





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «મને આદેશ આપવામાં આવ્યો કે હું લોકો સાથે ત્યાં સુધી યુદ્ધ કરું જ્યાં સુધી તેઓ "લા ઇલાહ ઇલ્લલ્લાહ વ અન્ન મુહમ્મદુર્ રસૂલુલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ પયગંબર ﷺ અલ્લાહના રસૂલ છે) અર્થાત્ ઇસ્લામ લઈ આવે, અને નમાઝ કાયમ કરવા લાગે ઝકાત આપવા લાગે, જે લોકો આમ કરી લેશે તેની જાન અને માંલ્ મારાથી સુરક્ષિત થઈ જશે સિવાઈ એ કે તેના પર ઇસ્લામના કારણે કોઈ અધિકાર વાજિબ થાય, અને બાકી રહેલા તેમના હિસાબ તો તે અલ્લાહના શિરે છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ તેમને મુશરીક લોકો સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો ,છે અહીં સુધી કે તેઓ તે વાતની ગવાહી ન આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને તેનો કોઈ ભાગીદાર નથી, અને ગવાહી આપે કે મોહમ્મદ ﷺ અલ્લાહના પયગંબર છે, અને આ ગવાહીની સાથે સાથે અમલ પણ કરે તે એ રીતે કે દિવસ અને રાત દરમિયાન પાંચ વખતની નમાઝ પઢે, અને હકદારોને અનિવાર્ય ઝકાત આપે. જે કોઈ ઉપરોક્ત વર્ણવેલ કાર્યો કરશે તો તે પોતાની જાન અને માલ સુરક્ષિત કરી લેશે, તેને કતલ કરવું યોગ્ય નહીં ગણાય, સિવાય એ કે જો તે કોઈ એવુ કાર્ય કરે જેના કારણે ઇસ્લામમાં હદ (સજારૂપે) અથવા કતલ અનિવાર્ય થતી હોય તો પછી તેનું કતલ કરવામાં આવશે, ફરી કયામતના દિવસે અલ્લાહ તઆલા તેના ગુપ્ત કાર્યોને જાણી તેની સાથે હિસાબ કિતાબ કરશે.
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલાએ મારી ઉમ્મત પરથી તે ગુનાહ, જે ભૂલચૂકમાં થયા હોય અને જેમાં તેમને મજબુર કરવામાં આવ્યા હોય, માફ કરી દીધા છે».
رواه ابن ماجه والبيهقي وغيرهماઆ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે નીચે વર્ણવેલ ત્રણ સ્થિતિમાં અલ્લાહ તમારી ઉમ્મત પરથી ગુનાહ માફ કરી દીધા છે: પહેલી: ભૂલથી થવાવાળા ગુનાહ, અર્થાત્ એવા ગુનાહ જે ઇરાદાપૂર્વક કરવામાં ન આવ્યા હોય, ઉદાહરણ તરીકે એક મુસલમાન કંઈ કામ કરવાનો ઈરાદો કરે અને તેનાથી બીજું જ કંઈક થઈ જાય. બીજી સ્થિતિ: ભૂલચુકથી થઈ જનાર ગુનાહ અર્થાત્ કોઈ મુસલમાન કંઈક વાત યાદ તો હોય પરંતુ કરતા સમયે ભૂલી જાય, આવું થવા પર કોઈ ગુનોહ નથી. ત્રીજી સ્થિતિ: જબરજસ્તી કરવામાં આવતા ગુનાહ: ક્યારેક એવું થાય છે, માનવીને કોઈ એવું કામ કરવા પર મજબુર કરવામાં આવે, જેને તે કરવા ઇચ્છતો ન હોય, અને તેની પાસે માહોલનો મુકાબલો કરવાની પણ ક્ષમતા નથી હોતી, આવી પરિસ્થિતિમાં પણ તેના પર કોઈ ગુનોહ નથી. અહીંયા યાદ રાખજો કે આ હદીષનો સબંધ એવા ગુનાહથી છે, જે અલ્લાહ અને તેના બંદા વચ્ચે હોય, કોઈ અનિવાર્ય કાર્યને ભૂલી જવાથી તે કાર્યની ભરપાઈ થતી નથી, એવી જ રીતે કોઈ ભૂલથી કામ કરવા પર જો કોઈ સર્જનને નુકસાન પહોંચે, તો તેની ભરપાઈ કરવી પડશે, ઉદાહરણ તરીકે ભૂલથી કોઈનું કતલ થઈ જવું, તો તેની ભરપાઈ કરવી પડશે, એવી જ રીતે કોઈની ગાડીનું નુકસાન કરી દીધું, તો તેનો પણ દંડ આપવો પડશે.
