Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way






























Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને સખત ચેતના આપી છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરે, અને આ એવું ખરાબ કૃત્ય છે, જેના પરિણામે માનવી અલ્લાહની દયાથી દૂર થઈ જાય છે, જે તે વાતનો પુરાવો છે, આ મોટા ગુનાહો માંથી (મહાપાપ) છે, અર્થાત્ મુસલમાનો માટે આમ કરવું જાઈઝ નથી.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સખત ચેતવણી આપી છે, જે વ્યક્તિ કોઈ પુરુષના ગુદામાં સંભોગ કરે અથવા કોઈ સ્ત્રીના, તે પત્ની હોય કે અન્ય સ્ત્રી હોય, અને તે મોટા ગુનાહો માંથી (મહા પાપ) છે.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પતિ પર પતિના અધિકારો વિષે સવાલ કરવામાં આવ્યો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કેટલાક કાર્યો વર્ણન કર્યા, તેમાંથી: પહેલું: તેના વગર એકલા ન ખાઓ, પરંતુ જ્યારે પણ ખાઓ તો તેને પણ ખવડાવો. બીજું: ફક્ત પોતે એકલા જ કપડાં ન પહેરો, પરંતુ જ્યારે પણ કપડાં પહેરો તો પોતાની ક્ષમતા પ્રમાણે તેને પણ પહેરાવો. ત્રીજું: કોઈ કારણ અને જરૂરત વગર ન મારો, અને જો અદબ શીખવાડવા અથવા કોઈ જરૂરી કાર્ય ન કરવા પર માર મારવાની જરૂર પડે તો તકલીફ ન થાય તેમ મારો અને તેના ચહેરા પર ન મારો, કારણકે ચહેરો શરીરમાં સૌથી નાજુક અને જાહેર થવા વાળો અને નરમ અંગ છે. ચોથું: ગાળો ના આપો અથવા આમ ન કહો; અલ્લાહ તારો ચહેરો બગાડી નાખે, તેને અથવા તેના શરીરના કોઈ અંગને કદરૂપું ન કહો, કારણકે તે સુંદરતા વિરુદ્ધ છે, યાદ રાખો, તેને ચહેરો અને શરીર અલ્લાહ તઆલાએ આપ્યું છે, અને અલ્લાહએ દરેક વસ્તુને સુંદર બનાવી છે, અને તેના સર્જનની નિંદા કરવી તે સર્જકની નિંદા કરવી છે, અને તેનાથી અલ્લાહએ આપણને રોક્યા છે. પાંચમું: તેને તેની પથારી સિવાય અલગ ન કરો, અને તેનાથી મોઢું પણ ન ફેરવો, અને તેને બીજા ઘરમાં ન મોકલો, શક્ય છે તેના દ્વારા પતિ પત્ની વચ્ચે મતભેદ ઊભા થઈ જાય.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાર પ્રકારના લોકો માટે લઅનત અને અલ્લાહની કૃપાથી દૂરીની દુઆ કરી છે: પહેલો પ્રકાર: તે સ્ત્રી જે કુત્રિમ વાળ દ્વારા પોતાના અને અન્ય સ્ત્રીના વાળને જોડે છે. બીજો પ્રકાર: તે સ્ત્રી જો અન્ય પાસે કુત્રિમ વાળ દ્વારા પોતાના વાળમાં વાળ જોડાવે. ત્રીજો પ્રકાર: ટેટૂ કરવાવાળી સ્ત્રી, જે સોઈને શરીરની કોઈ જગ્યા, જેમકે ચહેરા, હથેળી અથવા છાતીમાં નાખે છે, તેના પર સુરમો અથવા તેના જેવી કોઈ વસ્તુ લગાવે છે, અહીં સુધી કે તેનો નિશાન વાદળી અથવા લીલા રંગનો થઈ જાય છે; ફક્ત સુંદરતા અને શણગાર માટે. ચોથો પ્રકાર: તે સ્ત્રી જે કોઇની પાસે જઈ ટેટૂ કરાવે છે. આ દરેક કાર્યો કબીરહ ગુનાહો (મહાપાપ) માંથી છે.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિની એકથી વધુ પત્નીઓ હોય અને તે બંને દરમ્યાન જરૂરી ન્યાય ન કરતો હોય, જેમકે બંને દરમિયાન ખર્ચ કરવામાં, રહેવામાં, કપડાં પહેરાવવામાં, અને રાત પસાર કરવામાં, તો કયામતના દિવસે તેની સજા તે હશે કે તેના શરીરનો એક ભાગ ઝૂકેલો હશે, અને તે ઝૂકવું તેના અન્યાયના બદલામાં હશે, જેમકે તે પણ પોતાની બાબતમાં એક તરફ ઝૂકી ગયો હતો.