





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મને હરસની બીમારી હતી, તો મેં નબી ﷺ ને નમાઝ વિશે સવાલ કર્યો તો નબી ﷺ એ કહ્યું: «ઉભા ઉભા નમાઝ પઢો, જો તેની પણ શક્તિ ન હોય તો બેઠા બેઠા નમાઝ પઢો, અને જો તેની પણ શક્તિ ન હોય તો પડખા પર નમાઝ પઢી શકો છો».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ જણાવી રહ્યા છે ખરેખર નમાઝ તો ઉભા રહીને જ પઢવામાં આવે, જો તમે ઉભા રહેવાની શક્તિ ન ધરાવતા હોય તો બેઠા બેઠા નમાઝ પઢી શકો છો, અને જો તે પણ શક્તિ ન ધરાવતા હોય તો પડખેથી નમાઝ પઢી શકો છો.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ટેકો આપી મસ્જિદ લાવનાર કોઈ નથી, અર્થાત્ તેમણે નબી ﷺ પાસે ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી માંગી, તો નબી ﷺ એ તેને પરવાનગી આપી દીધી, જ્યારે તે પાછો ફર્યો તો નબી ﷺ એ તેને ફરી બોલાવ્યો અને કહ્યું: «શું તું અઝાનનો અવાજ સાંભળે છે?» તેણે કહ્યું: હા, તો નબી ﷺ એ કહ્યું: «તો તેનો જવાબ આપ» (અર્થાત્ નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાઓ).
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેએક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવીને કહે છે કે હે અલ્લાહના રસૂલ ! મારી મદદ કરનાર કોઈ નથી કે તે મારો હાથ પકડી મને પાંચેય નમાઝ માટે મસ્જિદ તરફ લઈ આવે, હકીકતમાં તે વ્યક્તિ ઈચ્છતો હતો કે નબી ﷺ તેને ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી આપી દે, તો નબી ﷺ એ અનુમતિ આપી દીધી, પરંતુ જ્યારે તે પાછો જવા લાગ્યો, તો નબી ﷺ એ તેને બોલાવ્યો અને કહ્યું: શું તમે અઝાન સાંભળો છો? તેણે જવાબ આપ્યો: હા, હું સાંભળું છું, તો નબી ﷺ એ કહ્યું: તો તમારે નમાઝ માટે બોલાવનારનો જવાબ આપવો પડશે.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ અમને ખુતબ એ હાજહ શીખવાડયો: إِنَّ الحَمْدَ للهِ، نَسْتَعِيْنُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوْذُ بِهِ مِنْ شُرُوْرِ أَنْفُسِنَا، مَنْ يَهْدِ اللهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا الله، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ، يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ والأرحام إن الله كان عليكم رقيبا} [النساء: 1]، {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ} [آل عمران: 102]، {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا (70) يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا} [الأحزاب:70 - 71]. અર્થ : દરેક પ્રકારની પ્રશંસા તેના જ માટે છે, અમે તેની પાસે જ મદદ માંગીએ છીએ અને તેની પાસે જ માફી માંગીએ છીએ, અમે અમારા નફસની બુરાઈથી તેનું શરણ માંગીએ છીએ, જેને તું હિદાયત આપી દે, તેને કોઈ ગુમરાહ નથી કરી શકતું અને જેને તું ગુમરાહ કરી દે તેને કોઈ હિદાયત નથી આપી શકતું, અને હું ગવાહી આપું છું કે તેના સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, હે લોકો ! પોતાના તે પાલનહારથી ડરતા રહો, જેણે તમને એક જીવ વડે પેદા કર્યા અને તેનાથી તેની પત્નિને પેદા કરી તે બન્ને વડે (દુનિયામાં) ઘણા પૂરૂષો અને સ્ત્રીઓને ફેલાવી દીધા, તે અલ્લાહથી ડરો જેનું નામ લઇ એક બીજાથી માંગો છો અને સબંધો તોડવાથી બચો, નિંશંક અલ્લાહ તઆલા તમારી દેખરેખ કરી રહ્યો છે [અન્ નિસા: ૧]. હે ઇમાનવાળાઓ ! અલ્લાહ તઆલાથી એવી રીતે ડરો જેવી રીતે કે તેનાથી ડરવાનો હક છે. અને તમને મુસલમાનની સ્થિતિમાં જ મૌત આવી જોઈએ. [આલિ ઇમરાન: ૧૦૨] હે ઈમાનવાળાઓ ! અલ્લાહથી ડરો અને સીધી (સાચી) વાત કરો. જેથી અલ્લાહ તઆલા તમારા કાર્યો સરળ બનાવી દે અને તમારા ગુનાહો માફ કરી દે અને જે પણ અલ્લાહ અને તેના પયગંબરનું અનુસરણ કરશે તે ભવ્ય સફળતા મેળવશે. [અલ અહઝાબ: ૭૦-૭૧].
رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمدઅબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે કે નબી ﷺ એ અમને ખુતબ એ હાજહ શીખવાડયો, જે પ્રવચનો અથવા જરૂરી કામોની શરૂઆત કરતાં પહેલા કરવામાં આવે છે, જેમકે લગ્ન વખતે, શુક્રવારના ખુતબામાં વગેરે. આ ખુતબામાં અલ્લાહના નામના વખાણનો સમાવેશ થાય છે, જેમકે અલ્લાહ દરેક પ્રકારની પ્રસંશાને લાયક છે, ફક્ત તેની પાસે જ માફી માંગવા માટે આવે, અને તેમાં તેનો કોઈ ભાગીદાર ઠેહરાવવામાં ન આવે, એવી જ રીતે નફસની બુરાઈઓ અને અન્ય પ્રકારની બુરાઈઓ માટે તેની પાસે જ આશ્રય માંગવામાં આવે. ફરી નબી ﷺ એ જણાવ્યું કે હિદાયત આપવી અલ્લાહના હાથમાં છે, જેને અલ્લાહ હિદાયત આપે તેને કોઈ ગુમરાહ નથી કરી શકતું, અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેને કોઈ હિદાયત પર લાવી નથી શકતું. પછી તૌહીદની ગવાહી વર્ણન કરવામાં આવી એ કે અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી, અને પયગંબરી માટેની ગવાહી એ કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને રસૂલ છે. આ ખુતબાનો અંત કુરઆન મજીદની ત્રણ એવી સૂરતો વડે કરવામાં આવ્યો જે તકવાનો આદેશ આપે છે, તકવો એ કે અલ્લાહએ આપેલ આદેશોનું અનુસરણ અને અલ્લાહએ રોકેલા કાર્યોથી બચવું, અને તકવો અપનાવવાનો બદલો એ મળશે કે સાચો અમલ, સાચી વાત, ગુનાહોથી માફી, દુનિયામાં સારું જીવન, કયામતના દિવસે સફળતા રૂપે જન્નત આપવામાં આવશે.
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «વલી (જવાબદાર) વગર લગ્ન ન થઈ શકે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સ્ત્રીના લગ્ન વલી (જવાબદાર) વગર કરાવવા યોગ્ય નથી, લગ્નનો કરાર વખતે વલીનું હોવું ખૂબ જ જરૂરી છે.
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ: «જે વ્યક્તિએ કોઈ મૂઆહીદ (તે બિન મુસ્લિમ વ્યક્તિ જેને મુસલમાનો દ્વારા સુરક્ષાનું વચન આપવામાં આવ્યું હોય)ને કતલ કરશે તો તે જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે, જ્યારે કે જન્નતની સુંગધ ચાળીસ વર્ષના અંતરે પણ આવતી હોય છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ કોઈ મુઆહીદને કતલ કરવાની સખત ચેતવણી આપી છે, અને તે એવા બિન મુસ્લિમ અથવા કાફિર લોકો, જે ઇસ્લામના શાસનમાં દાખલ થયા હોય, તે ક્યારેય જન્નતની સુગંધ પણ નહીં લઈ શકે, જ્યારે કે જન્નતની સુંગધ ચાળીસ વર્ષના અંતરે પણ સુંઘી શકાય છે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: કોઇ નિર્ણયમાં લાંચ લેનાર તથા આપનાર બંને પર અલ્લાહના રસૂલ ﷺ એ લઅનત કરી છે.
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી ﷺ એ લાંચ આપનાર અને લાંચ લેનાર બંને માટે અલ્લાહની દયા અને કૃપાથી દુરીની બદ્ દુઆ કરી છે. પરંતુ હદીસમાં તેનો ઉલ્લેખ નિર્ણય આપવા સાથે ખાસ કરવામાં આવ્યો છે, કારણ કે નિર્ણયને પ્રભાવિત કરવા માટે લાંચ આપવી એ એક મોટું પાપ છે, જે શરિઅતના હુકમને તોડી પાડવાના ઘૃણાસ્પદ કૃત્યને જરૂરી બનાવે છે.
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે મક્કાથી પાછા ફરી મદીના આવ્યા, રસ્તામાં અમે એક ઝરણાં સુધી પહોંચ્યા, તો કેટલાક લોકોએ અસરના સમયે ઉતાવળ કરી, તે લોકોએ જલ્દી જલ્દી વઝૂ કર્યું, અમે જોયું કે તે લોકોએ વઝૂ એવી રીતે કર્યું કે તેમની પગની એડીઓ સુધી પાણી નહતું પહોંચ્યું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: આવી એડીઓ માટે આગનો અઝાબ છે, વઝુ ખૂબ સારી રીતે કરો».