સફવાન બિન મુહરિઝ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિએ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું કે તમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નજવા (મોમિનની અલ્લાહ સાથે વાતચીત) વિષે શું સાંભળ્યું છે? તો તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો પડદો ઢાંકી દેશે, (જેથી અન્ય કોઈ તેના ભેદો વિષે જાણી ન શકે), ફરી તેને તેના ગુનાહોને એકરાર કરાવશે, ફરી અલ્લાહ કહેશે: શું તું (આ દરેક ગુનાહ)ને ઓળખે છે? તો કહેશે; હાં મારા પાલનહાર! હું (આ દરેક ગુનાહોને) ઓળખું છું, ફરી અલ્લાહ કહેશે: મેં તારા પર દુનિયામાં પણ (કૃપા કરી), આ ગુનાહોને છુપાઈને રાખ્યા, અને આજે પણ (તારા પર દયા કરીશ) તારા આ દરેક ગુનાહને માફ કરું છું, ફરી તેને ફક્ત નેકીનો ચોપડો સોંપવામાં આવશે, હા, કાફિર અને મુનાફિકની વાત, તો તેમને સમગ્ર સર્જન સમક્ષ ઊચા અવાજે કહેવામાં આવશે: આ જ તે લોકો છે, જે અલ્લાહ પર જૂઠ્ઠાણું બાંધતા હતા».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મોમિન બંદાની કયામતના દિવસે વાતચીત વિષે જણાવ્યું, અને કહ્યું: મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો પરદો ઢાંકી દેશે, જેથી અન્ય કોઈ તેના ભેદો વિષે જાણી ન શકે, ફરી તેને કહેવામાં આવશે: શું તું આ દરેક ગુનાહ ને ઓળખે છે?... તે બંદા અને પાલનહાર દરમિયાન થયેલા ગુનાહોનો સ્વીકાર કરશે. તો તે કહેશે; હાં મારા પાલનહાર! અહીં સુધી કે તે મોમિન બંદો ભયભીત થશે અને ગભરાવવા લાગશે, તો પવિત્ર અલ્લાહ તેને કહેશે: મેં તારા પર દુનિયામાં પણ કૃપા કરી આ ગુનાહોને છુપાઈને રાખ્યા, અને આજે પણ તારા પર દયા કરીશ, તારા આ દરેક ગુનાહને માફ કરું છું, ફરી તેને ફક્ત નેકીનો ચોપડો સોંપવામાં આવશે. અને રહી કાફિર અને મુનાફિકની વાત, તો તેમના વિશે સમગ્ર સર્જન સમક્ષ ઊચા અવાજે કહેવામાં આવશે: આ જ તે લોકો છે, જે અલ્લાહ પર જૂઠ્ઠાણું બાંધતા હતા, ખબરદાર! જાલિમ લોકો પર અલ્લાહની લઅનત (ફિટકાર) છે.