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે કોઈ પણ મુસલમાન જે પોતાના દિલમાં કોઈ બુરાઈ બાબતે વિચારે કરે, તો ત્યાં સુધી તેને દોષી ઠેહરાવવામાં નથી આવતો અથવા તેની પકડ કરવામાં નથી આવતી, જ્યાં સુધી તે વિચાર કરેલા ગુનાહ વિષે વાત કરે અથવા તેના પર અમલ કરી લે, અલ્લાહ તે ગુનાહને દૂર કરી દે છે, અને તેને માફ કરી દે છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)ની ઉમ્મતના દરેક લોકો જે પોતાના દિલ અથવા દિમાગમાં કોઈ બુરાઈ કરવા વિષે વિચારે છે, તેના વિષે તેમની પકડ કરવામાં નહીં આવે, જ્યાં સુધી તે તેના પર સંતુષ્ટ ન થાય, અથવા તે કાર્ય કરવાનો પાક્કો ઇરાદો કરી લે, જો તે દિલમાં ઘમંડ કરવા વિશે અથવા કપડાં નીચે લટકાવવા વિષે અથવા નિફાક (દંભ) કરવા વિષે વિચારી લે અને તેને જબાન વડે કહે તો તેની પકડ કરવામાં આવશે.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે આદમની સંતાન માટે જરૂરી છે કે તેઓ શરીઅતના આદેશોનું પાલન કરે, સિવાય આ ત્રણ લોકો: ૧- નાનું બાળક જ્યાં સુધી તે પુખ્તવયનું ન થઈ જાય. ૨- તે પાગલ વ્યક્તિ જેની બુદ્ધિ જતી રહી હોય, જ્યાં સુધી તેની બુદ્ધિ આવી ન જાય. ૩- તે વ્યક્તિ જે સૂઈ ગયો હોય, જ્યાં સુધી તે ઉઠી ન જાય. બસ શરીઅતના આદેશોનું પાલન કરવું તેમના માટે જરૂરી નથી, પરંતુ નાના બાળક માટે ભલાઈ અને નેકી લખવામાં આવશે, પાગલ અને સૂતેલા વ્યક્તિ વિષે લખવામાં નહીં આવે; કારણકે તે બન્ને એવી સ્થિતિમાં હોય છે, કે અનુભૂતિ કરવાના દરેક તત્વો તેમનામાં હોતા નથી, જેથી તેઓ ઈબાદત કરવા પર સક્ષમ નથી.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે તે દરેક વસ્તુ જેનાથી બુદ્ધિ મંદ પડી જાય અને જતી રહે તેને માદક પદાર્થ ગણવામાં આવશે, ભલેને તે પીવામાં હોય, ખાવામાં અથવા સૂંઘવામાં આવે વગેરે જેવી દરેક વસ્તુ શરાબ (દારૂ) છે, અને ખરેખર જેનાથી બુદ્ધિ મંદ પડી જાય અને જેનાથી દિમાગમાં નશો ઉત્પન થઈ તેના ખરાબ કરી દેનારી દરેક વસ્તુને ઉચ્ચ અને સર્વશક્તિમાન અલ્લાહએ હરામ કરી છે, અને તેનાથી રોક્યા છે, ભલેને તે થોડીક માતરમ હોય કે વધારે. અને તે દરેક વ્યક્તિ જે માદક પદાર્થનો ઉપયોગ કરતો રહે અર્થાત્ શરાબ (દારૂ) પીતો રહે અને મૃત્યુ પહેલા તેનાથી તૌબા ન કરે તો તે અલ્લાહની સજાનો હકદાર બનશે તે એ રીતે કે અલ્લાહ તેને જન્નતમાં શરાબથી વંચિત રાખશે.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મોમિનોને કાફિરો સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો, અને દરેક યોગ્ય તરીકા વડે તેમનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી અલ્લાહનો કલિમો બુલંદ થાય, તેમાંથી: પહેલું: તેમની સાથે યુદ્ધ કરવામાં માલ ખર્ચ કરવામાં આવે, હથિયારો ખરીદીને અને યોદ્ધાઓ પર ખર્ચ કરીને વગેરે જેવા કાર્યો. બીજું: તેમનો સામનો અને મુકાબલો કરવા પોતે શરીર અને પ્રાણ વડે નીકળવું. ત્રીજું: જબાન વડે તેમના સુધી દીનનો પ્રચાર કરી અને તેમના પર દલીલ લાગું કરી, અને તેઓને સચેત કરી તેમજ તેમના અકીદાને અમાન્ય કરીને.