મુત્તફકુન્ અલયહિઅલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીનાના સફર પર હતા, તેમની સાથે સહાબાઓ પણ હતા, તેમને રસ્તામાં પાણી મળી આવ્યું, તો કેટલાક સહાબાઓ અસરની નમાઝ પઢવા માટે ઉતાવળ કરી અને એવી રીતે વઝૂ કર્યું કે લોકોએ ચોખ્ખું જોયું કે તેમની એડીઓ સૂકી છે; કારણકે ત્યાં સુધી પાણી પહોંચ્યું ન હતું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: એવા લોકો માટે આગ (જહન્નમ)નો અઝાબ અને નષ્ટતા છે, જેઓ વઝૂ કરતી વખતે એડીઓને ધોવામાં આળસ કરે છે, અને તેની સાથે જ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમણે સંપૂર્ણ અને સારી રીતે વઝૂ કરવાનો આદેશ આપ્યો.
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કહે, તો તમારા માંથી (દરેકે) અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લ્લાહ કહે તો તેણે પણ અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું જોઈએ પછી મુઅઝ્ઝિન અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહે તો તેણે પણ અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહેવું જોઈએ, પછી જ્યારે મુઅઝ્ઝિન હય્ય અલસ્ સલાહ કહે તો તેણે લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઇએ, પછી જ્યારે હય્ય અલલ્ ફલાહ કહે તો તેણે ફરી લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે તો તે પણ અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે, પછી મુઅઝ્ઝિન લા ઇલાહ ઇલ્લ્લ્લાહ કહે તો તે પણ દિલથી લા ઇલાહ ઇલ્લ્લાહ કહેશે તો તે જન્નતમાં દાખલ થશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઅઝાન: લોકોને નમાઝના સમયની જાણ કરવા માટે કહેવામાં આવતા શબ્દો, અઝાનના વાક્યો ઈમાનના અકીદા માટેના ઠોસ વાક્યો છે. આ હદીષમાં નબી ﷺ એ સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ અઝાન સાંભળે તેના માટે નિયમ એ છે કે તે મુઅઝ્ઝિનની માફક જ શબ્દો કહે, જ્યારે મુઅઝ્ઝિન "અલ્લાહુ અકબર" કહે તો સાંભળનાર પણ "અલ્લાહુ અકબર" કહે, અને એવી જ રીતે "હય્ય અલસ્ સલાહ" સુધી કહે, જ્યારે તે "હય્ય અલસ્ સલા" અને "હય્ય અલલ્ ફલાહ" સાંભળે તો તેણે તેના જવાબમાં "લા હવ્લ વલા કુવ્વ્ત ઇલ્લા બિલ્લાહ" કહેવું જોઈએ. નબી ﷺ એ તે પણ જણાવ્યું કે જે વ્યક્તિ સાફ દિલથી આ શબ્દો કહેશે તો તે જન્નતમાં દાખલ થશે. અઝાનના વાક્યોનો અર્થ: "અલ્લાહુ અકબર": અર્થાત્ તે અલ્લાહ જે પવિત્ર, મોટો અને વસ્તુથી મોટો અને મહાન છે. "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લ્લાહ": અર્થાત્ અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી. "અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ": અર્થાત્ હું મારી જબાન અને મારા દિલથી સ્વીકાર કરું છું કે નબી ﷺ અલ્લાહના પયગંબર અને રસૂલ છે, જેમને અલ્લાહ તરફથી પયગંબર બનાવવામાં આવ્યા છે, અને તેમનું અનુસરણ મારા પર જરૂરી છે. "હય્ય અલસ્ સલાહ": અર્થાત્ નમાઝ માટે આવો, સાંભળનાર "લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ" કહેશે, અર્થાત્ હું અલ્લાહની તૌફીક વગર કંઈ પણ નેકી કરવાની શક્તિ ધરાવતો નથી તેમજ તેની તૌફીક વગર કોઈ પણ ગુનાહથી બચી શકતો નથી. "હય્ય અલલ્ ફલાહ": અર્થાત્ આવો સફળતાના માર્ગ તરફ, જે જન્નતમાં ભવ્ય સફળતા અને જહન્નમથી નજાત છે.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્થિતિમાં) ફક્ત નમાઝ કઝા કરવાની હોય છે એ સિવાય કંઈ પણ કફ્ફારો આપવાનો હોતો નથી, {નમાઝ યાદ આવવા પર નમાઝ કાયમ કર} [તોહો: ૧૪]»
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ કહ્યું કે જે વ્યક્તિ ફર્ઝ નમાઝ પઢવાનું ભૂલી જાય અને સમય પણ નીકળી જાય, તો તેણે યાદ આવવા પર કઝા કરવામાં ઉતાવળ કરવી જોઈએ, મુસલમાન પરહેજગાર વ્યક્તિની સ્થિતિ એવી હોય છે કે જ્યારે તેને પોતાના ગુનાહનો એહસાસ થાય તો તે તરત જ તેનો ભાર ઉતારી દે છે, અલ્લાહ તઆલા કુરઆન મજીદમાં કહે છે: {નમાઝ યાદ આવવા પર નમાઝ કાયમ કર} [તોહા: ૧૪], અર્થાત્: જે નમાઝ ભૂલી ગયો હોય તો યાદ આવવા પર નમાઝ પઢી લે.