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: હું એક વખત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે એક સફરમાં હતો, હું સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજીક આયો, અમે સૌ ચાલી રહ્યા હતા, મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તમે મને એક એવો અમલ જણાવો, જેનાથી કારણે હું જન્નતમાં દાખલ થઈ શકું અને જહન્નમથી દૂર થઈ જાઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે, અલ્લાહની ઈબાદત કરો અને તેની સાથે કોઈને ભાગીદાર ન કરો, નમાઝ કાયમ કરો, ઝકાત આપતા રહો, રમઝાનના રોઝા રાખો, બૈતુલ્લાહનો હજ કરો», અને પછી કહ્યું: «શું હું તમને ભલાઈના દ્વાર ન જણાવું? રોઝો કવચ છે, સદકો ગુનાહને એવી રીતે મિટાવી દે છે, જેવું કે પાણી આગને મિટાવી દે છે અને અડધી રાત્રે ઉઠી નમાઝ પઢવી», કહ્યું: ફરી આ આયત તિલાવત કરી: {તેમના પડખા પોતાની પથારીથી અલગ રહે છે, પોતાના પાલનહારને ડર અને આશા સાથે પોકારે છે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેઓ ખર્ચ કરે છે. કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે, જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે}, ફરી કહ્યું: «શું હું તમને દીનની મૂળ વાત, તેનું પિલર અને તેના શિખર વિષે ન જણાવું?», મેં કહ્યું: કે કેમ નહીં હે અલ્લાહના રસૂલ ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દીનનું મૂળ ઇસ્લામ છે, તેનું પિલર નમાઝ છે અને તેનું શિખર જિહાદ (યુદ્ધ) છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું હું તમને એક એવી વસ્તુ ન જણાવું? જેના પર બધી જ વસ્તુઓનો આધાર છે?», મેં કહ્યું: કેમ નહીં હે અલ્લાહના રસૂલ!, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જબાન પકડી અને કહ્યું: «કે આને કાબુમાં કરી લો», પછી મેં કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! શું અમારી જબાનથી જે કંઈ શબ્દ નીકળે છે તેના પર અમારી પકડ કરવામાં આવશે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે મુઆઝ તમને તમારી માતા ગુમ કરે, લોકોના બક બક કરવાથી જ તો જહન્નમમાં ઊંધા કરી, ચહેરા અથવા નાસ્કોરીની જગ્યાએ નાખવામાં આવશે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેમુઆઝ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: એક સફરમાં હું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે હતો, હું સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજીક આયો, અમે સૌ ચાલી રહ્યા હતા, મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ! તમે મને એક એવો અમલ જણાવો, જેના કારણે હું જન્નતમાં દાખલ થઈ જાઉં અને જહન્નમથી દૂર થઈ જાઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે, ઇસ્લામની જરૂરી કાર્યો પુરા કરો: પહેલું: ફક્ત એક અલ્લાહની ઈબાદત, અને તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો. બીજું: રાત દિવસમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પાબંદી સાથે પઢો: ફજર, ઝોહર, અસર, મગરિબ અને ઇશા, નમાઝને તેની સંપૂર્ણ શરતો, તેના અરકાન સાથે પઢવામાં આવે. ત્રીજું: ફર્ઝ ઝકાત કાઢવામાં આવે, અને આ માલ પ્રત્યે કરવામાં આવતી ઈબાદત છે, શરીઅતે નક્કી કરેલ માલનું પ્રમાણ અને તેની હદ સુધી પહોંચી જાય, તો તે માલને તેના હકદારો સુધી પહોંચાડવામાં આવે. ચોથું: રમઝાનના રોઝા, સૂર્યોદય થી લઈ કે સૂર્યાસ્ત સુધી ઈબાદતની નિયત કરી ખાવાપીવાથી રુકી જવું. પાંચમું: અલ્લાહની ઈબાદત માટે હજના કાર્યો અદા કરવા માટે હજની નિયત કરી મક્કાહ જવું. