા, આપ ﷺ એ કહ્યું: «આ તો સ્પષ્ટ ઈમાન છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેસહાબાઓ માંથી એક જૂથ આપ ﷺ પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે અમે અમારા દિલોમાં ખૂબ જ મોટી વાત અનુભવીએ છીએ, જેને અમે તેની દુષ્ટતાના કારણે અમારી જબાન પર લાવી નથી શકતા, તે વિષે નબી ﷺ ને સવાલ કર્યો, આપ ﷺએ તેમને પૂછ્યું: શું ખરેખર વાત આવી જ છે? જો વાત આવી જ હોય તો જાણી લો કે આ જ તો સાચું ઈમાન અને યકીન છે, જે કઈ શૈતાન તમારા દિલોમાં નાખે છે, તેનાથી તમે લોકો પીઠ ફેરવી રહ્યા છો, અને તેને જબાન પર પણ લાવી નથી શકતા, જાણવા મળ્યું કે શૈતાને તમારા દિલો પર કાબુ નથી મેળવ્યો, તેના વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ શૈતાન જે વાતો દિલમાં નાખે છે અને તેનાથી ન રુકે તો એનો મતલબ એ થશે કે શૈતાને તેના દિલ પર કાબુ મેળવી લીધો છે.
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કર્યા કરતા અમારું રાખ બની જવું અથવા બળીને કોલ્સો બની જવું સારું રહેશે, આપ ﷺએ કહ્યું: અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપી દીધું».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રારામાં રિવાયત કરી છેએક વ્યક્તિ આપ ﷺ પાસે આવીને કહે છે: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કરવું ઘણી મોટી બાબત છે, એ વાત વર્ણન કરવા કરતા કોલસો બની જવું વધુ સારું રહેશે, અલ્લાહના રસૂલ ﷺ એ બે વખત અલ્લાહ તઆલાની મહાનતા વર્ણન કરી અને અલ્લાહ તઆલાની પ્રશંસા કરી કે તેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપ્યું.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી કોઈની પાસે શૈતાન આવે છે અને તેને સવાલ કરે છે કે ફલાણી વસ્તુ કોણે પેદા કરી? ફલાણી વસ્તુ કોણે પેદા કરી? અને છેલ્લે વાત અહીં સુધી પહોંચાડે છે કે તમારા પાલનહારને કોણે પેદા કર્યો? જો કોઈને આ પ્રમાણે વસ્વસો આવે તો તેણે અલ્લાહથી પનાહ માંગવી જોઈએ અને તે આ પ્રકારના શૈતાની વિચારને છોડી દે».
મુત્તફકુન્ અલયહિઆપ ﷺ એ શૈતાન તરફથી મોમિનના દિલમાં કરવામાં આવતા સવાલોના ઠોસ જવાબ વર્ણન કર્યા છે, શૈતાન કહે છે: ફલાણી વસ્તુ કોણે પેદા કરી? આકાશ કોણે બનાવ્યું? જમીન કોણે બનાવી? એક મોમિનવ્યક્તિ, દીન, ફિતરત (પ્રાકૃતિક) , તાર્કિક જવાબ આપતા કહે છે કે અલ્લાહ, પરંતુ શૈતાન અહીં સુધી બસ નથી કરતો તેના વસ્વસાની સીમા પાર કરતા કહે છે: તમારા પાલનહારને કોણે પેદા કર્યો? આ પ્રમાણેના વસ્વસાથી બચવા માટે ત્રણ સૂચનાઓ આપવામાં આવી છે: અલ્લાહ પર ઈમાન (મજબૂત) કરીને. શૈતાનથી અલ્લાહની પનાહ માંગવી જોઈએ. તે જ ઘડી એ આ પ્રકારના વસ્વસાને અટકાવી દેવા જોઈએ.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા કોઈ મોમિન પર તેની નેકિઓનો બદલો આપવામાં સહેજ પણ જુલમ નથી કરતો, તેનો બદલો તેને દુનિયામાં પણ આપે છે અને આખિરતમાં પણ તેને બદલો આપશે, અને કાફિરની નેકિઓનો બદલો દુનિયામાં આપવામાં આવે છે, જ્યારે તે આખિરતમાં પહોંચશે તો તેની પાસે કોઈ નેકી નહીં હોય, જેનો બદલો આપવામાં આવે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે મોમિનો સાથે અલ્લાહ તઆલાની ભવ્ય કૃપા, અને કાફિરો સાથે સંપૂર્ણ ન્યાયનું વર્ણન કર્યું છે. જ્યાં સુધી મોમિનની વાત છે તો તેની એક નેકીના સવાબમાં સહેજ પણ ઓછો કરવામાં નથી આવતો, પરંતુ તેના અનુસરણના બદલામાં તેને દુનિયામાં પણ ભલાઈ મળે છે અને આખિરતમાં પણ તેનો સવાબ એકઠો કરી લેવામાં આવે છે અને કેટલીક વાર તો તેનો સંપૂર્ણ બદલો આખિરતમાં સુરક્ષિત કરી લેવામાં આવે છે. અને કાફિરની નેકીઓનો બદલો તેને દુનિયામાં જ આપવામાં આવે છે, જ્યારે તે આખિરતમાં પહોંચશે તો તેની પાસે કોઈ નેકી નહીં હોય, કારણકે તેની નેકીઓનો બદલો તેને દુનિયામાં જ આપવામાં આવી ગયો છે; કારણકે જે પણ નેક કાર્ય જે દુનિયા અને આખિરતમાં ફાયદો પહોંચાડે છે, તેના માટે જરૂરી છે કે તે કાર્ય કરવા વાળો મોમિન હોય.
હકીમ બિન હિઝામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું અજ્ઞાનતાના સમયે ઈબાદતની નિયતથી જે સદકો કરતો હતો અને ગુલામો આઝાદ કરતો હતો અને સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરતો હતો, શું મને તે કાર્યોનો બદલો આપવામાં આવશે? નબી ﷺ એ કહ્યું: «તમે તે નેકીઓ પર ઇસ્લામ લાવ્યા છો જે તમે પહેલા કરી ચુક્યા છો».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે કાફિર જ્યારે ઇસ્લામ લાવે, તો તેણે ઇસ્લામ લાવ્યા પહેલા અજ્ઞાનતા સમયે કરેલા નેક કામોનો સંપૂર્ણ બદલો આપવામાં આવશે, જેવું કે સદકો, ગુલામોને આઝાદ કરવું અને સિલા રહેમી કરવી.