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું હું તમને ભલાઈના દ્વાર સુધી પહોંચવાનો માર્ગ ન બતાવું? તે દ્વાર ફર્ઝ ઈબાદતો સાથે નફીલ ઈબાદતો કરી મેળવી શકે છે: પહેલું: નફીલ રોઝા, જે ગુનાહ કરવાથી બચાવે છે, એવી જ રીતે મનેચ્છાઓને કાબુમાં રાખે છે અને શક્તિમાં વધારો કરે છે. બીજું: નફીલ સદકો, ગુનાહ કર્યા પછી સદકો તેને મિટાવી દે છે, તેના અસરને પણ ખતમ કરે છે. ત્રીજું: રાતના છેલ્લા પહોરે ઉઠી નમાઝ પઢવી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ આયત પઢી, અલ્લાહ તઆલાએ કહ્યું: {તેમના પડખા અળગા રહે છે} અર્થાત્ દૂર રહે છે {તેમની પથારીથી} અર્થાત્ તેઓ જાગે છે, {પોતાના પાલનહારને પોકારે છે} નમાઝ, ઝિક્ર, તિલાવત અને દુઆ જેવી ઈબાદતો કરે છે, {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} કયામતના દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપી અને નેઅમતો આપી, {જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે}. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું હું તમને દીનની મૂળ વાતો ન જણાવું? અને તેનો પાયો જેના પર તેનો આધાર છે? અને તેની ચોટી વિશે પણ? મુઆઝ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેમ નહીં હે અલ્લાહના રસૂલ!. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: દીનની મૂળ વાત શહાદતૈન છે, જે વ્યક્તિ ગવાહી આપશે તે દીન સાથે જોડાશે. તેનું પિલર: નમાઝ, નમાઝ વગર ઇસ્લામ નથી, જેવી રીતે પિલર વગર ઘરનો વિચાર અશક્ય છે એવી જ રીતે નમાઝ વગર ઇસ્લામનો વિચાર નથી, જે નમાઝ પઢશે, તે પોતાના દીન બાબતે અને દરજ્જા બાબતે મજબૂત રહેશે; દીનની ચોટી અને બુલંદી જિહાદ (યુદ્ધ) છે, અલ્લાહના કલિમાને બુલંદ કરવા માટે દીન પ્રત્યે દુશ્મની કરનાર વિરુદ્ધ જિહાદ (યુદ્ધ) કરવું. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શુ હું તમને વર્ણવેલ ઈબાદતોની સચોટતા અને સપૂર્ણતા વિશે ન જણાવું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જબાન પકડી અને કહ્યું: આને રોકી લો અને એવી વાત ન કહેશો જેનો તમારી સાથે કોઈ સબંધ નથી. મુઆઝ રઝી અલલ્હું અન્હુએ કહ્યું: શું અમારો પાલનહાર જે કંઈ અમે બોલીએ છીએ તે દરેક વસ્તુની પકડ કરશે અને હિસાબ કરશે?! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે મુઆઝ! તમારી માતા તમને ગુમ કરે! આ શબ્દો બદ્ દુઆ માટે ન હતા, પરંતુ તે અરબની કહેવતો માંથી એક કહેવત છે, જે કોઈને ચેતવણી આપવા માટે કહેવામાં આવતી, જેથી તે બાબતે તે સચેત થાય અને ધ્યાન આપે, પછી કહ્યું: લોકોને તેમને તેમની જબાનના કારણે જહન્નમમાં ઊંધા મોઢે નાખવામાં આવશે, જબાન વડેથી કુફ્ર, પાકબાઝ સ્ત્રી પર આરોપ, ગાળો, ગિબત, ચાડી અને નિંદા જેવી વસ્તુઓના કારણે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે લોકો ! અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો ! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું} [અલ્ મુઅમિનૂન: ૫૧] અને કહ્યું: {હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ} [અલ્ બકરહ: ૧૭૨], ફરી એક વ્યક્તિનો ઝિકર કર્યો, જે એક લાંબો સફર કરે છે, સફરના કારણે તેના વાળ વિખેરાયેલા તેમજ તેના મોઢા પર ધૂળ હોય છે, તે પોતાના હાથ ઉઠાવે છે અને દુઆ કરે છે કે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! (મારી દુઆ કબૂલ કર) જ્યારે કે તેનો ખોરાક હરામ, તેનું પીણું હરામ, તેનો પોશાક હરામ અહીં સુધી કે તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું છે, તો પછી તેની દુઆ કેમ કરી કબૂલ કરવામાં આવે?».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા પવિત્ર, પ્રતિષ્ઠિત છે, દરેક ખામી અને નુકસથી સંપૂર્ણ રીતે પાક છે, તે સંપૂર્ણતાનો માલિક છે, તે તે જ કાર્યો, વાતો અને માન્યતાઓને સ્વીકારે છે જે પવિત્ર હોય, અને જેને ફકત તેની પ્રસન્નતા માટે અને તેના પયગંબરના તરીકા મુજબ કરવામાં આવ્યા હોય, ફક્ત આ જ માર્ગ અપનાવી આપણે અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરી શકીએ છીએ, મોમિન માટે તેમના અમલની પવિત્રતા પ્રાપ્ત કરવા માટેનો એક ભવ્ય માર્ગ એ કે તેનું ખાવાનું હલાલ હોવું જોઈએ, હલાલ ખાવાના કારણે તેના કાર્યો પાક થઈ જાય છે, આજ કારણે અલ્લાહએ પયગંબરને હલાલ રોજી ખાવાનો આદેશ આપ્યો એ જ રીતે મોમિનોને પણ હલાલ રોજી ખાવાનો આદેશ આપ્યો, અને અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો ! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું}. એક બીજી જગ્યાએ કહ્યું: {હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ}. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હરામ માલ ખાવાથી રોક્યા; કારણકે તે અમલને બાતેલ કરે છે અને અમલ કબૂલ થવામાં રોક લગાવે છે, ભલે ને તે કબૂલ થવા માટે ઘણો પ્રયત્ન કેમ ન કરતો હોય; તેમાંથી: પહેલું: કોઈ સત્કાર્ય જેમકે હજ, જિહાદ (યુદ્ધ) અને સંબંધ જોડવા માટે તે લાંબો સફર કરે છે. બીજું: માનવીનું પરેશાન થવું, જેમકે તેના વાળ વિખેરાયેલા હોય, અને માટી લાગવાના કારણે તેના શરીર અને કપડાંનો રંગ બદલાય ગયો હોય. ત્રીજું: દુઆ કરતા આકાશ તરફ હાથ ઉઠાવવા. ચોથું: અલ્લાહના પવિત્ર નામોને વસીલો બનાવી ખૂબ વિનંતી સાથે દુઆ કરવી, જેમકે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! કહેવું. દુઆ કબૂલ થવાના દરેક કારણ હોવા છતાંય માનવીની દુઆ કબૂલ કરવામાં નથી આવતી, કારણકે તેનું ખાવાનું હરામ, તેનું પીવાનું હરામ, તેના કપડાં હરામના છે, અને તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું છે, તો તેની દુઆ કઈ રીતે કબૂલ થઈ શકે?!
મિકદાદ બિન અમ્ર અલ્ કીન્દી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: તેઓએ કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! તમે જણાવો કે કાફિરો માંથી કોઈ કાફિર સામે મારો મુકાબલો થાય અને તે તલવાર વડે મારો એક હાથ કાપી નાખે અને પછી તે મારાથી બચતા એક વૃક્ષ પાછળ જઈ સંતાઈ જાય, અને કહે કે મેં અલ્લાહ માટે ઇસ્લામ સ્વીકારી લીધો છે, તો હે અલ્લાહના રસૂલ! આ શબ્દો કહ્યા પછી હું એને કતલ કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કતલ ન કરશો», હે અલ્લાહના રસૂલ ! તેણે મારો એક હાથ કાપી નાખ્યો છે અને હાથ કાપી નાખ્યા પછી ઇસ્લામનો સ્વીકાર કર્યો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને કતલ ન કરશો, જો તમે કતલ કરશો તો તે તમારી જગ્યા પર આવી જશે, જે જગ્યાએ તમે કતલ કર્યા પહેલા હતા અને તમે તે જગ્યા પર આવી જશો, જે જગ્યા પર પહેલા તે હતો».
મુત્તફકુન્ અલયહિમિકદાદ બિન અસ્વદ રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો કે એક યુદ્ધમાં કોઈ કાફિર મારી સામે આવી જાય અને અમારી વચ્ચે તલવાર દ્વારા મુકાબલો થાય અને તે કાફિર તલવાર વડે મારો એક હાથ કાપી નાખે, અને પછી તે ભાગીને એક વૃક્ષ પાછળ આશરો લે, અને લા ઇલાહ ઇલ્લલ્લાહ કહે તો શું મારો હાથ કાપી નાખ્યા પછી પણ મારુ તેને કતલ કરવું યોગ્ય ગણાશે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે તેને કતલ ન કરો. મિકદાદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! તેણે મારો એક હાથ કાપી નાખ્યો તો પણ હું તેને કતલ ન કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ના તેને કતલ ન કરશો, કારણકે તેને કતલ કરવું હરામ ગણવામાં આવશે, કારણકે તેના ઇસ્લામ લાવ્યા પછી તેનું કતલ કરવું ગણવામાં આવશે, ઇસ્લામમાં એક માસૂમનું કતલ કરવું ગણાશે અને તેના બદલામાં કિસાસ જરૂરી બની જશે.
અબુ બરઝહ અલ્ અસ્લમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «કયામતના દિવસે કોઈ વ્યક્તિના ડગલાં ત્યાં સુધી તેની જગ્યા પરથી આગળ નહીં વધે, જ્યાં સુધી તેને સવાલ કરી લેવામાં ન આવે: તેણે પોતાની ઉંમર ક્યાં કામોમાં ખતમ કરી? તેના ઇલ્મ વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ઉપયોગ કર્યો? તેના માલ વિશે કે તેણે તેને ક્યાંથી કમાવ્યો અને ક્યાં ખર્ચ કર્યો? અને તેના શરીર વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ખપાવ્યું».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે કયામતના દિવસે કોઈ વ્યક્તિ જન્નત અથવા જહન્નમ તરફ આગળ નહીં વધે જ્યાં સુધી તેને અગત્યના સવાલો બાબતે પૂછવામાં ન આવે: પહેલો સવાલ: તેના જીવન વિશે કે તેણે તેને ક્યાં ખતમ કર્યું? બીજો સવાલ: તેના ઇલ્મ વિશે, શું તેણે અલ્લાહ માટે પ્રાપ્ત કર્યું? શું તેણે તેના મુજબ અમલ કર્યો? અને તેણે તેને જરૂરતમંદ સુધી પહોચાડ્યું કે નહીં? ત્રીજો સવાલ: માલ વિશે સવાલ કરવામાં આવશે કે માલ ક્યાંથી કમાવ્યો, શું તે હલાલ તરીકાથી કે હરામ તરીકાથી? અને તેણે તેને ક્યાં ખર્ચ કર્યો, અલ્લાહને ખુશ કરી દે તેવી જગ્યા પર અથવા નારાજ કરે તેવી જગ્યાએ? ચોથો સવાલ: તેના શરીર, તેની તાકાત, તેની આફિયત અને તેની યુવાનીનો સમય ક્યાં ખપાવ્યો?
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું આ ઝંડો એવા વ્યક્તિને આપીશ, જે અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરે છે, અલ્લાહ તેના હાથ વડે વિજય અપાવશે», ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે એક દિવસ સિવાય મેં ક્યારેય પ્રતિષ્ઠતાની ઈચ્છા નથી કરી, બસ એ આશા કરતા કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી મળેલ ખુશખબરનો હકદાર હું બની જઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલી બિન અબી તાલિબને બોલાવ્યા, અને તેમને ઝંડો આપ્યો, અને કહ્યું: «જાઓ અને પાછળ ન જોશો અહીં સુધી કે અલ્લાહ તમને વિજય ન આપી દે», તેઓ ઝંડો લઈ આગળ વધ્યા, સહેજ આગળ જતાં જ પાછળ જોયા વગર ઉભા રહ્યા અને જોરથી કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું લોકો સાથે કંઈ વાત પર યુદ્ધ કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે લડો અહીં સુધી કે તે લોકો ગવાહી ન આપે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને એ કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે, જો તેઓ આ વાતનો એકરાર કરી લે તો તેઓએ તમારા તરફથી પોતાની જાન અને માલની સુરક્ષા કરી લીધી, સિવાય કોઈ હક તેમના પર હોય અને અલ્લાહ તે સૌનો હિસાબ લેશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે આવતીકાલે અલ્લાહ મુસલમાનોની મદિનહની નજીક ખૈબરમાં રહેતા યહૂદીઓ વિરુદ્ધ મદદ કરશે, અને એક એવા વ્યક્તિને ઝંડો આપશે, જેના દ્વારા વિજય પ્રાપ્ત થશે, ઝંડો જેને કોઈ કોમ પોતાના પ્રતિક તરીકે ઉપયોગ કરે છે, અને તે વ્યક્તિના ગુણ જણાવતા કહ્યું કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે મોહબ્બત કરતો હશે, અને અલ્લાહ અને તેનો પયગંબર પણ તેની સાથે મોહબ્બત કરતાં હશે. ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું, ફક્ત તે દિવસ મારા દિલમાં આ ભવ્ય તકની ઈચ્છા થઈ; તે ખુશખબરને ધ્યાનમાં રાખતા કે તેનાથી અલ્લાહ અને તેનો રસૂલ મોહબ્બત કરે છે, ઉમર રઝી અલ્લાહુ અન્હુ ઉભા થઇ થઈ જોવા લાગ્યા એ આશા કરી કે મુહમ્મદ તેમને આ તકનો મોકો આપશે, અને તેમને બોલાવશે, અને ઝંડો તેમના હાથમાં આપશે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલી બિન અબી તાલિબને બોલાવ્યા અને ઝંડો આપ્યો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે તે લશ્કર લઈ આગળ વધે, અને ત્યાં સુધી પાછા ન આવતા જ્યાં સુધી અલ્લાહ તમને વિજય ન આપી દે, અલી રઝી અલ્લાહુ અન્હુ આગળ વધ્યા, આગળ જઈ ઉભા રહ્યા અને પાછળ જોયા વગર જ ઉભા રહી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપેલ આદેશનો વિરોધ ન કરતા, બુલંદ અવાજે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું લોકો સાથે કંઈ વાત પર યુદ્ધ કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે યુદ્ધ કરો જ્યાં સુધી તેઓ ગવાહી ન આપે કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, અને એ કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે, જ્યારે તેઓ જવાબ આપે અને ઇસ્લામનો સ્વીકાર કરી લે, તો તેમની જાન અને માલ તમારા માટે હરામ છે, સિવાય કોઈ યોગ્ય કારણસર, અર્થાત્ તેઓ કોઈ એવું કૃત્ય ન કરે, જેના કારણે ઇસ્લામમાં તેની સજા કતલ હોય, તો પછી તેમનો હિસાબ અલ્લાહ લેશે.
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «મોમિનનું ઉદાહરણ એકબીજાથી મોહબ્બત, સ્નેહ અને ઉદારતા પ્રત્યે એક શરીર જેવું છે કે જ્યારે તેના કોઈ એક અંગને તકલીફ પહોંચે, તો તેની તકલીફ સંપૂર્ણ શરીર અનુભવે છે, જેના કારણે ઉંઘ ઉડી જાય છે અને સંપૂર્ણ શરીરમાં તાવ હોય છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺએ સ્પષ્ટ કર્યું કે મુસ્લિમોની એકબીજા પ્રત્યેની સ્થિતિ ભલાઈ, દયા, સહાયતા અને સમર્થનની હોવી જોઈએ, અને જો એક મુસલમાનને નુકસાન પહોંચે તો બીજા પણ તેનો અનુભવ કરે, જેમ કે એક શરીરનું ઉદાહરણ છે, જો તેનો એક ભાગ બીમાર થઈ જાય, તો તેનું સંપૂર્ણ શરીર તેની સાથે નિંદ્રા અને તાવ સાથે પ્રતિક્રિયા આપે છે.